સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ તથા કેમ્પને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, મહેશ ભટ્ટ, કરન જોહરને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. પછી આ ચર્ચા ઈનસાઈડર તથા આઉટસાઈડરમાં પરિવર્તિત થઈ ગઈ હતી. હવે ગોવિંદાના ભાણીયા કૃષ્ણા અભિષેકે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું હતું કે દરેકનો પોતાનો સંઘર્ષ હોય છે અને તે રીતે જ દરેકને કામ મળે છે.
કૃષ્ણા માને છે કે ભલે તેને ગોવિંદાને કારણે કામ મળ્યું હોય પરંતુ તેની પોતાની ટેલેન્ટ છે અને તેને કારણે તે આગળ વધ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કૃષ્ણાએ કહ્યું હતું કે દરેકને પોતાની રીતે સંઘર્ષ કરવો પડે છે. તે ગોવિંદાનો ભાણીયો છે પરંતુ તેના મામા તેને બદલે કામ કરતા નથી. તે જાતે જ કામ કરવા જાય છે. બની શકે કે તેને ગોવિંદાને કારણે કામ મળ્યું હોય પરંતુ પછી તો વાત ટેલેન્ટની જ આવે છે. નેપોટિઝ્મનું તેની સાથે કંઈ જ લેવા દેવા નથી.
View this post on InstagramA post shared by Krushna Abhishek (@krushna30) on Aug 6, 2020 at 9:00pm PDT
નેપોટિઝ્મ છે તો વરુણ ધવનની જગ્યાએ તે હોત
વધુમાં કૃષ્ણાએ કહ્યું હતું કે તે ફિલ્મી પરિવારમાંથી આવે છે તો વરુણ ધવનની જગ્યાએ હોવું જોઈએ. જોકે, તે સંઘર્ષ કરે છે. વરુણ ધવનના પિતા ડેવિડ ધવન ફિલ્મમેકર છે પરંતુ તેમને પણ એમ લાગે છે કે તેઓ અન્ય જગ્યાએ હોવા જોઈએ. દરેકનો પોતાનો સંઘર્ષ હોય છે.
ઉલ્લેખનીય છે કે કૃષ્ણાએ 1996માં ‘જસ્ટ મોહબ્બત’થી ટીવી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અનેક ટીવી શો તથા ફિલ્મમાં કામ કર્યા બાદ પણ કૃષ્ણાને લોકપ્રિયતા મળી નહોતી. કૃષ્ણાએ કોમેડી શોમાં ભાગ લીધો અને પછી તેને ઓળખ મળી હતી. હાલમાં એક્ટર ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનું પાત્ર ભજવે છે.
View this post on InstagramA post shared by Krushna Abhishek (@krushna30) on Aug 5, 2020 at 1:32am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30MxAQw
https://ift.tt/2Fd0ZLE
No comments:
Post a Comment
If you have any doubts please let me know!