સુશાંત સિંહ રાજપૂત મોતનાં કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે લગભગ સાડા 10 કલાક સુધી રિયા ચક્રવર્તી, તેના પિતા ઇન્દ્રજિત અને ભાઈ શોવિકની પૂછપરછ કરી હતી. તેઓ સવારે 11 વાગ્યે EDની ઓફિસ પહોંચ્યા હતા અને લગભગ રાત્રે 9:30 વાગ્યે ઘરે જવા રવાના થયા હતા. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, EDએ રિયા, તેના પિતા અને ભાઈના મોબાઇલ ફોન લઈ લીધા છે. ત્રણેય ફોનની તપાસ કરવામાં આવશે. બુધવારે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
રિયા અને શોવિકની આટલી લાંબી પૂછપરછ કેમ?
રિયા ચક્રવર્તીની બે રાઉન્ડમાં લગભગ 19 કલાક પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે તેના ભાઈ શોવિકની ત્રણ રાઉન્ડમાં લગભગ 33 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને ભાઈ-બહેન તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા અને સવાલોના સંતોષકારક જવાબો આપી રહ્યા ન હતા. તેના કારણે તેમની પૂછપરછ કરવામાં આટલો સમય લાગ્યો.
ક્યારે, કેટલા સમય સુધી રિયા અને શોવિકની પૂછપરછ કરવામાં આવી
નામ | ક્યારે પૂછપરછ કરવામાં આવી | કેટલા કલાક પૂછપરછ કરી |
રિયા ચક્રવર્તી | 7 અને 10 ઓગસ્ટ | સાડા 8 અને સાડા 10 કલાક |
શોવિક ચક્રવર્તી | 7, 8 અને 10 ઓગસ્ટ | 5, 18 અને સાડા 10 કલાક |
શું પૂછવામાં આવ્યું?
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, રિયા સાથે સુશાંત સાથેના સંબંધો પહેલાં અને બાદમાં આવકના સ્ત્રોત વિશે પૂછપરછ કરવામાં આવી હતી. તેમની મુવેબલ એસેટ્સ, જ્વેલરી, ઈન્વેસ્ટમેન્ટ અને છેલ્લા કેટલાક વર્ષોમાં (ખાસ કરીને 2019 અને 2020)માં તેમના દ્વારા ખરીદવામાં આવેલી અને વેચેલી મિલકતોનો હિસાબ પણ માગવામાં આવ્યો હતો.
રિયાના ભાઈ શોવિક અને પિતા ઈન્દ્રજીતને તેમની આવક અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના પિતા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અંગે EDને ખાસ સફળતા નથી મળી. એજન્સી હજી પણ આ મામલે મહત્વપૂર્ણ પુરાવા શોધી રહી છે.
સુશાંતના પિતા કે.કે સિંહે પોતાના દીકરાના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પટનામાં દાખલ કરાવેલી FIRમાં લખ્યું હતું કે, રિયાનો પરિવાર અને સુશાંતની સાથે કામ કરતા લોકો જેમ કે, સેમ્યુઅલ મિરાંડા અને શ્રુતિ મોદી દ્વારા આ રકમ શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
રિયા સુશાંતના તમામ નિર્ણય લેતી હતી
સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીએ EDના અધિકારીઓને જણાવ્યું હતું કે, સુશાંતના તમામ નિર્ણયો રિયા દ્વારા લેવામાં આવતા હતા. પછી ભલે તે તેમના બિઝનેસ સાથે સંબંધિત હોય કે અન્ય કોઈ નિર્ણય. સોમવારે ED દ્વારા તેની લગભગ સાડા 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. મંગળવારે પણ તેને EDની ઓફિસ બોલાવવામાં આવ્યા.
સિદ્ધાર્થી પીઠાણી વધારે કહી શક્યા નથી
સોમવારે EDએ સુશાંતના ફ્લેટ-મેટ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાણી સાથે લગભગ 7 કલાક પૂછપરછ કરવામાં આવી. જો કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ વધારે કંઈ કહી શક્યા નથી. સોમવારે બપોરે EDની ઓફિસે તેઓ પહોંચ્યા હતા અને મોડી રાત સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ તેમના વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત પ્રોજેક્ટ માટે કન્ટેન્ટ જનરેટ કરવામાં મદદ કરી રહ્યા હતા. મંગળવારે તેમને ફરી એક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3itugQp
https://ift.tt/3gNoUPx
No comments:
Post a Comment
If you have any doubts please let me know!