Sunday, August 16, 2020

કંગના રનૌતે કરન જોહર પર શાયરી લખી, કહ્યું- રાષ્ટ્રવાદની દુકાન ચલાવવી છે પરંતુ દેશભક્તિ બતાવવી નથી

કંગના રનૌત લાંબા સમયથી નેપોટિઝ્મ અંગે વાત કરતી આવી છે. તેણે કરન જોહર પર આક્ષેપ મૂક્યો છે કે તે નેપોટિઝ્મને પ્રોત્સાહન આપે છે. તે સતત કરન જોહરને ટાર્ગેટ કરતી હોય છે. હાલમાં જ કંગનાએ કરન જોહર તથા તેની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ની મજાક ઉડાવી હતી. આ ફિલ્મમાં જાહન્વી કપૂરે લીડ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મને દર્શકોએ એવરેજ કહી છે. કંગનાએ કરનની ટીકા કરી હતી અને તેના નામે એક કવિતા લખી હતી. આ કવિતામાં કંગનાએ કહ્યું હતું કે આ ફિલ્મ રાષ્ટ્રવાદના મુદ્દા પર છે પરંતુ ફિલ્મમાં દેશભક્તિ બતાવવામાં આવી નથી.

કંગનાએ શું ટ્વીટ કરી?
કંગનાની ટીમે કરન જોહર અંગે શાયરી લખતા કહ્યું હતું, કરન જોહર પર શાયરી અર્જ છે, અમારે રાષ્ટ્રવાદની દુકાન ચલાવવી છે પરંતુ દેશભક્તિ બતાવવી નથી. પાકિસ્તાન સામેના યુદ્ધની ફિલ્મ ઘણાં પૈસા કમાવી આપે છે, અમે પણ આવી ફિલ્મ બનાવીશું પરંતુ તેમાં વિલન પણ હિન્દુસ્તાની છે. હવે થર્ડ જેન્ડર પણ આર્મીમાં આવી ગયા પરંતુ કરન જોહર તું આ વાત ક્યારે સમજીશ કે સૈનિક માત્ર એક સૈનિક હોય છે.

‘ગુંજન સક્સેના’ અંગં પણ ટ્વીટ કરી
કંગનાએ ફિલ્મ ‘ગુંજન સક્સેના’ની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું, ફિલ્મમાં ઘણી જગ્યાએ ગુંજન કહે છે કે તેને પોતાના દેશ પ્રત્યે પ્રેમનથી પરંતુ તે માત્ર પ્લેન ઉડાવવા ઈચ્છે છે. ફિલ્મમાં ગુંજન સક્સેનાની રિયલ દેશભક્તિને બતાવવામાં આવી નથી. તે માત્ર એટલું જ કહે છે કે પાપા હું તમને ક્યારેય નિરાશ કરીશ નહીં.

કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ગુંજન સક્સેના ફિલ્મમાં એક નાનકડા પાસા પર ધ્યાન આપવામાં આવ્યું છે પરંતુ ફિલ્મમાં એક સૈનિકના જીવનની સૌથી મોટી બાબતો તથા સાર ગાયબ છે. ફિલ્મમાં ગુંજનના વિરોધીઓએ એ વાત સાબિત કરી છે કે જે કહેતા હતા કે અમે અહીંયા ભારતમાતાની રક્ષા માટે આવ્યા છીએ પરંતુ તમે અહીંયા સમાન તક માટે આવ્યા છો. ફિલ્મ પણ અહીંયા આવીને પૂરી થાય છે કે ગુંજન જીતી જાય છે પરંતુ ભારત નહીં. દુઃખદ

હાલમાં જ વાયુસેનાએ ફિલ્મમાં નકારાત્મક વર્ણન અંગે પત્ર લખ્યો હતો
ભારતીય વાયુસેનાએ ફિલ્મમાં અનુચિત રૂપે નકારાત્મક ચિત્રાંકન કરવા બદલ સેન્સર બોર્ડને ફરિયાદ કરતો લેટર લખ્યો છે. વાયુસેનાએ સેન્સર બોર્ડ ઉપરાંત નેટફ્લિક્સ અને ધર્મા પ્રોડક્શનને મોકલેલા આ લેટરમાં લખ્યું છે કે, અગ્રીમેન્ટ અનુસાર ધર્મા પ્રોડક્શને આ વાત પર સહમતી આપી હતી કે ભારતીય વાયુસેના (IAF)ને પ્રામાણિકતાથી રજૂ કરશે અને એ પણ સુનિશ્ચિત કરવાનો ભરોસો આપ્યો હતો કે ફિલ્મથી આગળની પેઢીના વાયુસેના અધિકારીઓને પ્રેરણા આપવામાં મદદ મળશે. એક્સ ફ્લાઇટ લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાના રોલને મહાન બતાવવા પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શને ફિલ્મમાં અમુક એવી પરિસ્થિતિ રજૂ કરી છે જે માત્ર ભ્રમજનક જ નહીં પરંતુ ભારતીય વાયુસેનાના વર્ક કલ્ચરને અયોગ્ય અને ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધ દેખાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની પહેલી મહિલા પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત આ ફિલ્મમાં જાહન્વી ઉપરાંત પંકજ ત્રિપાઠી, અંગદ બેદી, વિનીત કુમાર સિંહે છે. ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 12 ઓગસ્ટે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut takes a dig at Karan Johar


from Divya Bhaskar https://ift.tt/2Y0AwYf
https://ift.tt/3hdz9g8

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...