Wednesday, August 12, 2020

તાન્હાજીના સેટેલાઇટ પ્રીમિયરને લઈને કાજોલ ઘણી ઉત્સુક છે, કહ્યું- બધી મહિલાઓ ખુદને સાવિત્રીબાઈ સાથે કનેક્ટ કરશે

આગામી 15 ઓગસ્ટે શનિવારે અજય દેવગણની ફિલ્મ તાન્હાજીનું ટેલિવિઝન પ્રીમિયર એક મૂવી ચેનલ પર થવાનું છે. આ બાબતે કાજોલ ઘણી ઉત્સુક છે. ફિલ્મમાં તે અજય દેવગણના પાત્રની પત્ની સાવિત્રીબાઈ માલુસરેના રોલમાં હતી.

કાજોલના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં દેશભક્તિ અને દેશસેવાનો મહત્ત્વપૂર્ણ મેસેજ આપવામાં આવ્યો છે. તેણે કહ્યું, લોકો સાવિત્રીબાઈના કેરેક્ટર સાથે ઘણા કનેક્ટ થઇ શકશે. હું એક વ્યક્તિ વિશેષ તરીકે સાવિત્રીબાઈને ભજવવા એકદમ તૈયાર હતી. તેઓ સ્ટ્રોંગ હતા, તેમના વિચારો પર અડગ રહેતા હતા.

આગળ કહ્યું કે, સાવિત્રીબાઈ હંમેશાં કોઈ ડર વગર તેમના વિચાર રજૂ કરતા હતા. ત્યાં સુધી કે જ્યારે વાત ખુદના પતિની હતી ત્યારે પણ તેમણે નીડર થઈને તેમના વિચારો વ્યક્ત કર્યા. મને લાગે છે કે આ સ્ટ્રોંગ મહિલાની વિશેષતાઓ છે, જે દરેક સશક્ત મહિલાઓમાં જોવા મળે છે. બધા લોકો સાવિત્રીબાઈ સાથે કનેક્ટ થઇ શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kajol Is Excited About The Satellite Premiere Of 'Tanhaji', The Film Will Appear On The Small Screen On August 15


from Divya Bhaskar https://ift.tt/2XQ6S84
https://ift.tt/2DRY2zw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...