Wednesday, August 12, 2020

સંજય દત્તે નવ વર્ષ સુધી કોકેન-હેરોઈનના નશામાં ડૂબીને જીવન બરબાદ કર્યું હતું, પિતાને કહ્યું હતું- બચાવી લો

સંજય દત્તને લંગ કેન્સર હોવાની વાત સામે આવતા ફિલ્મ ઈન્ડસ્ટ્રી તથા ચાહકો આઘાતમાં છે. સૂત્રોના મતે, સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. સંજય દત્ત માટે આ સમય ઘણો જ મુશ્કેલભર્યો છે. જોકે, આ પહેલીવાર નથી કે સંજય દત્ત પોતાના જીવનમાં કોઈ હેલ્થ પ્રોબ્લમનો સામનો કરતો હોય. સંજયે પોતાના જીવનમાં ઘણાં ખરાબ દિવસો જોયા છે. એક સમય હતો જ્યારે સંજય દત્ત ડ્રગ્સના નશામાં ગળાડૂબ રહેતો હતો.

નાની ઉંમરમાં ડ્રગ્સ લેવાની શરૂઆત કરી હતી
થોડાં વર્ષો પહેલાં સિમી ગરેવાલના ચેટ શોમાં સંજય દત્તે તે સમયનો યાદ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેને ડ્રગ્સની આદત પડી હતી. આ સમયે તેની ઉંમર 17-18 વર્ષની હતી. તે સમયે તેના માટે ડ્રગ્સ જ સર્વસ્વ હતું. કોઈએ તેને એકવાર ટ્રાય કરવાનું કહ્યું અને પછી તેના જીવનના નવ વર્ષ બરબાદ થઈ ગયા હતા.

અન્ય એક ઈન્ટરવ્યૂમાં સંજયે કહ્યું હતું કે તેણે દરેક પ્રકારના ડ્રગ્સનો નશો કર્યો હતો પરંતુ તેને હેરોઈન તથા કોકેને સૌથી વધુ પસંદ હતા. એકવાર તેણે LSD (સાઈકેડેલિક ડ્રગ)નો નશો કર્યો હતો. પિતા સુનીલ દત્તે તેને ઓફિસે બોલાવ્યો હતો. તે સમયસર ત્યાં પહોંચી ગયો હતો. તે તેમની સામે બેઠો હતો. તેના પિતા તેની સાથે વાત કરતા હતા. જોકે, તેને ખ્યાલ જ નહોતો કે તેના પિતા શું બોલી રહ્યા છે. તે માત્ર જી-જી કરીને જવાબ આપતો હતો. અચાનક તેને લાગ્યું કે તેના પિતાના માથે મીણબત્તી સળગી રહી છે અને તે આ જોઈને ડરી ગયો અને તે ઊભો થઈને મીણબત્તી ઓલવવા માટે ગયો હતો.

આ જોઈને પિતાજીએ નોકરને એમ કહ્યું હતું કે આને લઈને જાઓ, આ પાગલ થઈ ગયો છે. આજે પણ જ્યારે તે આ ઘટના અંગે વિચારે છે ત્યારે તેને લાગે છે કે પિતાજીએ કેટલું સહન કર્યું હશે.

નવ વર્ષ સુધી ડ્રગ્સના નશામાં રહ્યો
એક ઈન્ટરવ્યૂમાં સંજય દત્તે કહ્યું હતું કે એકવાર તેણે હેરોઈન લીધું હતું અને તે સૂવા જતો રહ્યો હતો. પછી તેને ભૂખ લાગી અને સવારે ઉઠ્યો હતો. જોકે, તેને જોઈને નોકર રડવા લાગ્યો હતો. નોકરે તેને કહ્યું હતું કે તે બે દિવસ બાદ ઉઠ્યો હતો. આખું ઘર તેને જોઈને પાગલ થઈ ગયું હતું. બધા ચિંતા કરવા લાગ્યા હતા. જ્યારે તેણે અરીસો જોયો તો ડ્રગ્સથી તેના ચહેરા પર સોજો આવી ગયો હતો. તેને ખ્યાલ આવી ગયો કે હવે તે મરી જશે. તે પિતા પાસે ગયો અને મદદ માગતા કહ્યું હતું કે તેને બચાવી લેવામાં આવે.

રિહેબ સેન્ટરમાં પણ રહ્યો હતો
સંજયે કહ્યું હતું કે ત્રણ અઠવાડિયા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તે સારવાર માટે અમેરિકા ગયો હતો. અહીંયા રિહેબ સેન્ટરમાં રહ્યો હતો. સારવાર કરાવીને બે વર્ષ બાદ ભારત પરત ફર્યો હતો. તે ભારત પરત આવ્યો તે કોઈને ખબર નહોતી. જોકે, ઘરે આવ્યા બાદ નોકરે તેણે કહ્યું હતું કે તમને કોઈ મળવા આવ્યું છે. તે ડ્રગ સપ્લાયર હતો.

આ ડ્રગ સપ્લાયરે તેને નવા માલ અંગે વાત કરી હતી. જોકે, આ સમયે તેણે નક્કી કરવાનું હતું કે તે ડ્રગ્સ છોડેશે કે પછી ફરી પાછો એને રવાડે ચઢી જશે. જોકે, તેણે એ વ્યક્તિને ભગાડી દીધો અને તેને લાગ્યું કે તેણે ડ્રગ્સ સામેની જંગ જીતી લીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt ruined his life by cocaine-heroin addiction for nine years, says father - save him


from Divya Bhaskar https://ift.tt/33QtGIl
https://ift.tt/3fMTKGU

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...