સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને અંદાજે 2 મહિના થયા બાદ તેના પરિવારે પહેલીવાર 9 પેજનું એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. પરિવારનો આરોપ છે કે સુશાંતનો પરિવાર જેમાં તેની ચાર બહેનો અને એક વૃદ્ધ પિતા છે. તેમને પાઠ ભણાવવાની ધમકી આપવામાં આવી રહી છે. એક- એક કરીને બધાનાં ચારિત્ર્ય પર લાંછન લગાડવામાં આવી રહ્યું છે, કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આ સિવાય સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી અને મુંબઈ પોલીસ પર પણ આરોપ લગાવ્યા છે.
સુશાંતના પરિવારનો લેટર
સુશાંતના પરિવારે ફિરાક જલાલપુરીના એક શેરથી લેટરની શરૂઆત કરીને લખ્યું છે...
તૂ ઇધર-ઉધર કી ના બાત કર યે બતા કી કાફિલા ક્યોં લુટા, મુજે રહજનોં સે ગિલા નહીં તેરી રહબરી કે સવાલ હૈ.
પરિવારે આગળ લખ્યું કે, અમુક વર્ષ પહેલાંની વાત છે. ન કોઈ સુશાંતને ઓળખતું હતું, ન તેના પરિવારને. આજે સુશાંતની હત્યાને લઈને કરોડો લોકો વ્યથિત છે અને સુશાંતના પરિવાર પર ચારેબાજુથી હુમલો થઇ રહ્યો છે.
- ન્યૂઝપેપરમાં પોતાનું નામ છપાય તે સ્વાર્થથી ઘણા નકલી મિત્રો, ભાઈ, મામા બનીને તેમની વાતો કરી રહ્યા છે. એવી સ્થિતિમાં એ ક્લીઅર કરવું જરૂરી છે કે સુશાંતનો પરિવાર હોવાનો અર્થ શું છે?
- સુશાંતનાં માતાપિતા કમાઈને ખાનારાં લોકો હતા. તેમના હસતાં રમતાં પાંચ બાળકો હતાં. તેમનો ઉછેર યોગ્ય રીતે થાય તે માટે નેવુંના દશકમાં ગામડેથી શહેર આવી ગયા. રોજગારી મેળવવા અને બાળકોને ભણાવવામાં લાગી ગયા. એક સામાન્ય ભારતીય માતાપિતાની જેમ તેમણે મુશ્કેલીનો સામનો કર્યો. બાળકોને કોઈ વાતની ઊણપ રહેવા ન દીધી. હિંમતવાળા હતા એટલે ક્યારેય તેમનાં સપનાં પર પાબંદીઓ ન લગાવી. કહેતા હતા કે જે કંઈપણ બે હાથ-પગવાળો માણસ કરી શકે છે તે તમે પણ કરી શકો છો.
- સુશાંતના પરિવારને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે અકાળે તેની માતાનું નિધન થયું. ફેમિલી મીટિંગમાં નક્કી થયું કે કોઈ નહીં બોલે કે માતા જતાં રહ્યાં છે અને પરિવાર વિખેરાઈ ગયો છે. સુશાંતની હીરો બનવાની વાત તે જ દિવસે થઈ. આગામી આઠ-દસ વર્ષમાં તે થયું, જે લોકો સપનામાં જોતા હતા. પરંતુ હવે જે થયું છે તે દુશ્મન સાથે પણ ન થાય.
- એક ફેમસ વ્યક્તિને ઠગ લોકોનું ટોળું ઘેરી લે છે. તે વિસ્તારના સંરક્ષકોને તેને બચાવવાને બદલે કહેવામાં આવે છે કે મૃત શરીરનો ફોટો જાહેર કરો. તેમની બેદરકારીને કારણે સુશાંત મૃત્યુ પામ્યો. આટલાથી સંતોષ ન થયો તો તેની માનસિક બીમારીની સ્ટોરી શરૂ કરીને તેના કેરેક્ટરને ખરાબ કરવામાં લાગી ગયા.
પોતાનાં બાળકો વિશે જણાવ્યું
પિતાએ લેટરમાં તેમના પરિવાર વિશે જણાવ્યું, પહેલી દીકરીમાં જાદુ હતો. કોઈ આવ્યું અને તેને પરીઓના દેશમાં લઈ ગયું. બીજી નેશનલ ટીમ માટે ક્રિકેટ રમી. ત્રીજીએ કાયદાનું ભણ્યું અને ચોથીએ ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું. પાંચમો સુશાંત હતો. એવો કે જેના માટે દુનિયાની કોઈપણ માતા માનતા માને છે. આખું જીવન સુશાંતના પરિવારે ન ક્યારેય કોઈ પાસે કંઈ માગ્યું, ન કોઈનું ખરાબ કર્યું.
Our Dad... the person from whom we have learnt, how to be a fighter!! How to be eternally positive against all odds. He is our strength, our pride!! #OurDadIsTheBest #Warriors4SSR #JusticeForSushant #JusticeForSushantSinghRajput #Godiswithus pic.twitter.com/dXAjDEzULP
— shweta singh kirti (@shwetasinghkirt) August 9, 2020
પૈસાના પાવર પર હની ટ્રેપ ગેંગ બદનામ કરવા પરત ફરી
રિયા ચક્રવર્તી પર આરોપ લગાવી પરિવારે લખ્યું, સુશાંતના પરિવારની ધીરજ ત્યારે તૂટી જ્યારે મહિનો પણ નહોતો થયો કે મોંઘા વકીલ અને ફેમસ PR એજન્સીથી સજ્જ હની ટ્રેપ ગેંગ વાજતે ગાજતે પરત ફરી. સુશાંતને લૂંટીને, મારીને શાંતિ ન થઈ કે હવે તેની ગોલ્ડન મેમરીને પણ અપમાનિત કરવા લાગ્યા છે. તેમની જાનમાં રખવાળા પણ સાફા બાંધેલ સજ્જન હોય છે.
મારા દીકરાને પાગલ કહે છે
પિતાએ આરોપ લગાવ્યો કે, અંગ્રેજોના અન્ય એક મોટા વારસદાર તો જલિયાંવાલા ફેમ જનરલ ડાયરને પણ પાછળ રાખી દે છે. સુશાંતના પરિવારને કહે છે કે તમારો છોકરો પાગલ છે, આત્મહત્યા કરી શકતો હતો. અમારી મદદકરો, આ લોકો અંગ્રેજોના વારસદાર છે, એક હિન્દુસ્તાની મૃત્યુ પામે તેની આ લોકોને શું પડી હોય?
CBI અને ED કેસની તપાસ કરી રહ્યા છે
સુશાંત સિંહે 14 જૂને મુંબઈના તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં પંખે લટકીને દુનિયાને અલવિદા કહ્યું હતું. અગાઉ આ કેસને આત્મહત્યાનો કેસ ગણાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે પરિવારે હત્યાની શંકા જતાવી છે. મુંબઈ પોલીસ આ કેસમાં પહેલેથી જ તપાસ કરી રહી હતી પરંતુ સુશાંતના પિતાએ પટનામાં ફરિયાદ દાખલ કરી ત્યારબાદ બિહાર પોલીસે પણ કેસમાં તપાસ શરૂ કરી હતી. હવે આ કેસ CBIને સોંપી દેવાયો છે.
સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવારના સભ્યો સહિત 6 લોકો વિરુદ્ધ કેસ ફાઈલ કરી આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. મની લોન્ડરિંગની ફરિયાદમાં ED રિયા અને તેના પરિવારની પૂછપરછ કરી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ivJuED
https://ift.tt/31IvuRc
No comments:
Post a Comment
If you have any doubts please let me know!