Sunday, August 16, 2020

સંજય દત્તની બીમારી પર ઈમોશનલ પોસ્ટ લખનાર ગુજરાતી ફ્રેન્ડ પરેશ ઘેલાણી કોણ છે?

સંજય દત્તને ફેફસાંનું ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, હજી સુધી પરિવારે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. હાલમાં જ સંજય દત્તના ખાસ ગુજરાતી મિત્ર પરેશ ઘેલાણીએ એક્ટર અંગે ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘સંજુ’માં સંજય દત્તના બેસ્ટ ફ્રેન્ડ કમલેશ (કમલી)નો રોલ વિકી કૌશલે પ્લે કર્યો હતો. આ રોલ સંજય દત્તના NRI ફ્રેન્ડ પરેશ ઘેલાણીના જીવન પર આધારિત હતો. સંજય દત્ત પોતાના આ ફ્રેન્ડને પરિયા કહીને બોલાવે છે. પરેશ ઘેલાણી, સંજય દત્તને પોતાનો મોટાભાઈ માને છે.

ઈમોશનલ પોસ્ટમાં શું કહ્યું?
પરેશ ઘેલાણીએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ભાઈ, આપણે આખા અમ્યુઝમેન્ટ પાર્કને કવર કરી લીધો હતો હાલ તે બંધ થઇ ગયો હશે, પરંતુ મને લાગે છે કે આપણે હજુ પૂરું કર્યું નથી. તો ફરીથી એક રોલર કોસ્ટર રાઈડ માટે તૈયાર થઇ જા. વધુ એક લડાઈ શરુ થઇ ગઈ છે. આ લડાઈ તારે જીતવી જ પડશે. અમને ખબર છે કે તું બહાદુર છે અને જીતી જ જઈશ. સિંહ છે તું સિંહ, લવ યુ મારા ભાઈ.

કેવી રીતે બંનેની મુલાકાત થઈ હતી?
પરેશ ઘેલાણી તથા સંજય દત્તની પહેલીવાર મુલાકાત ટીન-એજર્સમાં ન્યૂ યોર્કમાં થઈ હતી. બંનેને સંગીત પ્રત્યે ઘણો જ પ્રેમ છે અને આ જ રીતે બંને એકબીજાની નિકટ આવ્યા હતાં. અમેરિકામાં જ્યારે સંજય દત્ત ડ્રગ્સ રિહેબ સેન્ટરમાં હતો ત્યારે પણ પરેશ ઘેલાણીએ સાથ આપ્યો હતો. સંજય દત્ત ભલે ભારતમાં હોય પણ પરેશ ઘેલાણીએ અમેરિકામાં રહીને સંજય દત્તની ઘણી જ મદદ કરી છે. મુંબઈ બ્લાસ્ટ કેસમાં પણ પરેશ ઘેલાણી સતત સંજય દત્તની પડખે ઉભો રહ્યો હતો. બંને વચ્ચે ભાઈઓ કરતાં પણ વધારે પ્રેમ છે. આમ તો સંજય દત્ત ઉંમરમાં મોટો છે પરંતુ તેમ છતાંય બંને વચ્ચે સારી મિત્રતા છે.

સંજય દત્તને સતત સાથ આપ્યો છે
સંજય દત્તે વર્ષ 2008માં સાત ફેબ્રુઆરીના રોજ માન્યતા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં પરેશ ઘેલાણી હાજર રહ્યો હતો. 2016માં જ્યારે સંજય દત્ત જેલમાંથી છૂટ્યો ત્યારે પરેશ ઘેલાણી ખાસ અમેરિકાથી ભારત આવ્યો હતો. તે માન્યતા દત્ત સાથે ચાર્ટર પ્લેનમાં ગયો હતો અને ત્યાંથી સંજય દત્તને લઈ મુંબઈ આવ્યો હતો. સંજય દત્ત જેલમાંથી છૂટતા કુમાર ગૌરવ (સંજય દત્તનો જીજાજી, નમ્રતા દત્તનો પતિ)ના ઘરે પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં પણ પરેશ ઘેલાણી હાજર રહ્યો હતો. આ વર્ષે બંને ખાસ મિત્રો એકલા સાઉથ આફ્રિકા ફરવા પણ ગયા હતા. પરેશ ઘેલાણી મિત્ર સંજય દત્તની બાયોપિક ફિલ્મ 'સંજુ'ના સ્ક્રિનિંગ માટે વર્ષ 2018માં અમેરિકાથી ભારત આવ્યો હતો.

કોણ છે પરેશ ઘેલાણી?
મૂળ ગુજરાતી એવા પરેશ ઘેલાણીનો જન્મ અમેરિકામાં થયો છે. તે અહીંયા જ મોટો થયો અને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પહેલાં પરેશ પરિવાર સાથે શિકાગોમાં રહેતો હતો. હવે, તે લોસ એન્જલસમાં રહે છે.

આ કંપનીઓ સાથે પરેશ જોડાયેલો છે
પરેશ ઘેલાણી બિઝનેસમેન છે. આ ઉપરાંત પરેશ ઈનોવેટિવ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરે છે. પરેશ ઘેલાણી મૂન એક્સપ્રેસ, રેડઈમ્યુન અને XPrize (એક્સપ્રાઈઝ) જેવી કંપનીઓ સાથે જોડાયેલો છે. આ કંપનીઓ સામાજિક જાગૃતિ તથા પર્યાવરણ જાળવણીનું કામ કરતી હોય છે. પરેશ ડીટીવી મોટર કોર્પોરેશનનો ચેરમેન પણ છે. આ ઉપરાંત પરેશ ફેરેટ ટ્રીટમેન્ટ ટેક્નોલોજી, કેસપોઈન્ટ, રેડિયમ થેરાપ્યુટીક્સ સાથે જોડાયેલો છે. પરેશ ઘેલાણીને લોકો ‘મેન વિથ વિઝન’ પણ કહે છે.

રતન ટાટા સાથે ભારતમાં કંપની શરૂ કરી હતી
પરેશ ઘેલાણીએ ભારતમાં રતન તાતા તથા નવીન જૈન સાથે મળીને એક્સપ્રાઈઝ ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. આ ફાઉન્ડેશન ભારતના સોશિયો-ઈકોનોમિક સમસ્યા જેવી કે સેનિટેશન, આરોગ્ય, મહિલા સલામતી, પીવાનું પાણી, વેસ્ટ મેનેજમેન્ટ સહિતની બાબતો પર કામ કરે છે.

પરેશ ઘણો જ શરમાળ છે
પરેશ ઘેલાણી ઘણો જ શરમાળ છે અને તેથી જ તે લાઈમ-લાઈટથી દૂર રહે છે. પરેશ ઘેલાણી માને છે કે કામથી વ્યક્તિની ઓળખ થાય છે અને તેથી જ તે હંમેશા શાંતિથી કઠોર મહેનત કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
meet sanjay dutt gujarati friend paresh ghelani


from Divya Bhaskar https://ift.tt/3asI8HO
https://ift.tt/2E4nrWO

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...