Sunday, August 16, 2020

બહેન શ્વેતાએ સુશાંતની નાનપણની તસવીર શૅર કરીને કહ્યું, જ્યારે તમે અન્યાયને જોશો તો વધુ મક્કમતાથી લડશો

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કીર્તિ સતત ભાઈને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કરતી હોય છે. હાલમાં જ શ્વેતાએ સુશાંત માટે CBI તપાસની માગણી કરતું અભિયાન શરૂ કર્યું હતું. આ ઉપરાંત શ્વેતાએ 15 ઓગસ્ટના રોજ ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું. હવે શ્વેતાએ સુશાંતની નાનપણની તસવીર શૅર કરી હતી. સુશાંતના મોત બાદથી શ્વેતા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે પોતાના ભાઈને ન્યાય મળે તે માટે સતત અપીલ કરતી હોય છે.

તસવીર શૅર કરીને આ વાત કહી
શ્વેતાએ સોશિયલ મીડિયામાં સુશાંતની નાનપણની તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે શ્વેતાએ કેપ્શન આપ્યું હતું, જ્યારે તમે કોઈ વસ્તુ પર વિશ્વાસ કરો છો તો તેના માટે લડો જો તમે જોઈ રહ્યા છો કે અન્યાય થઈ રહ્યો છે તો તમારે વધુ મહેનતથી લડવું પડશે - બ્રાડ મેલ્ટઝર

ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું
પોસ્ટરની સાથે શ્વેતાએ કહ્યું હતું કે આ ગ્લોબલ પ્રેયર 15 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે થશે. અહીંયા સુશાંત માટે તમામ લોકો સાથે મળીને મૌન રહીને પ્રાર્થના કરીશું. આ પહેલાં શ્વેતાએ એક વીડિયો શૅર કરીને ભાઈના મોતની તપાસ માટે હાથ જોડીને CBI તપાસની માગણી કરી હતી. સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ પણ આનો સપોર્ટ કર્યો હતો.

આ પહેલાં વીડિયો રિલીઝ કર્યો હતો
શ્વેતાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, આ જ સમય છે કે આપણને ન્યાય મળી શકે તે માટે સત્યની શોધ કરીએ. પ્લીઝ અમારા પરિવાર તથા પૂરી દુનિયાની મદદ કરો કે આખરે સત્ય શું છે અને એક નિષ્કર્ષ સુધી પહોંચી શકીએ. અમે સત્યને નહીં જાણીએ તો શાંતિથી ક્યારેય જીવી નહીં શકીએ. સુશાંત કેસની CBI તપાસ માટે પોતાનો અવાજ ઉઠાવો. આ વીડિયોમાં શ્વેતાએ કહ્યું હતું, નમસ્કાર હું સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ છું અને હું તમને બધાને એકસાથે રહીને સુશાંત માટે CBI તપાસની માગ કરવા અપીલ કરી રહી છું. આપણને હકીકત જાણવાનો પૂરો હક છે. અમે ઇચ્છીએ છીએ કે સુશાંતને ન્યાય મળે, નહીં તો અમે ક્યારેય કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકીશું નહીંઅને ક્યારેય શાંતિપૂર્ણ જીવન જીવી નહીં શકીએ.દિલથી તમને બધાને વિનંતી કરું છું કે આપણે સાથે મળીને CBI તપાસની માગ કરીએ. કારણ કે આપણને સત્ય જાણવાનો હક છે. આભાર. CBIForSSR પ્લીઝ. આ વીડિયોમાં તેણે PMO, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટૅગ કર્યા હતાં.

બોલિવૂડમાં મારા ભાઇને કોઈ ગોડ ફાધર નહોતા
શ્વેતાએ ઓપન લેટરમાં લખ્યું હતું, સર, મારું દિલ એમ કહે છે કે તમે સત્ય સાથે ઊભા રહેશો. અમે સામાન્ય પરિવારના છીએ. મારો ભાઈ જ્યારે બોલિવૂડમાં આવ્યો ત્યારે તેના કોઈ ગોડ ફાધર ન હતા. હું તમને વિનંતી કરું છું કે તમે તરત આ કેસ પર ધ્યાન આપો અને એ સુનિશ્ચિત કરો કે બધી તપાસ નિષ્પક્ષ રીતે થાય અને કોઈ પણ પુરાવા સાથે ચેડાં કરવામાં ન આવે. ન્યાયની અપેક્ષા છે.

શ્વેતાએ સોશિયલ મીડિયા પર સુશાંતનો રૂટીન પ્લાન શેર કર્યો
શ્વેતાએ સુશાંતના વ્હાઇટ બોર્ડ પર લખેલા પ્લાનનો એક ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું કે, આ રૂટિન તે 29 જૂનથી ફોલો કરવાનો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sister Shweta shared a picture of Sushant's childhood and said, ‘When you see injustice, fight harder’


from Divya Bhaskar https://ift.tt/3aw5r3r
https://ift.tt/31VYxkm

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...