એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીની દુનિયા બહારથી જેટલી ઝાકઝમાળ દેખાય છે, અંદરથી એટલી જ ખોખલી છે. આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સેલેબ્સ કાં તો ડિપ્રેશનથી પીડાતા હોય છે અથવા એકલતાના કારણે તેઓ મોતને ભેટે છે. પડદા પર દરેક મુશ્કેલીઓનો સામનો કરતા અભિનેતા વાસ્તવિક જિંદગીમં ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે અને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરે છે.
ઉંમરના એંગલથીઃ સુસાઈડ કરનારા 25થી 45 વર્ષની વચ્ચે
બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો વર્તમાન સમયમાં આત્મહત્યાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 2019-20માં ટીવી ઈન્ડસ્ટ્રીમાં પાંચ અને બોલિવૂડમાં બે મોટા સુસાઈડના કેસ સામે આવ્યા છે. બીજી મોટી વાત એ હતી કે તમામ સેલેબ્સની ઉંમર 25થી 45 વર્ષની વચ્ચે હતી.
એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આત્મહત્યાના મોટા કેસ
બોલિવૂડમાં આત્મહત્યા | ટીવી ઈન્ડસ્ટ્રીમાં આત્મહત્યા |
સુશાંત સિંહ રાજપૂત (2020) | સમીર શર્મા (2020) |
દિશા સલિયાન (2020) | પ્રેક્ષા મહેતા (2020) |
જીયા ખાન (2013) | મનમીત ગ્રેવાલ (2020) |
નફીસા જોસેફ (2004) | સેજલ શર્મા (2020) |
સિલ્ક સ્મિતા (1996) | કુશાલ પંજાબી (2019) |
દિવ્યા ભારતી (1993) | પ્રત્યુષા બેનર્જી (2016) |
ગુરુ દત્ત (1964) | કુલજીત રંધાવા (2006) |
બોલિવૂ઼ડમાં અત્યાર સુધીના આત્મહત્યાના મોટા કેસ
1. સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ 50 દિવસ પછી પણ ચર્ચામાં છે. 14 જૂનના રોજ સુશાંતે પોતાના બાંદ્રા સ્થિતિ ફ્લેટમાં આત્મહત્યા કરી હતી, પંખાની સાથે તેનો મૃતદેહ પોલીસને મળ્યો હતો અને પોલીસે તેને આત્મહત્યા હોવાનું કહ્યું હતું અને તે ડિપ્રેશનમાં હતો. પરંતુ હવે તેના મોતને સુસાઈડ માનવામાં નથી આવી રહ્યું. તપાસ CBIને સોંપવામાં આવી છે. તેમજ સુશાંતના પરિવારે ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર સુસાઈડ માટે ઉશ્કર્યો હોવાનો અને છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.
2. દિશા સલિયાન
14 જૂનના રોજ સુશાંતના સુસાઈડ પહેલાં 8 જૂને તેમની પૂર્વ મેનેજર દિશા સલિયાનનાં મોતના સમાચાર આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પરંતુ આ કેસ સુશાંતના મોત સાથે જોડાયેલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિશાની હત્યા કરાઈ હતી. મુંબઈ પોલીસ આ કેસની ફરીથી તપાસ કરી રહી રહી છે.
3. જીયા ખાન
3 જૂન, 2013ના રોજ જીયા ખાનનો મૃતદેહ પંખાની સાથે લટકતી હાલતમાં મળ્યો હતો. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી અને તેમના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જીયા ખાને મૃત્યુ પહેલા છેલ્લી વાર સૂરજ સાથે વાત કરી હતી. આ કેસમાં પરિસ્થિતિઓ પણ શંકાસ્પદ હતી અને જીયાની માતા હજી પણ માને છે કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે.
4. સિલ્ક સ્મિતા
બોલ્ડ ભૂમિકાને કારણે ફેમસ બનેલી સાઉથની અભિનેત્રી વિજયાલક્ષ્મી વડલાપતિ ઉર્ફ સિલ્ક સ્મિતા પણ 23 સપ્ટેમ્બર 1996ના રોજ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી.એવું કહેવામાં આવતું હતું કે સિલ્કે ફિલ્મોમાં કામ ન મળવારે કારણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના કેટલાક કલાકો પહેલા સિલ્ક સ્મિતાએ કન્નડ અભિનેતા અને તેના મિત્ર રવિચંદ્રનને ફોન કર્યો હતો. તેના થોડા કલાકો બાદ ખબર પડી કે સિલ્ક સ્મિતાનું મોત નીપજ્યું હતું.
5. નફીસા જોસેફ
29 જુલાઈ, 2004 ના રોજ, ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ, નફીસા જોસેફે મુંબઈના વર્સોવામાં એક ફ્લેટમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સુભાષ ઘાઇની ફિલ્મ ‘તાલ’માં નફીસા મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળી હતી. ઘરે કોઈ પ્રકારની સુસાઈડ નોટ નહોતી મળી પરંતુ બાદમાં નફીસાના મોત બાદ તેમના બોયફ્રેન્ડ ગૌતમ ખંડુજાનું નામ સામે આવ્યું હતું.
6. દિવ્યા ભારતી
દિવ્યા ભારતીનું મોત શંકાસ્પદ હતું. પતિ સાજિદ નડિયાદવાલાના જણાવ્યા મુજબ દિવ્યા મુંબઇના પાંચમા માળે આવેલા એપાર્ટમેન્ટમાંથી કૂદકો માર્યો હતો. આ ઘટના 5 એપ્રિલ 1993ના રોજ બની હતી અને ત્યારે દિવ્યાની ઉંમર માત્ર 19 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં જ દિવ્યાએ 14 ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. દીવાના અને વિશ્વાત્મા જેવી હિટ ફિલ્મો આપનારી દિવ્યા ભારતીનું મોત પણ દુર્ઘટના હતી, સુસાઈડ કે મર્ડર હતું, તે હજી સુધી જાણી શકાયું નથી.
7. ગુરુ દત્ત
બોલિવૂ઼ડને પ્યાસા જેવી હિટ ફિલ્મો આપનાર અભિનેતા ગુરુ દત્ત અને ફિલ્મ દિગ્દર્શક 10 ઓક્ટોબર, 1964ના રોજ મુંબઈના પેડર રોડ વિસ્તારમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.ગુરુ દત્તને દારૂનું વ્યસન હતું. કહેવામાં આવે છે કે, દારૂની સાથે તેમને ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લીધો હતો જેના કારણે તેમનું મૃત્યું થયું હતું. તેમનું મોત આત્મહત્યા હતી કે અકસ્માત કે કાવતરું હતું તે હજી જાણી શકાયું નથી.
ટીવી ઈન્ડસ્ટ્રીમાં આત્મહત્યાના મોટા કેસ
1. સમીર શર્મા
‘સાસ ભી કભી બહુ થી’ અને ‘કહાની ઘર ઘર કી’ સિરિયલથી ફેમસ થયેલો એક્ટર સમીર શર્મા 6 ઓગસ્ટના રોજ તેના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેનો મૃતદેહ ભાડાંના ફ્લેટના રસોડાંના પંખે લટકેલો મળ્યો હતો. 44 વર્ષીય સમીર શર્માની આત્મહત્યા પાછળનાં કારણનો હજુ કોઈ ખુલાસો થયો નથી, પરંતુ તેવી વાતો વહેતી થઈ છે કે તે ડિપ્રેશનથી પસાર થઈ રહ્યો હતો. વર્ષ 2014માં ‘હંસી તો ફંસી’ ફિલ્મમાં તેણે કામ કર્યું હતું.
2) પ્રેક્ષા મહેતા
‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ અને ‘મેરી દુર્ગા’ જેવા શૉઝની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ સોમવાર 25 મેના રોજ રાતે ઈન્દોરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા તુટેલા સપનાઓએ મારો કોન્ફિડન્સ તોડ્યો છે. હું મરી ગયેલા સપનાઓ સાથે નથી જીવી શકતી. આ નેગેટેવિટી સાથે રહવું મુશ્કલે છે. છેલ્લા 1 વર્ષથી મેં ધણો પ્રયાસ કર્યો હવે હું થાકી ગઈ છું.’
3. મનમીત ગ્રેવાલ
32 વર્ષીય ટીવી એક્ટર મનમીત ગ્રેવાલે 15મેના રોજ આત્મહત્યા કરી હતી. મનમીતના સુસાઈડનું કારણ આર્થિક કટોકટી હતી. તેના મિત્ર મંજીત સિંહે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ મનમીતના એક મિત્રએ પંખે લટકીને આત્મહત્યા કરી હતી. તે પણ આર્થિત સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. બંને મિત્રોએ વિદેશની ટ્રિપ માટે લોન લીધી હતી અને તેઓ તેની ચૂકવણી કરી શક્યા નહોતા.
4. કુશલ પંજાબી
કુશલે 26 ડિસેમ્બર 2019ની રાતે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કુશલના મૃત્યુ બાદ સામે આવ્યું કે, કુશલ અને તેની પત્ની વચ્ચે સારા સંબંધ નહોતા. પત્નીથી અલગ થઈ જવાને કારણે કુશલ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. તેના મૃત્યુ માટે પત્ની ઑડ્રે ડોલહેનને પણ જવાબદાર ગણવામાં આવી છે.
5.સેજલ શર્મા
‘દિલ તો હેપ્પી હૈ જી’ સિરિયલ ફેમ સેજલ શર્માએ 24 જાન્યુઆરી 2020ના રોજ મુંબઈ સ્થિત તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં સેજલે અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. સેજલ માનસિક તણાવથી પણ પસાર થઈ રહી હતી.
6.પ્રત્યૂષા બેનર્જી
બાલિકા વધૂ ફેમ ટીવી એક્ટ્રેસ પ્રત્યૂષા બેનર્જીએ 1 એપ્રિલ 2016ના રોજ આત્મહત્યા કરી હતી. પ્રત્યૂષાએ પંખી લટકીને તેનો જીવ ગુમાવ્યો હતો. જોકે પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. તેના મૃત્યુ માટે બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહની ભૂમિકાને શંકાસ્પદ ગણવામાં આવી છે.
7.કુલજીત રંધાવા
1 જાન્યુઆરી 1976ના રોજ પશ્ચિમ બંગાળના રાનીગંજમાં જન્મેલી કુલજીત રંધાવાને સફળ ટીવી એક્ટ્રેસ અને મોડલ તરીકે જાણીતી હતી. ટીવી સિરીઝ ‘સ્પેશલ સ્ક્વૉડ’ અને 'C.A.T.S.'થી તેને ઓળખ મળી હતી. વર્ષ 2006માં 30 વર્ષની ઉંમરે તેણે જુહૂ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. સુસાડઈ નોટમાં તેણે લખ્યું હતું કે, ‘હું હવે લાઈફના પ્રેશરને સહન કરી શકતી નતી તેથી આત્મહત્યાનું પગલું ભરી રહી છું.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2F7lbOX
https://ift.tt/2PCBQMi
No comments:
Post a Comment
If you have any doubts please let me know!