Sunday, August 9, 2020

કાનૂનનાં ચક્કરમાં ફસાયા પછી સૂરજ પંચોલીની ફિલ્મ ‘હવા સિંહ’ અટકી પડી, સલમાન ખાન ઓનબોર્ડ ન આવતા ફિલ્મનાં પ્રોડ્યુસર્સ વચ્ચે અણબનાવ થયો

સૂરજ પંચોલી કોર્ટનાં નવા એક કેસમાં ફસાયેલો છે. તેની નેક્સ્ટ ફિલ્મ ‘હવા સિંહ’ના પ્રોડ્યુસર કમલેશ સિંહ કુશવાહા અને સેમ. એસ ફર્નાન્ડિઝમાં અણબનાવ થઈ ગયો છે. કમલેશ સિંહ કુશવાહાએ સેમ ફર્નાન્ડિઝ પર આરોપ લગાવ્યા છે જેને લઇને ફિલ્મ અટકી પડી છે.

કમલેશ કુશવાહાએ કહ્યું કે, સેમે ફિલ્મના શૂટિંગ માટે દોઢ કરોડ રૂપિયા અને મેં સાડા સાત કરોડ રૂપિયા ખર્ચ્યા છે, સેમે શરુઆતમાં મને વચન આપ્યું હતું કે તે સલમાન ખાનનુંકો-પ્રોડ્યુસર બોર્ડ ફિલ્મમાં લાવશે. ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઇ ગયું. એક શેડ્યુલ પણ પૂરું થઈ ગયું, પણ સલમાન ખાનની ફિલ્મ્સનું બેનર અમને ન મળ્યું. એટલું જ નહિ પણ સેમે કહ્યું હતું કે સલમાન ભાઈનું એક સોન્ગ પણ આ ફિલ્મમાં હશે. આ બધી વસ્તુઓથી ફિલ્મને માર્કેટમાં સારા એવા ખરીદદાર મળી જશે. આ બધા વચનોને લીધે જ મેં ફિલ્મમાં ઇન્વેસ્ટ કર્યું. આ બધું હકીકતમાં ન થયું એટલે મારા પૈસાને સિક્યોર કરવા મે સેમ પર કેસ કર્યો છે.

સેમે પોતાના પર લાગેલા આ તમામ આરોપોને ખોટા કહ્યા છે. તેણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, આ બધું ખોટું છે. મેં સલમાન ખાનના ઇન્વોલ્મેન્ટની વાત ક્યારેય કરી જ નહોતી.જો એવું જ હોત તો એગ્રીમેન્ટમાં સલમાન ખાન ફિલ્મ્સ એવું ચોખ્ખું લખેલું હોત. તેમાં આ બેનરનું નામ ‘ટેનટેટિવ’ લખેલું છે. આ વાત નક્કી નહોતી. તેવામાં વચન તોડ્યાની વાત આવતી નથી. ફિલ્મ રિલીઝ થશે ત્યારે એગ્રીમેન્ટમાં છે એ રકમ કમલેશને મળશે.

તો આ તરફ સૂરજ પંચોલીએ પણ દિવ્ય ભાસ્કર સામે પોતાની વાત મૂકી. તેણે કહ્યું કે, સેમે સલમાન ભાઈને બોર્ડ પર લાવવાનું વચન ક્યારેય આપ્યું નહોતું. એગ્રીમેન્ટમાં પણ તેના બેનરનું નામ ટેનટેટિવ લખેલું છે. મારા કહેવા પર સલમાન ભાઈએ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું હતું. એગ્રીમેન્ટમાં ટેનટેટિવ લખ્યું હતું,આથી સેમ આ કેસમાં જીતી ગયો.

કેસ હારવા પર કમલેશે કહ્યું કે, હાલ તો કેસ માત્ર પૈસા સિક્યોર કરવાને લઈને હતો. ફિલ્મ રિલીઝ થશે તો સરખા રૂપિયા વહેચાશે. પણ હું હવે સેમ ફર્નાન્ડિઝ પર છેતરપિંડીનો કેસ કરવા જઈ રહ્યો છું. હું પણ જોવું છું કે, આ કેસને સોલ્વ કર્યા વગર ફિલ્મ કેવી રીતે બને છે !

ટ્રેડ નિષ્ણાતોનું કહેવું છે કે, ફિલ્મના નિર્માતાએ કદાચ સૂરજ પંચોલીની સેન્ટિમેન્ટને કારણે કેસ દાખલ કર્યો છે. એક મહિના પહેલાં આ કેસ ફાઈલ કર્યો છે. સુશાંતના કેસમાં થઇ રહેલી તપાસમાં સૂરજ પંચોલી પણ તેમના રડારમાં ન આવી એટલે આ કેસ ફાઈલ કર્યો હોય તેવું બની શકે. હાલ જે રીતે લોકોને સ્ટાર કિડ્સને લઇને ગુસ્સો છે તેની અસર ફિલ્મ પર પડે છે. એટલે જ હાલ ‘હવા સિંહ’નું ભવિષ્ય ‘હવા’ થતું દેખાઈ રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Suraj Pancholi's Film 'Hawa Singh' Stalled After Getting Caught In Legal Trouble, Diputed Amongs Producer For Salman Khan Not Getting Onboard


from Divya Bhaskar https://ift.tt/3kqTSPN
https://ift.tt/3ab7nyw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...