Thursday, August 6, 2020

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફૅમ ટીવી એક્ટર સમીર શર્માએ કિચનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી, પોલીસને કોઈ સુસાઈડ નોટ ના મળી

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ તથા ‘કહાની ઘર ઘર કી’ સિરિયલથી લોકપ્રિય થયેલા એક્ટર તથા મોડલ 44 વર્ષીય સમીર શર્માએ આત્મહત્યા કરી હતી. પાંચ ઓગસ્ટની રાત્રે ચોકીદારે સમીરના ઘરમાં તેને લટકતી હાલતમાં જોયો હતો. પોલીસને આશંકા છે કે સમીરે બે દિવસ પહેલાં એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી.

રસોડામાં આત્મહત્યા કરી
પોલીસ સૂત્રોના મતે, 44 વર્ષીય સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સમીર મલાડ વેસ્ટમાં અહિંસા માર્ગ પર નેહા CHS નામની બિલ્ડિંગમાં રહેતો હતો. સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અહીંયા રહેવા આવ્યો હતો. હાલમાં સમીર ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં કુહૂ (કાવેરી પ્રિયમ)ના પિતાનો રોલમાં જોવા મળતો હતો. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં અક્ષરાના ભાઈની ભૂમિકા પણ સમીરે ભજવી હતી.

બે દિવસ પહેલાં આત્મહત્યા કરી
પોલીસના મતે એક્ટરે બે દિવસ પહેલાં એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એક્ટર સાથે જોડાયેલા સૂત્રોના મતે, છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. જોકે, થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જોકે, લૉકડાઉન બાદથી તેનો ટ્રેક શરૂ થયો નહોતો.

ચોકીદારને સૌ પહેલાં જાણ થઈ
પાંચ ઓગસ્ટના રોજ નાઈટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીરના શબને જોયું હતું અને સોસાયટીના લોકોને આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ આવી હતી. સુસાઈડ નોટ ના મળવાથી પોલીસને સમીરે કેમ આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકી નથી.

મલાડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જ્યોર્જ ફર્નાડિઝે કહ્યું હતું કે હાલમાં આકસ્મિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ડેડ બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.

સમીર મૂળ દિલ્હીનો હતો
સમીર શર્મા મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલુરુ ગયો હતો અને અહીંયા તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એક્ટિંગ વર્લ્ડમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયો હતો.

સમીર આ શોમાં જોવા મળ્યો હતો
સમીર છેલ્લાં 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તેણે 2005માં ‘દિલ ક્યા ચાહતા હૈં’ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. સમીર ‘જ્યોતિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘ગીત હુઈ સબસ પરાઈ’, ‘26/12’, ‘દિલ ક્યા ચાહતા હૈં’, ‘વો રહને વાલી મહલો કી’, ‘આયુષ્માન ભવઃ’, ‘ભૂતુ’માં જોવા મળ્યો હતો. સમીરની ડેબ્યૂ ફિલ્મ ‘હંસી તો ફંસી’ હતી. સમીર ‘ઈત્તેફાક’માં પણ જોવા મળ્યો હતો.

સમીરે છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ 29 જુલાઈએ કરી હતી
સમીરે ઈન્સ્ટાગ્રામમાં છેલ્લે 29 જુલાઈના રોજ એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે દરિયાની એક તસવીર શૅર કરી હતી.

હાલમાં જ સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી
14 જૂનના રોજ સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી. આ પહેલાં 32 વર્ષીય મનમીત ગ્રેવાલે 15 મેના રોજ આત્મહત્યા કરી હતી. મનમીતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ 25મેના રોજ ઈન્દોરમાં આત્મહત્યા કરી હતી. 25 વર્ષીય પ્રેક્ષાએ સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તેના તૂટેલા સપનાઓએ તેના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો હતો. તે તૂટેલા સપના સાથે જીવી શકે નહીં. તેણે એક વર્ષ ઘણો જ પ્રયાસ કર્યો પરંતુ હવે તે થાકી ગઈ છે. સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયને આઠ જૂનના રોજ મલાડ સ્થિતિ બિલ્ડિંગના 14મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Yeh Rishte Hain Pyaar Ke' fame actor Sameer Sharma committed suicide


from Divya Bhaskar https://ift.tt/3ieO9La
https://ift.tt/3gA6G3R

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...