Thursday, August 13, 2020

EDએ સુશાંતના બોડીગાર્ડને પૂછપરછ માટે બોલાવ્યો, એક નવી PIL પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) ફાઈલ થઇ છે. તેમાં સુશાંતના મૃત્યુની તપાસ માત્ર CBIને જ સોંપવાની અપીલ થઇ છે. કોર્ટે યાચિકા સ્વીકારી લીધી છે અને આજે તેના પર કોઈ નિર્ણય આવી શકે છે. BJP નેતા અને એડવોકેટ અજય અગ્રવાલની આ યાચિકા પર મુખ્ય જજ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્ય્નમની ત્રણ સભ્યોની બેન્ચ સુનાવણી કરશે.

સુશાંતના બોડીગાર્ડની ED પૂછપરછ કરશે
EDએ સુશાંતના બોડીગાર્ડને આજે મુંબઈ સ્થિત ઓફિસમાં પૂછપરછ માટે બોલાવ્યો છે. બોડીગાર્ડે સુશાંત સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. ED ફાઇનાન્સ અને તેની સાથે જોડાયેલ અનિયમિતતાઓ વિશે જાણકારી મેળવશે. આ પહેલાં રિયા અને તેના ભાઈ-પિતાની EDએ પૂછપરછ કરી લીધી છે. આ સિવાય સુશાંતની એક્સ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી અને બહેન મિતુ સિંહની પણ પૂછપરછ થઇ ગઈ છે.

અગાઉ બે યાચિકા રિજેક્ટ થઇ ગઈ
અગાઉ કોર્ટે આ પ્રકારની બે યાચિકાને 30 જુલાઈએ અને 7 ઓગસ્ટે રિજેક્ટ કરી દીધી હતી. તે યાચિકા અલકા પ્રિયા અને મુંબઈના લો સ્ટુડન્ટ દ્વિવેન્દ્ર દુબેએ ફાઈલ કરી હતી. કોર્ટે 7 ઓગસ્ટે દ્વિવેન્દ્રની યાચિકા રિજેક્ટ કરતાં કહ્યું કે, સુશાંતના પિતા આ કેસને સારી રીતે આગળ લઇ જઈ રહ્યા છે. એવું કોઈ કારણ નથી કે કેસને યોગ્ય રીતે આગળ નથી વધારવામાં આવી રહ્યો. આ કેસમાં તમે એક અજાણ્યા વ્યક્તિ છો અને તમે બિનજરૂરી આમાં પડી રહ્યા છો. અમે આની મંજૂરી નથી આપતા.

બાંદ્રામાં ફાંસી લગાવી આત્મહત્યા કરી
34 વર્ષીય એક્ટર સુશાંતે 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી હતી અને તેમણે 45થી પણ વધુ લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. હાલ આ કેસની તપાસ CBI કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Supreme Court To Pronounce Its Verdict On A New PIL Today, Two PILs Have Been Dismissed Earlier


from Divya Bhaskar https://ift.tt/2DE0j1x
https://ift.tt/2XVzmx4

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...