સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે 13 ઓગસ્ટના રોજ નિર્ણય સંભળાવી શકે છે. રિયાએ પોતાના વિરુદ્ધ પટનામાં થયેલા કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. બિહાર સરકાર પટનાનાાં દાખલ કરેલા કેસના આધારે આની તપાસ CBIને આપી છે.
આ પહેલા 11 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આ કેસ સાથે જોડાયેલા તમામ પક્ષકારો, જેમાં રિયા, સુશાંતનો પરિવાર, બિહાર-મહારાષ્ટ્ર પોલીસને લેખિતમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટમાં આજે જ રિયાની અન્ય એક અરજીની પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અરજીમાં રિયાએ મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માગણી કરી છે.
સુશાંતની બહેન CBI તપાસની માગણી કરી
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયા પર CBI તપાસની માગણી કરી છે. શ્વેતાએ એક તસવીર શૅર કરી હતી, આ તસવીરમાં શ્વેતા વ્હાઈટ બોર્ડ સાથે જોવા મળે છે, જેમાં લખવામાં આવ્યું હતું, હું સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ રાજપૂત છું અને હું CBI તપાસની માગણી કરું છું.
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Aug 12, 2020 at 1:05pm PDT
શ્વેતાએ આ તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરીને કેપ્શન આપ્યું હતું, આ એ સમય છે જ્યારે આપણે સાચી વાત જાણીને ન્યાય મેળવવાનો છે. સાચું શું છે, તે સામે લાવવામાં અમારી તથા અમારા પરિવારની મદદ કરો નહીંતર અમે ક્યારેય શાંતિથી જીવી શકીશું નહીં. અવાજ ઉઠાવો અને સુશાંત માટે CBI તપાસની માગણી કરો
રિયાના વકીલે કોર્ટમાં શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટમાં રિયાના વકીલ શ્યામ દિવાને કહ્યું હતું કે એક્ટ્રેસ સુશાંતને પ્રેમ કરતી હતી. તેના મોતથી આઘાતમાં છે. રિયાને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. પટનામાં FIR દાખલ કરવામાં આવી છે, તેને મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરવામાં આવે. વધુમાં શ્યામ દિવાને કહ્યું હતું કે પટનામાં જ્યારે કોઈ ઘટના બની જ નહોતી તો તેની પોલીસ ફરિયાદ ત્યાં કેવી રીતે કરવામાં આવે. જો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર નહીં થાય તો રિયાને ન્યાય મળશે નહીં. પોલીસ ફરિયાદ પાછળ રાજકારણ છે.
સુશાંતના પિતાએ મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા
સુશાંતના પિતા તરફથી વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે પરિવારને મુંબઈ પોલીસની તપાસ પર વિશ્વાસ નથી. મુંબઈ પોલીસે રિયાની ભૂમિકા પર પહેલા જ તપાસ કરવાની જરૂર હતી પરંતુ તેઓ કંઈક અલગ જ કરતા હતા. સુશાંતના પરિવારે ક્યારેય તેની બૉડીને ફાંસી સાથે લટકતી જોઈ નહોતી. આ જ કારણે શંકા સાથે છે.
આ કારણે પટનામાં કેસ દાખલ કરવાનો અધિકાર
સિંહે દલીલ કરી હતી કે સુશાંતનું શોષણ તથા છેતરપિંડીનો ખુલાસો પટનામાં થયો હતો અને આથી જ પટના પોલીસની પાસે CRPCની કલમ 179 હેઠળ પોલીસ ફરિયાદ કરવાનો અધિકાર છે. તો બીજી બાજુ મહારાષ્ટ્રના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે બિહાર સરકાર માત્ર વિધાનસભાની ચૂંટણીનો ફાયદો લેવા માગે છે.
સિદ્ધાર્થ પિઠાની પર શંકા
સુશાંતના પિતાના વકીલે કહ્યું હતું કે સિદ્ધાર્થ સૌથી મોટો શંકાસ્પદ છે. આ આત્મહત્યાનો કેસ નથી. ષડયંત્રના ભાગરૂપે સુશાંતને પહેલાં બેભાન કરવામાં આવ્યો હતો.
સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો
34 વર્ષીય સુશાંતની ડેડ બૉડી 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી આ કેસમાં 50થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં સુશાંતની પ્રેમિકા રિયા પર સવાલ કરવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં વિવિધ વાતો થઈ રહી છે. આ સાથે જ રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે તપાસમાં સહયોગ આપશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3airwmf
https://ift.tt/3iCEgHb
No comments:
Post a Comment
If you have any doubts please let me know!