સુશાંત સિંહ રાજપૂતના મોતના બે મહિના થવા આવ્યા છે. રોજ નવી-નવી થિયરી સામે આવે છે. હવે સ્ટન ગન થિયરી સામે આવી છે. આ વાત સોશિયલ મીડિયામાં એક યુઝરે કહી હતી. ત્યારબાદ આ થિયરી વાઈરલ થઈ ગઈ. યુઝરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે તથા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને ટૅગ કર્યા હતા.
સાંસદ સ્વામીએ ટ્વીટમાં આ વાત લખી
યુઝરે કહ્યું હતું, આજે મેં સ્ટન ગન અંગે વાંચ્યું અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તેની માહિતી પણ લીધી. મેં એ પણ જોયું કે આના ઉપયોગથી શરીરમાં કેવી રીતે નિશાન પડે છે. આ નિશાન એકદમ એવા છે, જેવા સુશાંતના શરીર પર હતા. તે લોકોએ પૅરલાઇઝ કરવા માટે સ્ટન ગનનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ હેશટેગ અરેસ્ટ રિયા એમ લખ્યું હતું.
આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસની તપાસ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) કરે તેવી માગણી કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે શું આ ગન અરબ સાગરની સીમા પાસે આવેલા કોઈ દેશથી મોકલવામાં આવી હતી? NIAએ આની તપાસ કરવી જોઈએ.
Were this gun smuggled from which Arabian Sea bordering country? NIA must now join the probe.
— Subramanian Swamy (@Swamy39) August 11, 2020
મેડિકલ સ્ટૂડન્ટે સૌ પહેલાં આ થિયરી આપી હતી
હાલમાં સોશિયલ મીડિયામાં જે ગનની વાત થઈ રહી છે તે અમેરિકાના ઈન્ટરનલ મેડિસિનમાં પ્રેક્ટિશનર ડૉક્ટર રાજુ વાધવાએ પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે સુશાંતના કેસમાં સ્ટન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગરદનની ડાબી બાજુ સળગી જવાના નિશાનનો ઉલ્લેખ કરતા તેમણે પોતાની થિયરીની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકાના એક નેવી સીલ અધિકારીને મારવા માટે સ્ટન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે તેણે આત્મહત્યા કરી છે. જોકે, ફોરેન્સિક તપાસમાં હત્યારાઓ પકડાઈ ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DQiGjD
https://ift.tt/3aoQy3c
No comments:
Post a Comment
If you have any doubts please let me know!