Friday, August 7, 2020

રિયા આજે ED સમક્ષ હાજર થાય તેવી શક્યતા, એજન્સીએ પૂછપરછ ના કરવાની અપીલ ઠુકરાવી, બિઝનેસ મેનેજરની પણ આજે પૂછપરછ થશે

સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ EDને અપીલ કરી છે કે આજે (સાત ઓગસ્ટ) તેની પૂછપરછ ના કરવામાં આવે. રિયાનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં તેની અરજી પણ સુનાવણી ના થાય ત્યાં સુધી પૂછપરછ કરવામાં ના આવે. રિયા પર સુશાંતના ખાતામાંથી 15 કરોડ પોતાની કંપનીમાં રોકાણ કરવાનો આક્ષેપ છે. જોકે, EDએ આ અપીલ ઠુકરાવી દીધી છે.

EDએ અપીલ ઠુકરાવી
EDએ રિયાને વ્હોટ્સએપ પર સમન પાઠવ્યું હતું. એક્ટ્રેસે EDને ઈમેલથી જવાબ આપ્યો હતો. રિયાએ ઈમેલમાં એમ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી ED પૂછપરછ ના કરે. જોકે, EDએ રિયાની અપીલ ઠુકરાવી દીધી છે. હવે રિયાએ આજે ED સમક્ષ હાજર થવું પડશે.

BMCએ વિનય તિવારીને મુક્ત કર્યા
સુશાંત સુસાઈડ કેસમાં મુંબઈ ગયેલા પટનાના SP વિનય તિવારીને BMCએ ક્વૉરન્ટીનમાંથી મુક્ત કર્યા છે. તેઓ આજે (સાત ઓગસ્ટ) પટના જઈ શકે છે. BMCએ રવિવાર (બીજી ઓગસ્ટ)ના રોજ વિનય તિવારીને જોગેશ્વરીના એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટીન કર્યા હતા. તેમના હાથ પર ક્વૉરન્ટીનનો સ્ટેમ્પ મારવામાં આવ્યો હતો. BMCએ કહ્યું હતું કે લૉકડાઉનના નિયમોનું પાલન કરીને હવે વિનય તિવારી લોકોની પૂછપરછ કરી શકે છે. જોકે, હવે આ કેસની તપાસ CBI કરવાની હોવાથી વિનય તિવારી કોઈ પણ વ્યક્તિની પૂછપરછ કરશે નહીં.

ED આજે સુશાંતની મેનેજરની પૂછપરછ કરશે
EDએ સુશાંત સિંહ રાજપૂતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને સમન્સ પાઠવ્યું હતું. તેને આજે એટલે કે સાત ઓગસ્ટના રોજ ED સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાનું હતું.

CBIએ કેસ ફાઈલ કર્યો
CBIએ સુશાંત કેસમાં ટોટલ સાત લોકો વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે, જેમાં રિયા ચક્રવર્તીના પેરેન્ટ્સ, ભાઈ સામેલ છે. આ ઉપરાંત બિઝનેસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, પર્સનલ મેનેજર શ્રુતિ મોદી તથા અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rhea's appeal: ED not to inquire till Supreme Court hearing, BMC releases Patna SP Vinay Tiwari quarantined in Mumbai


from Divya Bhaskar https://ift.tt/33BuiBt
https://ift.tt/3a2554B

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...