હ્રિતિક રોશન અને આલિયા ભટ્ટ સહિત અનેક ભારતીય કલાકારોને સિનેમા જગતના પ્રતિષ્ઠિત ઓસ્કર અવોર્ડ આપનાર સંસ્થા એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સિસમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. એકેડમી દ્વારા મંગળવારે નવા નામનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. મેમ્બરશિપ સ્વીકાર્યા બાદ મહેમાનોને 93મા એકેડમી અવોર્ડમાં મતદાન કરવાનો વિશેષ અધિકાર મળશે.
819 આમંત્રિત લોકોના લિસ્ટમાં ડિઝાઈનર નીતા લુલ્લા, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર નિષ્ઠા જૈન અને અમિત મધેશીયા, કાસ્ટિંગ ડિરેક્ટર નંદિની શ્રીકાંત અને ટેસ જોસેફ, વિઝ્યુઅલ ઇફેક્ટ સુપરવાઈઝર વિશાલ આનંદ અને સંદીપ કમાલ, ફિલ્મ સ્કોર કમ્પોઝર નૈનીતા દેસાઈનું નામ પણ સામેલ છે. ઓસ્કર અવોર્ડનું આયોજન 25 એપ્રિલ 2021ના થશે.
Fabulous! Well deserved! Both @iHrithik and @aliaa08 are super talented super stars. They will be a great addition to the Academy 👏👏👏 https://t.co/Mr3wMiOxcA
— Milap (@zmilap) June 30, 2020
મિલાપ ઝવેરીએ ટ્વીટ કરીને જાણકારી આપી
ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ એક ટ્વીટ કરીને આ માહિતી શેર કરી. તેમણે લખ્યું કે, આ બંને આ લાયક છે, હ્રિતિક અને આલિયા બંને પ્રભાવશાળી સુપર સ્ટાર્સ છે. એકેડમી સાથે જોડાઈને તેમનું જ માન વધશે.
એકેડમી અધ્યક્ષે પ્રસન્નતા વ્યક્ત કરી
એકેડમી અધ્યક્ષ ડેવિડ રુબિને મંગળવારે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી કહ્યું , મોશન પિક્ચર આ આ બધા પ્રતિષ્ઠિત સાથી યાત્રીઓનું સ્વાગત કરીને પ્રસન્નતા અનુભવે છે. અમે હંમેશાં અસાધારણ પ્રતિભાઓને સામેલ કરી છે, જે આપણા વૈશ્વિક ફિલ્મ સમુદાયની સમૃદ્ધ વિવિધતા દર્શાવે છે અને આ પહેલાં આટલું વધુ ક્યારેય નથી થયું.
આ વર્ષે મતદાનનો અધિકાર
આ વર્ષે આ સભ્યોને મતદાનનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. એકેડમીની વેબસાઈટ મુજબ 2020ની ક્લાસમાં 68 દેશોના 75 ઓસ્કર નામાંકિત વ્યક્તિ છે જેમાં 15 વિજેતા છે અને 5 વૈજ્ઞાનિક અને ટેક્નિકલ અવોર્ડ મેળવનાર લોકો પણ સામેલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BQTtV0
https://ift.tt/31xL0Rp