સુશાંત સિંહ રાજપૂતનો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે શ્વાસ રૂંધાવવાને કારણે અવસાન થયું છે અને આ આત્મહત્યા છે. હવે, વિસેરા રિપોર્ટ આવી ગયો છે. મુંબઈની જેજે હોસ્પિટલે વિસેરા રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે કે સુશાંતના શરીરમાંથી કોઈ જાતના શંકાસ્પદ કેમિકલ અથવા ઝેર મળી આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી.
થોડાં દિવસ પહેલાં ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસ અભિષેક ત્રિમુખે કહ્યું હતું કે તેઓ દરેક એન્ગલથી સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહ્યાં છે. અત્યાર સુધી 28 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.
હાલમાં સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-એક્ટ્રેસ સંજના સાંઘીની પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલાં સુશાંતની ખાસ મિત્ર રિયા ચક્રવર્તીની ભાઈ શોવિકની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંત તથા શોવિક ત્રણ કંપનીમાં પાર્ટનર હતાં.
યશરાજની કાસ્ટિંગ ડિરેક્ટરની પૂછપરછ થઈ હતી
શનિવાર (27 જૂન)ના રોજ યશરાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરવામાં આવી હતી. શાનુ 12 વાગે બાંદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસે તેને કેટલાંક દસ્તાવેજો સાથે લઈને આવવાનું કહ્યું હતું. 2012માં શાનુએ જ સુશાંતને યશરાજની ત્રણ ફિલ્મ માટે કાસ્ટ કર્યો હતો. આ પહેલાં યશરાજના બે મોટા પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે સુશાંતે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ત્યારે આ બંને અધિકારી યશરાજ સાથે જોડાયેલા હતાં. સૂત્રોના મતે, આ બંને અધિકારીઓને કોન્ટ્રાક્ટની શરતોને લઈ સવાલ કરવામાં આવ્યા હતાં.
ગયા અઠવાડિયે પોલીસને કોન્ટ્રાક્ટની નકલ મળી હતી
ગયા અઠવાડિયે યશરાજે સુશાંત સાથે થયેલા કોન્ટ્રાક્ટની કોપી પોલીસને આપી હતી. આમાં ત્રણ ફિલ્મનો ઉલ્લેખ છે, એમાં બે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ તથા ‘બ્યોમકેશ બક્ષી’ બની ગઈ છે પરંતુ ‘પાની’ બની નહીં. સામાન્ય રીતે યશરાજ ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કરે છે. ફિલ્મની સફળતાને આધારે કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવે છે. ‘પાની’નું બજેટ વધુ હોવાથી આ ફિલ્મ બનાવવામાં આવી નહોતી.
અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ થશે
યશરાજ ઉપરાંત મુંબઈ પોલીસ અન્ય પ્રોડક્શન હાઉસની પણ તપાસ કરશે. આ પ્રોડક્શન હાઉસ સાથે સુશાંતે ફિલ્મ સાઈન કરી હતી. પોલીસની એક અન્ય ટીમ સુશાંતના આર્થિક પાસાઓની તપાસ કરી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gqYBhN
https://ift.tt/3gbDe3G
No comments:
Post a Comment
If you have any doubts please let me know!