ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ એમેઝોન સાથે નવો પ્રોજેક્ટ સાઈન કર્યો છે. તેણે ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન સાથે બે વર્ષની મલ્ટિમિલિયન ડોલર ફર્સ્ટ લુક ટેલિવિઝન ડીલ સાઈન કરી છે. આ વિશેની માહિતી તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું કે, એક એક્ટર અને પ્રોડ્યુસર તરીકે હંમેશાં આવા પ્રોજેક્ટ કરવાનું મારું સપનું હતું જે સાચું થઇ રહ્યું છે. 2015માં તેણે તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ પિક્ચર્સની શરૂઆત કરી હતી.
પ્રિયંકાએ લખ્યું કે, એમેઝોનનો આભાર આટલા સારા પાર્ટનર બનવા માટે અને એવું માનવા માટે કે ટેલેન્ટ અને સારા કન્ટેન્ટને કોઈ બાઉન્ડરી હોતી નથી. એક એક્ટર અને પ્રોડ્યુસર તરીકે મેં હંમેશાં સપના જોયા છે કે દુનિયાભરના ક્રિએટિવ ટેલેન્ટ એકસાથે આવે અને કોઈ જ ભાષા કે સીમાના બંધન વગર સારું કન્ટેન્ટ બનાવે.
20 વર્ષના કરિયર બાદ લાગે છે કે સપનું સાકાર કરી રહી છું
પ્રિયંકાએ આગળ લખ્યું કે, એક સ્ટોરીટેલર તરીકે હું સતત મારી જાતને નવા વિચાર એક્સપ્લોર કરવા માટે આગળ વધારતી રહું છું, આ માત્ર એન્ટરટેન કરવા માટે નહીં પણ લોકોના વિચારો અને વ્યૂપોઇન્ટને ખોલવા માટે. 20 વર્ષના મારા કરિયરમાં જ્યારે પાછળ ફરીને જોઉં છું, ત્યારે અંદાજે 60 ફિલ્મ પછી મને આશા છે કે હું તેને અચીવ કરવાના રસ્તા પર છું.
View this post on InstagramA post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jun 30, 2020 at 3:37pm PDT
ભાષાનું કોઈ બંધન નથી
પ્રિયંકાએ પોસ્ટમાં લખ્યું કે, જે લોકોએ મને હવે ઓળખવાની શરૂ કરી છે અથવા તો એવા લોકો જે મને ક્વોન્ટિકોના કેરેક્ટર તરીકે ઓળખે છે, તો હું તમારા માટે ઘણી ઉત્સુક છું કે તમે લોકો મને સારી રીતે ઓળખી શકશો. તેણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, એમેઝોન ગ્લોબલ પ્લેટફોર્મ છે અને મારી એમેઝોન ટેલિવિઝન ડીલ ગ્લોબલ ડીલ છે માટે હું હિન્દી, અંગ્રેજી કોઈપણ ભાષામાં કરી શકું છું.
એમેઝોન સાથેના પ્રોજેક્ટ
પ્રિયંકા ચોપરા આ સિવાય એમેઝોન સાથે અન્ય પ્રોજેક્ટ્સમાં પણ જોડાઈ છે. એવેન્જર્સ: એન્ડગેમ ફેમ ડિરેક્ટર ડ્યુઓ રુસો બ્રધર્સની વેબ સિરીઝ સિટડલ (Citadel)માં પ્રિયંકા રિચર્ડ મેડન સાથે દેખાશે. આ મલ્ટિ લેયર ગ્લોબલ ફ્રેન્ચાઇઝી ઇન્ડિયા, ઇટલી અને મેક્સિકોના લોકલ લેન્ગવેજ પ્રોડક્શન સાથે જોડાયેલ હશે. ઇન્ડિયન સિરીઝને રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે. ડેવલપ કરશે
ઉપરાંત પ્રિયંકા અને નિક પહેલીવાર સાથે મળીને તેમનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત વેબ સિરીઝ સંગીત પ્રોડ્યુસ કરવાના છે. આ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝ પ્રિયંકા અને નિકનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત હશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VAtJTR
https://ift.tt/2Ai1nWX
No comments:
Post a Comment
If you have any doubts please let me know!