Friday, July 3, 2020

કાજોલ, જૂહી સહિત ઘણી એક્ટ્રેસને સરોજ ખાનનો ઠપકો પડ્યો છે, કરીનાને ગુસ્સામાં કહ્યું હતું, ‘એ લડકી કમર હિલા’

બોલિવૂડના ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાને મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે. સરોજ ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. કાર્ડિયાક અરેસ્ટ આવવાને લીધે તેમનું મૃત્યુ થયું છે. કોરિયોગ્રાફર સરોજે પોતના બોલિવૂડ કરિયરમાં ઘણા સ્ટાર્સને પોતાના ઈશારે ડાન્સ કરાવ્યો છે. તેઓ પોતાની કડકાઈને લીધે પણ ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. કરીના કપૂર હોય કે જૂહી ચાવલા એમ દરેક સેલિબ્રિટી માસ્ટરજીનો ઠપકો સાંભળી ચૂક્યા છે.

કરીનાને બધાની સામે સરોજનો ઠપકો પડ્યો હતો
સરોજ ખાને કરીના કપૂરના પોપ્યુલર સોન્ગ ‘યે ઈશ્ક હાયે’ અને ‘દિલ મેરા મુફ્ત કા’ને કોરિયોગ્રાફ કર્યા હતાં. આ બંને સોન્ગ ઘણા ફેમસ થયા હતા. હાલમાં જ ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ પર કરીનાએ સરોજ ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે, ‘દિલ મેરા મુફ્ત કા’ સોન્ગના શૂટિંગ વખતે મને ઠપકો મળ્યો હતો. રાતે એક વાગ્યે પણ જ્યારે કરીનાએ યોગ્ય રીતે સ્ટેપ ન કર્યા ત્યારે સરોજે ગુસ્સામાં કહ્યું હતું, ‘એ લડકી કમર હિલા, નહિ તો શોટ ઓકે નહિ હોંગે.’ આ ઉપરાંત કરીનાએ જબ વી મેટ અને અજનબી ફિલ્મના સોન્ગના શૂટિંગનો અનુભવ પણ કહ્યો અને તેમાં પણ તેને સરોજથી ફટકાર પડી હતી.

કાજોલ, આમિર અને જૂહીને બેશરમ કહ્યા હતા
વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઈશ્ક’ના દરેક સોન્ગ સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યા હતાં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો વિશે કાજોલે કહ્યું હતું કે, દરેક સ્ટાર્સને માસ્ટરજીનો બરાબર ઠપકો પડ્યો હતો. ફિલ્મમાં એક સોન્ગમાં ચારેય લીડ એક્ટર્સ હતા અને તેને સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. ચારેય સ્ટેજ પર સ્ટેપ કરી રહ્યા હતાં તે દરમિયાન સરોજે ખીજાઈને કહ્યું, ‘કટ....કટ....કેટલા બેશરમ છો તમે લોકો. તમારે અજયની જેમ ડાન્સ કરવાનો છે. તમે લોકો શું કરી રહ્યા છો. માત્ર અજય જ મારા સ્ટેપને ફોલો કરે છે.’ અજય દેવગણ હંમેશાં એક ખરાબ ડાન્સર રહ્યો છે તેવામાં સરોજ ખાનની વાત સાંભળીને બધાને નવાઈ લાગી હતી.

શાહરુખ ખાનને થપ્પડ માર્યો હતો
કરિયરની શરૂઆતમાં શાહરુખે ઘણા સારા સોન્ગમાં સરોજ સાથે કામ કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું કે, તે સમયે વધારે કામ હોવાથી હું ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો. એકવાર
મેં સરોજ ખાનને કહ્યું હતું કે, હું થાકી ગયું છું. તેના જવાબમાં તેમણે મને ધીરેથી થપ્પડ મારીને કહ્યું કે, ‘એવું ક્યારેય ન કહેવું જોઈએ કે મારી પાસે વધારે કામ છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Many actresses including Kajol and Juhi have been reprimanded by Saroj Khan, had said angrily to Kareena 'Aye ladki kamar hila'


from Divya Bhaskar https://ift.tt/3gobUzu
https://ift.tt/3eWESG1

જ્યારે સરોજ ખાનને કામ નહોતું મળતું ત્યારે સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો હતો

કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આ દુનિયામાં નથી. 71 વર્ષની ઉંમરમાં કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાનનું ફિલ્મી કરિયર શાનદાર રહ્યું છે. 40 વર્ષા કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. જોકે, છેલ્લાં બે વર્ષથી તેમની પાસે કામ નહોતું. માર્ચ, 2019માં ચર્ચા હતી કે તેમને કામ મળતું નથી અને તેઓ ક્લાસિકલ ડાન્સ શીખવીને ગુજરાન ચલાવે છે.

સલમાને મદદ કરી હતી
સરોજ ખાનને કામ નથી મળતું તે ન્યૂઝ સામે આવતા સલમાન ખાને મદદ માટે આગળ આવ્યો હતો. તેણે સરોજ ખાન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સલમાને તેમને સવાલ પૂછ્યો હતો કે તમે મારી સાથે કામ કરશો. ત્યારબાદ સલમાન ખાનના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે સલમાનને તે સારી રીતે ઓળખે છે અને તે જે બોલે છે તે પૂરું કરે છે. સલમાન ખાને વચન નિભાવીને સરોજ ખાનને ‘દબંગ 3’માં સાંઈ માંજરેકરને ટ્રેનિંગ આપવાની જવાબદારી સરોજ ખાનને આપી હતી.

કેટરીનાને કારણે નુકસાન થયું હતું
સરોજ ખાન 2018માં આવેલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં કેટરીના કૈફની કોરિયોગ્રાફી કરવાના હતાં પરંતુ આવું બની શક્યું નહીં. ‘ઠગ્સ...’નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં કેટરીનાએ છેલ્લી ઘડીએ કહ્યું હતું કે રિહર્સલ વગર તે કોઈ પણ ગીતનું શૂટિંગ કરશે નહીં. આ સમયે સરોજ ખાનને રિપ્લેસ કરીને પ્રભુદેવાએ ડાન્સ કોરિયોગ્રાફી કરી હતી.

ફિલ્મ ફ્લોપ જતાં સરોજ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘કેટલાંક સમયથી મારો કામ પ્રત્યેનો રસ ઉડી ગયો છે. જોકે, ઈન્ડસ્ટ્રીમાં ડાન્સની હાલત જોઈને મારે ઈન્ડસ્ટ્રી માટે કંઈક સારું કરવું હતું. હું એક્ટ્રેસિસને જજ નથી કરતી કારણ કે તે અન્ય કોઈએ બતાવેલા ડાન્સ મૂવ્સ કરે છે અને તેમાં તેમની કોઈ ભૂલ નથી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
When Saroj Khan could not find work, Salman Khan came forward to help


from Divya Bhaskar https://ift.tt/3isGkCg
https://ift.tt/3e0bVaV

સરોજ ખાને 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં, અંગત જીવન ચર્ચાસ્પદ હતું

71 વર્ષની ઉંમરમાં સરોજ ખાનનું બીજી જુલાઈની રાત્રે મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાન બોલિવૂડમાં જાણીતા કોરિયોગ્રાફર હતાં. તેમણે તેમની કરિયરમાં 2000થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. સરોજ ખાનનું અંગત જીવન ઘણું જ ચર્ચાસ્પદ રહ્યું હતું. સરોજ ખાને માત્ર 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષીય સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં.

મુંબઈમાં જન્મ
સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર, 1948ના રોજ મુંબઈમાં થયો હતો. નાનપણમાં તેમનું નામ નિર્મલા હતું, તેમના પિતાનું નામ કિશનચંદ સાધુ સિંહ તથા માતાનું નામ નોની સાધુ સિંહ હતું. તેમના જન્મ પહેલાં તેમનો પરિવાર ભારત-પાકિસ્તાન ભાગલા સમયે એટલે કે 1947માં પાકિસ્તાનથી ભારત આવી ગયો હતો.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું
સરોજ ખાને ફિલ્મ ‘તરાના’માં શ્યામાનો રોલ પ્લે કર્યો હતો. આ સમયે તેમની ઉંમર બેથી ત્રણની વચ્ચે હતી. ફિલ્મની કાસ્ટમાં તેમનું નામ નથી પરંતુ ફિલ્મના એક સીનમાં નાનકડી શ્યામા ચંદ્ર પર બેસીને ગીત ગાય છે, આ રોલ સરોજ ખાને પ્લે કર્યો હતો.

13 વર્ષની ઉંમરમાં લગ્ન
સરોજ ખાને માત્ર 13 વર્ષની ઉંમરમાં ડાન્સ ટીચર સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં. આ સમયે સોહનલાલની ઉંમર 41 વર્ષની હતી અને તેઓ પરિણીત હતાં અને તેમને ચાર સંતાનો હતાં. જોકે, સરોજ ખાને લગ્ન કર્યાં ત્યારે તેમને સોહનલાલ પરિણીત હોવાની વાત જાણમાં નહોતી.

14 વર્ષની ઉંમરમાં પ્રથમ સંતાનને જન્મ આપ્યો
સરોજ ખાને માત્ર 14 વર્ષની ઉંમરમાં દીકરા હામિદ ખાનને જન્મ આપ્યો હતો. હામિદ હાલમાં બોલિવૂડમાં જાણીતા કોરિયોગ્રાફર રાજુ ખાનના નામથી લોકપ્રિય છે. સરોજ ખાને સોહનલાલ પાસેથી કથ્થક, કથકલી, મણિપુરી તથા ભરતનાટ્યમ શીખ્યું હતું. સોહનલાલ બોલિવૂડ ફિલ્મમાં ડાન્સ ડિરેક્ટર હતાં. સરોજ ખાને બે વર્ષ બાદ એટલે કે 16 વર્ષની ઉંમરમાં દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, આ દીકરી આઠ મહિનાથી વધુ જીવી શકી નહીં. જોકે, ત્યારબાદ સોહનલાલે સરોજ ખાનથી અલગ થવાનું કહ્યું હતું.

1965માં પતિથી અલગ થયા
સરોજ ખાન 1965માં પતિ સોહનલાલથી અલગ થયા હતાં. સરોજ ખાન પ્રોફેશનલ રીતે પણ સોહનલાલ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સોહનલાલે સરોજ ખાનને બીજીવાર ડાન્સ આસિસ્ટન્ટ બનાવવાની ઓફર કરી હતી પરંતુ સરોજ ખાને ના પાડી દીધી હતી. સરોજ ખાને ના પાડતાં સિને ડાન્સર્સ એસોસિયેશનની સાથે સોહનલાલે સરોજ ખાન પર કેસ કર્યો હતો. અંતે, હારીને સરોજ ખાને સોહનલાલ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સોહનલાલને હાર્ટ અટેક આવતા સરોજ ખાન ફરી તેમની સાથે રહેવા લાગ્યાં હતાં. આ સમયે સરોજ ખાને દીકરી હિનાને જન્મ આપ્યો હતો. જોકે, આ વર્ષે સોહનલાલ હંમેશના માટે સરોજ ખાન તથા બે બાળકોને તરછોડીને ચેન્નઈ જતાં રહ્યાં હતાં.

બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં
થોડાં વર્ષ બાદ સરોજ ખાનની મુલાકાત બિઝનેસમેન સરદાર રોશન ખાન સાથે થઈ હતી. સરદાર રોશન ખાન પરિણીત હતાં અને તેમને બે બાળકો પણ હતાં. જોકે, તેમને સરોજ બહુ જ પસંદ હતી. રોશન ખાને સરોજ સાથે લગ્ન કર્યાં અને તેમના બંને બાળકોને નામ આપ્યું હતું. સરોજ તથા રોશન ખાનને એક દીકરી સુકન્યા છે. હાલમાં સુકન્યા દુબઈમાં ડાન્સ ઈન્સ્ટીટ્યૂટ ચલાવે છે. એક ઈન્ટરવ્યૂમાં સરોજ ખાને કહ્યું હતું કે તે અને રોશન ખાનની પહેલી પત્ની બહેનોની જેમ સાથે રહેતાં હતાં.

કરિયરની શરૂઆત
સરોજ ખાને સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકેની કરિયર 1975માં ગુલઝારની ફિલ્મ ‘મૌસમ’થી કરી હતી. 1983માં સુભાષ ઘાઈની ફિલ્મ ‘હીરો’થી પહેલો બ્રેક મળ્યો હતો. ત્યારબાદ 1986માં શ્રીદેવીની ફિલ્મ ‘નગીના’માં એક્ટ્રેસના નાગીન ડાન્સથી અલગ ઓળખ મળી હતી. ત્યારબાદ ‘મિસ્ટર ઈન્ડિયા’માં પણ શ્રીદેવીને કોરિયોગ્રાફ કરી હતી. પછી માધુરી દીક્ષિત સાથે ‘તેઝાબ’માં કામ કર્યું હતું. ત્યારબાદ માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ ‘ખલનાયક’માં ‘ચોલી કે પીછે ક્યા’માં કોરિયોગ્રાફી કરી હતી. ફિલ્મ ‘બેટા’નું ‘ધક ધક કરને લગા..’, ‘થાનેદાર’નું ‘તમ્મા તમ્મા લોગે..’ જેવા બેસ્ટ સોંગ્સ સરોજ ખાને પોતાની કરિયરમાં આપ્યા હતાં. સરોજ ખાને બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમણે 200થી વધુ ફિલ્મમાં 2000થી વધુ સોંગ્સ કોરિયોગ્રાફ કર્યાં હતાં.

સ્ક્રીનરાઈટર તરીકે પણ કામ કર્યું
સરોજ ખાને ‘ખિલાડી’, ‘હમ હૈં બેમિસાલ’, ‘વીરુ દાદા’, ‘છોટે સરકાર’, ‘દિલ તેરા દિવાના’, ‘હોતે હોતે પ્યાર હો ગયા’, ‘બેનામ’ તથા ‘ખંજર’ જેવી ફિલ્મમાં સ્ક્રીનરાઈટર તરીકે કામ કર્યું હતું.

રિયાલિટી શોમાં પણ કામ કર્યું હતું
સરોજ ખાન રિયાલિટી શો ‘નચ બલિયે’માં જજ પેનલમાં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત તેઓ ‘ઉસ્તાદો કા ઉસ્તાદ’, ‘બૂગી વૂગી’, ‘ઝલક દિખલાજા’માં જોવા મળ્યાં હતાં. સરોજ ખાને પોતાનો શો ‘નચલે વિથ સરોજ ખાન’ને હોસ્ટ પણ કર્યો હતો.

આ ત્રણ ફિલ્મ માટે નેશનલ અવોર્ડ્સ મળ્યો હતો
સરોજ ખાને તેમની કરિયરમાં ત્રણ નેશનલ અવોર્ડ જીત્યા હતાં.

  • વર્ષ 2003માં હિંદી ફિલ્મ ‘દેવદાસ’ના ગીત ‘ડોલા રે ડોલા..’
  • વર્ષ 2006માં તમિળ ફિલ્મ ‘શ્રીનગરમ’ના બધા જ ગીતો માટે
  • વર્ષ 2008માં હિંદી ફિલ્મ ‘જબ વી મેટ’ના ગીત ‘યે ઈશ્ક હૈં જન્નત દિખા...’


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan was married to 41-year-old Sohanlal at the age of 13, personal life was controversial


from Divya Bhaskar https://ift.tt/2BXUWca
https://ift.tt/2VFpAho

સરોજ ખાનને લાગતું હતું કે માધુરી ‘એક, દો, તીન...’ ગીત પર ડાન્સ નહીં કરી શકે, એક્ટ્રેસે કોરિયોગ્રાફરની વાતને ખોટી પાડી હતી

માધુરી દીક્ષિતનું નામ જ્યારે પણ લેવામાં આવે ત્યારે તેના ગીતોની વાત અચૂકથી થાય છે. માધુરીની ફિલ્મ ‘તેઝાબ’નું ગીત ‘1, 2, 3...’ યાદ આવી જ જાય છે. આ ગીતની કોરિયોગ્રાફી સરોજ ખાને કરી હતી. માધુરીની કરિયરમાં સરોજ ખાનનું આગવું મહત્ત્વ રહ્યું છે. બંનેએ એકબીજાની સાથે અનેક હિટ સોંગ્સ પર કામ કર્યું હતું. જોકે, પહેલીવાર જ્યારે સરોજ ખાને માધુરી સાથે કામ કર્યું ત્યારે તેમને લાગતું હતું કે એક્ટ્રેસ ‘1, 2, 3...’ પર ડાન્સ કરી શકશે નહીં. જોકે, માધુરીએ તેમને ખોટા પાડ્યાં હતાં. માધુરીએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વિગતે વાત કરી હતી.

માધુરીએ સરોજ ખાનને ખોટાં સાબિત કર્યાં
બીબીસી એશિયન નેટવર્ક સાથેની વાતચીતમાં માધુરીએ કહ્યું હતું, ‘1, 2, 3...’ના કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે મેં ‘ઉત્તર દક્ષિણ’ તથા ‘રામ લખન’માં સાથે કામ કર્યું હતું. સરોજજીને ખ્યાલ હતો કે ભારતીય ક્લાસિકલ ડાન્સ સારો કરી શકું છું પરંતુ તેઓ કહેતાં કે આ છોકરી વેસ્ટર્ન ડાન્સ કરી શકશે નહીં.’

‘1, 2, 3...’ ગીતને કારણે માધુરીની અલગ જ ઓળખ બની હતી

માધુરીને પૂછવામાં આવ્યું કે તો તમે ‘1, 2, 3..’ ગીતમાં વેસ્ટર્ન ડાન્સ કરીને કેવી રીતે સરોજ ખાનને ખોટાં પાડ્યાં, જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘ગીતના શૂટિંગ પહેલાં અમે અનેકવાર રિહર્સલ કર્યું હતું. આ સમયે મેં બોલિવૂડ ડાન્સિંગ સ્ટાઈલ શું હોય છે, તે બાબત શીખી હતી. મને લાગે છે કે મેં આ ગીતમાં સારું કામ કર્યું છે પરંતુ આ સરોજજી વગર ક્યારેય શક્ય નહોતું.’

આ ગીતને કારણે માધુરી સ્ટાર બની
આ ગીત સાથે જોડાયેલી વાત કરતાં માધુરીએ કહ્યું હતું, ‘જ્યારે ‘તેઝાબ’ રિલીઝ થઈ ત્યારે હું ભારતમાં નહોતી. હું મારી બહેનના લગ્નમાં અમેરિકા ગઈ હતી. મને ખ્યાલ નહોતો કે ‘એક, દો, તીન...’ ગીત આટલું હિટ જશે. મારા સેક્રેટરી રાકેશ નાથે મને ફોન કરીને કહ્યુ હતું કે ફિલ્મ હિટ ગઈ છે અને મને સહેજ પણ વિશ્વાસ થયો નહોતો. ‘તેઝાબ’ મારી પહેલી હિટ ફિલ્મ હતી.’

અંતિમ ફિલ્મ માધુરીની સાથે
સરોખ ખાને અંતિમ ગીત ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું. આ ગીત ‘તબાહ હો ગયે’ હતું. આ ગીતમાં માધુરી દીક્ષિત જોવા મળી હતી.

‘કલંક’ ના સેટ પર સરોજ ખાન તથા માધુરી દીક્ષિત

માધુરીએ શોક પ્રગટ કર્યો
સરોજ ખાનના નિધનથી માધુરી દીક્ષિત દુઃખી છે. તેણે સોશિયલ મીડિયામાં સરોજ ખાન સાથેની તસવીરો શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવીને કહ્યું હતું, ‘હું ઘણી જ દુઃખી છું અને આજે શબ્દો પણ ખૂટી પડ્યાં છે. સરોજજી મારી કરિયરની શરૂઆતથી મારી સાથે હતાં. તેમણે મને માત્ર ડાન્સ નથી શીખવ્યો પરંતુ ઘણું બધું શીખવ્યું હતું. મારા મનમાં તેમની યાદો છે. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યું છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan felt that Madhuri could not dance to the song 'Ek, Do, Teen'


from Divya Bhaskar https://ift.tt/31FMRUo
https://ift.tt/2D5fobI

સરોજ ખાન સિને ડાન્સર્સ અસોસિએશનનો ચહેરો હતાં, વૃદ્ધોને પેન્શન અને દીકરીઓને મફત શિક્ષા આપવાનો સંકલ્પ લીધો હતો

લાંબા સમયથી સિને ડાન્સર્સ અસોસિએશન(CDA)માટે સેવા આપી રહેલા કોરિયોગ્રાફર સરોજ ખાન થોડા સમય પહેલાં જ આ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં હતાં. અસોસિએશનના અધ્યક્ષ નિલેશ પરાડકરે સરોજ ખાનના જોડાયા પછી કહ્યું હતું કે, તેમનો સાથે અમને વધારે મજબૂત અને યોગ્ય બનાવશે. ત્યારબાદ સરોજ ખાને સંકલ્પ લીધો હતો કે, તેઓ ડાન્સર્સની દીકરીઓને મફતમાં શિક્ષા અપાવશે.

હવે મૂળ તરફ પાછા જવાનો સમય આવી ગયો છે
સરોજ ખાને પોતાની જૂની યાદોને યાદ કરતાં કહ્યું હતું કે, મેં મારું કરિયર ગ્રુપ ડાન્સર રીતે શરુ કર્યું હતું અને મારી પાસે આજે પણ મારું CDAનું કાર્ડ છે. હું બ્રાન્ડ એમ્બેસેડર બનીને અસોસિએશનને ઇન્ડસ્ટ્રીમાં મોટું બનાવવા માગું છું. 10 વર્ષની હતું ત્યારથી મેં ફિલ્મોમાં ડાન્સિંગ શરુ કર્યું હતું અને હવે મૂળ તરફ પાછા જવાનો સમય આવી ગયો છે. સાથે જ હું તે બધી સુવિધા આપવા માગું છું જે મને મળી નથી.

તેમને વરિષ્ઠ કલાકારોની પણ ચિંતા હતી
સરોજ ખાન કહેતા હતાં કે, મેં સારું કામ કરવાનું વચન આપ્યું છે, સાથે જ ડાન્સર્સને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સન્માન અપાવવમાં આવશે જેના તેઓ હકદાર છે. સ્ટેજ શો ફંડ રેઝિંગ માટે કરવા જોઈએ, જેથી વરિષ્ઠ કલાકાર જે ઇન્ડસ્ટ્રીમાં નિવૃત્ત થઈને જીવી રહ્યા છે અને તેમને રૂપિયાની જરૂર હોય તો તેઓ સર્વાઇવ કરી શકે છે. તો બીજી તરફ દરેક ડાન્સરની રોજની આવકમાંથી 100 રૂપિયા અલગ રાખવામાં આવે જેથી ભવિષ્યમાં તેમને પેન્શન આપી શકાય.

સરોજ ખાન ઘણી વાર કહેતા હતાં કે, જે કોઈ ભારતીય અને વેસ્ટર્ન સ્ટાઈલ ડાન્સ કરવામાં સક્ષમ છે તો તે પ્રોફેશનલ ડાન્સર બની શકે છે અને તેનું અસોસિએશનમાં સ્વાગત કરવામાં આવશે. હું ક્યારેય કોઈ ડાન્સ વિશે ન ખબર હોવાનું બહાનું નહિ સાંભળું પણ જો તેને ડાન્સ કોચિંગની જરૂર છે તો તેને ક્લાસિસ આપવામાં આવશે.

સરોજ ખાને ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે નવા ટેલેન્ટને સામે લાવવાનું કામ કર્યું છે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan became the brand ambassador of the Cine Dancers organization, worked tirelessly to provide free education to the daughters of the members


from Divya Bhaskar https://ift.tt/3ipSnQW
https://ift.tt/3eUeE7a

સરોજ ખાને એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે અંતિમ ઈન્સ્ટા પોસ્ટ કરી હતી, ઈમોશનલ મેસેજથી દુઃખ પ્રગટ કર્યું હતું

બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઈની રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતાં. તેમણે 14 જૂનના રોજ અંતિમ પોસ્ટ સુશાંત સિંહ રાજપૂતના અવસાન સમયે કરી હતી. તેમણે સુશાંતના આકસ્મિક નિધન પર દુઃખ પ્રગટ કર્યું હતું.

સુશાંતને લખેલી પોસ્ટમાં સરોજે લખ્યું હતું, ‘સુશાંત સિંહ રાજપૂત, મેં ક્યારેય તમારી સાથે કામ કર્યું નથી પરંતુ આપણી મુલાકાત અનેકવાર થઈ હતી. તમારા જીવનમાં શું મુશ્કેલી હતી? મને આશ્ચર્ય થાય છે કે તમે તમારા જીવનમાં આટલું કઠોર પગલું કેમ ઉઠાવ્યું? તમને કોઈ મદદ કરી શકે તેવા તમારા કોઈ વડીલ સાથે તમારે વાત કરવાની જરૂર હતી અને પછી અમે તમને ખુશ જોઈ શકત.’

તેમણે આગળ કહ્યું હતું, ‘તમારી આત્માને શાંતિ મળે અને મને ખ્યાલ નથી કે તમારા પિતા અને બહેનોની હાલત કેવી હશે. આ સમયે તેમને મારા તરફથી સંવેદના તથા શક્તિ. મેં તમને તમારી દરેક ફિલ્મ માટે પ્રેમ આપ્યો હતો અને હંમેશાં પ્રેમ આપતી રહીશ. તમારી આત્માને શાંતિ મળે.’

અંતિમ ફિલ્મ માધુરીની સાથે
સરોખ ખાને અંતિમ ગીત ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું. આ ગીત ‘તબાહ હો ગયે’ હતું. આ ગીતમાં માધુરી દીક્ષિત જોવા મળી હતી.

ત્રણ વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ બન્યા હતાં
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ 50ના દાયકામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા હતાં. 1974માં ‘ગીતા મેરા નામ’માં સ્વંતત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો. સરોજ ખાને પોતાની કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. આથી જ તેમને ‘મધર ઓફ ડાન્સ’ પણ કહેવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan posted the final insta post for actor Sushant Singh Rajput, expressing grief over the emotional message


from Divya Bhaskar https://ift.tt/2ZBz3Yt
https://ift.tt/3ikEV0J

અમિતાભે કહ્યું, હાથ જોડાયેલા છે પણ મન અશાંત, અનુપમે કહ્યું, તમે શીખવ્યું કે માણસ શરીરથી નહીં પણ દિલ અને આત્માથી ડાન્સ કરે છે

બોલિવૂડ માટે ગુરુવાર (બીજી જુલાઈ)ની રાત એક ખરાબ સમાચાર લઈને આવી. કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં. તેમના નિધન પર બોલિવૂડ સેલેબ્સે શોક પ્રગટ કર્યો હતો. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રાર્થના. હાથ જોડાયેલા છે પરંતુ મન અશાંત છે.

ત્રણ વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ બન્યા હતાં
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ 50ના દાયકામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા હતાં. 1974માં ‘ગીતા મેરા નામ’માં સ્વંતત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો. સરોજ ખાને પોતાની કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. આથી જ તેમને ‘મધર ઓફ ડાન્સ’ પણ કહેવામાં આવે છે. સરોજ ખાને વર્ષ 2019માં કરન જોહરની ફિલ્મ ‘કલંક’ના ગીત ‘તબાહ હો ગયે...’ ગીત કોરિયોગ્રાફ કર્યું હતું.

View this post on Instagram

💔 Rest In Peace Saroj mam..

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on Jul 2, 2020 at 8:29pm PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
saroj khan death, bollywood celebs mourns


from Divya Bhaskar https://ift.tt/2ZBz3rr
https://ift.tt/2CWoQhl

કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન, કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે સરોજ ખાનનું મૃત્યુ બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 1:52 વાગ્યે થયું. સરોજ ખાન 17 જૂનથી હોસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતા સરોજ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન ડાયાબિટીઝ અને તેની સંબંધિત બીમારીથી પીડિત હતા.

સરોજ ખાને તેમના ચાર દશક જેટલા કરિયરમાં 2000થી વધુ સોન્ગ કોરિયોગ્રાફ કર્યા હતા. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં ગીતા મેરા નામથી એક સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો. ત્રણ વખત નેશનલ અવોર્ડ જીતનાર સરોજ ખાને છેલ્લે 2019માં રિલીઝ થયેલ ફિલ્મ કલંકમાં માધુરી દીક્ષિતને તબાહ હો ગયે સોન્ગ માટે ડાન્સ શીખવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Choreographer Saroj Khan dies at 71 due to cardiac arrest


from Divya Bhaskar https://ift.tt/38yWsOl
https://ift.tt/2O3zIMZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...