Friday, July 3, 2020

સરોજ ખાન સિને ડાન્સર્સ અસોસિએશનનો ચહેરો હતાં, વૃદ્ધોને પેન્શન અને દીકરીઓને મફત શિક્ષા આપવાનો સંકલ્પ લીધો હતો

લાંબા સમયથી સિને ડાન્સર્સ અસોસિએશન(CDA)માટે સેવા આપી રહેલા કોરિયોગ્રાફર સરોજ ખાન થોડા સમય પહેલાં જ આ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં હતાં. અસોસિએશનના અધ્યક્ષ નિલેશ પરાડકરે સરોજ ખાનના જોડાયા પછી કહ્યું હતું કે, તેમનો સાથે અમને વધારે મજબૂત અને યોગ્ય બનાવશે. ત્યારબાદ સરોજ ખાને સંકલ્પ લીધો હતો કે, તેઓ ડાન્સર્સની દીકરીઓને મફતમાં શિક્ષા અપાવશે.

હવે મૂળ તરફ પાછા જવાનો સમય આવી ગયો છે
સરોજ ખાને પોતાની જૂની યાદોને યાદ કરતાં કહ્યું હતું કે, મેં મારું કરિયર ગ્રુપ ડાન્સર રીતે શરુ કર્યું હતું અને મારી પાસે આજે પણ મારું CDAનું કાર્ડ છે. હું બ્રાન્ડ એમ્બેસેડર બનીને અસોસિએશનને ઇન્ડસ્ટ્રીમાં મોટું બનાવવા માગું છું. 10 વર્ષની હતું ત્યારથી મેં ફિલ્મોમાં ડાન્સિંગ શરુ કર્યું હતું અને હવે મૂળ તરફ પાછા જવાનો સમય આવી ગયો છે. સાથે જ હું તે બધી સુવિધા આપવા માગું છું જે મને મળી નથી.

તેમને વરિષ્ઠ કલાકારોની પણ ચિંતા હતી
સરોજ ખાન કહેતા હતાં કે, મેં સારું કામ કરવાનું વચન આપ્યું છે, સાથે જ ડાન્સર્સને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સન્માન અપાવવમાં આવશે જેના તેઓ હકદાર છે. સ્ટેજ શો ફંડ રેઝિંગ માટે કરવા જોઈએ, જેથી વરિષ્ઠ કલાકાર જે ઇન્ડસ્ટ્રીમાં નિવૃત્ત થઈને જીવી રહ્યા છે અને તેમને રૂપિયાની જરૂર હોય તો તેઓ સર્વાઇવ કરી શકે છે. તો બીજી તરફ દરેક ડાન્સરની રોજની આવકમાંથી 100 રૂપિયા અલગ રાખવામાં આવે જેથી ભવિષ્યમાં તેમને પેન્શન આપી શકાય.

સરોજ ખાન ઘણી વાર કહેતા હતાં કે, જે કોઈ ભારતીય અને વેસ્ટર્ન સ્ટાઈલ ડાન્સ કરવામાં સક્ષમ છે તો તે પ્રોફેશનલ ડાન્સર બની શકે છે અને તેનું અસોસિએશનમાં સ્વાગત કરવામાં આવશે. હું ક્યારેય કોઈ ડાન્સ વિશે ન ખબર હોવાનું બહાનું નહિ સાંભળું પણ જો તેને ડાન્સ કોચિંગની જરૂર છે તો તેને ક્લાસિસ આપવામાં આવશે.

સરોજ ખાને ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે નવા ટેલેન્ટને સામે લાવવાનું કામ કર્યું છે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan became the brand ambassador of the Cine Dancers organization, worked tirelessly to provide free education to the daughters of the members


from Divya Bhaskar https://ift.tt/3ipSnQW
https://ift.tt/3eUeE7a

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...