કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આ દુનિયામાં નથી. 71 વર્ષની ઉંમરમાં કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાનનું ફિલ્મી કરિયર શાનદાર રહ્યું છે. 40 વર્ષા કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. જોકે, છેલ્લાં બે વર્ષથી તેમની પાસે કામ નહોતું. માર્ચ, 2019માં ચર્ચા હતી કે તેમને કામ મળતું નથી અને તેઓ ક્લાસિકલ ડાન્સ શીખવીને ગુજરાન ચલાવે છે.
સલમાને મદદ કરી હતી
સરોજ ખાનને કામ નથી મળતું તે ન્યૂઝ સામે આવતા સલમાન ખાને મદદ માટે આગળ આવ્યો હતો. તેણે સરોજ ખાન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સલમાને તેમને સવાલ પૂછ્યો હતો કે તમે મારી સાથે કામ કરશો. ત્યારબાદ સલમાન ખાનના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે સલમાનને તે સારી રીતે ઓળખે છે અને તે જે બોલે છે તે પૂરું કરે છે. સલમાન ખાને વચન નિભાવીને સરોજ ખાનને ‘દબંગ 3’માં સાંઈ માંજરેકરને ટ્રેનિંગ આપવાની જવાબદારી સરોજ ખાનને આપી હતી.
કેટરીનાને કારણે નુકસાન થયું હતું
સરોજ ખાન 2018માં આવેલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં કેટરીના કૈફની કોરિયોગ્રાફી કરવાના હતાં પરંતુ આવું બની શક્યું નહીં. ‘ઠગ્સ...’નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં કેટરીનાએ છેલ્લી ઘડીએ કહ્યું હતું કે રિહર્સલ વગર તે કોઈ પણ ગીતનું શૂટિંગ કરશે નહીં. આ સમયે સરોજ ખાનને રિપ્લેસ કરીને પ્રભુદેવાએ ડાન્સ કોરિયોગ્રાફી કરી હતી.
ફિલ્મ ફ્લોપ જતાં સરોજ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘કેટલાંક સમયથી મારો કામ પ્રત્યેનો રસ ઉડી ગયો છે. જોકે, ઈન્ડસ્ટ્રીમાં ડાન્સની હાલત જોઈને મારે ઈન્ડસ્ટ્રી માટે કંઈક સારું કરવું હતું. હું એક્ટ્રેસિસને જજ નથી કરતી કારણ કે તે અન્ય કોઈએ બતાવેલા ડાન્સ મૂવ્સ કરે છે અને તેમાં તેમની કોઈ ભૂલ નથી.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3isGkCg
https://ift.tt/3e0bVaV
No comments:
Post a Comment
If you have any doubts please let me know!