Saturday, July 4, 2020

સુશાંતનું પહેલા અપમાન કર્યું હવે KRK મગરના આંસુ સારે છે, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સે બૉયકૉટની માગણી કરી

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK દુઃખી થઈને ઈમોશનલ વીડિયો શૅર કરે છે. KRKના મતે સુશાંતે આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા થઈ હતી. આ દરમિયાન KRKના જૂના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં KRK સુશાંતની ફિલ્મ તથા તેની ખરાબ રીતે મજાક ઉડાવે છે. KRKનું અચાનક જ બદલાઈ ગયેલું વલણ જોઈને મિલાપ ઝવેરી, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સે ચાહકોને તેનો બૉયકૉટ કરવાની માગણી કરી છે.

હાલમાં જ ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ KRKનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે ‘કેદારનાથ’ ફિલ્મની ટીકા કરી હતી. આ વીડિયોમાં KRKએ સુશાંત પર ઘણી જ પર્સનલ કમેન્ટ્સ કરી હતી. હવે KRK સુશાંતના અવસાન બાદ આંસુ સારે છે. આ સાથે જ મિલાપે કહ્યું હતું, ‘આ ફ્રોડ તથા બકવાસ KRKનો આ અસલી ચહેરો છે. આજે મગરના આંસુની સાથે ટ્રેજેડીમાંથી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. જોકે, વાસ્તવમાં સુશાંત જીવતો હતો ત્યારે તે ખરાબ રીતે ટીકા કરતો હતો. KRK પોતાના બનાવટી વ્યવહારથી એક મૃત વ્યક્તિનું અપમાન કરી રહ્યો છે. આ સમય આવા લોકોને અટકાવવાનો છે.’

મિલાપ ઝવેરીની આ વાત પર મનોજ વાજપેઈએ સમર્થન કર્યું હતું અને કહ્યું હતું, મિલાપ આમાં હું તમારી સાથે છું. આ સાથે જ ઈન્ડસ્ટ્રીમાં લોકોને વિનંતી કરું છું કે જે લોકો આવું કરે છે, તે બંધ કરે અથવા તો કર્મ તો ચોક્કસથી પરિણામ આપશે.

મનોજ વાજપેઈ તથા મિલાપ ઝવેરી ઉપરાંત રકુલ પ્રીતે પણ ક્લેપિંગ ઈમોજીની સાથે પોતાનું સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત ઘણાં સેલેબ્સે મિલાપની વાત પર સમર્થન આપ્યું હતું.

નોંધનીય છે કે KRK સુશાંતના અવસાન બાદથી સતત ઉશ્કેરણીજનક વીડિયો શૅર કરે છે. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે સુશાંતે ફાંસી લગાવી તે વાતને રીક્રિએટ કરી અને એક્ટરે મર્ડર કર્યું હોવાનું સાબિત કર્યું હતું. આ સાથે જ KRKએ ઈન્ડસ્ટ્રીના ઘણાં લોકોને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood celebs slams KRK regarding sushant suicide case


from Divya Bhaskar https://ift.tt/3fb2t5W
https://ift.tt/3iuIlOA

નવી વાઈરલ થિયરીમાં સૂરજ પંચોલી પર એક્ટરની હત્યાનો આક્ષેપ, પિતા આદિત્યે કહ્યું- આ શું ગાંડપણ છે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં અનેક થિયરી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે, આમાંથી જ એક થિયરીમાં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી પર સુશાંતની હત્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આટલું જ નહીં સૂરજને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા માટે પણ જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જોકે, આદિત્ય તથા સૂરજે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતાં.

પહેલાં વાઈરલ થિયરી પર એક નજર
કહેવામાં આવી રહ્યું છે કે દિશા તથા સૂરજ રિલેશનશિપમાં હતાં. દિશા પ્રેગ્નન્ટ થઈ હતી પરંતુ સૂરજ લગ્ન કરવા તૈયાર નહોતો. આ વાત જ્યારે સુશાંતને ખબર પડી તો તેણે દિશાને સાથ આપ્યો હતો અને સૂરજની વાત જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતને લઈ સૂરજ તથા સુશાંત વચ્ચે ઝઘડો પણ થયો હતો.

ત્યારબાદ બદલાની ભાવનાથી સૂરજના પરિવારે સલમાન ખાન તથા અંડરવર્લ્ડ સાથે મળીને સુશાંતની હત્યા કરાવી દીધી અને પોતાના પાવરનો ઉપયોગ કરીને આત્મહત્યાનો રંગ આપવાનો પ્રયાસ કરે છે. આ થિયરીમાં દિશાના સુસાઈડને લઈને પણ સવાલ કરવામાં આવ્યા છે. દિશાએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કેમ કરી? કે પછી કોઈએ તેને ધક્કો માર્યો હતો?

હવે, આદિત્યે ખુલાસો આપ્યો
આદિત્ય પંચોલીએ કહ્યું હતું, ‘હું કાલથી આ અંગે વાંચી રહ્યો છું. થોડો સમય પહેલાં એણેથોડી એક્ટિંગ કરી હતી. આ છોકરાનું નામ પુનીત વશિષ્ઠ છે. તેણે પોતાના ફેસબુક પેજ પર કંઈક ગાંડપણ લખ્યું છે.’

એણે લખ્યું હતું, ‘આ બધું એટલા માટે થયું, કારણ કે સુશાંતની મેનેજર દિશા સાલિયાન સૂરજ પંચોલીના બાળકની માતા બનવાની હતી. તેણે સૂરજ પંચોલીને કારણે સુસાઈડ કર્યું હતું. સુશાંત આ અંગે કંઈક કરવા માગતો હતો. આથી જ તેણે સુશાંતની હત્યા કરાવી દીધી. શું ગાંડપણ કાઢ્યું છે આ?’

‘સૂરજ પોતાના જીવનમાં પહેલેથી જ ઘણું બધું સહન કરી ચૂક્યો છે. તેને કારણ વગર જિયા ખાનના સુસાઈડ કેસમાં સંડોવવામાં આવ્યો હતો અને હવે આમાં. પછી લોકો પૂછે છે કે આખરે લોકો કેમ ડિપ્રેશનમાં જતા રહે છે અને સુસાઈડ કરે છે?’

‘જો આ રીતે દરેક બાબતમાં લાંબા સમય સુધી નામ લેવામાં આવે તો કોઈ પણ સ્ટ્રોંગ વ્યક્તિ તૂટી જશે. સૂરજનું જીવન અને કરિયર બરબાદ થઈ ચૂક્યું છે. તે ઘણો જ હોનહાર, સરળ તથા સભ્ય યુવક છે.’

પંચોલીની નજરમાં 2017માં થયેલા સુશાંત-સૂરજના ઝઘડાની સાચી વાત
દાવો કરવામાં આવે છે કે વર્ષ 2017માં એક પાર્ટીમાં સુશાંત તથા સૂરજ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સલમાન ખાને સુશાંતને ફોન કરીને ઘણું જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. આ ઘટના અંગે આદિત્ય પંચોલીએ કહ્યું હતું કે આવી કોઈ ઘટના બની જ નહોતી. સૂરજે પણ આને લઈ ખુલાસો આપ્યો હતો. દરેક બાબતને આ રીતે જોવી યોગ્ય નથી. કાલે જો સૂરજ ડિપ્રેશનમાં આવશે અને ભગવાન ના કરે એ કોઈ આકરું પગલું ભરે તો શું થશે? આના માટે કોણ જવાબદાર હશે? આ બહુ આઘાતજનક તથા દુઃખદ બાબત છે.

વધુમાં આદિત્યે કહ્યું હતું કે જો કંઈ પણ થાય અને સૂરજની ભૂલ હોય તો તેને જેલમાં નાખી દો. જોકે, પુરાવા ના હોવા છતાંય તેનું નામ કેમ દરેક વખતે ઉછાળવામાં આવે છે. જે જતાં રહે છે, તેના માટે લોકો પ્રાર્થના કરે છે પરંતુ જે જીવિત છે, તેને શાંતિથી તો રહેવા દો.

સૂરજ પંચોલીએ પણ સ્પષ્ટતા આપી
સૂરજે ખુલાસો આપતા કહ્યું હતું, ‘મને ખબર નથી કે સુશાંત સાથે મારા-મારીની વાત કેમ થઈ રહી છે. મારો તેની સાથે કોઈ ઝઘડો થયો નહોતો. મેં પહેલાં પણ આ વાત સ્પષ્ટ કરી હતી. બીજી વાત એ કે સલમાન ખાન મારા જીવનમાં કેમ આવશે? તેમની પાસે બીજું કોઈ કામ નથી? મને તો દિશા કોણ છે, તે પણ ખબર નથી. હું તેને ક્યારેય મળ્યો નથી. મને સુશાંતના નિધન બાદ દિશા અંગે માહિતી મળી હતી. બંનેએ જે કર્યું તેનાથી ખરાબ પણ લાગ્યું હતું. કોઈએ પોતાના ફેસબુક પેજ પર કંઈ પણ લખ્યું અને તેને ફિલ્મની સ્ક્રિપ્ટ બનાવીને વાઈરલ કરવાની શરૂઆત કરી.’

સૂરજની નજરમાં 2017ના ઝઘડાની હકીકત
2017માં થયેલા ઝઘડાને સૂરજે અફવા કહી હતી અને કહ્યું હતું, ‘ત્રણ વર્ષ પહેલા સુશાંત અને મારી વચ્ચે ઝઘડો થયો હોવાની વાત ચર્ચાતી હતી. તે સમયે સુશાંત મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ એક ફાલતુ આર્ટિકલ આવ્યો છે કે સલમાન મારાથી નારાજ છે. તેણે મને આ અંગે એક સ્ટેટમેન્ટ આપવાનું પણ કહ્યું હતું. સુશાંત એવું એટલા માટે ઈચ્છતો હતો કે કારણ કે તે ન્યૂઝ પ્રમાણે, સુશાંતે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, હકીકત કંઈક અલગ હતી. અમે એક મિત્રના ઘરે ડિનર પર મળ્યાં હતાં. અમે મસ્તીમાં તસવીરો ક્લિક કરાવી હતી અને તેને ઝઘડાનું રૂપ આપવામાં આવ્યું હતું. અમારી પાસે એકબીજાના નંબર હતાં. તેણે મને તેની ફિલ્મના સ્ક્રીનિંગમાં બોલાવ્યો હતો. હું ‘રાબ્તા’ના સ્ક્રિનિંગમાં ગયો પણ હતો. અમે જીવનમાં ચારથી પાંચવાર મળ્યાં હતાં. હાલના સમયમાં હું તેના સંપર્કમાં નહોતો. ઈન્ડસ્ટ્રીમાં હોવાને કારણે એકબીજાને ઓળખતા હતાં.’

સૂરજ કેમ વારંવાર વિવાદમાં આવે છે?
સૂરજે કહ્યું હતું, ‘જ્યારે તમને સલમાન ખાન લોન્ચ કરે અને નેપોટિઝ્મ પર ચર્ચા ચાલતી હોય ત્યારે આમ થવું સ્વાભાવિક છે. જોકે, જો નેપોટિઝ્મથી જ બધું થઈ જતું હોય તો તેણે કેટલીય ફિલ્મ કરી નાખી હોય. જોકે, નેપોટિઝ્મને કારણે આજે હું અહીં સુધી પહોંચ્યો નથી.’

‘મેં વર્ષ 2010માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ‘ગુઝારિશ’ હતી. બે વર્ષ બાદ મેં ‘એક થા ટાઈગર’ કરી હતી. હું સલમાન સરને મળ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે તે ફિલ્મમાં મને લોન્ચ કરશે. તેમણે મારામાં ટેલેન્ટ જોઈ હતી. જોકે, તેમણે મને કહ્યું હતું કે એક્ટર બનવું હશે તો બહુ જ મહેનત કરવી પડશે. એવું નથી કે તમે સવારે ઊઠો અને હીરો બની જાવ.’

‘ત્યારબાદ પણ તમારી પોતાની મહેનત હોય છે. મેં ‘કાઈ પો છે’ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ હું સિલેક્ટ ના થયો. બે વર્ષ બાદ મને ‘હીરો’ મળી. મારી માતાની ઉંમર60 વર્ષની છે અને 30 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે. તે આજે પણ ફિલ્મ માટે ઓડિશન આપે છે. આથી આ વાત તદ્દન કાલ્પનિક છે કે સ્ટાર કિડ્સ ઓડિશન આપતા નથી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
aditya pancholi talked about his son sooraj pancholi regarding sushant suicide case


from Divya Bhaskar https://ift.tt/38rkIS7
https://ift.tt/2W1L3l5

સ્મૃતિ ઈરાનીએ પહેલાં સીનનો વીડિયો શૅર કર્યો, કહ્યું, ‘ડિરેક્ટરને મારીમાં વિશ્વાસ નહોતો પરંતુ એકતાએ મદદ કરી હતી’

સ્મૃતિ ઈરાનીએ ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના 20 વર્ષ પૂર્ણ થતાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સ્મૃતિએ પોતાના શોનો પહેલો સીન યાદ કરીને કેટલીક યાદો શૅર કરી હતી. આ સાથે જ પ્રોડ્યૂસર એકતા કપૂરના આત્મવિશ્વાસના વખાણ કર્યાં હતાં તો એકતાએ કહ્યું હતું કે ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ લોકો ઘરની બહાર ટીવી સેટ્સ મૂકીને આ સિરિયલ જોતા હતાં.

સ્મૃતિએ કહ્યું હતું, ‘20 વર્ષ પહેલાં સુધા આંટીની સાથે આ સીન મારા પહેલાં સીન્સમાંથી એક હતો. મેં મારી લાઈન ગોખી નાખી હતી. બહુ જ બધી નર્વસ હતી. એકતા કપૂરે ડિરેક્ટરને શૂટિંગ શરૂ કરવાની સલાહ આપી હતી. ડિરેક્ટરે એકતાને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ફ્લોપ રહેશે, કારણે કે તુલસીના પાત્રમાં કાસ્ટ કરેલી છોકરીમાં ટેલેન્ટ નથી.’

View this post on Instagram

20 years ago this was possibly one of my first scenes with Sudha Aunty. I raced through my lines ,nervous as hell coz @ektarkapoor was called to the shooting floor by the director who told her the project was a sure shot flop since the girl cast as Tulsi did not have the talent to see it through. Upon enquiring why I was not unleashing my full potential as an actor I told her “ can I play the character as I deem fit instead of being told how to emote?” I promised her I’d take help of every colleague possible if I felt I can’t measure up alone. EK said done and the rest was TV history. Today 2 decades later in absentia I say thank you for the belief @ektarkapoor , thank you @monishasinghkatial for first refusing to cast me & then supporting me all the way. Thank you to the ever changing Mihir from @amarupadhyay_official to dada @ronitboseroy . To kids like @karishmaktanna @ihansika @masumimewawalla @mounirooy & all those I have not been able to name. To bahus ranging from @gpradhan @shilpa_saklani_official & sons @meetsumeet18 @hitentejwani , Sandeep Baswana... & many more relationships I lived on screen who are friends for life. To @mandirabedi & @jaya.bhattacharya who were the best on screen villains possibly and absolute sweethearts off screen. Many more who were a part of the journey .. I cherish every moment & specially am grateful to the viewers who kept our passions alive.#20yearsofkyunkiisaasbhikabhibahuthi 🙏🙏🙏🙏

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jul 3, 2020 at 5:31am PDT

સ્મૃતિએ આગળ કહ્યું હતું, ‘મને પૂછવામાં આવ્યું કે એક એક્ટર તરીકે હું મારી પૂરી ક્ષમતા સાથે શોટ કેમ આપતી નથી તો મેં કહ્યું હતું કે જો મને એમ કહેવામાં ના આવે કે હું પાત્ર માટે કેવી રીતે ફિટ રહું તો હું આ પાત્રને કેવી રીતે ભજવી શકું? હું વચન આપું છું કે હું મારા સાથી કલાકારોની મદદ લઈશ, હું એકલા આ કરી શકું નહીં.’

‘એકતાએ મને આમ કરવાની આઝાદી આપી અને પછી જે થયું તે ટીવીનો ઈતિહાસમાં છે. તુલસીના પાત્રમાં ઢળવા માટે તમામ એક્ટર્સ તથા ક્રૂનો આભાર.’

એકતાએ પણ શો સાથે જોડાયેલી યાદ શૅર કરી
એકતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ આ શો સાથે જોડાયેલી યાદો શૅર કરી હતી. એકતાએ કહ્યું હતું, ચેનલે આ સિરિયલ માટે જે પૈસા માગ્યા હતાં, તેના કરતાં વધુ પૈસા આપ્યા હતાં. ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના 20 વર્ષ...મને યાદ છે કે હું નર્વસ થઈને સમીરસર તથા તરૂણની સામે ‘ક્યોંકિ’ અંગે વાત કરતી હતી. તેમને કહી રહી હતી કે સાસુ-વહુ ડ્રામા ચાલી શકે છે અને અમે એક લાખ રૂપિયામાં આ કરવા તૈયાર છીએ. પછી તરુણે મારી માતાને ફોન કર્યો અને કહ્યું કે મેં ભાવતાલ માટે ફોન કર્યો છે. મારી માતાએ કહ્યું કે ના ના, અમે એક લાખ રૂપિયાથી ઓછામાં કરી શકીએ નહીં. જોકે, જવાબમાં તેમણે કહ્યું, ‘આના માટે અમે તમને 1.40 લાખ રૂપિયા આપીશું..તમે આ શો પર આટલો ખર્ચ કરજો.’

View this post on Instagram

20 years today to Kyunki Saas Bhi Kabhi Bahu Thi...! I remember sitting nervously in front of Sameer Sir and Tarun pitching ‘Kyunki...’ to them. Telling them ‘saas-bahu’ drama could work...and that we were willing to do it in 1lac. Then Tarun called my mum & said ‘I’m calling to negotiate’... my mum said ‘No no, we can’t do it in under a lac...’ and he responded saying ‘Sameer Nair has said we will give you 1.40lac for it...pls spend on this show!’ 😀 Never has it happened that a channel has negotiated and given more money because they wanted better quality. But that was the conviction and backing the channel gave us. For the 1st time a daily soap was on prime time and went onto make history, as we know it. Immense gratitude to Sameer sir, Tarun Katiyal, the entire cast & crew behind Kyunki, Monisha, and StarPlus! 🙏🏻❤️ @sameern @tarunkatial07 @smritiiraniofficial @monishasinghkatial @starplus

A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 3, 2020 at 1:58am PDT

ટીવી ઈતિહાસમાં પહેલી વાર થયું
એકતાએ આગળ કહ્યું હતું, ‘આવું ક્યારેય બન્યું નહોતું કે એક ચેનલે ભાવ કરતાં વધુ પૈસા આપ્યા, કારણ કે તેઓ સારી ગુણવત્તા ઈચ્છતા હતાં. જોકે, ચેનલના દૃઢ વિશ્વાસ તથા સમર્થનથી અમે આ કરી શક્યા. પહેલીવાર કોઈ ડેલી સોપ પ્રાઈમ ટાઈમ પર આવી હતી અને ઈતિહાસ બની ગયો હતો. ત્યારબાદ એકતાએ સમીર, તરુણ કટિયાલ, સિરિયલની ટીમ તથા ક્રૂ, મોનિષા તથા સ્ટાર પ્લસનો આભાર વ્યક્ત કર્યો હતો.’

આ શોએ મારું જીવન બદલી નાખ્યું
આ સિરિયલ માટે અન્ય એક પોસ્ટમાં એકતાએ કહ્યું હતું, ‘ક્યોંકિ’ના 20 વર્ષ..એક એવો શો જેણે મારું જીવન બદલી નાખ્યું. ત્યારબાદ આની લોકપ્રિયતા તથા વિશ્વભરમાં આ શો ભારતના ‘સોફ્ટ રાજદૂત’ની જેમ રજૂ થયો હતો. તે સમયે અમને તક આપવા માટે નેટવર્કનો આભાર.’ એકતાએ આ શોના ટાઈટલ સોંગના બે વીડિયો પણ શૅર કર્યાં હતાં.

View this post on Instagram

This was when ‘Kyunki...’ completed 3 years, and hit a 1000 episodes. The show continued to grow and prosper as did our erratic eating hours & crazy schedules. We put in almost 18 hrs a day into it! A Big thank you to all the writers, the creatives and actors. And a special thank you to my favourite person who went onto become a Cabinet Minister and made us all proud. 😀❤️@smritiiraniofficial @shobha9168 @tanusridgupta @chloejferns @tusshark89 @ronitboseroy @divyakhoslakumar @ihansika @pulkitsamrat @imouniroy @shabirahluwalia chetan_hansraj @shivangisinghchauhaan @ketansgupta @karishmaktanna @aparamehta @beinganilnagpal @niveditabasu @rakshandak27 @huseinkk @gautamikapoor @iamramkapoor @rivabubber @monishasinghkatial @meetsumeet18 @manavvij @shubhaavi @vikass.sethi @narayanishastri @shadabpeshimam @mandirabedi @vivanbhathena_official @baswanasandeep @itsmekratika @jaya.bhattacharya @hitentejwani @gaurigauri1974 @amarupadhyay_official #BalajiTelefilms #kyunkisaasbhikabhibahuthi #20yearsOfKyunki

A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 3, 2020 at 8:53am PDT

ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ લોકો બહાર ટીવી મૂકીને શો જોતા હતાં
એકતાએ આગળ કહ્યું હતું, ‘મને યાદ છે કે મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે લોકો કેવી રીતે પોતાના ટીવી ઘરની બહાર મૂકીને ‘ક્યોંકિ..’ જોતા હતાં. મારા માટે આ સૌથી ભાવુક કરનારી ક્ષણ હતી. તમારા પ્રેમ માટે આભાર.’ ઉલ્લેખનીય છે કે 3 જુલાઈ, 2000ના રોજ આ સિરિયલ શરૂ થઈ હતી અને છેલ્લો એપિસોડ 6 નવેમ્બર, 2008માં પ્રસારિત થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
kyunki saas bhi kabhi bahu thi 20 years, ekta kapoor and smiriti irani shared memory


from Divya Bhaskar https://ift.tt/2ZyQSax
https://ift.tt/2ZFRuuO

ભૂમિકા ચાવલા હજી પણ સુશાંતના અવસાનના દુઃખમાં, કહ્યું- 20 દિવસ પછી પણ તારા વિચારો આવે છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુશાંત સિંહ રાજપૂતના નિધનથી હજી પણ આઘાતમાં છે. સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. 20 દિવસ બાદ પણ સુશાંતના કો-સ્ટાર્સ તથા મિત્ર હજી પણ શોકમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંતની સાથે ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કરનાર ભૂમિકા ચાવલાએ હાલમાં જ એક્ટરને યાદ કરતી પોસ્ટ શૅર કરી હતી. ભૂમિકાએ આ ફિલ્મમાં સુશાંતની બહેનની ભૂમિકા ભજવી હતી.

ભૂમિકા એક્ટર સુશાંતને ભૂલી શકતી નથી
ભૂમિકાએ કહ્યું હતું, ‘20 દિવસ પસાર થવા છતાંય...જ્યારે પણ સૂઈને ઊઠું છું ત્યારે તારો જ વિચાર આવે છે. અત્યાર સુધી એ જ વિચાર આવે છે કે માત્ર એક જ વાર તારી સાથે કામ કર્યું પરંતુ હજી પણ તારી સાથે જોડાયેલી છું. તે ડિપ્રેશન હતું, કોઈ અંગત વાત હતી, તું બોલવા માગતો હતો પરંતુ પ્રોફેશનલ કારણ હતું તો પણ મને વાંધો છે, કારણ કે તે અનેક સારી ફિલ્મમાં કામ કર્યું હતું.’

View this post on Instagram

It’s been almost 20 days ... and I wake up thinking of you . Still wondering what it was ... one only shared the screen space as a character briefly but still associated together .... Was it depression - personal — then you should have spoken .... If it was professional - you had already done such good films .. YES I AGREE it’s not easy to survive here — I am not talking of insider or outsiders — IT IS WHAT IT IS — yes if I have to connect with someone even after having done 50 plus films it ain’t easy — but I am still grateful I am doing work — maybe I just choose to work on this perspective — constantly pushing myself to think and believe good .. Yes there are times when you call or message people from the industry ( Bollywood or other places ) most people are really WARM and KIND but we do find those who refuse to acknowledge or just brush you aside — THE WORLD IS MADE OF ALL SORTS .... THERE are most who will respect you always but rare few when they need you they come to you - but when you drop a tinkle saying you would love to work together with them , they say we will see .... or smile it off ( though I never believed in doing that earlier , I did in the last few years make an effort — that’s what life is — nothing comes without effort and hard work -) ... YET I STILL THANK GOD FOR Everything ... I choose to say that it’s ok - maybe one doesn’t fit the bill , the role and so it’s ok ..... POSITIVE .... and finally if there is any thing more to you going than professional disappointment , or depression cause of various reasons —- YEH SHAHAR HAME HAMARE SAPNE DETA HAI , Naam deta hai ... kabhi Kabhi Gumnaam bhi karta ... lakho ki aabadi mein kuch TANHA BHI KARTA HAI ..... ........ if there was anything more I hope we come to know what it was ... until then FINAL GOODBYE .... PRAYERS FOR YOU - wherever you are and prayers for your family

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on Jul 3, 2020 at 5:06am PDT

ભૂમિકાએ આગળ કહ્યું હતું, ‘હા એ વાત સાચી છે કે સર્વાઈવ કરવું સરળ નથી. હું ઈનસાઈડર તથા આઉટસાઈડરની વાત કરતી નથી. આ એવું જ છે. મારા માટે પણ 50થી વધુ ફિલ્મ કર્યાં બાદ આ કામ કરવું સરળ નથી. જોકે, હું ખુશ છું કે હું કામ કરી રહી છું. એવો પણ સમય આવે છે, જ્યારે તમે ઈન્ડસ્ટ્રીના લોકોને ફોન કે મેસેજ કરો ત્યારે કેટલાંક સારી રીતે જવાબ આપે છે પરંતુ કેટલાંક એવા પણ છે, તે તમને ઓળખતા પણ ના હોય તે રીતે વર્તન કરે છે. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. હું ફરીથી આભારી છું કે મને ઓછામાં ઓછું કામ તો મળી રહ્યું છે.’

વધુમાં ભૂમિકાએ કહ્યું હતું, ‘આ શહેર આપણને સપના આપે છે. નામ આપે છે. ક્યારેક ક્યારેક તો ગુમનામ પણ કરે છે. લાખોની વસ્તીમાં એકલા પાડી દે છે અને જો કોઈ વાત હતી તો હું ઈચ્છું છું કે તે લોકો સુધી પહોંચે. સુશાંત સિંહ રાજપૂત, તમે જ્યાં પણ હોવ ભગવાન તમારી આત્માને શાંતિ આપે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bhumika Chawla still in grief over Sushant's death, said- even after 20 days your thoughts come


from Divya Bhaskar https://ift.tt/2NQsAmO
https://ift.tt/2YXNaYQ

અમિતાભ બચ્ચને સરોજ ખાનને યાદ કરીને તેઓ કેવી રીતે શાબાશી આપતા અને વખાણ કરતા, તેના કિસ્સા ઇન્સ્ટા પોસ્ટમાં શેર કર્યા

બોલિવૂડનાં સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરીને બીગ બી અમિતાભ બચ્ચને તેમની ઇન્સ્ટાગ્રામ પર એક મોટી પોસ્ટ લખી છે,જેમાં સરોજ ખાન સાથેની પ્રથમ મુલાકાતથી લઈને તેમના તરફથી મળેલા સૌથી સારા વખાણના કિસ્સા જણાવ્યા છે.

અમિતાભે લખ્યું, આ કમ્યુનિકેટિવ વર્લ્ડમાં હું તમને જણાવી રહ્યો છું, સરોજ ખાન મૃત્યુ પામ્યાં...અને સમયની દોડનો એક આખો ઈતિહાસ મગજમાં સામે આવી જાય છે...તે સમયે હું લાખો દિલની ધડકન મુમતાઝ સાથે ડિરેક્ટર ઓપી રાલ્હનની ફિલ્મ ‘બંધેહાથ’ શરુ કરવા જઈ રહ્યો હતો.

‘સરોજજી પણ ત્યારે મુખ્ય ડાન્સ ડિરેક્ટરમાંથી એક યુવા, ઉત્સાહી અને જિંદાદિલ ડાન્સ આર્ટીસ્ટ હતાં...આ બધું મુમતાઝની કૃપાથી થઇ રહ્યું હતું કારણ કે તેમણે એક નવા કલાકાર સાથે કામ કરવાની મંજૂરી આપી દીધી હતી. તેઓ એક મોટા સ્ટાર હતાં અને હું કઈ પણ નહોતો.’

‘મેં ઘણી સાવધાની સાથે તેમને જોયા હતાં’
‘સરોજજી એક સોન્ગ માટે ડાન્સર્સની ભીડમાં હતાં...જ્યારે તેઓ ત્યાંથી દૂર ગયા ત્યારે મેં તેમને ઘણી સાવધાની જોયા અને તેવું લાગ્યું કે તે ગર્ભવતી છે. પરંતુ થોડીવાર પછી તેઓ કોઈ પણ મુશ્કેલી વગર ડાન્સ કરવા લાગ્યાં’

‘તેમના મુવ્સથી દરેક કલાકાર ફેમસ થવા લાગ્યો’
‘અને પછી આવનારા સમયમાં તેઓ ફેમસ ડાન્સ ડિરેક્ટર બની ગયાં..કે બીજી ભાષામાં કહીએ તો તે કોરિયોગ્રાફર બની ગયા. તેમના મુવ્સને કારણે જે કલાકાર તેમની સાથે કામ કરતા હતા તે બધા ફેમસ થઇ ગયા.’

‘સારા શોટ પર એક રૂપિયાનો સિક્કો આપતા હતાં’
‘જ્યારે પણ તેઓ કોઈ કલાકારને સારો શોટ આપતાં જોતા તો તેને પોતાની તરફ બોલાવતા અને એક રૂપિયાનો સિક્કો આપતા હતાં...શાબાશીના રૂપે અથવા તો શગુનના રૂપે. ઘણા ઘણા ઘણા વર્ષો પછી એક ફિલ્મમાં સોન્ગની સિક્વલ વખતે મને પણ તે સિક્કો મળ્યો...તે એક મોટી ઉપલબ્ધિ હતી.’

‘તેમણે શબ્દોને ડાન્સનો અર્થ આપવાની કલા શીખવાડી’
સરોજજી તમે અમને અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લય, શૈલી, ગ્રેસ ઓફ મુવમેન્ટ અને ગીતના બોલને ડાન્સમાં પરાવર્તિત કરવાની કલા આપી. ઘણા વર્ષ પછી થયેલી એક મુલાકાત દરમિયાન તેમણે મારા વખાણ કર્યા હતા

‘ડોન ફિલ્મની રિલીઝ વખતે તેઓ દુબઈ રહેતા હતાં’
લગ્ન પછી તેઓ દુબઈ રહેતા હતાં અને ડોન રિલીઝ થયા પછી તેમણે કહ્યું કે, મેં ફિલ્મ જોયી અને તે પછી ત્યાં ગઈ જે થિએટરમાં તેને રિલીઝ કરી હતી. તે સમયે હું તમારું સોન્ગ ‘ખઈકે પાન બનારસ વાલા’ શરુ થાય અને હું તેને જોયા પછી થિએટરમાંથી બહાર આવી જતી. હું રોજ આવું કરવા લાગી.

‘એક સોન્ગ જોવા માટે રોજ થિએટર જતી હતી’
‘મેં ગેટકીપરને કહ્યું કે, મને તે સોન્ગ જોવા અંદર જવા દો અને તે પૂરું થાય પછી હું બહાર આવી જઈશ..તમે સમજી શકો છો, તે સોન્ગમાં તમારા ડાન્સ મુવ્સને જોઇને ઘણી ખુશી થઇ..’

‘તેમનાં તરફથી આ વખાણ મળવા એ પરમ સુખ બરાબર હતું. તેમનાં જવાથી એક વારસાનું મૃત્યુ થઇ ગયું.’

View this post on Instagram

You rest .. you rest well .. you rise .. you realise the hours .. you seek the elixir .. you devour .. you get to connect .. … and .. .. you be informed in this communicative world .. Saroj Khan has died .. .. and an entire history of time races before you in the cerebrum .. She was a sprightly young enthusiastic dance assistant to one of the major dance directors of the time .. of the time when I was just beginning .. of the film ‘Bandhe Haath’ with the heart throb of millions Mumtaz .. with the director OP Ralhan .. Mumtaz’s grace and acceptance to agree to work with this newbe .. she a stratospheric Star , me a nobody .. .. and Saroj ji in the crowd of dancers in a song .. her subtle grace when she moved .. at one point I saw her , quite alarmingly , finding the foetus had shifted in her stomach and she simply unabashedly pushed it into place , and carried on .. dancing .. .. and then over the years .. she excelled and attained the podium title of Dance Director .. or as the language changed , the Choreographer of film .. her moves becoming famous for each artist she worked with .. and when she would see an artist give a good shot under her care .. she would call her or him aside .. and .. .. give a rupee coin .. as a gesture .. as a pat on the back .. a ‘shagun’ .. .. many many years later .. during the song sequence of a film I was doing .. I became the recipient of that coin .. an immense achievement .. Saroj ji .. you gave us and the industry , rhythm, style, grace of movement and the art of converting the lyrics in a song to a meaning in dance .. .. on a chance meeting many many years ago she paid me my best compliment .. she was living in Dubai then from marriage and when DON was released she said “ I saw the film and then after, I would go to the theatre where it was released, at the time when your song ‘khaike paan.. was on , see it and come out .. I used to do it regularly every day .. I would tell the usher to let me in just to see the song and leave .. that is how much I enjoyed your dance moves ..” !! coming from her was the ultimate .. .. a legacy has passed away .. 🙏

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Jul 2, 2020 at 10:41pm PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan remembers the moment when he received 'a coin' from the ace choreographer Saroj Khan


from Divya Bhaskar https://ift.tt/2D5JDiB
https://ift.tt/3e0HSjz

મિત્ર માટે એક્ટરે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ‘દિલ બેચારા’ સાઈન કરી હતી

મુકેશ છાબરા તથા સુશાંત સિંહ રાજપૂત વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ મિત્રતાને કારણે જ સુશાંતે મુકેશની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કર્યું હતું. ‘કાઈ પો છે’માં મુકેશ છાબરાએ 800 લોકોના ઓડિશનબાદ સુશાંતને પસંદ કર્યો હતો. તે સમયેસુશાંત તથા મુકેશ વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

સુશાંતને ઈમોશનલી યાદ કર્યો
મુકેશની ડેબ્યૂ ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ હવે હોટસ્ટાર પર 24 જુલાઈએ સ્ટ્રીમ થશે. સુશાંતને યાદ કરીને મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘મને ખ્યાલ હતો કે મને મિત્ર તરીકે સમજે અને મારા નિકટના લોકોમાંથી એક હોય તેવા કોઈ સારા એક્ટરની જરૂર મને મારી પહેલી ફિલ્મ માટે હતી. આ આખી જર્નીમાં મારી સાથે સતત સાથે હોય તેવા વ્યક્તિની જરૂર હતી. મને યાદ છે કે ઘણાં સમય પહેલાં સુશાંતે મને વચન આપ્યું હતું કે જ્યારે પણ હું પહેલી ફિલ્મ બનાવીશ. ત્યારે તે તેમાં લીડ રોલ પ્લે કરશે. તેણે પોતાનું વચન નિભાવ્યું હતું. જ્યારે મેં ‘દિલ બેચારા’ માટે તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી. અમારી વચ્ચેભાવનાત્મક સંબંધો હતાં.’

કલાકો સુધી સાથે બેસીને સ્ક્રિપ્ટ પર ચર્ચા કરતાં
મુકેશે આગળ કહ્યું હતું, ‘તે હંમેશાં સીનને સારો બનાવવામાં મારી મદદ કરતો હતો. તે મારી સાથે વાંચતો અને કોઈ પણ સમયે તેને એમ લાગે કે આ સીન હજી સારો બનાવી શકાય છે તો તરત જ મને કહેતો. અમે સાથે બેસીનેકલાકો સુધી સ્ક્રિપ્ટ પર ચર્ચા કરતાં હતાં.’

સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી ફિલ્મમાં સંજના સાંઘી છે. આ ફિલ્મને લઈ ચાહકો ઘણાં જ ઉત્સુક છે. જોકે, ચાહકો સુશાંતની આ ફિલ્મને થિયેટરમાં જોવા માગતા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput signed 'Dil Bechara' without reading the script


from Divya Bhaskar https://ift.tt/2BBvs4x
https://ift.tt/2NWpei5

અજય દેવગન ગલવાન ઘાટી પર ફિલ્મ બનાવશે, ‘મૈદાન’ હવે આવતા વર્ષે રિલીઝ થશે

અજય દેવગને ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણ પર ફિલ્મ બનાવવાનો છે. નોંધનીય છે કેઆ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં.

તરણ આદર્શે ટ્વીટ કરી
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘અજય દેવગન ગલવાન વેલી પર ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મનું ટાઈટલ હજી સુધી નક્કી નથી. 20 ભારતીય જવાનોના બલિદાન પર આ ફિલ્મ આધારિત હશે. સ્ટાર કાસ્ટ હજી નક્કી કરવામાં આવી નથી. અજય દેવગન તથા સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ LLP ફિલ્મ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસ કરશે.’

‘મૈદાન’ની રિલીઝ ડેટ જાહેર
અજયે ફિલ્મ ‘મૈદાન’નું નવું પોસ્ટર તથા રિલીઝ ડેટ જાહેર કરી હતી. આ ફિલ્મ 13 ઓગસ્ટ, 2021માં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિયામણી, ગજરાજ રાવ તથા રૂદ્રનીલ ઘોષ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’ 27 નવેમ્બરે રિલીઝ થવાની હતી. ઝી સ્ટૂડિયો તથા બોની કપૂર ‘મૈદાન’ને પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મને ‘બધાઈ હો’ ફૅમ અમિત શર્મા ડિરેક્ટ કરી રહ્યાં છે. લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ બાકી હોવાથી હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.

અજય દેવગન સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરશે
ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ તથા મેનેજર સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે. સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે કાર્યરત હતાં. તેમના માર્ગદર્શનને કારણે ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.

અજયની ફિલ્મ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે
અજય દેવગનની ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મની હજી સુધી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ 1971માં થયેલા ભારત તથા પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત તથા સોનાક્ષી સિંહા છે.

શું બન્યું હતું ગલવાન વેલીમાં?
ભારત-ચીની સૈનિકો વચ્ચે 15 જૂન, સોમવારે રાત્રે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ગયા મહિનાથી ભારત તથા ચીન વચ્ચે મંત્રણા ચાલી રહી છે.

અજયે ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
અજય દેવગને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતી ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતની સીમા તથા સન્માન માટે જે પણ સૈનિકે બલિદાન આપ્યું તેમને સલામ. જય જવાન, જય ભારત.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ajay Devgn will make a film on Galwan Ghati, 'Maidan' will be released next year


from Divya Bhaskar https://ift.tt/31LI7fQ
https://ift.tt/3f0JniZ

વિશાલ ભારદ્વાજે ‘વીબી મ્યૂઝિક લેબલ’ શરુ કર્યું, વીડિયોમાં કહ્યું-‘દર મહિને નવું સોન્ગ શેર કરીશ’

સંગીતકાર રેખા ભારદ્વાજ અને વિશાલ ભારદ્વાજે પોતાનું મ્યૂઝિક લેબલ વીબી મ્યૂઝિક લોન્ચ કર્યું છે. વિશાલ ભારદ્વાજે વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. વિશાલે કહ્યું કે, આ મ્યૂઝિક લેબલ પર હું દર મહિને એક નવું સોન્ગ રિલીઝ કરીશ. 2 જુલાઈએ રિલીઝ કરેલા આ લેબલના ટ્વિટર અકાઉન્ટ પર વિશાલે તેને બનાવવા પાછળનો હેતુ પણ જણાવ્યો હતો.

દર મહિને સોન્ગ શેર કરશે

વીડિયોમાં વિશાલે કહ્યું કે, મને ઇન્ડસ્ટ્રીમાં કમ્પોઝર તરીકે એટલું મહત્ત્વ મળ્યું નથી. આથી મેં વીબી મ્યૂઝિક નામથી આ લેબલ શરુ કર્યું છે. હું મારી અંદર રહેલા સંગીતકારને જીવતો રાખવા માગું છું. ફિલ્મોના પોતાના બંધન હોય છે. અહિ હું તે બધી ટ્યુન શેર કરી શકીશ જે ફિલ્મો માટે ઉપયોગી હોતી નથી. વીબી મ્યૂઝિક પ્રોડક્શન હેઠળ હું દર મહિને એક સોન્ગ શેર કરતો રહીશ.

વિશાલે નાનકડાં પડદાથી ગુલઝારના સહાયક તરીકે પગ મૂક્યો હતો. તેમણે ગુલઝારના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ માચિસમાં પ્રથમ વાર મ્યૂઝિક આપ્યું હતું. આ ફિલ્મના સોન્ગ સુપરહિટ થયા હતા, જેને લઈને વિશાલનું કરિયર રાતો રાત સફળ થઇ ગયું. ઘણા વર્ષોથી વિશાલ ડિરેક્શનમાં વ્યસ્ત છે, પરંતુ હવે એકવાર ફરીથી તેઓ સંગીતની દુનિયામાં પગ મૂકવા કઈ રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vishal Bhardwaj launches VB music label and promises will share new song every month


from Divya Bhaskar https://ift.tt/31K2yJZ
https://ift.tt/3irbfyR

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...