Saturday, July 4, 2020

નવી વાઈરલ થિયરીમાં સૂરજ પંચોલી પર એક્ટરની હત્યાનો આક્ષેપ, પિતા આદિત્યે કહ્યું- આ શું ગાંડપણ છે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં અનેક થિયરી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે, આમાંથી જ એક થિયરીમાં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી પર સુશાંતની હત્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આટલું જ નહીં સૂરજને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા માટે પણ જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જોકે, આદિત્ય તથા સૂરજે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતાં.

પહેલાં વાઈરલ થિયરી પર એક નજર
કહેવામાં આવી રહ્યું છે કે દિશા તથા સૂરજ રિલેશનશિપમાં હતાં. દિશા પ્રેગ્નન્ટ થઈ હતી પરંતુ સૂરજ લગ્ન કરવા તૈયાર નહોતો. આ વાત જ્યારે સુશાંતને ખબર પડી તો તેણે દિશાને સાથ આપ્યો હતો અને સૂરજની વાત જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતને લઈ સૂરજ તથા સુશાંત વચ્ચે ઝઘડો પણ થયો હતો.

ત્યારબાદ બદલાની ભાવનાથી સૂરજના પરિવારે સલમાન ખાન તથા અંડરવર્લ્ડ સાથે મળીને સુશાંતની હત્યા કરાવી દીધી અને પોતાના પાવરનો ઉપયોગ કરીને આત્મહત્યાનો રંગ આપવાનો પ્રયાસ કરે છે. આ થિયરીમાં દિશાના સુસાઈડને લઈને પણ સવાલ કરવામાં આવ્યા છે. દિશાએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કેમ કરી? કે પછી કોઈએ તેને ધક્કો માર્યો હતો?

હવે, આદિત્યે ખુલાસો આપ્યો
આદિત્ય પંચોલીએ કહ્યું હતું, ‘હું કાલથી આ અંગે વાંચી રહ્યો છું. થોડો સમય પહેલાં એણેથોડી એક્ટિંગ કરી હતી. આ છોકરાનું નામ પુનીત વશિષ્ઠ છે. તેણે પોતાના ફેસબુક પેજ પર કંઈક ગાંડપણ લખ્યું છે.’

એણે લખ્યું હતું, ‘આ બધું એટલા માટે થયું, કારણ કે સુશાંતની મેનેજર દિશા સાલિયાન સૂરજ પંચોલીના બાળકની માતા બનવાની હતી. તેણે સૂરજ પંચોલીને કારણે સુસાઈડ કર્યું હતું. સુશાંત આ અંગે કંઈક કરવા માગતો હતો. આથી જ તેણે સુશાંતની હત્યા કરાવી દીધી. શું ગાંડપણ કાઢ્યું છે આ?’

‘સૂરજ પોતાના જીવનમાં પહેલેથી જ ઘણું બધું સહન કરી ચૂક્યો છે. તેને કારણ વગર જિયા ખાનના સુસાઈડ કેસમાં સંડોવવામાં આવ્યો હતો અને હવે આમાં. પછી લોકો પૂછે છે કે આખરે લોકો કેમ ડિપ્રેશનમાં જતા રહે છે અને સુસાઈડ કરે છે?’

‘જો આ રીતે દરેક બાબતમાં લાંબા સમય સુધી નામ લેવામાં આવે તો કોઈ પણ સ્ટ્રોંગ વ્યક્તિ તૂટી જશે. સૂરજનું જીવન અને કરિયર બરબાદ થઈ ચૂક્યું છે. તે ઘણો જ હોનહાર, સરળ તથા સભ્ય યુવક છે.’

પંચોલીની નજરમાં 2017માં થયેલા સુશાંત-સૂરજના ઝઘડાની સાચી વાત
દાવો કરવામાં આવે છે કે વર્ષ 2017માં એક પાર્ટીમાં સુશાંત તથા સૂરજ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સલમાન ખાને સુશાંતને ફોન કરીને ઘણું જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. આ ઘટના અંગે આદિત્ય પંચોલીએ કહ્યું હતું કે આવી કોઈ ઘટના બની જ નહોતી. સૂરજે પણ આને લઈ ખુલાસો આપ્યો હતો. દરેક બાબતને આ રીતે જોવી યોગ્ય નથી. કાલે જો સૂરજ ડિપ્રેશનમાં આવશે અને ભગવાન ના કરે એ કોઈ આકરું પગલું ભરે તો શું થશે? આના માટે કોણ જવાબદાર હશે? આ બહુ આઘાતજનક તથા દુઃખદ બાબત છે.

વધુમાં આદિત્યે કહ્યું હતું કે જો કંઈ પણ થાય અને સૂરજની ભૂલ હોય તો તેને જેલમાં નાખી દો. જોકે, પુરાવા ના હોવા છતાંય તેનું નામ કેમ દરેક વખતે ઉછાળવામાં આવે છે. જે જતાં રહે છે, તેના માટે લોકો પ્રાર્થના કરે છે પરંતુ જે જીવિત છે, તેને શાંતિથી તો રહેવા દો.

સૂરજ પંચોલીએ પણ સ્પષ્ટતા આપી
સૂરજે ખુલાસો આપતા કહ્યું હતું, ‘મને ખબર નથી કે સુશાંત સાથે મારા-મારીની વાત કેમ થઈ રહી છે. મારો તેની સાથે કોઈ ઝઘડો થયો નહોતો. મેં પહેલાં પણ આ વાત સ્પષ્ટ કરી હતી. બીજી વાત એ કે સલમાન ખાન મારા જીવનમાં કેમ આવશે? તેમની પાસે બીજું કોઈ કામ નથી? મને તો દિશા કોણ છે, તે પણ ખબર નથી. હું તેને ક્યારેય મળ્યો નથી. મને સુશાંતના નિધન બાદ દિશા અંગે માહિતી મળી હતી. બંનેએ જે કર્યું તેનાથી ખરાબ પણ લાગ્યું હતું. કોઈએ પોતાના ફેસબુક પેજ પર કંઈ પણ લખ્યું અને તેને ફિલ્મની સ્ક્રિપ્ટ બનાવીને વાઈરલ કરવાની શરૂઆત કરી.’

સૂરજની નજરમાં 2017ના ઝઘડાની હકીકત
2017માં થયેલા ઝઘડાને સૂરજે અફવા કહી હતી અને કહ્યું હતું, ‘ત્રણ વર્ષ પહેલા સુશાંત અને મારી વચ્ચે ઝઘડો થયો હોવાની વાત ચર્ચાતી હતી. તે સમયે સુશાંત મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ એક ફાલતુ આર્ટિકલ આવ્યો છે કે સલમાન મારાથી નારાજ છે. તેણે મને આ અંગે એક સ્ટેટમેન્ટ આપવાનું પણ કહ્યું હતું. સુશાંત એવું એટલા માટે ઈચ્છતો હતો કે કારણ કે તે ન્યૂઝ પ્રમાણે, સુશાંતે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, હકીકત કંઈક અલગ હતી. અમે એક મિત્રના ઘરે ડિનર પર મળ્યાં હતાં. અમે મસ્તીમાં તસવીરો ક્લિક કરાવી હતી અને તેને ઝઘડાનું રૂપ આપવામાં આવ્યું હતું. અમારી પાસે એકબીજાના નંબર હતાં. તેણે મને તેની ફિલ્મના સ્ક્રીનિંગમાં બોલાવ્યો હતો. હું ‘રાબ્તા’ના સ્ક્રિનિંગમાં ગયો પણ હતો. અમે જીવનમાં ચારથી પાંચવાર મળ્યાં હતાં. હાલના સમયમાં હું તેના સંપર્કમાં નહોતો. ઈન્ડસ્ટ્રીમાં હોવાને કારણે એકબીજાને ઓળખતા હતાં.’

સૂરજ કેમ વારંવાર વિવાદમાં આવે છે?
સૂરજે કહ્યું હતું, ‘જ્યારે તમને સલમાન ખાન લોન્ચ કરે અને નેપોટિઝ્મ પર ચર્ચા ચાલતી હોય ત્યારે આમ થવું સ્વાભાવિક છે. જોકે, જો નેપોટિઝ્મથી જ બધું થઈ જતું હોય તો તેણે કેટલીય ફિલ્મ કરી નાખી હોય. જોકે, નેપોટિઝ્મને કારણે આજે હું અહીં સુધી પહોંચ્યો નથી.’

‘મેં વર્ષ 2010માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ‘ગુઝારિશ’ હતી. બે વર્ષ બાદ મેં ‘એક થા ટાઈગર’ કરી હતી. હું સલમાન સરને મળ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે તે ફિલ્મમાં મને લોન્ચ કરશે. તેમણે મારામાં ટેલેન્ટ જોઈ હતી. જોકે, તેમણે મને કહ્યું હતું કે એક્ટર બનવું હશે તો બહુ જ મહેનત કરવી પડશે. એવું નથી કે તમે સવારે ઊઠો અને હીરો બની જાવ.’

‘ત્યારબાદ પણ તમારી પોતાની મહેનત હોય છે. મેં ‘કાઈ પો છે’ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ હું સિલેક્ટ ના થયો. બે વર્ષ બાદ મને ‘હીરો’ મળી. મારી માતાની ઉંમર60 વર્ષની છે અને 30 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે. તે આજે પણ ફિલ્મ માટે ઓડિશન આપે છે. આથી આ વાત તદ્દન કાલ્પનિક છે કે સ્ટાર કિડ્સ ઓડિશન આપતા નથી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
aditya pancholi talked about his son sooraj pancholi regarding sushant suicide case


from Divya Bhaskar https://ift.tt/38rkIS7
https://ift.tt/2W1L3l5

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...