Saturday, July 4, 2020

સુશાંતનું પહેલા અપમાન કર્યું હવે KRK મગરના આંસુ સારે છે, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સે બૉયકૉટની માગણી કરી

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK દુઃખી થઈને ઈમોશનલ વીડિયો શૅર કરે છે. KRKના મતે સુશાંતે આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા થઈ હતી. આ દરમિયાન KRKના જૂના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં KRK સુશાંતની ફિલ્મ તથા તેની ખરાબ રીતે મજાક ઉડાવે છે. KRKનું અચાનક જ બદલાઈ ગયેલું વલણ જોઈને મિલાપ ઝવેરી, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સે ચાહકોને તેનો બૉયકૉટ કરવાની માગણી કરી છે.

હાલમાં જ ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ KRKનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે ‘કેદારનાથ’ ફિલ્મની ટીકા કરી હતી. આ વીડિયોમાં KRKએ સુશાંત પર ઘણી જ પર્સનલ કમેન્ટ્સ કરી હતી. હવે KRK સુશાંતના અવસાન બાદ આંસુ સારે છે. આ સાથે જ મિલાપે કહ્યું હતું, ‘આ ફ્રોડ તથા બકવાસ KRKનો આ અસલી ચહેરો છે. આજે મગરના આંસુની સાથે ટ્રેજેડીમાંથી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. જોકે, વાસ્તવમાં સુશાંત જીવતો હતો ત્યારે તે ખરાબ રીતે ટીકા કરતો હતો. KRK પોતાના બનાવટી વ્યવહારથી એક મૃત વ્યક્તિનું અપમાન કરી રહ્યો છે. આ સમય આવા લોકોને અટકાવવાનો છે.’

મિલાપ ઝવેરીની આ વાત પર મનોજ વાજપેઈએ સમર્થન કર્યું હતું અને કહ્યું હતું, મિલાપ આમાં હું તમારી સાથે છું. આ સાથે જ ઈન્ડસ્ટ્રીમાં લોકોને વિનંતી કરું છું કે જે લોકો આવું કરે છે, તે બંધ કરે અથવા તો કર્મ તો ચોક્કસથી પરિણામ આપશે.

મનોજ વાજપેઈ તથા મિલાપ ઝવેરી ઉપરાંત રકુલ પ્રીતે પણ ક્લેપિંગ ઈમોજીની સાથે પોતાનું સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત ઘણાં સેલેબ્સે મિલાપની વાત પર સમર્થન આપ્યું હતું.

નોંધનીય છે કે KRK સુશાંતના અવસાન બાદથી સતત ઉશ્કેરણીજનક વીડિયો શૅર કરે છે. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે સુશાંતે ફાંસી લગાવી તે વાતને રીક્રિએટ કરી અને એક્ટરે મર્ડર કર્યું હોવાનું સાબિત કર્યું હતું. આ સાથે જ KRKએ ઈન્ડસ્ટ્રીના ઘણાં લોકોને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood celebs slams KRK regarding sushant suicide case


from Divya Bhaskar https://ift.tt/3fb2t5W
https://ift.tt/3iuIlOA

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...