Sunday, August 16, 2020

સંજુબાબાના મિત્ર પરેશ ઘેલાણીએ ભાવુક પોસ્ટ લખી કહ્યું, ‘વધુ એક રોલર કોસ્ટરની રાઈડ માટે તૈયાર થઇ જા, કારણ કે સિંહ છે તું સિંહ !’

સંજય દત્તના ફેફસાંના કેન્સરના સમાચાર તેના પરિવારની સાથે ચાહકો અને મિત્રો માટે પણ શોકિંગ છે. શનિવારે તે કોકિલાબેન હોસ્પિટલની બહાર દેખાયો હતો, જો કે પરિવારે હજુ ફેફસાંના કેન્સરની કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેના ખાસ મિત્ર પરેશ ઘેલાણીએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે. પરેશે સંજુને કહ્યું કે, વધુ એક રોલર કોસ્ટર માટે તૈયાર થઇ જા.

પરેશે સંજયને ટેગ કરીને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ભાઈ સંજુ, હું કલ્પના પણ ન કરી શકું કે થોડા દિવસ પહેલાં આપણે વાત કરતા હતા કે બાકીની જિંદગી કેવી રીતે એન્જોય કરીશું. અત્યાર સુધી આપણે સાથે ચાલ્યા, દોડ્યા અમે જીવનની સફરનો આનંદ લીધો તે બધાની આપણે વાતો કરી. આપણે અત્યારે ત્યાં છીએ જ્યાં આપણે હોવું જોઈએ. મને હજુ પણ વિશ્વાસ છે કે, પ્રાર્થનાઓ તારી સાથે જ છે. હું એ પણ જાણું છું કે, આગળની યાત્રા સુંદર અને રંગીન થશે. ઈશ્વર દયાળુ છે. લવ યુ મારા ભાઈ.

‘આ જંગ તું જીતી જ જઈશ’
પરેશે પોસ્ટની સાથે એક ફોટો પણ શેર કર્યો છે તેમાં લખ્યું છે કે, ભાઈ, આપણે આખા અમ્યુઝમેન્ટ પાર્કને કવર કરી લીધો હતો હાલ તે બંધ થઇ ગયો હશે, પરંતુ મને લાગે છે કે, આપણે હજુ પૂરું કર્યું નથી. તો ફરીથી એક રોલર કોસ્ટર રાઈડ માટે તૈયાર થઇ જા. વધુ એક લડાઈ શરુ થઇ ગઈ છે. આ લડાઈ તારે જીતવી જ પડશે. અમે જાણીએ છીએ કે, તું બહાદુર છે અને જીતી જ જઈશ. સિંહ છે તું સિંહ, લવ યુ મારા ભાઈ.

બાયોપિકમાં મિત્રતા
સંજય દત્તની બાયોપિકમાં પરેશ ઘેલાણીનો રોલ વિકી કૌશલે કર્યો હતો. ફિલ્મમાં બંનેની મિત્રતા પણ ઘણી સારી દેખાડી હતી. સંજયની લાઈફ પર બનેલી ફિલ્મ સંજુના ડિરેક્ટર રાજુમાર હિરાણી હતા. ફિલ્મમાં સંજય દત્તનો રોલ રણબીર કપૂરે કર્યો હતો. ફિલ્મ 29 જૂન, 2018ના રોજ રિલીઝ થઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt Best Friend Paresh Ghelani Wrote An Emotional Note For Sanju Said Get Ready For Another Roller Coaster Ride


from Divya Bhaskar https://ift.tt/3iKJpwP
https://ift.tt/3kS6m2Y

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...