Wednesday, July 1, 2020

આમિર ખાન દીકરી ઇરાના લાઈવ વર્કઆઉટ સેશનમાં અચાનક આવી ગયો, પુશઅપ કરવા સમયે બહાના બતાવ્યા

લોકડાઉનમાં ઘરે રહીને સેલેબ્સ પરિવાર સાથે સમય પસાર કરવાની સાથે ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યા છે. આમિર ખાનની દીકરી ઇરા ઓનલાઇન સેશનની મદદથી વર્કઆઉટ કરી રહી છે. હાલમાં જ ઇરાએ પોપ્યુલર ટ્રેનર ડેવિડ પોઝનિક સાથે લાઈવ આવીને વર્કઆઉટ કર્યું હતું પણ સેશનની વચ્ચે અચાનક આમિર ખાન પણ આવી જાય છે.

ફિટનેસ ટ્રેનર ડેવિડે તેના ઇન્સ્ટાગ્રામ પર ઇરા સાથેનો લાઈવ વર્કઆઉટની વીડિયો શેર કર્યો હતો. ઇરા હેવી વર્કઆઉટ કરી રહી હતી અને અચાનક આમિર ખાન ફ્રેમમાં આવી જાય છે. આમિર ટ્રેનરને હાય કહે છે અને ડેવિડ તેને જોઈને સરપ્રાઈઝ થઇ જાય છે. ડેવિડ તેને પુશઅપ્સ કરવાનું કહે છે પણ આમિર ના કહીને જતો રહે છે. પિતાએ ના પાડતા ઇરા બોલી કે આવતી વખતે તે તેમને પુશઅપ્સ કરવા માટે ફોર્સ કરશે.

આમિર ખાનને ડેવિડે ટ્રેનિંગ આપી છે
ડેવિડે આમિર ખાનનું ધૂમ 3 અને પીકેમાં ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. ડેવિડે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આમિરને ટ્રેનિંગ આપવા સમયે ઇરા તેમની સાથે ઘણો સમય વિતાવતી હતી પણ જ્યારે તેને વર્કઆઉટ કરવાનું કહેવામાં આવતું ત્યારે તે ભાગી જતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aamir Khan suddenly arrives in Ira's live workout session, made excuse when trainer ask him to do pushup


from Divya Bhaskar https://ift.tt/31CO7rd
https://ift.tt/2VCT2EG

યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ નો નવો પ્રોમો રિલીઝ થયો, શિવાંગી જોશી ડબલ રોલમાં દેખાશે, નવો એપિસોડ 13 જુલાઈએ આવશે

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ સરકારની ગાઇડલાઇન્સ મુજબ સુરક્ષા સાથે ફરી શૂટિંગ શરૂ થયા છે. યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ સિરિયલનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. સિરિયલની લીડ કાસ્ટ શિવાંગી જોશી અને મોહસીન ખાને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ શો હવે નવા રંગરૂપ સાથે આવશે. સિરિયલનો નવો પ્રોમો રિલીઝ થયો છે.

સ્ટાર પ્લસની સિરિયલના નવા પ્રોમોમાં શિવાંગી નાઈરા અને ટીના એમ ડબલ રોલમાં જોવા મળી છે. સિરિયલનો નવો એપિસોડ 13 જુલાઈથી ટેલિકાસ્ટ થશે.

અનલોક બાદ ઘણી બધી સિરિયલ્સના શૂટિંગ શરૂ થયા છે જેમાં યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ સિવાય કસૌટી ઝીંદગી કે, નાગિન 4, કુમકુમ ભાગ્ય, ભાભીજી ઘર પર હૈ જેવી વિવિધ સિરિયલના શૂટિંગ શરૂ થઇ ગયા છે. સેટ પર ઓછા સ્ટાફ સાથે માસ્ક અને PPE કિટ પહેરીને શૂટિંગ કરવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Yeh Rishta Kya Kehlata Hai will be back with a new twist in the story from July 13


from Divya Bhaskar https://ift.tt/2NLO1p2
https://ift.tt/3igfZY6

એક્ટરે આત્મહત્યા કરતાં પહેલાં મોબાઈલમાં પોતાનું નામ ગૂગલમાં સર્ચ કરીને કેટલાંક આર્ટિકલ વાંચ્યા હતાં

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. હવે, આ તપાસમાં એક નવી વાત સામે આવી છે. સુશાંતે આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોબાઈલમાં પોતાનું જ નામ સર્ચ કર્યું હતું.

મુંબઈ પોલીસ સૂત્રોના મતે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરતાં પહેલાં અંદાજે સવારે સવા દસ વાગ્યાની આસપાસ પોતાના મોબાઈલના ગૂગલ સર્ચ એન્જિનમાં પોતાનું નામ સર્ચ કર્યું હતું.

ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે, સુશાંતે પોતાના ફોનમાં પોતાનું નામ સર્ચ કર્યું હતું. સુશાંતના ફોનની ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં આ વાતનો ખુલાસો થયો હતો. સુશાંતે પોતાનું નામ ‘સુશાંત સિંહ રાજપૂત’ ટાઈપ કરીને સર્ચ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક વેબસાઈટ તથા ન્યૂઝ પોર્ટલ ઓપન કર્યાં હતાં. સુશાંતે આમાંથી પોતાના નામના કેટલાંક આર્ટિકલ વાંચ્યા હતાં. થોડુંક વાંચ્યા બાદ સુશાંતે આ ન્યૂઝ આર્ટિકલ બંધ કરી દીધા હતાં.

મુંબઈ પોલીસ સૂત્રોના મતે, સુશાંત સિંહ રાજપૂતના કેટલાંક નિકટના સાથીઓએ પોતાના નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સુશાંત છેલ્લાં કેટલાંક મહિનાથી ડિપ્રેશનમાંહતો. સુશાંતને લાગતું હતું કે કોઈ જાણી જોઈને તેની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુશાંત એવી પરિસ્થિતિમાં હતો કે તે ન્યૂઝપેપર, વેબસાઈટ તથા સોશિયલ મીડિયામાં તેના વિશે છપાતી વાતો તથા ટીકાને લઈ ભ્રમમાં રહેતો અને તેને એમ લાગતું કે કોઈ તેને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મુંબઈ પોલીસ હાલમાં સુશાંત સુસાઈડ કેસ સંદર્ભેઅત્યાર સુધી 28 લોકોના નિવેદનો લીધા છે, જેમાં પરિવારના સભ્યો, મિત્રો, હાઉસ સ્ટાફ, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, રિયા ચક્રવર્તી, પૂર્વ મેનેજર રોહિણી અય્યર, છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-એક્ટ્રેસ સંજના સાંઘી સામેલ છે.

પોલીસ પૂછપરછમાં સુશાંતના કેટલાંક મિત્રોએ જણાવ્યું હતું કે તે છેલ્લાં કેટલાંક સમયથી તણાવમાં હતો અને તેને સતત એમ લાગતું હતું કે કોઈ તેની ઈમેજ બગાડવાનો પ્રયાસ કરે છે. એક્ટર ઘણીવાર પોતાની ટીમની સાથે ન્યૂઝપેપર તથા મેગેઝીનમાં તેને લઈને છપાયેલા આર્ટિકલ્સ પર ચર્ચા કરતો હતો. ઉલ્લેખનીય છે કે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલતી હતી.

સુશાંતના ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, શ્વાસ રુંધાવવાને કારણે તેનું અવસાન છે. વિસેરા રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે એટલે કે એક્ટરના શરીરમાં કોઈ પણ જાતના શંકાસ્પદ કેમિકલ અથવા ઝેર મળી આવ્યું નથી. સુશાંતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થવાની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput had read some articles by searching his name in Google on his mobile before committing suicide.


from Divya Bhaskar https://ift.tt/31A4iW7
https://ift.tt/3imysCa

શ્રમિકોને ઘરે પહોંચાડવાના કામમાંથી સમય કાઢી સોનુ સૂદે દીકરા ઈશાન સાથેનો વર્કઆઉટ વીડિયો શેર કરી લખ્યું, ટ્વિનિંગ

કોરોના મહામારીમાં હજુ ફિલ્મના શૂટિંગ શરૂ નથી થયા માટે સેલેબ્સ ઘરે રહીને તેમનો સમય પસાર કરી રહ્યા છે. એક્ટર સોનુ સૂદ આ મહામારીમાં પરિવાર સાથે ઘરે સમય પસાર કરી રહ્યો છે. શ્રમિકોને તેમના વતન પહોંચાડવા દિવસ રાત કામ કરનાર સોનુ ફિટનેસ માટે પણ સમય ફાળવે છે. તેણે તેના દીકરા ઈશાન સાથેનો વીડિયો શેર કરી લખ્યું, ટ્વિનિંગ.

View this post on Instagram

Twinning 💪 @eshaansoood

A post shared by Sonu Sood (@sonu_sood) on Jun 30, 2020 at 9:28am PDT

વીડિયોમાં ઈશાન અને સોનુ પુશ અપ મારી રહ્યા હતા. આ પોસ્ટ નીચે ઘણા ફેન્સે કમેન્ટ કરી હતી. તેમાં એક યુઝરે લખ્યું કે, ટુ મચ મસલ. અગાઉ પણ સોનુ સૂદે દીકરા સાથેની વર્કઆઉટ પોસ્ટ શેર કરી હતી.

લોકડાઉન શરૂ થયા બાદ સોનુ શ્રમિકોને મુંબઈથી તેમના વતન બસ મારફતે પહોંચાડી રહ્યો હતો. ત્યાર બાદ વિવિધ જગ્યા પર અટવાયેલા લોકોને ટ્રેન અને ફ્લાઇટ મારફતે તેમના ઘરે પહોંચાડવા માટે મદદ કરી રહ્યો છે. આ બધા કામ તે મફતમાં કરી રહ્યો છે. તેણે તેની મુંબઈની હોટેલના દરવાજા કોરોના સામે જંગ લડનાર ફ્રન્ટ લાઈન સ્ટાફને રહેવા માટે ખોલ્યા હતા. સોનુ ખુદ શ્રમિકોને રવાના કરવા રેલવે સ્ટેશન, એરપોર્ટ પર જતો હતો. ટોલ ફ્રી નંબર શેર કરી તે અને તેની ટીમ સતત શ્રમિકોની મદદ કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood does push-ups with son Ehsaan on his back


from Divya Bhaskar https://ift.tt/2Bi683y
https://ift.tt/2YLFJno

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ફૅમ મોહેના સિંહનો એક મહિના બાદ કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ એક્ટ્રેસ મોહેના કુમારીનો એક મહિના બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મોહેનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ માહિતી આપી હતી.

એક મહિના સુધી બીમાર રહી
મોહેનાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં મોહેનાએ કહ્યું હતું, અંતે એક મહિના બાદ અમે લોકો કોરોના નેગેટિવ આવ્યાં. અમે તમામ AIIMS ઋષિકેશના તમામ ડોક્ટર્સ તથા હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આપણે દેશના ડોક્ટર્સ તથા હેલ્થ પ્રોફેશનલ્સના કામને સેલિબ્રેટ કરી રહ્યાં છીએ.

View this post on Instagram

We finally tested Negative of coronavirus... after a month! We’d like to thank all the Doctors and Health care professionals for doing the best they could with whatever information was available to the world about this virus, at AIIMS RISHIKESH. Today we celebrate the work of Doctors and Healthcare professionals in our country. In my life I have met some wonderful doctors, nurses , compounders and other medical staff... I’d like to thank all of them for their Honest Efforts to help people to ease or eradicate their pain. I really hope and pray that all doctors are doing the same for people of all ages , strata and religion. People put immense faith in doctors and we always hope for doctors to reciprocate that with selfless care and humanity. I’d like to wish all the selfless , honest , diligent and hardworking doctors a very Happy National Doctors Day. We thank you for your service. #doctorsday2020

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jul 1, 2020 at 12:09am PDT

મોહેનાએ આગળ કહ્યું હતું, ‘હું મારા જીવનમાં કેટલાંક સારા ડોક્ટર, નર્સ તથઆ મેડિકલ સ્ટાફને મળી છું. આ લોકોની પીડાને ઓછી કરવા માટે પૂરતો પ્રયાસ કરે છે અને તેમના આ પ્રયાસો માટે હું આભારી છું. હું આશા તથા પ્રાર્થના કરું છું કે તમામ ડોક્ટર્સ દરેક ગ્રુપને તથા ધર્મના લોકોને આમ જ મદદ કરતા રહે. લોકોને ડોક્ટર્સમાં બહુ વિશ્વાસ હોય છે. આપણે હંમેશાં ડોક્ટર્સ પાસેથી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે તે લોકોની નિઃસ્વાર્થભાવે સેવા કરે અને કાળજી રાખે. હું તમામ નિઃસ્વાર્થ, પ્રામાણિક, મહેનતુ ડોક્ટર્સને નેશનલ ડોક્ર્સ ડેની શુભેચ્છા પાઠવું છું. અમે તમારી સેવા માટે આભારી છીએ. ’

સૌ પહેલાં સાસુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોહેનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘરમાં સૌ પહેલાં સાસુની તબિયત ખરાબ થઈ હતી. ત્યારે ઘરમાં બધાને એમ જ હતું કે આ નોર્મલ ફ્લૂ હશે. તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઘરના તમામ સભ્યોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તેમણે ઘરની બહાર વાઈરસનો ચેપ પ્રસરવા દીધો નથી. ઉલ્લેખનીય છે કે મોહેનાના સસરા સતપાલ મહારાજ (ઉત્તરાખંડમાં ટૂરિઝમ મિનિસ્ટર છે)ને પણ કોવિડ 19નો ચેપ લાગ્યો હતો. તેના પતિ સૂયશ રાવત તથા સાસુ અમૃતા રાવતનો રિપોર્ટ પણ પોઝિટિવ હતાં. આ બધા જ ઋષિકેશની હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

2012માં ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું
મોહેનાએ વર્ષ 2012મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. મોહિના ટ્રેઈન્ડ ડાન્સર છે અને તે કોરિયોગ્રાફર પણ છે. રિયાલિટી શોમાં કામ કર્યાં બાદ મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. લગ્ન પછી મોહેનાએ એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન ગયા વર્ષે 14 ઓક્ટોબરે હરિદ્વારમાં યોજાયા હતાં. મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A month after 'Yeh Rishta Kya Kehlata Hai' fame Mohena Singh's report of covid 19 is negative


from Divya Bhaskar https://ift.tt/2ZjvyW8
https://ift.tt/3g9ANyy

આમિર ખાનના માતા ઝીનતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આપ્યો, આમિરે લોકોનો દુઆ કરવા બદલ આભાર માન્યો

આમિર ખાનની માતા ઝીનત હુસૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પહેલાં પરિવારના અન્ય સભ્યોનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ માહિતી આમિરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કરી હતી. મંગળવારે આમિરે સોશિયલ મીડિયા પર તેના હાઉસસ્ટાફના સભ્ય કોરોના પોઝિટિવ આવ્યાની વાત શેર કરી હતી.

ફેન્સનો આભાર માન્યો
આમિરે ટ્વીટ કરીને લખ્યું કે, મને સૌથી મોટી રાહત એ વાતની છે કે અમ્મીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આપ્યો છે. તમારા બધાની દુઆ અને પ્રાર્થના માટે ખૂબ આભાર. આ પહેલાં આમિરની પોસ્ટ અનુસાર તેના ઘરના 1થી વધુ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ બધા ક્વોરન્ટીનમાં હતા અને તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારે માતા ઝીનતનો ટેસ્ટ થવાનો બાકી હતો.

15 જુલાઈથી શૂટિંગ શરૂ થવાનું હતું
લોકડાઉન પહેલાં આમિર હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરી રહ્યો હતો. અનલોક બાદ શૂટિંગ 15 જુલાઈથી ફરી શરૂ થવાનું હતું પણ હાલ આમિર હોમ ક્વોરન્ટીનમાં છે. આવામાં 15 જુલાઈથી શરૂ થનાર શૂટિંગને આગળ વધારી દેવામાં આવ્યું છે. આમિરની સાથે આ ફિલ્મમાં કરીના કપૂર અને મોના સિંહ પણ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aamir Khan mother Zeenat Hussain corona report negative, Aamir wrote thank you all your prayers


from Divya Bhaskar https://ift.tt/3ge5se1
https://ift.tt/38sKwxz

સુશાંતના અવસાનનો રાજકીય લાભ માટે ઉપયોગ થતાં પિતા નાખુશ, શેખર સુમન-સંદીપ સિંહ પ્રત્યે નારાજગી પ્રગટ કરી

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી જ દેશમાં અલગ-અલગ રીતે તેને ન્યાય અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક બાજુ પોલીસ પોતાની તપાસમાં સુસાઈડ હોવાનું કહે છે તો કેટલાંક લોકો આ તપાસ પર સતત સવાલો કરે છે. આ દરમિયાન શેખર સુમન સ્વર્ગીય એક્ટર સુશાંતને ન્યાય અપાવવા માટે નિવેદનો તથા ઈન્ટરવ્યૂ આપી રહ્યો છે. સોમવાર, 29 જૂનના રોજ શેખર પટના ગયો હતો અને અહીંયા સુશાંતના પરિવારને મળ્યો હતો. ત્યારબાદ શેખરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જોકે, સુશાંતના પરિવારે આને લઈ નારાજગી પ્રગટ કરી હતી.

શેખર સુમન એક્ટર સુશાંતના ખાસ મિત્ર સંદીપ સિંહ સાથે આવ્યો હતો. બંનેએ સુશાંતના પિતા તથા બહેનોને મળીને સાંત્વના પાઠવી હતી. મુલાકાતના થોડાં કલાક બાદ જ શેખર સુમને રાષ્ટ્રીય જનતાદળના લીડર તથા બિહારના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવની સાથે તેમના ઘરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં સુશાંતના પોસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો વાત એવી પણ છેકે શેખર સુમને કોંગ્રેસ તરફથી પટનાસાહિબ બેઠક પરથી ચૂંટણી લડી હતી. હવે તે રાષ્ટ્રીય જનતાદળમાં જોડાયા છે.

કોન્ફરન્સમાં સુશાંતને ધમકી મળતી હોવાની વાત કહી
શેખર સુમને તેજસ્વી યાદવના ઘરે યોજાયેલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે 50 સિમ કાર્ડ બદલ્યા છે. તેને સતત ધમકીભર્યા ફોન આવતા હતા. આ સાથે જ શેખરે ફરી એકવાર CBI તપાસની માગણી કરી હતી.

પરિવાર નારાજ
પ્રેસ કોન્ફરન્સ બાદ સુશાંતના પરિવારનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘તપાસ થઈ રહી છે અને એક પોલિટિકલ બેનરની નીચે નિવેદન આપવું તે રાજકીય લાભ માટે છે. પરિવાર આ અંગેની માગણી કરવા માટે તથા પોલીસ ઈન્વેસ્ટિગેશન માટે સક્ષમ છે. આથી જ કોઈ પણ પ્રકારની રાજનીતિ તથા હસ્તક્ષેપની જરૂર નથી. પરિવારમાં રહેલા રાજનેતા આ કેસને આગળ સુધી લઈ જઈ શકે તેમ છે. પરિવારના કોઈ પણ સભ્યને આ પ્રેસ કોન્ફરન્સને લઈ કોઈ માહિતી આપવામાં આવી નહોતી.’

સંદીપ સિંહના નિવેદન પર પરિવાર નારાજ
સુશાંત સિંહના અવસાનના થોડાં દિવસ પછી તેનો ખાસ મિત્ર સંદીપ સિંહે બોલિવૂડના દિગ્ગજોનો પક્ષ લઈને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. સોશિયલ મીડિયામાં બોલિવૂડના જે લોકોને સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતાં, સંદીપે તે તમામનો બચાવ કર્યો હતો. પરિવાર સંદીપની આ નિવેદનબાજીથી નારાજ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Father kk singh unhappy with Sushant's death being used for political gain


from Divya Bhaskar https://ift.tt/3iixlUi
https://ift.tt/38i9hwj

હ્રિતિક રોશન અને આલિયા ભટ્ટને એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સિસનું આમંત્રણ, ઓસ્કર માટે વોટિંગ કરી શકશે

હ્રિતિક રોશન અને આલિયા ભટ્ટ સહિત અનેક ભારતીય કલાકારોને સિનેમા જગતના પ્રતિષ્ઠિત ઓસ્કર અવોર્ડ આપનાર સંસ્થા એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સિસમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. એકેડમી દ્વારા મંગળવારે નવા નામનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. મેમ્બરશિપ સ્વીકાર્યા બાદ મહેમાનોને 93મા એકેડમી અવોર્ડમાં મતદાન કરવાનો વિશેષ અધિકાર મળશે.

819 આમંત્રિત લોકોના લિસ્ટમાં ડિઝાઈનર નીતા લુલ્લા, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર નિષ્ઠા જૈન અને અમિત મધેશીયા, કાસ્ટિંગ ડિરેક્ટર નંદિની શ્રીકાંત અને ટેસ જોસેફ, વિઝ્યુઅલ ઇફેક્ટ સુપરવાઈઝર વિશાલ આનંદ અને સંદીપ કમાલ, ફિલ્મ સ્કોર કમ્પોઝર નૈનીતા દેસાઈનું નામ પણ સામેલ છે. ઓસ્કર અવોર્ડનું આયોજન 25 એપ્રિલ 2021ના થશે.

મિલાપ ઝવેરીએ ટ્વીટ કરીને જાણકારી આપી
ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ એક ટ્વીટ કરીને આ માહિતી શેર કરી. તેમણે લખ્યું કે, આ બંને આ લાયક છે, હ્રિતિક અને આલિયા બંને પ્રભાવશાળી સુપર સ્ટાર્સ છે. એકેડમી સાથે જોડાઈને તેમનું જ માન વધશે.

એકેડમી અધ્યક્ષે પ્રસન્નતા વ્યક્ત કરી
એકેડમી અધ્યક્ષ ડેવિડ રુબિને મંગળવારે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી કહ્યું , મોશન પિક્ચર આ આ બધા પ્રતિષ્ઠિત સાથી યાત્રીઓનું સ્વાગત કરીને પ્રસન્નતા અનુભવે છે. અમે હંમેશાં અસાધારણ પ્રતિભાઓને સામેલ કરી છે, જે આપણા વૈશ્વિક ફિલ્મ સમુદાયની સમૃદ્ધ વિવિધતા દર્શાવે છે અને આ પહેલાં આટલું વધુ ક્યારેય નથી થયું.

આ વર્ષે મતદાનનો અધિકાર
આ વર્ષે આ સભ્યોને મતદાનનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. એકેડમીની વેબસાઈટ મુજબ 2020ની ક્લાસમાં 68 દેશોના 75 ઓસ્કર નામાંકિત વ્યક્તિ છે જેમાં 15 વિજેતા છે અને 5 વૈજ્ઞાનિક અને ટેક્નિકલ અવોર્ડ મેળવનાર લોકો પણ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hrithik Roshan and Alia Bhatt are among 819 people invited to join the Academy of Motion Picture Arts and Sciences


from Divya Bhaskar https://ift.tt/2BQTtV0
https://ift.tt/31xL0Rp

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...