Wednesday, July 1, 2020

એક્ટરે આત્મહત્યા કરતાં પહેલાં મોબાઈલમાં પોતાનું નામ ગૂગલમાં સર્ચ કરીને કેટલાંક આર્ટિકલ વાંચ્યા હતાં

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. હવે, આ તપાસમાં એક નવી વાત સામે આવી છે. સુશાંતે આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોબાઈલમાં પોતાનું જ નામ સર્ચ કર્યું હતું.

મુંબઈ પોલીસ સૂત્રોના મતે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરતાં પહેલાં અંદાજે સવારે સવા દસ વાગ્યાની આસપાસ પોતાના મોબાઈલના ગૂગલ સર્ચ એન્જિનમાં પોતાનું નામ સર્ચ કર્યું હતું.

ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે, સુશાંતે પોતાના ફોનમાં પોતાનું નામ સર્ચ કર્યું હતું. સુશાંતના ફોનની ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં આ વાતનો ખુલાસો થયો હતો. સુશાંતે પોતાનું નામ ‘સુશાંત સિંહ રાજપૂત’ ટાઈપ કરીને સર્ચ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક વેબસાઈટ તથા ન્યૂઝ પોર્ટલ ઓપન કર્યાં હતાં. સુશાંતે આમાંથી પોતાના નામના કેટલાંક આર્ટિકલ વાંચ્યા હતાં. થોડુંક વાંચ્યા બાદ સુશાંતે આ ન્યૂઝ આર્ટિકલ બંધ કરી દીધા હતાં.

મુંબઈ પોલીસ સૂત્રોના મતે, સુશાંત સિંહ રાજપૂતના કેટલાંક નિકટના સાથીઓએ પોતાના નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સુશાંત છેલ્લાં કેટલાંક મહિનાથી ડિપ્રેશનમાંહતો. સુશાંતને લાગતું હતું કે કોઈ જાણી જોઈને તેની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુશાંત એવી પરિસ્થિતિમાં હતો કે તે ન્યૂઝપેપર, વેબસાઈટ તથા સોશિયલ મીડિયામાં તેના વિશે છપાતી વાતો તથા ટીકાને લઈ ભ્રમમાં રહેતો અને તેને એમ લાગતું કે કોઈ તેને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મુંબઈ પોલીસ હાલમાં સુશાંત સુસાઈડ કેસ સંદર્ભેઅત્યાર સુધી 28 લોકોના નિવેદનો લીધા છે, જેમાં પરિવારના સભ્યો, મિત્રો, હાઉસ સ્ટાફ, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, રિયા ચક્રવર્તી, પૂર્વ મેનેજર રોહિણી અય્યર, છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-એક્ટ્રેસ સંજના સાંઘી સામેલ છે.

પોલીસ પૂછપરછમાં સુશાંતના કેટલાંક મિત્રોએ જણાવ્યું હતું કે તે છેલ્લાં કેટલાંક સમયથી તણાવમાં હતો અને તેને સતત એમ લાગતું હતું કે કોઈ તેની ઈમેજ બગાડવાનો પ્રયાસ કરે છે. એક્ટર ઘણીવાર પોતાની ટીમની સાથે ન્યૂઝપેપર તથા મેગેઝીનમાં તેને લઈને છપાયેલા આર્ટિકલ્સ પર ચર્ચા કરતો હતો. ઉલ્લેખનીય છે કે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલતી હતી.

સુશાંતના ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, શ્વાસ રુંધાવવાને કારણે તેનું અવસાન છે. વિસેરા રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે એટલે કે એક્ટરના શરીરમાં કોઈ પણ જાતના શંકાસ્પદ કેમિકલ અથવા ઝેર મળી આવ્યું નથી. સુશાંતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થવાની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput had read some articles by searching his name in Google on his mobile before committing suicide.


from Divya Bhaskar https://ift.tt/31A4iW7
https://ift.tt/3imysCa

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...