સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી જ દેશમાં અલગ-અલગ રીતે તેને ન્યાય અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક બાજુ પોલીસ પોતાની તપાસમાં સુસાઈડ હોવાનું કહે છે તો કેટલાંક લોકો આ તપાસ પર સતત સવાલો કરે છે. આ દરમિયાન શેખર સુમન સ્વર્ગીય એક્ટર સુશાંતને ન્યાય અપાવવા માટે નિવેદનો તથા ઈન્ટરવ્યૂ આપી રહ્યો છે. સોમવાર, 29 જૂનના રોજ શેખર પટના ગયો હતો અને અહીંયા સુશાંતના પરિવારને મળ્યો હતો. ત્યારબાદ શેખરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જોકે, સુશાંતના પરિવારે આને લઈ નારાજગી પ્રગટ કરી હતી.
શેખર સુમન એક્ટર સુશાંતના ખાસ મિત્ર સંદીપ સિંહ સાથે આવ્યો હતો. બંનેએ સુશાંતના પિતા તથા બહેનોને મળીને સાંત્વના પાઠવી હતી. મુલાકાતના થોડાં કલાક બાદ જ શેખર સુમને રાષ્ટ્રીય જનતાદળના લીડર તથા બિહારના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવની સાથે તેમના ઘરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં સુશાંતના પોસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો વાત એવી પણ છેકે શેખર સુમને કોંગ્રેસ તરફથી પટનાસાહિબ બેઠક પરથી ચૂંટણી લડી હતી. હવે તે રાષ્ટ્રીય જનતાદળમાં જોડાયા છે.
કોન્ફરન્સમાં સુશાંતને ધમકી મળતી હોવાની વાત કહી
શેખર સુમને તેજસ્વી યાદવના ઘરે યોજાયેલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે 50 સિમ કાર્ડ બદલ્યા છે. તેને સતત ધમકીભર્યા ફોન આવતા હતા. આ સાથે જ શેખરે ફરી એકવાર CBI તપાસની માગણી કરી હતી.
પરિવાર નારાજ
પ્રેસ કોન્ફરન્સ બાદ સુશાંતના પરિવારનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘તપાસ થઈ રહી છે અને એક પોલિટિકલ બેનરની નીચે નિવેદન આપવું તે રાજકીય લાભ માટે છે. પરિવાર આ અંગેની માગણી કરવા માટે તથા પોલીસ ઈન્વેસ્ટિગેશન માટે સક્ષમ છે. આથી જ કોઈ પણ પ્રકારની રાજનીતિ તથા હસ્તક્ષેપની જરૂર નથી. પરિવારમાં રહેલા રાજનેતા આ કેસને આગળ સુધી લઈ જઈ શકે તેમ છે. પરિવારના કોઈ પણ સભ્યને આ પ્રેસ કોન્ફરન્સને લઈ કોઈ માહિતી આપવામાં આવી નહોતી.’
સંદીપ સિંહના નિવેદન પર પરિવાર નારાજ
સુશાંત સિંહના અવસાનના થોડાં દિવસ પછી તેનો ખાસ મિત્ર સંદીપ સિંહે બોલિવૂડના દિગ્ગજોનો પક્ષ લઈને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. સોશિયલ મીડિયામાં બોલિવૂડના જે લોકોને સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતાં, સંદીપે તે તમામનો બચાવ કર્યો હતો. પરિવાર સંદીપની આ નિવેદનબાજીથી નારાજ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iixlUi
https://ift.tt/38i9hwj
No comments:
Post a Comment
If you have any doubts please let me know!