બીજી જુલાઈના રોજ બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું હતું. 71 વર્ષની ઉંમરમાં તેમણે હાર્ટ અટેક આવવાને કારણે અવસાન થયું હતું. સરોજ ખાનના નિધનથી બોલિવૂડને આંચકો લાગ્યો છે. તેમણે અહીંયા 41 વર્ષ સુધી કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે જીવનમાં અનેક ચઢાવ-ઊતાર જોયા હતાં. સરોજ ખાનની જર્ની પર તેમની નાની દીકરી સુકૈનાએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.
દીકરીએ માતાને યાદ કરી
પિંકવિલા સાથેની વાતચીતમાં સુકૈનાએ માતાને યાદ કરીને કહ્યું હતું, ‘મારી માતા હીરો હતી. મારા જીવનમાં તેમનો સૌથી વધુ પ્રભાવ રહ્યો છે. મારા માટે તે માતા તથા પિતા બંનેનો રોલ નિભાવતી. તેમને હંમેશાં મારી પાસેથી પર્ફેક્શનની આશા રહેતી હતી.’
સુકૈનાએ આગળ કહ્યું હતું, ‘પરિવારમાં હું સૌથી નાની હોવાથી મને સૌથી વધારે તેમનો પ્રેમ મળ્યો હતો. મારી માતા ફાઈટર હતી. 13 વર્ષની ઉંમરથી લઈને 71 વર્ષ સુધી તેમણે અમને સારું જીવન આપવા માટે બધું જ કર્યું. તેમણે ક્યારેય ફરિયાદ કરી નહોતી અને ઘરના પુરુષ બનીને દરેક જવાબદારી ઉઠાવી હતી.’
બાળકોનો ઉછેર એકલા હાથે કર્યો
ઉલ્લેખનીય છે કે સરોજ ખાને 13 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યાં હતાં અને 14 વર્ષે દીકરાની માતા બન્યા હતાં. દીકરાના જન્મના થોડાં વર્ષ બાદ જ પતિ અલગ થઈ ગયા હતાં અને પછી સરોજ ખાને એકલે હાથ બાળકોનો ઉછેર કર્યો હતો.
આના પર સુકૈનાએ કહ્યું હતું, ‘દરેક મહિલાએ આ વાત સાથે સમંત થશે કે બાળકોનો ઉછેર એકલા હાથ કરવો તે એક પડકાર છે. આ ઉપરાંત ઘરના અન્ય સભ્યો તમારી પર નિર્ભર હોય ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે. જોકે, માતાના ચહેરા પર ક્યારેય કંટાળો કે થાક જોવા મળતાં નહી. તે હંમેશાં કહેતા કે હું છું ને. તેઓ કોઈ પણ મુશ્કેલીથી ડરતા નહોતાં અને એમ ક્યારેય ના કહેતા કે હું આ નહીં કરી શકું. તેમણે અમને હંમેશાં આગળ વધવામાં મદદ કરી છે.’
તબિયત સુધારા પર હતી
સુકૈનાએ માતાની તબિયત પર વાત કરતાં કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈ કાલ (2 જુલાઈ) રાત્રે તેમની તબિયત થોડી સુધરી પણ હતી. જોકે, પછી ડાયાબિટીશ એકદમ વધી ગયો હતો. ડોક્ટર્સે તેમને બચાવવા માટે પૂરતા પ્રયાસ કર્યાં હતાં પરંતુ તેઓ બચી શક્યા નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38wpWfG
https://ift.tt/3eRSxON