કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. આ ઉંમરે પણ તેમણે ડાન્સ શીખવાનું બંધ નહોતું કર્યું. સરોજ ખાને નિધન પહેલાં એક પ્રાદેશિક ફિલ્મ ‘ટાઈગર ઓફ રાજસ્થાન’ના એક ગીતને કોરિયોગ્રાફ કર્યું હતું.
‘ઘૂમર’ ગીતની વાત કહી તો ચહેરાનો રંગ બદલાઈ ગયો
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ફિલ્મ એક્ટર તથા પ્રોડ્યૂસર અરવિંદ કુમારે કહ્યું હતું, અમે 22-24 ફેબ્રુઆરી, 2020ના રોજ એક ગીતનું શૂટિંગ કર્યું હતું. આ ગીત ઘૂમર પર આધારિત હતી. સરોજજી લગભગ એક વર્ષ પહેલાં અમારા ઘરની પાછળ રહેવા આવ્યા હતાં. તેઓ તેમના ભાઈની સાથે રહેતા હતાં. તેમની તબિયત ઘણી જ નાજુક હતી. જોકે, તેમણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. જ્યારે ફિલ્મની વાત આવી તો મેં સરોજજીને આ પ્રોજેક્ટમાં રાખવાની વાત કરી હતી. આ ઉંમરે તેમના માટે કામ કરવું મુશ્કેલ હતું. અમે અવઢવમાં હતાં કે તેઓ હા પાડશે કે નહીં. જોકે, જ્યારે અમે તેમની સમક્ષ ‘ઘૂમર’ ગીતની વાત રજૂ કરી તો તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો અને તેમણે તરત જ હા પાડી દીધી હતી.
માત્ર એક્સપ્રેશન્સથી કામ કરતાં હતાં
અરવિંદે આગળ વાત કરતાં કહ્યું હતું, ‘સરોજજીની એક પૂરી ટીમ હતી. અમે ત્રણ દિવસ શૂટિંગ કર્યું હતું અને સરોજજી સેટ પર હાજર રહેતા હતાં. તેઓ લાંબા સમય સુધી ઊભા રહી શકે તેમ નહોતાં અને તેથી જ તેઓ પોતાના આસિસ્ટન્ટ પાસે કહીને આર્ટિસ્ટ પાસે સ્ટેપ કરાવતા હતાં. સેટ વિઝિટ, રિહર્સલથી લઈને ગીતનું શૂટિંગ પૂરું ના થાય ત્યાં સુધી તેઓ દરેક જગ્યાએ હાજર રહેતા હતાં. તેઓ માત્ર એક્સપ્રેશન્સથી કામ કરતાં હતાં.’
સેટ પર એમ જ કહેતા, હું આ ગીતમાં જીવ રેડી દઈશ
અરવિંદે વધુમાં કહ્યું હતું, ‘2012માં મેં અને મારી પત્ની નીલુ વાઘેલાએ ‘નચ બલિયે’માં ભાગ લીધો હતો. તે શોમાં સરોજજી એક એપિસોડમાં સ્પેશિયલ ગેસ્ટ બનીને આવ્યા હતાં. તે સમયે મેં તેમની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની સાથે કામ કરવાની ઈચ્છા તો પૂરી થઈ ગઈ પરંતુ કંઈક છૂટી ગયું હોય તેમ લાગે છે. સેટ પર તેઓ હંમેશાં કહેતા કે આ ગીતમાં જીવ રેડી દઈશ. તેમના આ શબ્દો હંમેશાં યાદ રહેશે.’
નોંધનીય છે કે આ ગીત એક્ટ્રેસ દીપશિખા નાગપાલ પર શૂટ કરવામાં આવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38ncnPs
https://ift.tt/2As2eof
No comments:
Post a Comment
If you have any doubts please let me know!