કોરિયોગ્રાફર સરોજ ખાન આજે તો આપણી વચ્ચે નથી. જોકે, તેમની યાદો હંમેશાં આપણી સાથે રહેશે. સરોજ ખાને માત્ર બોલિવૂડમાં જ નહીં ટીવીમાં પણ તેઓ જોવા મળ્યાં હતાં. 2012માં ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સરોજ ખાને કેમિયો કર્યો હતો. શોના પ્રોડ્યૂસર અસિત મોદીના મતે, આ દરમિયાન તેમની તબિયત સારી નહોતી તેમ છતાંય તેઓ સેટ પર આવ્યા હતાં.
બે રાત સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કર્યું હતું
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, જ્યારે પણ ડાન્સનો ઉલ્લેખ તેમની સાથે કરવામાં આવે ત્યારે તેમના ચહેરાના હાવભાવ બદલાઈ જતાં હતાં. મને યાદ છે કે જ્યારે અમે શૂટિંગ કરતાં ત્યારે પણ તેમની સ્થિતિ નાજુક હતી. જોકે, તેમને આ સિરિયલ જોવી ઘણી જ પસંદ હતી. આથી જ જ્યારે અમે તેમને સિરિયલમાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તબિયત સારી ના હોવા છતાંય તેમણે આવવાની હા પાડી હતી. આ શોનું સ્પેશિયલ શૂટિંગ બે રાત કરવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાન તેઓ ડાન્સ સાથે જોડાયેલી વાતો કરતાં હતાં. જ્યારે પણ સ્ટેજ પર આવતા તો તેમના ચહેરા પર અલગ જ ચમક જોવા મળતી હતી. આજે પણ તે યાદો યાદ છે. રિધમ, તાલ તથા ફેસિયલ એક્સપ્રેશન આ ત્રણેય વસ્તુઓનું તેમના માટે ઘણું જ મહત્ત્વ રહેતું હતું. અમારા શોમાં ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણી ઈન્ડસ્ટ્રીમાં સરોજજીથી મોટું કોઈ નથી, જેમને આ શોમાં બોલાવી શકાય.
‘સેટ પર પણ તેઓ દરેક આર્ટિસ્ટને આ ત્રણ વાતો યાદ રાખવાનું કહેતા. આ ઈન્ડસ્ટ્રીમાં તેમનું સૌથી વધુ યોગદાન રહેતું. મને લાગે છે કે તેમને હજી વધુ માન-સન્માન મળવાની જરૂર હતી. આપણે ક્યાંકને ક્યાંક તેમને ભૂલી ગયા હતાં. એક ઉંમર બાદ તેમને કામ ના મળે અને આથી જ આજની જનરેશન તેમને યાદ પણ કરે નહીં. ક્યાંકને ક્યાંક આપણાંથી ભૂલ થઈ હતી.’
ડાન્સ સ્પેશિયલ એપિસોડ ફરીથી ટેલિકાસ્ટ કરવાનું આયોજન
વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું કે તે સરોજ ખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘તારક મહેતા’માં આ ડાન્સ સ્પેશિયલ એપિસોડને ફરીથી ટેલિકાસ્ટ કરવાનું આયોજન કરી રહ્યાં છે.
સરોજ ખાન અનેક રિયાલિટી શો સાથે જોડાયા હતાં
‘તારક મહેતા’ ઉપરાંત સરોજ ખઆને 2005માં ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’માં જજ તરીકે જોવા મળ્યાં હતાં. 2009માં ‘ઝલક દિખલાજા’માં જજ તરીકે જોવા મળ્યાં હતાં. જાવેદ જાફરી તથા નાવેદ જાફરી સાથે ‘બૂગી વૂગી’માં પણ જજ તરીકે જોવા મળ્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZCLxix
https://ift.tt/38wtVJa
No comments:
Post a Comment
If you have any doubts please let me know!