Friday, July 3, 2020

‘સરોજ ખાન બહારથી બહુ જ કડક હતાં પરંતુ અંદરથી એટલાં જ નરમ દિલના હતાં’

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઈએ મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું હતું. ડાન્સ રિયાલિટી શો ‘બૂગી વૂગી’માં જજ તરીકે જોવા મળ્યાં હતાં. આ શોના બીજા જજ નવાદે જાફરી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાત કરી હતી.

ઉપરથી કડક ને અંદરથી નરમ દિલ હતાં
‘સરોજજીએ નાની ઉંમરમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધઉં હતું. મારા પિતાને કારણે અમારી વચ્ચે પારિવારિક સંબંધો હતાં. કોરિયોગ્રાફર બન્યાં તે પહેલેથી મારા પિતા તેમને ઓળખતા હતાં. અમે એક સાથે કામ કર્યું છે. જાવેદ જાફરીના જેટલા પણ ગીતો છે, તે સરોજજીએ કોરિયોગ્રાફ કર્યાં હતાં. તેઓ બહારથી બહુ કડક લાગતા હતાં પરંતુ અંદરથી તે એટલાં જ કોમળ હતાં. ડાન્સને લઈ તે બહુ જ કડક હતાં. તેમાં તે 100 ટકા પર્ફેક્શન માગતા હતાં. તેઓ પોતાના કામને ભગવાન માનતા અને ડાન્સની પૂજા કરતાં હતાં. અનેકવાર તો તેઓ સામેની વ્યક્તિને ડરાવવા માટે કડક બની જતા હતાં. ટેક પૂરો થાય એટલે હસીને વાત કરવા લાગતા.’

ઘરે બેસવું ગમતું નહોતું
‘ડાન્સ શો ‘બૂગી વૂગી’માં જજ તરીકે અમે ચાર મહિના સાથે કામ કર્યું હતું. એક બાજુ લોકો તેમના કડક સ્વભાવની વાત કરતાં તો બીજી બાજુ અમે તેમનો હસમુખો સ્વભાવ જોઈને નવાઈમાં મૂકાઈ જતાં. સેટ પર ક્રૂ મેમ્બર્સ તથા અમારી સાથે બહુ જ મસ્તી કરતાં. આમ તો આ શો સાથે બહુ બધી યાદો જોડાયેલ છે પરંતુ ખાસ વાત એ હતી કે સરોજજી સમયના એકદમ ચોક્કસ હતાં. સેટ પર ક્યારેય મોડા આવતા નહોતાં. શિફ્ટ ટાઈમની પાંચ મિનિટ પહેલાં આવી જતાં. તેમને ઘરે બેસી રહેવું ગમતું નહોતું.’

કામ કરવો એ જ મંત્ર
‘મને આજે પણ યાદ છે કે એક દિવસ ક્રિએટિવ ટીમે તેમને સેટ પર મોડું આવવાનું કહ્યું હતું, કારણ કે અમારું શૂટ પહેલાં થવાનું હતું. જોકે, તે તો સમયસર જ આવી ગયા હતાં. તે સમયે હું અને રવિ બહલ રિહર્સલ કરતાં હતાં અને તેઓ ખૂણામાં બેસીને અમને જોતા હતાં. થોડીવાર પછી તેઓ અમારી સાથે ડાન્સ પર પર્ફોર્મ કરવા લાગ્યા હતાં. ડાન્સને લઈ તેઓ હંમેશાં ઉત્સુક રહેતાં.’

છેલ્લી મુલાકાત
‘2019માં IIFAમાં સરોજજી સાથે મુલાકાત થઈ હતી. લાઈફ ટાઈમ એચિવમેન્ટ અવોર્ડથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની તબિયત સારી નહોતું પરંતુ તેઓ ઘણાં જ ખુશ હતાં. ઈન્ડસ્ટ્રીમાં તેમણે અલગ જ ઓળખ બનાવી હતી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan was very strict but just as soft-hearted on the inside'


from Divya Bhaskar https://ift.tt/2Bzhi3T
https://ift.tt/3dXY2tQ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...