Monday, August 17, 2020

બિલ્ડિંગનો ગાર્ડ માસ્કને કારણે છોકરીને ઓળખી ન શક્યો, કહ્યું- મને લાગ્યું તે સુશાંતની કોઈ સંબંધી હતી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક્ટરની ડેડ બોડી પાસે બ્લેક ડ્રેસમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ રહ્યો છે. ત્યાં જ બિલ્ડિંગ પરિસરમાં બ્લૂ અને વ્હાઇટ કલરની સ્ટ્રિપ્ડ ટીશર્ટ પહેરીને એક મિસ્ટ્રી ગર્લ પણ દોડતી દેખાઈ રહી છે. શંકાસ્પદ વ્યક્તિ સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત હોવાનું જણાવાઈ રહ્યું છે પરંતુ મિસ્ટ્રી ગર્લને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે તે છોકરી કા તો રિયા ચક્રવર્તી હતી કા તો તેની ફ્રેન્ડ જમીલા કલકત્તાવાલા. આ બાબતે એક ન્યૂઝ ચેનલે તે બિલ્ડિંગના ગાર્ડ સાથે વાત કરી એ જાણવાની ટ્રાય કરી કે આ છોકરી પરિસર સુધી કઈ રીતે પહોંચી.

ગાર્ડ છોકરીને ઓળખી ન શક્યો
રિપબ્લિક ભારત સાથેની વાતચીતમાં ગાર્ડે કહ્યું કે તે છોકરીને ઓળખી ન શક્યા કારણે તેણે માસ્ક પહેર્યો હતો. જોકે, ગાર્ડના જણાવ્યા મુજબ તે છોકરી કોમ્પ્લેક્સમાં રહેનારા લોકોમાંની ન હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે છોકરીને બેરિકેડ્સ વચ્ચે કોમ્પ્લેક્સમાં જવાની મંજૂરી કેવી રીતે મળી તો તેણે કહ્યું કે, તેને લાગ્યું કે તે છોકરી સુશાંતની કોઈ જાણીતી હશે અથવા પછી કોઈ સંબંધી હોય.

કોણ છે જમીલા કલકત્તાવાલા
જમીલા કલકત્તાવાલા એક મોડલ છે અને રીયાનો ભાઈ શોવિક તેને ડેટ કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુશાંત અને રિયાનો એક જૂનો ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. આ ફોટોમાં શોવિક જમીલા સાથે દેખાયો હતો.

શનિવારે સામે આવી મિસ્ટ્રી ગર્લની થિયરી
શનિવારે ઘણા રિપોર્ટ્સમાં આ મિસ્ટ્રી ગર્લની થિયરી સામે આવી હતી. વાઇરલ વીડિયોમાં આ છોકરી પોલીસની હાજરીમાં બિલ્ડિંગ પરિસરમાં દોડતી દેખાઈ હતી. તે અમુક સેકન્ડ્સ પછી બ્લેક ડ્રેસમાં રહેલ શંકાસ્પદ વ્યક્તિ (જેને સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત ગણાવવામાં આવી રહ્યો છે)ને મળી. તે વ્યક્તિના હાથમાં એક બ્લેક બેગ હતી જે છોકરીને મળ્યા પછી ગાયબ થઇ ગઈ હતી. આ બાબતે એક્ટરના પરિવારે શંકા વ્યક્ત કરી છે કે શું આ બધું પુરાવા નષ્ટ કરવા માટે તો કરવામાં આવતું ન હતું ને?

સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, જો કોઈ માણસ ઘરમાંથી કંઈક લઈને જઈ રહ્યો છે તો તે શંકાસ્પદ છે. જો તે કોઈ છોકરી સાથે વાત કરે છે અને ત્યારબાદ ગાયબ થઇ જાય છે તો આ એનાથી પણ વધુ શંકાસ્પદ છે. તે છોકરીની ઓળખ થવી જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શનિવારે ઘણા રિપોર્ટ્સમાં આ મિસ્ટ્રી ગર્લની થિયરી સામે આવી હતી.


from Divya Bhaskar https://ift.tt/2Q5Lw1T
https://ift.tt/348RYxE

નિકટના મિત્ર કુશલ ઝવેરીનો ખુલાસો, સુશાંત ડિપ્રેશનમાં નહોતો, છેલ્લીવાર થયેલી વાતચીતના સ્ક્રીનશોટ શૅર કર્યા

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે સુશાંતના નિકટના મિત્ર તથા સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના ડિરેક્ટર કુશલ ઝવેરીએ એક વ્હોટ્સએપ ચેટ રિલીઝ કરીને દાવો કર્યો છે કે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. આ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે. સુશાંત તથા કુશલની આ છેલ્લી વાતચીત હોવાનું કહેવાઈ રહ્યું છે.

કુશલે જે સ્ક્રીનશોટ શૅર કર્યો છે, તેમાં સુશાંતે કહ્યું હતું કે તેની તબિયત એકદમ ઠીક છે. પછી તે કુશલને સમજાવે છે કે જીવનમાં ક્યારેય સંઘર્ષથી ડરવું જોઈએ નહીં. આ જ જીવનનો ગોલ્ડન પીરિયડ છે.

કુશલ ઝવેરીએ શૅર કરેલો સ્ક્રીનશોટ

MeToo પર કુશલે ખુલાસો કર્યો હતો
આ પહેલા કુશલ ઝવેરીએ ખુલાસો કર્યો હતો કે MeTooના આક્ષેપો બાદ સુશાંત સિંહ રાજપૂત ચાર રાત સુધી સૂઈ શક્યો નહોતો. તે રાહ જોતો હતો કે એક્ટ્રેસ સંજના સાંઘી ક્યારેય આ આક્ષેપોની સાચી વાત કહેશે. 2018માં અફવા ઉડી હતી કે ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન સુશાંતે પોતાની કો-સ્ટાર સંજના સાંઘી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, એક્ટ્રેસે પછી આ આક્ષેપોને ખોટો ગણાવ્યાં હતાં.

સુશાંતના સમર્થનમાં મીડિયા પોસ્ટ લખી હતી
આ પહેલા કુશલે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, હું જુલાઈ 2018થી ફેબ્રુઆરી 2019 સુધી સુશાંતની સાથે હતો. આ દરમિયાન જ્યારે તેની પર MeToo મૂવમેન્ટ હેઠળ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ત્યારે તેની સ્થિતિ ઘણી જ ખરાબ હતી. ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈ પણ પુરાવા વગર તેને ટાર્ગેટ કરતા હતા. તે સમયે અમે સંજના સાંઘીનો સંપર્ક કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અમેરિકામાં હતી અને કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવામાં સક્ષમ નહોતી. (વિચિત્ર સંયોગ હતો)

સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો
34 વર્ષીય સુશાંતનો પાર્થિવ દેહ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે આ કેસની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અત્યાર સુધી 56 જેટલા વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલમાં આ કેસની તપાસ CBI પાસે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Close friend Kushal Zaveri's revelation, Sushant was not depressed, shared screenshots of the last conversation


from Divya Bhaskar https://ift.tt/348NwPs
https://ift.tt/3iRImeP

બહેન શ્વેતાએ કહ્યું, પ્રેયર મીટમાં વિશ્વભરના 10 લાખથી વધુ લોકો સામેલ થયા, અંકિતાએ લખ્યું- પ્રાર્થનાઓ કંઈ પણ બદલી શકે છે

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હાલમાં જ પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે એક ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું. આ પ્રેયર મીટમાં વિશ્વભરના લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો. શ્વેતાએ કહ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ યોજાયેલ આ પ્રેયર મીટમાં વિશ્વભરના 10 લાખથી વધુ લોકો સામેલ થયા હતા.

સોશિયલ મીડિયામાં પ્રેયર મીટની તસવીરો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, સુશાંત માટે પ્રાર્થના કરવા માટે વિશ્વભરના એક મિલિયન (10 લાખ)થી વધુ લોકો સામેલ થયા હતા. આ એક આધ્યાત્મિક ક્રાંતિ છે અને આ વિશ્વભરમાં ઝડપથી આગળ વધી રહી છે. અમારી પ્રાર્થના અનુત્તર રહેશે નહીં. હેશટેગ સાથે GlobalPrayers4SSR, CBIForSSR, Godiswithus, JusticeForSushant લખ્યું હતું.

અંકિતા લોખંડેએ કમેન્ટ કરી


શ્વેતાની પોસ્ટ પર સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ કમેન્ટ કરતાં કહ્યું હતું, પ્રાર્થનાઓ કંઈ પણ બદલી શકે છે.

14 ઓગસ્ટે પોસ્ટ શૅર કરીને માહિતી આપી હતી
શ્વેતાએ 14 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં ગ્લોબલ પ્રેયર મીટનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, સુશાંત સિંહ રાજપૂત માટે 24 કલાક ગ્લોબલ સ્પ્રિચ્યુઅલ તથા પ્રેયર ઓબ્ઝર્વેશન યોજવામાં આવ્યું છે અને હું તમામને અપીલ કરું છું કે તમે અમારી સાથે સામેલ થાવ, જેથી સત્ય સામે આવી શકે અને આપણાં પ્રેમાળ સુશાંત માટે અમને ન્યાય મળી શકે.

કાળ ભૈરવની ઉપાસના કરી
શ્વેતાએ 17 ઓગસ્ટના રોજ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે પૂજા કરતી જોવા મળી હતી. વીડિયો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, આજે કાળ ભૈરવની પ્રાર્થના કરી અને તેમને સત્ય તથા અમારું માર્ગદર્શન કરવાનું કહ્યું.

ફેમિલી વીડિયો શૅર કર્યો હતો
આ પહેલા શ્વેતાએ સોશિયલ મીડિયામાં સુશાંત સાથેનો એક ફેમિલી વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ચારેય ભાઈ-બહેન મસ્તી કરતા જોવા મળ્યા હતા.

સુશાંતના મોતને બે મહિના થયા
સુશાંત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી છે. જોકે, 25 જુલાઈના રોજ સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની પ્રેમિકા સહિત છ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારબાદ બિહાર સરકારની ભલામણ પર આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. સુશાંતના પરિવારે રિયા પર 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આક્ષેપ મૂક્યો છે. ED પણ આ કેસની તપાસ કરી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant global prayer meet Sister Shweta says Prayer Meet was attended by more than 1 million people from around the world, Ankita wrote - Prayers can change anything


from Divya Bhaskar https://ift.tt/312dF05
https://ift.tt/2Czwv5B

સૈફના બર્થડે પર સારાએ પિતા સાથેની યાદગાર તસવીરો શેર કરી

વીડિયો ડેસ્ક:બોલિવુડમાં છોટે નવાબના નામે પોપ્યુલર એવા સૈફ અલી ખાને ગઈકાલે એટલે કે 16 ઓગષ્ટે પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. પરિવારની સાથે સૌ ફેન્સ તરફથી સૈફને શુભકામનાઓ આપવામાં આવી. ત્યારે સારા અલી ખાને સોશિયલ મીડિયા પર પિતા સૈફ સાથે પોતાની કેટલીક યાદગાર તસ્વીરો શેર કરી છે. આ ફોટોઝમાં સારા અને સૈફનું બોન્ડીંગ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો હાલ વાયરલ થઈ રહી છે. સારાએ લખ્યુ કે હેપી બર્થ ડે મારા અબ્બા. સૈફ અલી ખાને બોલિવુડમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે.. જેમાં દિલ ચાહતા હૈ, સલામ નમસ્તે, કલ હો ના હો તથા હમ તુમ જેવી પોપ્યુલર ફિલ્મોનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara shared memorable pics with her father on Saif's birthday


from Divya Bhaskar https://ift.tt/3g5kr9V
https://ift.tt/2DQ7UtZ

આધ્યાત્મિક ગુરુનો ખુલાસો- ગૂગલ પર સર્ચ કરીને રિયા ચક્રવર્તીએ મને સુશાંતની સારવાર માટે બોલાવ્યો હતો, એક્ટર સાથે વધુ વાતચીત થઇ ન હતી

એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે. થાણે બેઝ્ડ આધ્યાત્મિક ગુરુ મોહન સદાશિવ જોશીનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ 2019માં રિયા ચક્રવર્તીએ તેને કહ્યું હતું કે સુશાંત ડિપ્રેશનમાં હતો. ત્યારબાદ સતત બે દિવસ તેમની એક્ટર સાથે મીટિંગ થઇ હતી પણ ખાસ વાત એ છે કે સુશાંત સાથે તેમની વધુ વાત થઈ ન હતી.

ટાઈમ્સ નાઉ સાથે કરેલી વાતચીતમાં મોહન જોશીએ કહ્યું કે સુશાંતને તેના કોર્નર સ્ટોર રેસિડન્સમાં બે વખત મળ્યો હતો. જોશીએ કહ્યું, 22 અને 23 નવેમ્બરના રોજ તેને મળ્યો હતો. 22 નવેમ્બરે મેં તેને બ્લેસિંગ આપ્યા હતા. પછી 23 નવેમ્બરે મને રિયાનો ફોન આવ્યો અને કહ્યું સુશાંતને ઘણું સારું છે. તે જ દિવસે હું તેમને ફરી મળ્યો અને અમે ત્રણ લોકોએ સાથે લંચ પણ કર્યો હતો.

રિયાએ ગૂગલ પર સર્ચ કરીને બોલાવ્યા હતા
જ્યારે જોશીને પૂછવામાં આવ્યું કે તેમને રિયાએ બોલાવ્યા હતા કે કોઈ અન્ય રીતે તે તેના સુધી પહોંચ્યા હતા? જવાબમાં જોશીએ કહ્યું, રિયાએ મને બોલાવ્યો હતો. હું મારી જાહેરાત નથી કરતો. ડિપ્રેશનના શિકાર થયેલા લોકો મને ગૂગલ પર સર્ચ કરે છે અને પછી મારો સંપર્ક સાધે છે. રિયાએ મને કહ્યું કે સુશાંત ડિપ્રેશનમાં છે. જોશીના જણાવ્યા અનુસાર, સુશાંતને મળ્યા ત્યારે તે ડિપ્રેશનમાં હતો. તેમણે તેની સારવાર કરી અને બીજે દિવસે તેને જણાવ્યું કે તે 90% સરખો થઇ ગયો છે.

મોહન જોશી કઈ રીતે હીલ કરે છે
જોશીએ કહ્યું, તે તેના હાથ મારફતે પીડિત વ્યક્તિની અંદર એનર્જી મોકલે છે. મારા હાથ ગરમ રહે છે. આ એનર્જી માણસના શરીરની અંદર જાય છે. આ એનર્જી તેને ઠીક કરે છે. હું નથી કરતો. તેમણે આગળ જણાવ્યું કે, તે આ કામ માટે કોઈ ફી નથી લેતા પરંતુ કોઈ પોતાની મરજીથી કઈ આપવા ઈચ્છે તો સ્વીકારી લે છે. તે કોઈ પ્રકારની પૂજા પણ નથી કરતા અને તેમનું માનવું છે કે તે નાસ્તિક છે.

બાંદ્રા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા
જોશીના જણાવ્યા મુજબ બાંદ્રા પોલીસે તેમને ફોન કરીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમણે કહ્યું, મેં તેમને કહ્યું કે હું 70 વર્ષનો છું અને મારી એંજિયોગ્રાફી થઇ છે. હું એટલે દૂર ન આવી શકું. મેં જે કંઈપણ કહ્યું તે રેકોર્ડમાં છે. હું તમને મોકલી શકું છું.

આ દરમ્યાન જોશી ને એવો સવાલ પણ કરવામાં આવ્યો કે તે જે કરે છે એ બ્લેક મેજિકથી કેટલું અલગ છે? તેમણે કહ્યું તમે આને વ્હાઇટ મેજિક કહી શકો છો. હું બસ લોકોને બ્લેસ કરું છું. તેમને મળું છું અને તેમની સારવાર કરું છું. તેમણે એવું પણ જણાવ્યું કે સુશાંત પહેલાં તેમણે દિવંગત બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એન. ધરમ સિંહ અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ બલરામ જાખડ સહિત ઘણા લોકોની સારવાર કરી છે.

સુશાંતના ઘરે તંત્ર વિદ્યા થતી હોવાના સમાચાર આવ્યા હતા
આ પહેલાં એવા સમાચાર હતા કે કોઈ તાંત્રિક સુશાંતના ઘરમાં પૂજા પાઠ કરતા હતા. રિપોર્ટ્સ અનુસાર, સુશાંતના જૂના સ્ટાફે પટના પોલીસની SITની પૂછપરછમાં આ વાત સ્વીકારી હતી. તેના જણાવ્યા મુજબ, રિયા સુશાંતને એવું કહીને તાંત્રિક બોલાવતી હતી કે તેઓ પૂજા પાઠ કરીને બધી મુશ્કેલીઓથી મુક્ત કરાવશે. એવું જણાવાઈ રહ્યું છે કે આ તાંત્રિક મહિનામાં બેથી ત્રણ વખત સુશાંતના ઘરે આવતો રહેતો હતો.

રિયા સુશાંતના બધા નિર્ણય લેતી હતી
થોડા દિવસ પહેલાં EDએ સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી અને મેનેજર અખિલેશની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે સુશાંતના દરેક પ્રકારના ફાઇનાન્શિયલ ડિસિઝન રિયા લેતી હતી. 17 ઓગસ્ટે રિયાના CA રિતેશ શાહને બીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. અગાઉ રિયા, તેના પિતા ઇન્દ્રજીત, ભાઈ શોવિક, સુશાંતની બહેન મિતુ સહિત ઘણાની EDએ પૂછપરછ કરી લીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંતને આધ્યાત્મિક હીલિંગ આપી ચૂકેલા મોહન સદાશિવના જણાવ્યા મુજબ, તેણે સુશાંત અને રિયા સાથે તેના ઘરે લંચ પણ કર્યો હતો


from Divya Bhaskar https://ift.tt/2CBSqsQ
https://ift.tt/3l1Nuim

‘દૃશ્યમ’ ફૅમ ડિરેક્ટર નિશિકાંત કામતનું હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન, કમળો થવાથી 17 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા

50 વર્ષીય ફિલ્મ ડિરેક્ટર નિશિકાંત કામતનું હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં આજે એટલે કે 17 ઓગસ્ટના રોજ સવારે અવસાન થયું હતું. નિશિકાંત કામતને 31 જુલાઈના રોજ હૈદરાબાદ સ્થિત ગચીબોવલી સ્થિત AIG હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને કમળો તથા પેટમાં દુખાવાની તકલીફ હતી. 13 ઓગસ્ટના રોજ હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે હવે નિશિકાંત કામત આઉટ ઓફ ડેન્જર છે. જોકે, તે સમયે તેઓ ICUમાં જ એડમિટ હતા.

ઈન્ડસ્ટ્રીએ સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી

છેલ્લાં કેટલાક દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા
નિશિકાંતની તબિયત છેલ્લાં થોડાં દિવસથી નાજુક હતી અને તેઓ હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ હતા. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને લીવર સિરૉસિસની બીમારી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા પરંતુ અચાનક જ તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

બીજીવાર બીમારીએ ઊથલો માર્યો હતો
સૂત્રોના મતે, નિશિકાંત કામત લીવર સિરૉસિસની બીમારીમાંથી ઠીક થઈ ગયા હતા પરંતુ તેમને બીજીવાર આ બીમારીનો ઊથલો માર્યો હતો અને તેમની હાલત ગંભીર બની ગઈ હતી.

2005માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું
નિશિકાંતે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’થી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષે હિટ મરાઠી ફિલ્મમાંથી એક હતી. આ ફિલ્મને મરાઠી બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.

‘દૃશ્યમ’થી લોકપ્રિયતા મળી
17 જૂન, 1970માં મુંબઈના દાદરમાં જન્મેલા નિશિકાંતે 2008માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 2006માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ આધારિત ફિલ્મ ‘મુંબઈ મેરી જાન’ બનાવી હતી. જોકે, 2015માં આવેલી અજય દેવગન-તબ્બુ સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ’ને કારણે તેમને વધુ લોકપ્રિયતા મળી હતી. ઈરફાન ખાનની ફિલ્મ ‘મદારી’, જ્હોન અબ્રાહમ સ્ટારર‘ફોર્સ’ તથા ‘રૉકી હેન્ડસમ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ડિરેક્ટર હોવાની સાથે સાથે તેઓ એક સારા એક્ટર પણ હતા.

અનેક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી
‘હાથ આને દે’, ‘સતચ્યા આત ઘરાત’, ‘404 એરર નોટ ફાઉન્ડ’, ‘રૉકી હેન્ડસમ’, ‘ડેડી’, ‘જૂલી 2’, ‘ભાવેશ જોષી’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. ‘રૉકી હેન્ડસમ’માં તેઓ નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. છેલ્લે તેઓ હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘ભાવેશ જોષી’માં જોવા મળ્યા હતા. તેઓ ‘દરબદર’ નામની ફિલ્મ પર કામ કરતા હતા અને માનવામાં આવતું હતું કે આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Drishyam' fame director Nishikant Kamat dies at Hyderabad hospital


from Divya Bhaskar https://ift.tt/31W2SUJ
https://ift.tt/34dBrrY

સિંગર એસ પી બાલાસુબ્રમણ્યમના દીકરા ચરણે વીડિયો રિલીઝ કરીને કહ્યું, પિતા ડૉક્ટર્સને ઓળખવા લાગ્યા છે પરંતુ હજી પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર

સિંગર એસ પી બાલા સુબ્રમણ્યમ છેલ્લા 11 દિવસથી કોરોનાને કારણે હોસ્પિટલમાં એડમિટ છે. હાલમાં જ તેમના દીકરાએ પિતાની તબિયત અંગે વીડિયો રિલીઝ કર્યો હતો. ચરણ એસપીએ ફેસબુક પર વીડિયો શૅર કરીને કહ્યું હતું કે પિતાની રિકવરી અંગે ડૉક્ટર્સ આશાસ્પદ છે. જોકે, આમાં કેટલાંક મહિનાઓ થઈ શકે છે. ચરણે કહ્યું હતું કે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. સારી વાત એ છે કે હવે પિતા ડૉક્ટર્સને ઓળખવા લાગ્યા છે અને થમ્સ-અપ સાઈન પણ બતાવી રહ્યા છે. તેમને શ્વાસ લેવામાં થોડી રાહત થઈ છે પરંતુ હજી પણ તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.

એસપીની પત્ની સાવિત્રીને પણ કોરોના થયો હતો
વીડિયોના અંતે ચરણે પોતાની માતા સાવિત્રી અંગે વાત કરી હતી. એસપી બાલાસુબ્રમણ્યમની પત્નીને પણ કોરોના થયો હતો. ચરણે કહ્યું હતું કે તેની માતાની તબિયત પહેલા કરતાં સારી છે. તેમને 18 કે 19 ઓગસ્ટે રજા આપવામાં આવશે. આ સારી બાબત છે. તેને વિશ્વાસ છે કે પિતા પણ ટૂંક સમયમાં સાજા થઈ જશે. તમારા પ્રેમ માટે આભાર.

પાંચ ઓગસ્ટે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
પાંચ ઓગસ્ટના રોજ એસપીને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 13 ઓગસ્ટના રોજ તેમને મેડિકલ ટીમની સલાહના આધારે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. એસપીએ વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું કે તેમને કોરોના થયો છે અને હળવા લક્ષણો છે. શરૂઆતમાં ડૉક્ટર્સે તેમને હોમ ક્વૉરન્ટીનમાં રહેવાની સલાહ આપી હતી. જોકે, તેઓ પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં એડમિટ થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Singer SP Balasubramaniam son Charan released the video, saying the father has started recognizing doctors but is still on the life support system.


from Divya Bhaskar https://ift.tt/317eOUx
https://ift.tt/2Q13F18

આદિત્ય ચોપરા પિતા યશ ચોપરાની બર્થ એનિવર્સરી ખાસ અંદાજમાં મનાવશે, સાતથી નવ ફિલ્મની જાહેરાત કરશે

યશરાજ ફિલ્મ યશ ચોપરાની બર્થ એનિવર્સરીને ખાસ બનાવવા માટે અલગ તૈયારી કરી રહ્યું છે. 27 સપ્ટેમ્બરના રોજ યશ ચોપરાની 88મી બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે તેમનો દીકરો આદિત્ય ચોપરા સાતથી નવ ફિલ્મની જાહેરાત કરશે. સ્વર્ગીય પિતાની યાદમાં આદિત્ય ‘પ્રોજેક્ટ 50’ના નામથી આ ફિલ્મની જાહેરાત કરશે.

આદિત્ય 27 સપ્ટેમ્બરે તમામ ફિલ્મના નામ, કલાકારો તથા ડિરેક્ટરના નામનો ખુલાસો કરશે. તે પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઈચ્છે છે. ટ્રેડ પંડિતોના મતે, આ દિવસે સાતથી નવ ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. આ તમામ ફિલ્મ આગામી મહિનાઓથી ફ્લોર પર જશે, આમાંથી ચાર ફિલ્મમાં શાહરુખ ખાન, અજય દેવગન, વિકી કૌશલ તથા સલમાન ખાન હશે.

શાહરુખ ખાનની ફિલ્મનું નામ ‘પઠાન’ હોઈ શકે છે
માનવામાં આવે છે કે શાહરુખ ખાનની ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરશે. આ ફિલ્મનું નામ ‘પઠાન’ હોઈ શકે છે. જોકે, આ ટાઈટલ સિવાય અન્ય બે-ત્રણ ટાઈટલ પણ રાખવામાં આવ્યા છે. હાલમાં ‘પઠાન’ વર્કિંગ ટાઇટલ છે. બની શકે કે ફિલ્મની જાહેરાત થાય ત્યારે ‘પઠાન’ને બદલે અન્ય કોઈ ટાઇટલની જાહેરાત કરવામાં આવે. જોકે, એ વાત નક્કી છે કે આ ફિલ્મ એક્શન ફિલ્મ હશે. સિદ્ધાર્થ આનંદની ‘વૉર’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

સલમાન ખાન પહેલી જ વાર મનિષ શર્મા સાથે કામ કરશે
સલમાન ખાનની ફિલ્મનું ડિરેક્શન મનિષ શર્મા કરશે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈં’ની સિક્વલ હશે. સલમાન તથા મનિષ પહેલી જ વાર સાથે કામ કરશે.

વિકી કૌશલની ફિલ્મને વિજય કૃષ્ણ ડિરેક્ટ કરશે
વિકી કૌશલે પોતાની કોમેડી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ તે ફિલ્મ સંદર્ભે આદિત્ય ચોપરાને મળ્યો પણ હતો. એક્શન ફિલ્મ બનાવનારા વિજય કૃષ્ણ આચાર્ય આ કોમેડી ફિલ્મને ડિરેક્ટ કરશે.

અજય દેવગન પહેલી જ વાર યશરાજ સાથે કામ કરશે
અજય દેવગનની ફિલ્મનું ડિરેક્શન શિવ રવૈલ કરશે. બંને પહેલી જ વાર યશરાજ બેનર હેઠળ કામ કરશે.

બાકીની ત્રણથી પાંચ ફિલ્મમાં આ કલાકારો હોઈ શકે છે
આ ચાર ફિલ્મ ઉપરાંત અન્ય પાંચ ફિલ્મ કઈ હશે તેના પર હજી સુધી સસ્પેન્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ફિલ્મમાં રણવીર સિંહ, રાની મુખર્જી તથા આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. બાકીની બે ફિલ્મ અંગે હજી સુધી કોઈ માહિતી મળી શકી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aditya Chopra to celebrate Yash Chopra's birth anniversary in a special way, to announce seven to nine films


from Divya Bhaskar https://ift.tt/3kQfAg9
https://ift.tt/2EcB461

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...