I have shared top news 14 in hindi, English, Gujarati etc.i have shared all types of news sports, top stories, today's special, history, cricket, Bollywood, politics, fitness, national, international, world news etc.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીને ઝાટકો લાગ્યો છે. સુશાંત ડિપ્રેશનમાં હતો અને તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ ડિપ્રેશનને લઈને ખુલીને વાત કરી રહ્યા છે. હાલમાં જ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલ ઇન્ટરવ્યૂમાં મનોજ બાજપેયીએ તેમના સ્ટ્રગલિંગ પિરિયડની વાતો કરી છે. તેમણે જણાવ્યું કે,એક સમય હતો જ્યારે તેમના મનમાં પણ આત્મહત્યાના વિચાર આવતા હતા.
મનોજે કહ્યું કે, હું ખેડૂતનો દીકરો છું, બિહારમાં ગામડામાં પાંચ ભાઈ બહેન સાથે મોટો થયો. અમે સામાન્ય જીવન જીવતા હતા પણ જ્યારે શહેર જતા ત્યારે થિયેટર જરૂર જતા હતા. હું અમિતાભ બચ્ચનનો ફેન હતો અને તેમની જેમ બનવા ઈચ્છતો હતો. 9 વર્ષની ઉંમરમાં જ હું ઈચ્છતો હતો કે મારે એક્ટિંગ કરવી છે. 17 વર્ષની ઉંમરે દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું. મેં થિયેટર કરવાનું શરૂ કર્યું પરંતુ પરિવારને આ વિશે કઈ ખબર ન હતી. મેં પિતાજીને એક લેટર લખ્યો. તેઓ ગુસ્સે ન થયા અને મને 200 રૂપિયા મોકલ્યા.
તેમણે આગળ કહ્યું, હું આઉટસાઈડર હતો અને નવા માહોલમાં એડજસ્ટ કરવાની ટ્રાય કરી રહ્યો હતો. મેં અંગ્રેજી શીખ્યું. પછી મેં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અપ્લાય કર્યું પણ ત્રણ વાર રિજેક્ટ થયો. હું આત્મહત્યા કરવાના વિચારોમાં જ રહેતો એટલે મારા મિત્રો મારી સાથે જ સુતા હતા અને મને એકલા મુકતા ન હતા. તે જ વર્ષે હું એક ચાની દુકાન પર ઊભો હતો અને તિગ્માંશુ ધુલીયા મને શોધતા એક સ્કુટર પર આવ્યા. શેખર કપૂર મને બેન્ડિટ ક્વીનમાં કાસ્ટ કરવા ઇચ્છતા હતા. ત્યારે મને લાગ્યું કે હું મુંબઈ જવા માટે તૈયાર છું.
પહેલા શોટ પછી ગેટ આઉટ સાંભળ્યું
મનોજે જણાવ્યું કે, શરૂઆતમાં બધું ઘણું અઘરું હતું. પાંચ મિત્રો સાથે મળીને ચોલ ભાડે રાખી અને કામ શોધવાનું શરૂ કર્યું. કોઈ રોલ ન મળ્યો. એકવાર આસિસ્ટન્ટ ડિરેક્ટરે મારો ફોટો ફાળી નાખ્યો અને એક જ દિવસમાં ત્રણ પ્રોજેક્ટ મારા હાથમાંથી નીકળી ગયા. ત્યાં સુધી કે મને મારા પહેલા શોટ પછી ગેટ આઉટ સાંભળવા મળ્યું હતું. મારી પાસે ભાડાના પૈસા ન હતા અને ખાવા માટે વડાપાઉં પણ મોંઘુ લાગતું હતું.
ચાર વર્ષ સુધી સ્ટ્રગલ કર્યું
મનોજે કહ્યું કે, મારો ચહેરો હીરો માટે ફિટ બેસતો ન હતો એટલે લોકોને લાગતું હતું કે હું ક્યારેય મોટા પડદા પર સ્થાન નહીં મેળવી શકું. ચાર વર્ષ સ્ટ્રગલ કર્યા પછી મને મહેશ ભટ્ટની ટીવી સિરીઝમાં રોલ મળ્યો. એક એપિસોડના મને 1500 રૂપિયા મળતા હતા. ત્યારબાદ મારું કામ લોકોએ નોટિસ કર્યું અને મને પહેલી બોલિવૂડ ફિલ્મ મળી ત્યારબાદ સત્યાએ મને મોટો બ્રેક આપ્યો. પછી અવોર્ડ મળ્યો. મેં મારું પહેલું ઘર ખરીદ્યું અને જાણતો હતો કે હું અહીંયા સેટ થઇ જઈશ. 67 ફિલ્મ્સ પછી આજે હું અહીંયા છું.
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તથા તેના પતિ અભિનવ કોહલી વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. અભિનવ કોહલીએ હવે શ્વેતા પર પોતાના દીકરા રેયાંશને મળવા ના દેવાનો આક્ષેપ કર્યો છે. શ્વેતાએ ગયા વર્ષે ઓગસ્ટમાં અભિનવ પર ડોમેસ્ટિક વાયોલન્સના આક્ષેપ મૂક્યાં હતાં અને બંને ત્યારથી અલગ રહે છે.
અભિનવે શ્વેતા પર આક્ષેપો મૂક્યા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનવે કહ્યું હતું, ‘હું હવે આ અંગે જાહેરમાં બોલી રહ્યો છું, કારણ કે મને લાગી રહ્યું છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી લઈને મે, 2020 સુધી શ્વેતા મારા સંપર્કમાં હતી. મેં તેની તથા બાળકોની જવાબદારી ઉઠાવી હતી. કારમાં પેટ્રોલ ભરવાથી લઈને, રેયાંશ માટે કંઈ ખરીદી કરવાની હોય તે તમામ કામો મેં કર્યાં છે. તેને જ્યારે પણ કંઈ જોઈતું હોય પછી ભલે ને રાતના ચાર વાગ્યા હોય કે બે, હું હંમેશાં મદદ માટે આગળ આવ્યો છું. હું મારા બાળકો સાથે રહેવા માગું છું. જોકે, હવે તે મને બાળકોનેમળવા દેતીનથી. તે મારી સાથે નોકરો જેવો વ્યવહાર કરે છે.’
રેયાંશને મળવા ના દીધો
અભિનવે આગળ કહ્યું હતું, ‘14 મેના રોજ રેયાંશ બહુ જ રડતો હતો અને તેને મારી સાથે વાત કરવી હતી અને તેથી શ્વેતાએ મને વીડિયો કોલ કર્યો હતો. અચાનક જ શ્વેતા રૂમની બહાર જતી રહી અને તેણે દરવાજો બંધ કરી દીધો. બાળક જોર જોરથી બૂમો પાડવા લાગ્યું હતું અને તેણે આઈપેડ ફેંકી દીધું. હું દીકરાને લઈ ઘણો જ ડરી ગયો હતો અને તેને મળવા માટે દોડી આવ્યો હતો. જોકે, શ્વેતાએ પોલીસને બોલાવી લીધી અને મને ઘરની બહાર કાઢી મૂક્યો. આમાં મારી ભૂલ શું હતી? હું તો દીકરા માટે ચિંતિંત હતો. હું પોલીસ સ્ટેશન ત્રણ કલાક સુધી રડતો રહ્યો પરંતુ કોઈએ મારી વાત ના સાંભળી.’ ઉલ્લેખનીય છે કે 2013માં અભિનવ સાથે શ્વેતાએ બીજા લગ્ન કર્યાં હતાં.
પહેલાં લગ્ન તૂટી ગયા હતાં
શ્વેતાએ 19 વર્ષની ઉંમરમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર તથા ફિલ્મ પ્રોડ્યૂસર રાજા ચૌધરી સાથે 1999માં લવ મેરેજ કર્યાં હતાં. બંને વર્ષ 2000માં દીકરી પલકના પેરેન્ટ્સ બન્યા હતાં. નવ વર્ષ બાદ એટલે કે વર્ષ 2007માં શ્વેતાએ ડિવોર્સ કેસ ફાઈલ કર્યો હતો અને અલગ રહેવા લાગી હતી. જોકે, આ ડિવોર્સ પ્રોસેસ લાંબી ચાલી હતી. સાડા પાંચ વર્ષ બાદ વર્ષ 2012માં બંનેના ડિવોર્સ થયા હતાં. શ્વેતાએ ‘કસૌટી જિંદગી કી’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘બાલવીર’, ‘પરવરિશ’, ‘બેગૂસરાય’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. શ્વેતા ‘બિગ બોસ 4’ની વિનર પણ રહી ચૂકી હતી.
લોકડાઉનમાં ઘણા શ્રમિકોએ તેમના વતન પહોંચવા માટે લાંબી મુસાફરી કરી હતી. તેમાંની જ એક જ્યોતિ કુમારી હતી જેણે તેના ઈજાગ્રસ્ત પિતાને ઘર પહોંચાડવા માટે 1200 કિલોમીટર સાયકલ ચલાવી હતી. જ્યોતિના આ પરાક્રમ પર હવે એક ફિલ્મ બની રહી છે જેનું નામ આત્મનિર્ભર છે અને ફિલ્મમાં જ્યોતિ જ લીડ રોલમાં છે.
શાઇન શર્મા આ ફિલ્મને ડિરેક્ટ કરવાના છે. ફિલ્મ જ્યોતિની ગુરુગ્રમથી બિહાર સુધીની જર્નીમાં આવેલ તકલીફો પર બનાવવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી અને મૈથિલી ભાષામાં બનશે. ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે શાઇન તેના મિત્રો મિરાજ, ફેરોઝ અને સજિત નામ્બિયર સાથે આને પ્રોડ્યુસર પણ કરી રહ્યા છે. આ ફિલ્મ વીમેક ફિલ્મ બેનર હેઠળ બનશે.
PTIના રિપોર્ટ મુજબ આત્મનિર્ભર ફિલ્મને રીયલ લોકેશન પર જ શૂટ કરવામાં આવશે જોકે આ ડોક્યુમેન્ટરી નહીં હોય. આ જર્ની વિશે જ્યોતિ કુમારીએ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું હતું. જો હું જર્ની પર ન નીકળી હોત તો મારા પિતા ભુખથી મૃત્યુ પામત. લોકડાઉન પછી મુશ્કેલી વધી ગઈ હતી. મકાન માલિક અમને ઘરથી ભગાડવા માગતા હતા. અમે ભાડું ન આપ્યું તો તેમણે બે વખત પાવર કટ પણ કર્યો હતો. મારા પિતા પાસે કોઈ પૈસા ન હતા અને અમારે કોઈપણ રીતે ઘર પહોંચવાનું હતું.
જૂની સાયકલ ખરીદીને 1200 કિલોમીટરની મુસાફરી
જ્યોતિએ આગળ કહ્યું કે, મેં મારા પિતાને કહ્યું કે હું તમને સાયકલ પર લઇ જઈશ પણ તેઓ ન માન્યા. તેઓ મને વારંવાર એમ જ કહેતા હતા કે હું નહીં કરી શકું. મેં બેન્કમાંથી હજાર રૂપિયા ઉપાડ્યા અને બીજા 500 રૂપિયા એકઠા કરીને એક જૂની સાયકલ ખરીદી. હું રોજ 50-60 કિલોમીટર સાયકલ ચલાવતી હતી. મોટા બ્રિજ પર સાયકલ ચલાવવી મુશ્કેલ હતી. અમે પેટ્રોલ પમ્પ પર રાત્રે રોકાઈ જતા અને રસ્તામાં લોકો પાસેથી ખાવા પીવાનું મળી જતું હતું.
ઇવાન્કા ટ્રમ્પે પણ વખાણ કર્યા હતા
બિહાર ગર્લ જ્યોતિ કુમારી માત્ર 15 વર્ષની છે. આટલી ગરમીમાં તેણે ગુરુગ્રામથી દરભંગા સુધી સાયકલ પર મુસાફરી કરી. તેની આ હિંમત બદલ દેશ સિવાય વિદેશના લોકો પણ તેના વખાણ કરી રહ્યા હતા. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ પણ જ્યોતિના વખાણ કર્યા હતા.
આત્મનિર્ભર ફિલ્મ 20 ભાષાઓના સબટાઈટલ સાથે દેખાડવામાં આવશે સાથે જ વિદેશી લોકો માટે ફિલ્મનું ટાઇટલ અ જર્ની ઓફ માઈગ્રન્ટ છે. હાલ તો તેના પિતાના રોલ માટે એક્ટરની શોધ ચાલી રહી છે.
બોલિવૂડમાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હસ્તીઓએ એક નવું કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેનને ‘ક્રેડિટ ટૂ ક્રિએટર્સ’ નામ આપવામાં આવ્યું છે. આ કેમ્પેન હેઠળ દુનિયાને જે કલાકારો અંગેની માહિતી નથી તેની વાત કરવામાં આવશે. સોનુ નિગમે હાલમાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સોનુએ 1963માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સેહરા’ના સંગીતકાર રામલાલ અંગે વાત કરી હતી.
રાજુ સિંહે સોનુ નિગમને આ કેમ્પેન માટે ટેગ કર્યો હતો. કેમ્પેન સોનુએ વીડિયોમાં હસરત જયપુરીની વાત કરતાં એમ કહ્યું હતું કે તે અનુ મલિકના મામા છે. આ વીડિયો પોસ્ટમાં સોનુએ શાંતનુ મોઈત્રા તથા સંદીપ ચૌટાને પણ ટેગ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ મ્યૂઝિક ડે પર IPRS (ધ ઈન્ડિયન પર્ફોર્મિંગ સોસાયટી લિમિટેડ)એ ‘ક્રેડિટ ટૂ ક્રિએટર્સ’ કેમ્પેન શરૂ કર્યું છે.
A post shared by Sonu Nigam (@sonunigamofficial) on Jul 1, 2020 at 5:46am PDT
રામલાલને અનસંગ જીનિયસ કહેવામાં આવે છે
રામલાલ ચૌધરી 1944માં મુંબઈ આવ્યા હતાં. ત્યારબાદ તેમણે પૃથ્વી થિયેટરમાં સંગીતકાર રામ ગાંગુલીના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 1948માં રાજ કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘આગ’માં વાંસળી તથા શરણાઈ વગાડી હતી. ડિરેક્ટર રાજ કુમાર સંતોષીના પિતા પી એલ સંતોષીની ફિલ્મ ‘ટાંગાવાલા’માં રામલાલને સંગીતકાર તરીકે બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં રાજ કપૂર તથા વૈજયંતીમાલા હતાં. જોકે, કેટલાંક કારણોસર આ ફિલ્મ પૂર્ણ થઈ શકી નહીં. આથી રામલાલ ફિલ્મમાં શરણાઈ તથા વાંસળી વગાડતા હતાં. ત્યારબાદ 1952માં ‘હુશ્નબાનો’માં સંગીતકાર તરીકે તક મળી હતી. જોકે, તેમણે વી.શાંતારામ સાથે બે ફિલ્મ કરી હતી અને આ બંને ફિલ્મના ગીતો ઘણાં જ લોકપ્રિય થયા હતાં. સૌ પહેલાં રામલાલે વી. શાંતરામની સાથે ‘સેહરા’ કરી હતી. ત્યારબાદ 1965માં ‘ગીત ગાયા પથ્થરો’માં સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં જીતેન્દ્ર તથા રાજશ્રી (વી. શાંતારામની દીકરી) હતાં. બે હિટ ફિલ્મમાં સંગીત આપવા છતાંય રામલાલને બોલિવૂડમાં કામ મળ્યુ નહીં. ત્યારબાદ તેમણે ‘નકાબ-પોશ’ તથા ‘નાગલોક’ જેવી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ રામલાલે ફિલ્મમેકિંગમાં નસીબ અજમાવ્યું હતું પરંતુ તેમની ફિલ્મ પૂરી બની શકી નહોતી. વર્ષ 2007માં ચાર જુલાઈના રોજ રામલાલનું નિધન થયું હતું.
મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ માટે સમન પાઠવ્યું છે.
પોલીસ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે જ્યારે શાનુ શર્માની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના મતે, કંગના રનૌત તથા ડિરેક્ટર શેખર કપૂરની આ કેસમાં નિવેદન આપવા માટે બોલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. માનવામાં આવે છે કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતો અને છેલ્લાં છ મહિનાથી તેની સારવાર ચાલતી હતી.
શા માટે સંજય લીલા ભણસાલીની પૂછપરછ?
સૂત્રોના મતે, સંજય લીલા ભણસાલીએ સુશાંતને ‘રામ-લીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મ ઓફર કરી હતી. ‘રામ-લીલા’ સમયે સુશાંત યશરાજ બેનર સાથે જોડાયેલો હતો અને તેથી જ તેણે આ ફિલ્મ સાઈન કરી નહોતી. ‘બાજીવર મસ્તાની’સમયે સુશાંત યશરાજ બેનરની ફિલ્મ ‘પાની’માં વ્યસ્ત હતો અને તેથી જ તેણે આ સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’સ્વીકારી નહીં. ઉલ્લેખનીય છે કે સુશાંતે ‘પાની’ માટે અંદાજે સાત મહિનાની ટ્રેનિંગ લીધી હતી. માનવામાં આવે છે કે પોલીસે આ જ કારણોસર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરવા માગે છે કે સુશાંતે શા માટે આ ફિલ્મમાં કામ ના કરી શક્યો.
શેખર કપૂર તથા કંગનાએ સુશાંતને લઈ વાત કરી હતી
સુશાંતના નિધન બાદ શેખર કપૂરે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે તું કયા દર્દમાંથી પસાર થયો હતો. મને ખ્યાલ છે કે તે લોકોની વાત અને તેમણે તને કંઈ હદે નિરાશ કર્યો હતો. તું મારા ખભે માથું મૂકીને રડતો હતો. કાશ, છેલ્લાં છ મહિના હું તારી આસપાસ હોત. કાશ, તું મારા સુધી પહોંચી શકતો હોત. તારી સાથે જે થયું તે એ લોકોના કર્મોનું ફળ છે, તારું નહીં’કંગના રનૌતે 14 જૂનના રોજ આક્ષેપ કર્યો હતો કે સુશાંતના સુસાઈડની પાછળ કરન જોહર તથા તેની નેપોટિઝ્મ ગેંગ છે. શેખર તથા કંગનાએ સુશાંતને લઈ જે વાત કરી હતી, તેને લઈ પોલીસે આ બંનેને નિવેદન આપવા માટે બોલાવ્યા છે.
સૈફ અલી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂત પાસે ઊજળું ભવિષ્ય હતું. હાલમાં જ ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને સુશાંતને લઈ વાત કરી હતી. સૈફે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં સાથે કામ કર્યું હતું. સૈફનો આ ફિલ્મમાં સ્પેશિયલ રોલ છે.
શું કહ્યું સૈફે?
સૈફ અલી ખાને સુશાંતને ટેલેન્ટેડ એક્ટર હતો અને તેના દેખાવના પણ કર્યાં હતાં. સૈફે કહ્યું હતું કે સુશાંત તેની સાથે અલગ અલગ મુદ્દા પર વાત કરવા માગતો હતો. તેને લાગતું હતું કે સુશાંતનું ભવિષ્ય ઊજળું છે. તે ઘણી જ વિન્રમતાથી તેની સાથે વાત કરતો હતો અને ફિલ્મમાં તેના રોલના પણ વખાણ કર્યાં હતાં. તે તેની સાથે જ્યોતિષશાસ્ત્રતથા તત્વજ્ઞાન જેવા મુદ્દા પર વાત કરવા ઈચ્છતો હતો. તેને અંદરથી એવી લાગણી થતી હતી કે તેના કરતાં સુશાંતનું ભવિષ્ય વધુ સારું હતું. ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી.
નેપોટ્ઝિમ પર પણ વાત કરી
સૈફ અલી ખાને નેપોટિઝ્મના મુદ્દે પણ વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે તેને આશા છે કે વધુને વધુ બોલવાથી તથા દલીલોથી એક સારું પરિવર્તન લાવી શકાય છે. ભારતમાં અસમાનતા જોવા મળે છે અને આ વાતને બહાર લાવવાની જરૂર છે. નેપોટિઝ્મ, ફેવરિટિઝ્મ તથા કેમ્પ અલગ-અલગ વિષયો છે. તે પણ નેપોટિઝ્મનો ભોગ બન્યો હતો પરંતુ કોઈએ આ મુદ્દે વાત કરી નહીં. જોકે, હવે તે ખુશ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો આ મુદ્દે વધુને વધુ બોલી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મને મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધનને 17 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પોલીસ શરૂઆતની તપાસ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આત્મહત્યા હોવાનું કહે છે જ્યારે સુશાંતના ચાહકો તથા કેટલાંક દિગ્ગજ એક્ટર્સ તથા રાજકારણીઓ આને મર્ડર કહે છે. બિહારના એક્ટર શેખર સુમને દાવો કર્યો છે કે સુશાંતે મરતા પહેલાં 50થી વધુ સિમ કાર્ડ બદલ્યાં હતાં.
કેસને રાજકારણનો રંગ આપવાનો પ્રયાસ
શેખર સુમન આ કેસને નેકસ્ટ લેવલ પર લઈ ગયો છે અને લાલુ યાદવનો નાના દીકરો તથા બિહારના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવે સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તો બીજી બાજી લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને એમ કહ્યું હતું કે આગામી બિહાર ચૂંટણીમાં સુશાંતનું અવસાન એક ચૂંટણી મુદ્દો બની શકે છે. સુશાંતનો પરિવાર ભાજપની નિકટ છે અને કહેવામાં આવી રહ્યું છે કે એક્ટરના નામ પર બિહાર જીતવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આખો કેસ હવે મુંબઈ વિરુદ્ધ પટના બની શકે છે.
તો બીજુ બાજુ મુંબઈમાં અત્યાર સુધી 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, પોલીસને હજી પણ એવો એક પણ પુરાવો મળ્યો નથી કે જેનાથી સાબિત થઈ શકે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી હતી. બીજી બાજુ સુશાંતની આત્મહત્યા બાદ નેપોટિઝ્મ અને આઉટસાઈડરનો મુદ્દો ચગાવવામાં આવ્યો છે. આ મુદ્દાને કારણે આખી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.
સુશાંતના કેસમાં અત્યાર સુધી શું થયું?
14 જૂનના રોજ અઢી વાગે મીડિયામાં સુશાંતના સુસાઈડના ન્યૂઝ આવ્યા હતાં. આ સાંભળીને બધા જ હેરાન હતાં અને કોઈ વિશ્વાસ કરી શકતું નહોતું. હંમેશાં પોઝિટિવ રહેતાં 34 વર્ષીય સુશાંતે આખરે કેમ આત્મહત્યા કરી. સુશાંત પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
14 જૂનના રોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને 15 જૂનના રોજ મુંબઈના વિલે પાર્લે સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
સુસાઈડ બાદ સેલેબ્સના સવાલ
કંગના રનૌતે 14 જૂનના રોજ આક્ષેપ કર્યો હતો કે સુશાંતના સુસાઈડની પાછળ કરન જોહર તથા તેની નેપોટિઝ્મ ગેંગ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે સુશાંતે આ પગલું ઉઠાવીને એ નેપોટિઝ્મ કરતાં લોકોને જીત અપાવી છે.
ત્યારબાદ ડિરેક્ટર શેખર કપૂર, અનુભવ સિંહા, હેરસ્ટાઈલિસ્ટ સપના ભવનાની તથા રણવીર શૌરીના નિવેદને પણ આ તરફ સંકેત કર્યો હતો. શેખરે ટ્વીટ કરી હતી, ‘મને ખ્યાલ છે કે તું કયા દર્દમાંથી પસાર થયો હતો. મને ખ્યાલ છે કે તે લોકોની વાત અને તેમણે તને કંઈ હદે નિરાશ કર્યો હતો. તું મારા ખભે માથું મૂકીને રડતો હતો. કાશ, છેલ્લાં છ મહિના હું તારી આસપાસ હોત. કાશ, તું મારા સુધી પહોંચી શકતો હોત. તારી સાથે જે થયું તે એ લોકોના કર્મોનું ફળ છે, તારું નહીં’
I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput
સુશાંત સિંહ રાજપૂતની હેરસ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ ટ્વિટમાં કહ્યું હતું, સુશાંત છેલ્લાં ઘણાં વર્ષોથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતો હતો. ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ તેને સાથ ના આપ્યો અને ના કોઈએ મદદ કરી. આજે તેના વિશેની પોસ્ટ એ વાત તરફ સંકેત કરે છે કે ઈન્ડસ્ટ્રી કેટલી દંભી છે અને અહીંયા કોઈ તમારું મિત્ર નથી.
A post shared by 𝕭𝖚𝖒𝖇𝖆𝖎 𝕶𝖎 𝕽𝖆𝖓𝖎 (@sapnamotibhavnani) on Jun 14, 2020 at 4:57am PDT
રણવીર શૌરીએ ટ્વીટમાં કહ્યું હતું કે સુશાંત નેપોટિઝ્મનો ભોગ બન્યો હતો. તેણે જે પગલું ભર્યું તેના માટે અન્ય કોઈને દોષીત ગણવા યોગ્ય નથી. તે હાઈ સ્ટેક્સ ગેમ રમતો હતો અને તેમાં જીતવાનું હતું અથવા તો બધું જ હારવાનું હતું. જોકે, બોલિવૂડના આ સ્વઘોષિત ગેટ કીપર્સ અંગે કંઈક કહેવું પડશે.
It wouldn’t be fair to blame someone for a step that he took himself. He was playing a high stakes game, where it’s win or lose it all. But something has to be said about the self appointed ‘gatekeepers of Bollywood’.
સુશાંતના કઝિન તથા ભાજપના MLA નીરજ સિંહ બબલુએ આના હત્યા કહી. તેમના મતે, સુશાંત આત્મહત્યા કરે તેવો વ્યક્તિ નહોતો.
14 જૂનના રોજ જ્યારે સુશાંતના પાર્થિવ દેહની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ તો મહારાષ્ટ્ર સરકારે તેને શૅર કરવા પર બૅન મૂક્યો હતો. ત્યારબાદથી સવાલ કરવામાં આવે છે કે અંતે આવું કેમ કરવામાં આવ્યું? ભાજપ નેતા તથા એક્ટ્રેસ રૂપા ગાંગુલીએ પણ તપાસ પર સવાલ કરીને CBI તપાસની માગણી કરી છે.
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે દાવો કર્યો છે કે ‘છિછોરે’ બાદ સુશાંતે સાત ફિલ્મ સાઈન કરી હતી અને છ મહિનાની અંદર કેવી રીતે તેને હાંકી કાઢવામાં આવ્યો? જોકે, અત્યાર સુધી આ સાત ફિલ્મ અંગે કોઈ માહિતી મળી નથી.
સોશિયલ મીડિયા યુઝર્સ સતત સુશાંત માટે ન્યાયની માગણી કરી રહ્યાં છે. તેઓ આક્ષેપ લગાવી રહ્યાં છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેનું મર્ડર થયું હતું. પુરાવા તરીકે કેટલાંક વીડિયો પણ શૅર કર્યાં હતાં.
If you notice dupatta's length. His legs would have landed on his bed
& that dupatta is so wide. If u look at the marks on his neck was less wide and red. Only a rope kind of thing can make such marks. It's a murder! #justiceforSushantforum#cbiforsushantpic.twitter.com/yOqQugcjm8
— Apu || Justice needs to be Served SSR❤ (@lostsoul_apu) June 24, 2020
કોમેડિયન તથા એક્ટર શેખર સુમન માને છે કે સુશાંતને નેપોટિઝ્મ ગેંગે આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. તેણે પણ CBI તપાસની માગણી કરી છે.
આ ચર્ચાની અસર થઈ?
બિહારના મુઝફ્ફરપુરમાં 8 બોલિવૂડ સેલેબ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. વકીલ સુધીર કુમાર ઓઝાએ કરન જોહર, આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, સંજય લીલા ભણશાલી, ભૂષણ કુમાર, એકતા કપૂર તથા દિનેશ વિજન વિરુદ્ધ કેસ કર્યો છે. ઓઝાએ આક્ષેપ કર્યો છે કે જો તેઓ દોષિત જાહેર થાય તો તમામને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
I have filed a case against 8 people including Karan Johar, Sanjay Leela Bhansali, Salman Khan & Ekta Kapoor under Sections 306, 109, 504 & 506 of IPC in connection with actor Sushant Singh Rajput's suicide case in a court in Muzaffarpur, Bihar: Advocate Sudhir Kumar Ojha pic.twitter.com/9jNdqvXVKr
જયશ્રી શર્મા શ્રીકાંત નામની ફેસબુક યુઝરે સલમાન ખાન, યશરાજ ફિલ્મ્સ તથા કરન જોહરનો બોયકૉટ કરવા માટે પિટીશન સાઈન કરાવી હતી.
કરન જોહરે ટ્વિટર પર હવે માત્ર આઠ લોકો (નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરુખ ખાન તથા ચાર ઓફિસ મેમ્બર્સ)ને જ ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ કમેન્ટ સેક્શન લૉક કરી દીધું છે અને મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઈમેજમાંથી રાજીનામુ આપી દીધું છે.
કરન બાદ આલિયા ભટ્ટ, કરીના કપૂર, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા, અનન્યા પાંડે તથા શાહરુખ ખાનની દીકરી સુહાનાએ પણ ઈન્સ્ટાગ્રામમાં કમેન્ટ સેક્શન સામાન્ય યુઝર્સ માટે લૉક કરી દીધા છે.
તો બીજી બાજુ સલમાન ખાનના કેમ્પમાંથી સોનાક્ષી સિંહા, આયુષ શર્મા, સાકિબ સલીમ તથા ઝહીર ઈકબાલે ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા છે. તો પ્રોડ્યૂસર મુદસ્સર અઝીઝે ઈન્સ્ટાગ્રામ ડિએક્ટિવેટ કર્યું છે.
સુશાંત પહેલાં જે સેલેબ્સનું અવસાન થયું, તેમને લઈ અવાજ ઉઠવા લાગ્યો છે. સ્વર્ગીય ઈન્દર કુમારની પત્ની પલ્લવીએ કરન જોહર તથા શાહરુખ ખાન પર પતિને કામ ના આપવાનો આક્ષેપ કર્યો છે. પલ્લવીએ કહ્યું હતું કે આ બંનેએ ખોટી ખોટી કામના આશા બંધાવી હતી અને પછી તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
લેખિકા શૈફાલી વૈદ્યે સ્વર્ગીય નિર્મલ પાંડે માટે અવાજ ઉઠાવ્યો હતો. ફિલ્મમેકર સુધીર મિશ્રા પર નિર્મલ પાંડે સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહના પતિ વિશાલ કીર્તિએ નેપોટિઝ્મ સામે લડવા માટે નેપોમીટર લોન્ચ કર્યો છે. 14 જૂને સુશાંત સિંહે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ મુજબ સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. તેના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને કેમ્પિંગને લઈને ઘણા વિવાદ સર્જાયા છે. હવે આ સગાવાદ વિરુદ્ધ લડવા માટે વિશાલ સિંહે નેપોમીટરની જાહેરાત કરી છે.
વિશાલે ટ્વિટર પર લખ્યું કે, મારા સાળા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં મારા ભાઈ મયૂરેશ ક્રિષ્નાએ નેપોમીટરની શરૂઆત કરી છે. નેપોટિઝ્મ વિરુદ્ધ માહિતી સાથે લડીએ. ફિલ્મની ક્રૂ કેટલી ઈન્ડિપેન્ડન્ટ છે કે નેપોટિસ્ટિક તેનું રેટિંગ આપવામાં આવશે. જો નેપોમીટર હાઈ છે તો બોયકોટ બોલિવૂડ નેપોટિઝ્મનો સમય આવી ગયો છે. સુશાંતના ફેન્સે આ પહેલને વધાવી લીધી છે.
સુશાંતની બહેન શ્વેતા યુએસમાં ફેશન ડિઝાઈનર છે. તે ભાઈના અંતિમ સંસ્કારમાં હાજર રહી શકી ન હતી. પરંતુ તે પટના આવી ત્યારબાદ ગંગામાં સુશાંતની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અત્યારસુધી અંદાજે 30 લોકોની પોલીસે પૂછપરછ કરી લીધી છે.