Thursday, July 2, 2020

30 લોકોની પૂછપરછ બાદ પણ પોલીસના હાથ ખાલી, હવે પોત-પોતાના દાવા અને રાજનીતિમાં આગળ આવવાનો પ્રયાસ

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 17 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પોલીસ શરૂઆતની તપાસ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આત્મહત્યા હોવાનું કહે છે જ્યારે સુશાંતના ચાહકો તથા કેટલાંક દિગ્ગજ એક્ટર્સ તથા રાજકારણીઓ આને મર્ડર કહે છે. બિહારના એક્ટર શેખર સુમને દાવો કર્યો છે કે સુશાંતે મરતા પહેલાં 50થી વધુ સિમ કાર્ડ બદલ્યાં હતાં.

કેસને રાજકારણનો રંગ આપવાનો પ્રયાસ
શેખર સુમન આ કેસને નેકસ્ટ લેવલ પર લઈ ગયો છે અને લાલુ યાદવનો નાના દીકરો તથા બિહારના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવે સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તો બીજી બાજી લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને એમ કહ્યું હતું કે આગામી બિહાર ચૂંટણીમાં સુશાંતનું અવસાન એક ચૂંટણી મુદ્દો બની શકે છે. સુશાંતનો પરિવાર ભાજપની નિકટ છે અને કહેવામાં આવી રહ્યું છે કે એક્ટરના નામ પર બિહાર જીતવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આખો કેસ હવે મુંબઈ વિરુદ્ધ પટના બની શકે છે.

તો બીજુ બાજુ મુંબઈમાં અત્યાર સુધી 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જોકે, પોલીસને હજી પણ એવો એક પણ પુરાવો મળ્યો નથી કે જેનાથી સાબિત થઈ શકે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી હતી. બીજી બાજુ સુશાંતની આત્મહત્યા બાદ નેપોટિઝ્મ અને આઉટસાઈડરનો મુદ્દો ચગાવવામાં આવ્યો છે. આ મુદ્દાને કારણે આખી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.

સુશાંતના કેસમાં અત્યાર સુધી શું થયું?
14 જૂનના રોજ અઢી વાગે મીડિયામાં સુશાંતના સુસાઈડના ન્યૂઝ આવ્યા હતાં. આ સાંભળીને બધા જ હેરાન હતાં અને કોઈ વિશ્વાસ કરી શકતું નહોતું. હંમેશાં પોઝિટિવ રહેતાં 34 વર્ષીય સુશાંતે આખરે કેમ આત્મહત્યા કરી. સુશાંત પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

14 જૂનના રોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને 15 જૂનના રોજ મુંબઈના વિલે પાર્લે સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

સુસાઈડ બાદ સેલેબ્સના સવાલ
કંગના રનૌતે 14 જૂનના રોજ આક્ષેપ કર્યો હતો કે સુશાંતના સુસાઈડની પાછળ કરન જોહર તથા તેની નેપોટિઝ્મ ગેંગ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે સુશાંતે આ પગલું ઉઠાવીને એ નેપોટિઝ્મ કરતાં લોકોને જીત અપાવી છે.

ત્યારબાદ ડિરેક્ટર શેખર કપૂર, અનુભવ સિંહા, હેરસ્ટાઈલિસ્ટ સપના ભવનાની તથા રણવીર શૌરીના નિવેદને પણ આ તરફ સંકેત કર્યો હતો. શેખરે ટ્વીટ કરી હતી, ‘મને ખ્યાલ છે કે તું કયા દર્દમાંથી પસાર થયો હતો. મને ખ્યાલ છે કે તે લોકોની વાત અને તેમણે તને કંઈ હદે નિરાશ કર્યો હતો. તું મારા ખભે માથું મૂકીને રડતો હતો. કાશ, છેલ્લાં છ મહિના હું તારી આસપાસ હોત. કાશ, તું મારા સુધી પહોંચી શકતો હોત. તારી સાથે જે થયું તે એ લોકોના કર્મોનું ફળ છે, તારું નહીં’

ફિલ્મ ડિરેક્ટર અનુભવ સિંહાએ સુશાંતના અવસાન બાદ ટ્વીટમાં કહ્યું હતું, બોલિવૂડના વિશેષાધિકાર પ્રાપ્ત ક્લબે આજ રાત્રે બેસીને ગંભીરતાથી વિચારવું જોઈએ. હવે, મને વિસ્તારથી જણાવવાનું ના કહેતા.

સુશાંત સિંહ રાજપૂતની હેરસ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ ટ્વિટમાં કહ્યું હતું, સુશાંત છેલ્લાં ઘણાં વર્ષોથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતો હતો. ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ તેને સાથ ના આપ્યો અને ના કોઈએ મદદ કરી. આજે તેના વિશેની પોસ્ટ એ વાત તરફ સંકેત કરે છે કે ઈન્ડસ્ટ્રી કેટલી દંભી છે અને અહીંયા કોઈ તમારું મિત્ર નથી.

રણવીર શૌરીએ ટ્વીટમાં કહ્યું હતું કે સુશાંત નેપોટિઝ્મનો ભોગ બન્યો હતો. તેણે જે પગલું ભર્યું તેના માટે અન્ય કોઈને દોષીત ગણવા યોગ્ય નથી. તે હાઈ સ્ટેક્સ ગેમ રમતો હતો અને તેમાં જીતવાનું હતું અથવા તો બધું જ હારવાનું હતું. જોકે, બોલિવૂડના આ સ્વઘોષિત ગેટ કીપર્સ અંગે કંઈક કહેવું પડશે.

સુશાંતના કઝિન તથા ભાજપના MLA નીરજ સિંહ બબલુએ આના હત્યા કહી. તેમના મતે, સુશાંત આત્મહત્યા કરે તેવો વ્યક્તિ નહોતો.

14 જૂનના રોજ જ્યારે સુશાંતના પાર્થિવ દેહની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ તો મહારાષ્ટ્ર સરકારે તેને શૅર કરવા પર બૅન મૂક્યો હતો. ત્યારબાદથી સવાલ કરવામાં આવે છે કે અંતે આવું કેમ કરવામાં આવ્યું? ભાજપ નેતા તથા એક્ટ્રેસ રૂપા ગાંગુલીએ પણ તપાસ પર સવાલ કરીને CBI તપાસની માગણી કરી છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે દાવો કર્યો છે કે ‘છિછોરે’ બાદ સુશાંતે સાત ફિલ્મ સાઈન કરી હતી અને છ મહિનાની અંદર કેવી રીતે તેને હાંકી કાઢવામાં આવ્યો? જોકે, અત્યાર સુધી આ સાત ફિલ્મ અંગે કોઈ માહિતી મળી નથી.

સોશિયલ મીડિયા યુઝર્સ સતત સુશાંત માટે ન્યાયની માગણી કરી રહ્યાં છે. તેઓ આક્ષેપ લગાવી રહ્યાં છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેનું મર્ડર થયું હતું. પુરાવા તરીકે કેટલાંક વીડિયો પણ શૅર કર્યાં હતાં.

કોમેડિયન તથા એક્ટર શેખર સુમન માને છે કે સુશાંતને નેપોટિઝ્મ ગેંગે આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. તેણે પણ CBI તપાસની માગણી કરી છે.

આ ચર્ચાની અસર થઈ?
બિહારના મુઝફ્ફરપુરમાં 8 બોલિવૂડ સેલેબ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. વકીલ સુધીર કુમાર ઓઝાએ કરન જોહર, આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, સંજય લીલા ભણશાલી, ભૂષણ કુમાર, એકતા કપૂર તથા દિનેશ વિજન વિરુદ્ધ કેસ કર્યો છે. ઓઝાએ આક્ષેપ કર્યો છે કે જો તેઓ દોષિત જાહેર થાય તો તમામને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

જયશ્રી શર્મા શ્રીકાંત નામની ફેસબુક યુઝરે સલમાન ખાન, યશરાજ ફિલ્મ્સ તથા કરન જોહરનો બોયકૉટ કરવા માટે પિટીશન સાઈન કરાવી હતી.

કરન જોહરે ટ્વિટર પર હવે માત્ર આઠ લોકો (નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરુખ ખાન તથા ચાર ઓફિસ મેમ્બર્સ)ને જ ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ કમેન્ટ સેક્શન લૉક કરી દીધું છે અને મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઈમેજમાંથી રાજીનામુ આપી દીધું છે.

કરન બાદ આલિયા ભટ્ટ, કરીના કપૂર, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા, અનન્યા પાંડે તથા શાહરુખ ખાનની દીકરી સુહાનાએ પણ ઈન્સ્ટાગ્રામમાં કમેન્ટ સેક્શન સામાન્ય યુઝર્સ માટે લૉક કરી દીધા છે.

તો બીજી બાજુ સલમાન ખાનના કેમ્પમાંથી સોનાક્ષી સિંહા, આયુષ શર્મા, સાકિબ સલીમ તથા ઝહીર ઈકબાલે ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા છે. તો પ્રોડ્યૂસર મુદસ્સર અઝીઝે ઈન્સ્ટાગ્રામ ડિએક્ટિવેટ કર્યું છે.

સુશાંત પહેલાં જે સેલેબ્સનું અવસાન થયું, તેમને લઈ અવાજ ઉઠવા લાગ્યો છે. સ્વર્ગીય ઈન્દર કુમારની પત્ની પલ્લવીએ કરન જોહર તથા શાહરુખ ખાન પર પતિને કામ ના આપવાનો આક્ષેપ કર્યો છે. પલ્લવીએ કહ્યું હતું કે આ બંનેએ ખોટી ખોટી કામના આશા બંધાવી હતી અને પછી તેનો નંબર બ્લોક કરી દીધો હતો.

લેખિકા શૈફાલી વૈદ્યે સ્વર્ગીય નિર્મલ પાંડે માટે અવાજ ઉઠાવ્યો હતો. ફિલ્મમેકર સુધીર મિશ્રા પર નિર્મલ પાંડે સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput suicide case details


from Divya Bhaskar https://ift.tt/3ifZBH0
https://ift.tt/2BsNZzO

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...