સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીને ઝાટકો લાગ્યો છે. સુશાંત ડિપ્રેશનમાં હતો અને તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ ડિપ્રેશનને લઈને ખુલીને વાત કરી રહ્યા છે. હાલમાં જ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલ ઇન્ટરવ્યૂમાં મનોજ બાજપેયીએ તેમના સ્ટ્રગલિંગ પિરિયડની વાતો કરી છે. તેમણે જણાવ્યું કે,એક સમય હતો જ્યારે તેમના મનમાં પણ આત્મહત્યાના વિચાર આવતા હતા.
મનોજે કહ્યું કે, હું ખેડૂતનો દીકરો છું, બિહારમાં ગામડામાં પાંચ ભાઈ બહેન સાથે મોટો થયો. અમે સામાન્ય જીવન જીવતા હતા પણ જ્યારે શહેર જતા ત્યારે થિયેટર જરૂર જતા હતા. હું અમિતાભ બચ્ચનનો ફેન હતો અને તેમની જેમ બનવા ઈચ્છતો હતો. 9 વર્ષની ઉંમરમાં જ હું ઈચ્છતો હતો કે મારે એક્ટિંગ કરવી છે. 17 વર્ષની ઉંમરે દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું. મેં થિયેટર કરવાનું શરૂ કર્યું પરંતુ પરિવારને આ વિશે કઈ ખબર ન હતી. મેં પિતાજીને એક લેટર લખ્યો. તેઓ ગુસ્સે ન થયા અને મને 200 રૂપિયા મોકલ્યા.
તેમણે આગળ કહ્યું, હું આઉટસાઈડર હતો અને નવા માહોલમાં એડજસ્ટ કરવાની ટ્રાય કરી રહ્યો હતો. મેં અંગ્રેજી શીખ્યું. પછી મેં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અપ્લાય કર્યું પણ ત્રણ વાર રિજેક્ટ થયો. હું આત્મહત્યા કરવાના વિચારોમાં જ રહેતો એટલે મારા મિત્રો મારી સાથે જ સુતા હતા અને મને એકલા મુકતા ન હતા. તે જ વર્ષે હું એક ચાની દુકાન પર ઊભો હતો અને તિગ્માંશુ ધુલીયા મને શોધતા એક સ્કુટર પર આવ્યા. શેખર કપૂર મને બેન્ડિટ ક્વીનમાં કાસ્ટ કરવા ઇચ્છતા હતા. ત્યારે મને લાગ્યું કે હું મુંબઈ જવા માટે તૈયાર છું.
પહેલા શોટ પછી ગેટ આઉટ સાંભળ્યું
મનોજે જણાવ્યું કે, શરૂઆતમાં બધું ઘણું અઘરું હતું. પાંચ મિત્રો સાથે મળીને ચોલ ભાડે રાખી અને કામ શોધવાનું શરૂ કર્યું. કોઈ રોલ ન મળ્યો. એકવાર આસિસ્ટન્ટ ડિરેક્ટરે મારો ફોટો ફાળી નાખ્યો અને એક જ દિવસમાં ત્રણ પ્રોજેક્ટ મારા હાથમાંથી નીકળી ગયા. ત્યાં સુધી કે મને મારા પહેલા શોટ પછી ગેટ આઉટ સાંભળવા મળ્યું હતું. મારી પાસે ભાડાના પૈસા ન હતા અને ખાવા માટે વડાપાઉં પણ મોંઘુ લાગતું હતું.
ચાર વર્ષ સુધી સ્ટ્રગલ કર્યું
મનોજે કહ્યું કે, મારો ચહેરો હીરો માટે ફિટ બેસતો ન હતો એટલે લોકોને લાગતું હતું કે હું ક્યારેય મોટા પડદા પર સ્થાન નહીં મેળવી શકું. ચાર વર્ષ સ્ટ્રગલ કર્યા પછી મને મહેશ ભટ્ટની ટીવી સિરીઝમાં રોલ મળ્યો. એક એપિસોડના મને 1500 રૂપિયા મળતા હતા. ત્યારબાદ મારું કામ લોકોએ નોટિસ કર્યું અને મને પહેલી બોલિવૂડ ફિલ્મ મળી ત્યારબાદ સત્યાએ મને મોટો બ્રેક આપ્યો. પછી અવોર્ડ મળ્યો. મેં મારું પહેલું ઘર ખરીદ્યું અને જાણતો હતો કે હું અહીંયા સેટ થઇ જઈશ. 67 ફિલ્મ્સ પછી આજે હું અહીંયા છું.
View this post on InstagramA post shared by Humans of Bombay (@officialhumansofbombay) on Jul 1, 2020 at 5:25am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3in0Cx5
https://ift.tt/2CWrjs8
No comments:
Post a Comment
If you have any doubts please let me know!