સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. નેપોટિઝ્મને લઈ કરન જોહરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. કરન વિવાદોમાં આવ્યા બાદ રોહિત શેટ્ટીએ તેનું નામ ‘સૂર્યવંશી’માંથી હટાવી દીધું હોવાની ચર્ચા થતી હતી. જોકે, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે આ વાતને ખોટી ગણાવી હતી.
ફિલ્મ સાથે જોડાયેલી અફવા ઉડાવ્યા બાદ ક્રિટિક તરણ આદર્શે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું, મહત્ત્વનું, સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કરન જોહર ‘સૂર્યવંશી’નો હિસ્સો નથી. આ વાત ખોટી છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ખુલાસો આપ્યો છે.
IMPORTANT... News doing the rounds of #KaranJohar not being part of #Sooryavanshi is untrue, clarifies #RelianceEntertainment. pic.twitter.com/0IT9qnNdyS
— taran adarsh (@taran_adarsh) July 1, 2020
રોહિત શેટ્ટીની કૉપ યુનીવર્સની આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મને કરન જોહર, અરુણા ભાટિયા તથા રોહિત શેટ્ટીએ સાથે મળીને પ્રોડ્યૂસ કર્યું છે. ફિલ્મને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે.
MAMI ફિલ્મ ફેસ્ટિવલના બોર્ડમાંથી રાજીનામુ આપ્યું
કરન જોહર ઘણાં વર્ષોથી MAMI ફિલ્મ ફેસ્ટિવલ બોર્ડનો સભ્ય છે. જોકે, વિવાદમાં ના આવતા તેણે આ ફિલ્મ ફેસ્ટિવલની ડિરેક્ટર સ્મૃતિ કિરણને રાજીનામુ મેલ કર્યું હતું. ફેસ્ટિવલની ચેર પર્સન દીપિકા પાદુકોણે કરનને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માન્યો નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Zzcnbj
https://ift.tt/3isquI6
No comments:
Post a Comment
If you have any doubts please let me know!