Friday, July 31, 2020

‘‘અપુન કા બોયફ્રેન્ડ ભી ગુંડા હૈ, ડૉન અપુન કે ઉપર હૈ ’’, રિયા ચક્રવર્તીનો વીડિયો વાઇરલ

વીડિયો ડેસ્કઃ સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા કેસની તપાસ વચ્ચે એક્ટ્રસ રિયા ચક્રવર્તીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં રિયા કહે છે કે, ‘‘અપુન કા બૉયફ્રેન્ડ ભી ગુંડા હૈ ઔર અપુન લોગ ગુંડા લોગ સે ગુંડાગર્દી કરાતે હૈ.’’ આ ઉપરાંત તે વધુમાં કહે છે કે, ‘‘અપુન ડૉન નહીં હૈ ડૉન તો અપુન કે ઉપર હૈ.’’ વીડિયોમાં રિયા એકલી જ દેખાઈ રહી છે અને આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાતું નથી. મહત્ત્વનું છે કે, દિવ્ય ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
"Apun ka boyfriend bhi gunda hai, don apun ke upar hai", Rhea Chakraborty's video goes viral


from Divya Bhaskar https://ift.tt/317Ye5B
https://ift.tt/3hNhJHc

EDએ પણ કેસ દાખલ કર્યો, પિતાએ રિયા ચક્રવર્તી પર 15 કરોડની હેરાફેરીનો આક્ષેપ મૂક્યો હતો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં શુક્રવાર (31 જુલાઈ)ના રોજ મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. હવે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ આ કેસમાં PMLA હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં સુશાંતના પરિવાર તરફથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આક્ષેપ લગાવીને રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

ગુરુવારે EDએ બિહાર પોલીસ પાસેથી માહિતી લીધી હતી
આ પહેલાં 30 જુલાઈ, ગુરુવારના રોજ EDએ બિહાર પોલીસ પાસે આ કેસની FIRની કૉપી તથા સુશાંતના બેંક ખાતાની માહિતી લીધી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે EDએ આ કેસમાં મની લોન્ડરિંગ એન્ગલથી પણ તપાસ કરવી જોઈએ.

સ્ટાર્ટઅપ તથા મની ટ્રાન્સફરને કારણે તપાસ
સુશાંતના પિતાનો આક્ષેપ હતો કે સુશાંતના બેંક અકાઉન્ટથી 15 કરોડ રૂપિયા ત્રણ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ અકાઉન્ટ્સ રિયા, તેના ભાઈ શૌવિક તથા તેની માતા છે. સુશાંત તથા રિયાએ ત્રણ સ્ટાર્ટ-અપમાં રોકાણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant suicide case ED also files case, father accuses Rhea Chakraborty of embezzling Rs 15 crore


from Divya Bhaskar https://ift.tt/2D8w0Q1
https://ift.tt/3164ZVj

કંગના રનૌતે સુશાંતના પરિવાર પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું- તે માત્ર પૈસા પર ધ્યાન આપી રહ્યા છે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે બિહાર પોલીસની ટીમ પણ તપાસ કરી રહી છે. રિયા ચક્રવર્તીએ સુશાંતના પૈસા લઈ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે આ એન્ગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન સુશાંતના વકીલે કહ્યું હતું કે એક્ટરના મોત પાછળ નેપોટિઝ્મ કે મૂવી માફિયાઓનો કોઈ સંબંધ નથી. વકીલની આ વાત પર કંગનાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કંગના માને છે કે સુશાંતનો પરિવાર હવે માત્ર પૈસા પર જ ફોકસ કરી રહ્યો છે.

કંગનાની ટીમે ટ્વીટ કરી
કે કે સિંહના વકીલે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંત કેસમાં કંગનાએ નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ તેને આ કેસ સાથે કોઈ લેવા-દેવા નથી. આ વાત પર પ્રતિક્રિયા આપતા કંગનાની ટીમે કહ્યું હતું, કમનસીબે તેમનો પરિવાર માત્ર પૈસા પર ફોકસ કરી રહ્યા છે. સુશાંતે બુલી તથા હેરેસમેન્ટ અંગે જે કંઈ પણ કહ્યું હતું તે તમામ ઈન્ટરવ્યૂ તથા પોસ્ટની અવગણના કરવામાં આવી છે. આ કેસમાં પોલિટિકલ નેપો માફિયા પણ જોડાયેલા છે.

શું રણબીર તથા વરુણની સાથે આવું થાત?
કંગનાએ બીજી ટ્વીટમાં કહ્યું હતું, જો તેમણે સુશાંતને માર્યો છે તો તેમના માટે આ એકદમ સહેલું હતું. તો શું તેઓ રણબીર કપૂર કે વરુણ ધવનની સાથે આ બધું કરી શકશે. તેઓ માને છે કે નેપોટિઝ્મ તથા પક્ષપાત ક્રિમિનલ અપરાધ નથી.

આ પ્રસંગે બુલી-વડને સારી જગ્યા બનાવી શકાય છેઃ કંગના
કંગનાની ટીમે કહ્યું હતું કે જો કેસમાં બીજા મુદ્દાઓ પણ ધ્યાન લેવાય તો બોલિવૂડમાં મોટું પરિવર્તન આવી શકે છે. માત્ર મની લોન્ડરિંગ જ ક્રિમિનલ અપરાધ છે. આ વાત સાચી છે કે જો આપણી પાસે બુલી-વુડ (બોલિવૂડ)ના કાયદા બદલીને આઉટસાઈડર્સ માટે આને સલામત જગ્યા બનાવવાની તક છે. જો મૂવી માફિયાને બદલે માત્ર પૈસા પર ધ્યાન આપવામાં આવશે તો આ તક જતી રહેશે.

નેપોટિઝ્મનો આ કેસ સાથે સંબંધ નથીઃ વકીલ
સુશાંત સિંહના મૃત્યુ બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ તથા પક્ષપાતનો મુદ્દો ગરમાયો છે. અનેક લોકો માની રહ્યા છે કે ઈન્ડસ્ટ્રીએ સુશાંતને સ્વીકાર્યો નહોતો અને આ વાતથી તે દુઃખી હતી. સોશિયલ મીડિયામાં ઈન્ડસ્ટ્રીને લઈ ખુલાસાઓ પણ થયા હતા. જોકે, ઝૂમ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કે કે સિંહના વકીલે કહ્યું હતું કે કંગનાએ હાઈલાઈટ કરેલા મુદ્દાઓ તથા સોશિયલ મીડિયા પોસ્ટનું આ કેસ સાથે કંઈ જ લેવા-દેવા નથી. આ સાથે જ વકીલે એમ પણ કહ્યું હતું કે આજ સુધી કંગનાએ સુશાંતના પરિવારનો સંપર્ક કર્યો નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Kangana Ranaut feels Sushant Singh Rajut's family is only focusing on the monetary part and ignoring the rest


from Divya Bhaskar https://ift.tt/2P9baTf
https://ift.tt/3jV9MBH

રિયાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું, સુશાંત ડિપ્રેશનમાં હતો, તેના પિતાએ મને ખોટી રીતે આ કેસમાં ફસાવી

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોતાની વિરુદ્ધ પટનામાં થયેલી FIR બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કેસ મુંબઈ ટ્રાન્સફર થાય તેવી માગણી કરી છે. આ અરજીમાં રિયાએ સુશાંતની સાથે લિવ-ઈનમાં રહેવાની વાત સ્વીકારી છે અને કહ્યું હતું કે મૃતકના પિતા પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેને ખોટી રીતે ફસાવી રહ્યા છે.

રિયાએ અરજીમાં વધુ કહ્યું હતું કે સુશાંત થોડાં સમયથી ડિપ્રેશનમાં હતો અને દવા પણ લેતો હતો. રિયાએ કોર્ટને કહ્યું હતું કે એક્ટરના મૃત્યુ પછી તેને સતત દુષ્કર્મ તથા મોતની ધમકીઓ મળી રહી છે અને તેને કારણે તે આઘાતમાં છે.

ખોટા રીતે ફસાવામાં આવી
રિયાએ તરફથી વકીલે અરજીમાં કહ્યું હતું, અરજીકર્તા એક એક્ટ્રેસ છે અને 2012થી એક્ટિંગ કરે છે. હાલમાં અજીબોગરીબ માહોલ તથા તથ્યોમાં મૃતકના પિતા કૃષ્ણ કિશોર સિંહ અરજીકર્તાને વર્તમાન પરિસ્થિતિમાં ખોટી રીતે ફસાવી રહ્યા છે.

સુશાંતના મોતને કારણે ઘેરો આઘાત
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અરજીકર્તાને મોત તથા દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે અને મૃતકના જવાથી અરજીકર્તા ઘેરા આઘાતમાં છે. દુષ્કર્મ તથા મોતની સતત મળતી ધમકીઓને લઈ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

બંને લિવ-ઈનમાં રહેતા હતા
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ વાતનો ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે કે મૃતક તથા અરજીકર્તા એક વર્ષથી લઈ આઠ જૂન, 2020 સુધી લિવ-ઈનમાં રહેતા હતા.

સુશાંત ડિપ્રેશનની દવા લેતો હતો
અરજીમાં રિયાએ એમ પણ કહ્યું છે કે મૃતક થોડાં સમયથી ડિપ્રેશનમાં હતો અને દવા પણ લેતો હતો. 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
"Sushant was depressed, his father wrongly implicated me in the case," Rhea said in a petition filed in the Supreme Court.


from Divya Bhaskar https://ift.tt/2Ezh65L
https://ift.tt/3gbnWMN

સુશાંતના મિત્ર મહેશ શેટ્ટીએ બિહાર પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં મોટો ખુલાસો કર્યો, રિયા પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી, ફોન વારંવાર ચેક કરતી હતી

સુશાંત સિંહના પિતા કેકે સિંહે બિહારમાં કેસ ફાઈલ કર્યા બાદ ઘણા મોટા ખુલાસા થઇ રહ્યા છે. ઘણા લોકોના સ્ટેટમેન્ટ બાદ રિયા ચક્રવર્તી પર સવાલ ઊઠી રહ્યા છે. હવે આ કેસમાં સુશાંતના નજીકના મિત્ર મહેશ શેટ્ટીએ રિયાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે ત્યારબાદ બિહાર પોલીસ તેને પ્રાઈમ વિટનેસ બનાવવાની છે. મહેશે જણાવ્યું કે તેણે સુશાંતને તેના પિતા સાથે વાત કરવાની સલાહ આપી હતી પરંતુ સુશાંતે એવું કહીને ના પાડી દીધી કે રિયા તેને આવું નહીં કરવા દે અને તે વારંવાર તેનો ફોન ચેક કરતી રહે છે.

સુશાંતના ફોનની જાસૂસી કરતી
CNN ન્યૂઝ 18ના સોર્સના જણાવ્યા મુજબ બિહાર પોલીસ મહેશના ખુલાસા બાદ તેને પ્રાઈમ વિટનેસ બનાવી રહી છે. મહેશે જણાવ્યું કે તેણે સુશાંતને તેના પરિવાર સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ એક્ટરે કહ્યું હતું કે રિયા તેને આવું કરવા દેશે નહીં. સુશાંતે મહેશને એવું પણ કહ્યું કે રિયા સતત તેનો ફોન ચેક કરતી રહે છે. ઉપરાંત રિયા અને તેની માતા ઇચ્છતા હતા કે તે તેની આખી ટીમ બદલી લે પણ આનાથી સુશાંત ખુશ ન હતો.

મહેશ શેટ્ટીને પ્રાઈમ વિટનેસ બનાવી શકાય
સુશાંતના મૃત્યુ બાદ તેના રૂમમાં સૌપ્રથમ એન્ટર થનાર વ્યક્તિ મહેશ શેટ્ટી હતો. મૃત્યુ પહેલાં સુશાંતે રિયા અને મહેશને જ છેલ્લીવાર ફોન કર્યો હતો. જોકે મોડી રાત્રે ફોન કર્યો હોવાના કારણે બંનેએ કોલ રિસીવ કર્યો ન હતો. આ બધું જોઈને બિહાર પોલીસે મહેશની પૂછપરછ કરી જેમાં તેણે મોટો ખુલાસો કર્યો. હવે બિહાર પોલીસ ટૂંક સમયમાં મહેશને પ્રાઈમ વિટનેસ બનાવશે.

સુશાંતની બહેન મિતુએ પણ કહ્યું, રિયા સુશાંતને કંટ્રોલ કરતી હતી
સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે બિહાર પોલીસને તેનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિતુએ બિહાર પોલીસને એવું જણાવ્યું કે રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો અને ભૂત-પ્રેતની સ્ટોરી કહીને તેને ડરાવીને ઘર પણ બદલાવ્યું. તેની મંજૂરી મળ્યા બાદ જ સુશાંત તેના ઘરના લોકો સાથે વાત કરી શકતો હતો.

રિયા બહેનોને સુશાંતને મળવા દેતી ન હતી
મિતુના જણાવ્યા મુજબ, જ્યારે તે અને તેની બહેનો સુશાંતને મળવા જતી ત્યારે તેમને બિલ્ડિંગ નીચે જ ઘણા કલાક સુધી રાહ જોવડાવવામાં આવતી. તેમને કહેવામાં આવતું કે સુશાંત ઘરે નથી. રિયા ઘરે આવે ત્યાં સુધી તેમને રાહ જોવી પડતી અને રિયા ખુદ તેમને નીચે લેવા આવતી ન હતી. મિતુના જણાવ્યા મુજબ રિયાને સુશાંતની બહેનો ત્યાં રહેતી એ જરાપણ ગમતું ન હતું. આ બાબતે તેના સુશાંત સાથે ઝઘડા પણ થતા રહેતા.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
બિહારમાં કેસ ફાઈલ થતા રિયા પર સુશાંતના પૈસા ખોટી રીતે વાપરવાનો અને તેની મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ચેડાં કરવાના આરોપ લાગ્યા છે. તેના વિરુદ્ધ રિયાએ હાઇકોર્ટમાં યાચિકા ફાઈલ કરી છે જેમાં તેણે કહ્યું છે કે સુશાંતના પિતા કેકે સિંહે તેની વિરુદ્ધ ખોટો કેસ કર્યો છે. સુશાંત ડિપ્રેશનમાં હતો જેને કારણે તેણે આત્મહત્યા કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's Friend Mahesh Shetty Made A Big Disclosure In A Statement To The Bihar Police Rhea Did Not Let Him Talk To His Family, Used To Check His Phone Constantly


from Divya Bhaskar https://ift.tt/3fi3NmQ
https://ift.tt/3glqmbK

સુશાંતના CAએ બેંક ડિટેલ શૅર કરીને કહ્યું, સુશાંતના ખાતામાંથી રિયાએ કોઈ મોટી રકમ ટ્રાન્સફર કરી નથી

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવતા રહે છે. થોડા દિવસ પહેલાં જ એક્ટરના પિતા કે કે સિંહે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી પર બેંક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, સુશાંતના CA સંદીપ શ્રીધરે આ આક્ષેપોનું ખંડન કર્યું છે. તેમના મતે જે રકમનો દાવો કરવામાં આવ્યો છે તેટલી રકમ સુશાંતના અકાઉન્ટમાં હતી જ નહીં.

રિયાના ખાતામાં કોઈ મોટી રકમ ટ્રાન્સફર થઈ નથી
સંદીપ શ્રીધર એક વર્ષ સુધી સુશાંતનો CA હતો. સંદીપે કહ્યું હતું કે સુશાંતના અકાઉન્ટમાંથી રિયા અથવા તેના પરિવારના ખાતામાં એક લાખ રૂપિયા પણ ટ્રાન્સફર થયા નથી. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં સંદીપે કહ્યું હતું કે થોડાંક હજાર રૂપિયાને બાદ કરતાં રિયાના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઈ નથી. એકવાર રિયાની માતાએ સુશાંતના અકાઉન્ટમાં 33 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. તે ફિલ્મ સ્ટાર હતો. આથી જ તે પોતાની લાઈફસ્ટાઈલ પ્રમાણે ખર્ચ કરતો હતો. બંને (સુશાંત-રિયા) સાથે મુસાફરી કરતા હતા અને સુશાંત પોતાની મરજી પ્રમાણે રહેતો હતો.

સુશાંતના શોપિંગ, ભાડું તથા પ્રવાસના ખર્ચા હતા
સંદીપે આગળ કહ્યું હતું, શોપિંગ, ભાડું તથા પ્રવાસ પર સુશાંત પૈસા ખર્ચ કરતો હતો. જેટલો દાવો કરવામાં આવે છે તેટલી કુલ આવક સુશાંતની હતી જ નહીં. છેલ્લાં એક વર્ષથી સુશાંતની કમાણી ઓછી થઈ ગઈ હતી. સુશાંતના અકાઉન્ટની ડિટેલ પણ સંદીપે શૅર કરી હતી.

ખર્ચ રકમ
GST+ ઈનકમટેક્સ (જાન્યુઆરી, 2019થી જૂન 2020 સુધી) 2.7 કરોડ રૂ.
ક્વાન (ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની)નો ખર્ચ 61 લાખ રૂ.
કોટક મહિન્દ્રામાં ટર્મ ડિપોઝિટ 2 કરોડ રૂ.
ભાડું 60 લાખ રૂ.
એસ્ટેટ એજન્ટનો ખર્ચ 3.87 લાખ રૂ.
લોનાવાલા ફાર્મહાઉસનું ભાડું 26.40 લાખ રૂ.
સાથે કરેલા પ્રવાસનો ખર્ચ 4.87 લાખ રૂ.
વિદેશ ટૂર 50 લાખ રૂ.
આસામથી કેરળનો પ્રવાસ 2.5 કરોડ રૂ.
મિલાપને ડોનેશન 9 લાખ રૂ.

સુશાંતના પિતાએ શું આક્ષેપ કર્યો?
25 જુલાઈના રોજ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં સુશાંતના પિતા કે કે સિંહે રિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું હતું કે સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા અને એક વર્ષમાં 15 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. આ પૈસા જે જગ્યાએ ટ્રાન્સફર થયા તે અકાઉન્ટ સાથે તેમના દીકરાને કોઈ જ લેવાદેવા નથી. કે કે સિંહે સુશાંતના તમામ અકાઉન્ટની તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's CA shows bank details, says Rhea has not transferred any large amount from Sushant's account


from Divya Bhaskar https://ift.tt/31j0vLt
https://ift.tt/2Do6GVW

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પરનો આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ સાબિત થયો તો 10 વર્ષની સજા થઇ શકે છે

સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે પટનામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત છ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની FIR ફાઈલ કરાવી છે. ત્યારબાદ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં IPC ધારા 306, 341, 342, 380, 406 અને 420 હેઠળ FIR રજિસ્ટર થઇ હતી.

આ કેસ હવે વધુ જટિલ થઇ ગયો છે. સવાલ ઊઠી રહ્યા છે કે શું ખરેખર રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો? આ તપાસનો વિષય છે અને પોલીસ આનો જવાબ શોધી રહી છે પરંતુ કોઈ આત્મહત્યા કરે ત્યારે તેને ઉશ્કેરવાનો આરોપ કઈ રીતે સાબિત થાય અને તેમાં સજા કેટલી છે?

આત્મહત્યા માટે ઉશ્કેરવું શું છે?

  • IPC ધારા 306 અનુસાર, જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે અને જો કોઈએ તેને આવું કરવા માટે ઉશ્કેર્યો છે તો તેને સજા આપી શકાય છે.
  • આરોપ સાબિત થાય તો દોષીને વધુમાં વધુ 10 વર્ષની જેલ અને આર્થિક દંડ ફટકારવામાં આવે છે. સામાન્ય રીતે દોષી વ્યક્તિ પાસેથી મળેલ દંડની રકમ મૃતકના પરિવારને આર્થિક સહાયતા રૂપે આપવામાં આવે છે.
  • IPCમાં આત્મહત્યા કરવા માટે ઉશ્કેરનારની વ્યાખ્યા ધારા 108માં આપી છે. ઉશ્કેરાટમાં કોઈને દુષ્પ્રેરિત કરવા, ષડયંત્રમાં સામેલ હોવું અથવા કોઈ ગુનામાં સાથ આપવો સામેલ છે.

આ કેટલો ગંભીર ગુનો છે?

  • આ આરોપ હેઠળ કોઈ વ્યક્તિની ધરપકડ થાય તો તેની બેલ સેંશન કોર્ટમાંથી જ થાય છે. આ એક પ્રજ્ઞેય (કોગ્નિઝેબલ), નોન- બેલેબલ અને નોન- કમ્પાઉન્ડેબલ ગુનો છે.
  • કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ અધિકારીને ધરપકડ માટે કોર્ટના અરેસ્ટ વોરન્ટની જરૂર નથી. નોન - બેલેબલ ગુનામાં આરોપીને બેલ માત્ર કોર્ટમાંથી જ મળે શકે છે.
  • નોન- કમ્પાઉન્ડેબલ ગુનામાં કોઈ ફરિયાદી તેની ફરિયાદ પાછી લઇ શકે નહીં. આમાં આરોપી અને ફરિયાદી વચ્ચે કોઈ કોમ્પ્રોમાઇઝ થઇ શકે નહીં.

તો શું આત્મહત્યા માટે ઉશ્કેરવું પણ હત્યા છે?

  • ના. સુપ્રીમ કોર્ટે 1997માં એક નિર્ણય લીધો હતો જેમાં કહ્યું હતું કે ભલે આરોપીનો હેતુ કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો હોય, તેને હત્યા માની શકાય નહીં.
  • ભલે બંને કેસમાં હેતુ એક જ છે કે તે વ્યક્તિનું મૃત્યુ થવું જોઈએ. તેમ છતાં બંને અલગ- અલગ ગુના માનવામાં આવશે. આને હત્યા ગણવામાં નહીં આવે.
  • જો વ્યક્તિ A એ Bને ઉશ્કેર્યો કે તે Dની હત્યા કરવા માટે Cને ઉશ્કેરે તો પણ કેસ માત્ર C પર ચાલશે. A અને B પર ઉશ્કેરવાનો જ આરોપ લાગશે.
  • હત્યા થયા બાદ જેણે હત્યા કરી છે તે જ આરોપી થશે. તેને આવું કરવા માટે ઉશ્કેરનાર વ્યક્તિને અન્ય ધારા હેઠળ સજા થશે. હત્યાના આરોપીની જેમ નહીં.

સુશાંતના કેસમાં કોર્ટ કઈ રીતે નક્કી કરશે કે રિયાએ તેને ઉશ્કેર્યો?

  • આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં બે ફેક્ટર જરૂરી છે. પહેલું કે કોઈએ આત્મહત્યા કરી હોય અને બીજું, કોઈએ હેતુપૂર્વક તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોય.
  • આ કેસમાં સુશાંતની આત્મહત્યા છે. એટલે પહેલું ફેક્ટર છે. પરંતુ, બીજા ફેક્ટર હેઠળ એ સાબિત કરવું જરૂરી છે કે રિયાએ જ સુશાંતને આવું કરવા માટે ઉશ્કેર્યો હતો.
  • કોર્ટ ફેક્ટ્સની તપાસ કરશે અને જોશે કે રિયાનો હેતુ શું હતો? તે શું ઇચ્છતી હતી કે સુશાંત આત્મહત્યા કરે? જો આવું નથી તો તેને દોષી માનવામાં આવશે નહીં.

પરંતુ કોર્ટ કોઈના હેતુ કઈ રીતે નક્કી કરી શકે છે?

  • સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું હતું કે કોઈએ કહી દીધું કે 'જા અને મરી જા' અને તે વ્યક્તિ મરી જાય તો તે વ્યક્તિને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપી ગણી શકાય નહીં.
  • આનાથી સ્પષ્ટ થાય છે કે કોઈને ગુસ્સમાં કે આવેશમાં કઈ બોલી દેવું એ આત્મહત્યા માટે ઉશ્કેરવું નથી. આ પ્રકારના કેસમાં કોઈ આરોપીને દોષી જાહેર કરી શકાય નહીં.
  • આવા કેસમાં આરોપીના હેતુ જોવામાં આવે છે. તેનું સામાન્ય વર્તન જોવામાં આવે છે. જો તેઓ હંમેશાં આ જ પ્રકારના શબ્દો બોલી રહ્યા હોય તો તેને દોષી માની શકાય નહીં.
  • 2017ના એક કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઉશ્કેરવા માટે આરોપી ગુના સાથે જોડાયેલ હોવો જરૂરી છે. જો માત્ર આશંકા છે તો તેને દોષી માની શકાય નહીં.
  • આ જ રીતે આત્મહત્યા કરનાર ઇમોશનલી સામાન્ય લોકોની સરખામણીએ નાજુક હોય તો આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ નબળો થઇ જાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Girlfriend Rhea Chakraborty News Update; Know What Is Maximum Punishment


from Divya Bhaskar https://ift.tt/3fgBoh8
https://ift.tt/39MDlRd

સુશાંતના રૂમ મેટ સિદ્ધાર્થ પિઠાનીનો આક્ષેપ- રિયા વિરુદ્ધ ખોટું નિવેદન આપવા માટે પરિવાર દબાણ કરે છે, ફડણવીસે CBI તપાસની માગ કરી

સુશાંત સિંહ રાજપૂતના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાનીએ એક્ટરના પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. મુંબઈ પોલીસને એક ઈ-મેલ મોકલીને સિદ્ધાર્થે આક્ષેપ કર્યો છે કે તેની પર રિયા ચક્રવર્તી વિરુદ્ધ નિવેદન આપવા માટે સુશાંતનો પરિવાર દબાણ કરે છે. વાસ્તવમાં તેને આ અંગે કંઈ જ ખબર નથી.

સિદ્ધાર્થે મુંબઈ પોલીસને ઈ-મેલ કર્યો

  • સિદ્ધાર્થે મુંબઈ પોલીસને ઈ-મેલમાં કહ્યું હતું, 22 જુલાઈના રોજ સુશાંતના પરિવારમાંથી ઓપી સિંહ, મિતુ સિંહ તથા એક અજાણ્યા નંબરથી કૉન્ફરન્સ કૉલ આવ્યો હતો. આ કૉલમાં મને રિયા ચક્રવર્તી જ્યારે સુશાંત સાથે માઉન્ટ બ્લેન્કમાં રહેતી હતી તો તેમના ખર્ચ અંગે સવાલ કર્યો હતો.
  • 27 જુલાઈના રોજ મારી પર એક અજાણ્યા નંબરથી ઓ પી સિંહનો ફોન આવ્યો હતો અને તેમણે મને રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહાર પોલીસને નિવેદન આપવાનું કહ્યું હતું.
  • મારી પર પહેલા એક કૉલ આવ્યો અને પછી એક અજાણ્યા નંબરથી પણ કૉલ આવ્યો હતો પરંતુ 40 સેકન્ડ પછી ફોન કપાઈ ગયો હતો. કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી. મને જે વાતની માહિતી નથી, એ વાતને લઈ દબાણ કરવામાં આવી રહ્યું છે.

EDએ મની લોન્ડરિંગ એન્ગલથી તપાસ શરૂ કરવી જોઈએઃ ફડણવીસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને સુશાંત કેસની તપાસ CBI કરે તેવી માગણી કરી છે. તેમણે કહ્યું હતું, EDએ પોતાની તપાસ લોન્ડરિંગના એન્ગલથી શરૂ કરી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચિરાગ પાસવાન સહિત ઘણા લોકોએ CBI તપાસની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે CBI તપાસની માગણી કરતી જનહિતની અરજી ફગાવી દીધી હતી. હવે પટના હાઈકોર્ટમાં CBI તપાસની માગ કરતી એક અરજી કરવામાં આવી છે.

સુશાંતના મિત્રનો દાવો, મુંબઈ પોલીસે નિવેદન લીધુ નથી
સુશાંતના નિકટના મિત્ર સંદીપ સિંહે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસે હજી સુધી સત્તાવાર રીતે તેની પૂછપરછ કરી નથી. મુંબઈ પોલીસનો ફોન આવ્યો હતો અને અનેક બાબતો પૂછી હતી. જોકે, હજી સુધી સત્તાવાર રીતે નિવેદન નોંધવામાં આવ્યું નથી. સંદીપે એ પણ ખુલાસો કર્યો હતો કે સુશાંત ખુજમિજાજ યુવક હતો. તે આત્મહત્યા કરે તેવો નહોતો. તે હંમેશાં ફિલ્મ તથા કરિયર અંગે વાતો કરતો હતો.

મુંબઈ પોલીસે સચ્ચાઈ સામે લાવવાની જરૂર
સંદીપે અન્ય એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભલે જે પણ થયું હોય...મર્ડર હોય કે આત્મહત્યા પરંતુ મુંબઈ પોલીસે આ વાત સામે લાવવાની જરૂર છે, કારણ કે અત્યાર સુધી પોલીસે આ કેસની ઘણી જ તપાસ કરી લીધી છે.

બિહાર પોલીસે અત્યાર સુધી છ લોકોની પૂછપરછ કરી
બિહાર પોલીસ મુંબઈ સુશાંત કેસની તપાસ અર્થે આવી છે. સુશાંત સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં બિહાર પોલીસે કુક, તેની બહેન મિતુ સિંહ, પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સહિત છ લોકોના નિવેદન લીધા છે. સુશાંતે આત્મહત્યા કરી ત્યારે કુક ઘરમાં જ હાજર હતો.

મુંબઈ પોલીસ સહયોગ આપતી નથી
બિહાર સરકારના એડવોકેટ જનરલ લલિત કિશોરે કહ્યું હતું કે એક રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં તપાસ માટે જાય છે તો તેને મદદ કરવામાં આવે છે પરંતુ કમનસીબે અહીંયા મુંબઈ પોલીસ કોઈ રીતે મદદ કરી નથી.

બિહાર પોલીસને મુંબઈ પોલીસનો સહયોગ મળ્યો નથી. બિહાર પોલીસની ટીમ ઓટોમાં ફરીને લોકોના નિવેદન લઈ રહી છે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's roommate Siddharth Pithani alleges family pressures him to make false statement against Rhea


from Divya Bhaskar https://ift.tt/30cGpD9
https://ift.tt/317k1tV

‘શકુંતલા દેવી’માં હ્યુમન કમ્પ્યુટરથી લઈ સંબંધોના તાણાવાણાની વાત

સમયઃ બે કલાક સાત મિનિટ
રેટિંગઃ ચાર સ્ટાર

આ ફિલ્મ આમ તો ‘હ્યુમન કમ્પ્યુટર’ શકુંતલા દેવીની બાયોપિક છે. ફિલ્મમાં શકુંતલા દેવીની સફર બતાવવામાં આવી છે. શકુંતલા દેવી કોઈ પણ મશીનની મદદ વગર જટીલ ગણિતના કોયડાનો ચપટી વગાડતા જવાબ આપી દેતા હતા. પાંચ વર્ષની ઉંમરથી તેમને ગણિત પ્રત્યે પ્રેમ હતો. પોતાની આ આગવી પ્રતિભાને કારણે તેઓ વિશ્વભરમાં લોકપ્રિય થયાં હતાં. ફિલ્મમાં શકુંતલા દેવીના પરિવાર તથા તેમની દીકરી સાથેના સંબંધો પર પણ વાત કરવામાં આવી છે.

સવાલની વચ્ચે શકુંતલા દેવીની વાત
ફિલ્મમાં એક મુશ્કેલ સવાલ સાથે શકુંતલા દેવી ડીલ કરે છે કે ‘વિશ્વને જીતવું પણ છે અને એક જગ્યાએ ટકી પણ રહેવાનું છે.’ સાંભળવામાં તથા કરવામાં આ વાત ઘણી સરળ લાગે છે પરંતુ આ વાતને વ્યવહારમાં લાવવી સરળ નથી. શકુંતલા દેવીનું પાત્ર નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી આ દ્વંદ્વની વચ્ચે ચાલે છે. એક જીનિયસનું અંગત જીવન કેટલું જટિલ હોઈ શકે છે તે વાત જાણ્યા બાદ નવાઈ લાગે છે. શકુંતલા જીનિયસ છે અને જીનિયસ પાસે અનેક સવાલો હોય છે. તે સવાલોને કારણે શકુંતલા પોતાની માતા સાથે આજીવન નારાજ રહે છે. પોતાના અપ્પા એટલે કે પિતાના જીવન જીવવાની બાબતો તેને પસંદ નથી. ખાસ કરીને તેની દિવ્યાંગ બહેન શારદાનું નાની ઉંમરમાં જ અવસાન થઈ જાય છે.

શકુંતલા દેવી દુનિયાની રીત પર સવાલો કરે છે
શકંતુલા દેવી દુનિયાએ બનાવેલા નિયમો પર હંમેશાં સવાલ કરે છે. સંતોષજનક સવાલ ના મળે તો તે કોઈને છોડતા નથી પછી તે પિતા કે બે પ્રેમી ધીરજ, હેવિયર અને અંતે પતિ પરિતોષ પણ કેમ ના હોય. ધીરજ બેંગલુરુ પ્રવાસ દરમિયાન મળે છે અને હેવિયરને લંડનમાં મળે છે. બંને શકુંતલા સાથે યોગ્ય તાલમેલ નિભાવી શકતા નથી. પરિતોષ પણ શકુંતલાનો રબર સ્ટેપ બનીને જીવવા માગતો નથી.

વાર્તામાં દરેક પાત્રને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું
ડિરેક્ટર અનુ મેનને ફિલ્મની વાર્તાને શકુંતલાને એક માતા તરીકે અને એક સફળ સ્ત્રીના દૃષ્ટિકોણથી રજૂ કરી છે. આ સાથે જ શકુંતલાની દીકરી અનુપમા તથા પતિ પરિતોષનો દૃષ્ટિકોણ પણ બતાવવામાં આવ્યો છે. આ દૃષ્ટિકોણથી અનુ મેનને બાળકોની દબાયેલી ઈચ્છાઓ-આશાઓ, આકાંક્ષાઓ, મનોમંથનને રજૂ કર્યું છે. પરિવારમાં એક સભ્ય એકદમ સફળ હોય તો બીજા સભ્યની સતત તેની સાથે તુલના થતી રહી છે અને તેને કારણે અંતે તે બંડ પોકારે છે. ફિલ્મમાં આ વાતને ઘણી જ સહજતાથી વણી લેવામાં આવી છે.

વિદ્યાએ પાત્રમાં જીવ રેડી દીધો છે
વિદ્યા બાલને અત્યંત સફળ શકુંતલા દેવીના દૃષ્ટિકોણને એકદમ યોગ્ય રીતે રજૂ કર્યો છે. યુવા શકુંતલાથી લઈને વૃદ્ધ શકુંતલાની સફરને વિદ્યાએ રોમાંચક તથા વિચારશીલ બનાવી છે. ઘણીવાર સફળ લોકો પાસેથી અને તેમાંય ખાસ કરીને સ્ત્રીઓ પાસે હાઉસવાઈફ જેવા વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે. આ વાત ખોટી છે. વિદ્યાએ અસરકારક રીતે આ વાત રજૂ કરી છે. સફળતાની ઈચ્છામાં પોતાના લોકો દૂર જતા રહે છે અને તેની અસર કેવી પડે છે તે બાબત પણ ફિલ્મમાં સારી રીતે બતાવામાં આવી છે. વિદ્યા બાલન આજના સમયની ‘મધર ઈન્ડિયા’ છે.

ફિલ્મના બાકીના પાત્રોનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો
સાન્યા મલ્હોત્રાએ પોતાનો રોલ ઘણો જ સારી રીતે ભજવ્યો છે. સાન્યા એક વાર પણ ઓવર ધ ટોપ લાગી નથી. સાન્યાએ અનુપમા બેનર્જીનો રોલ પ્લે કર્યો છે. તેના પતિના રોલમાં અમિત સાધ છે. તે પત્નીને હંમેશાં સાથ આપે છે.

વાર્તાને યોગ્ય રીતે પ્લે કરવામાં આવી
ફિલ્મની વાર્તા લૉન લીનિયર રીતે ભૂતકાળ તથા વર્તમાનમાં આવે છે. સ્ક્રીનપ્લે યોગ્ય રીતે લખવામાં આવ્યો છે. યોગ્ય ઘટનાક્રમ યોગ્ય સમયે આવે છે. ગીત-સંગીત અસરકારક છે. જાપાનની DOP કિયોકી નાકાહારાએ ‘તાન્હાજી’માં સારું કામ કર્યું છે. આ વખતે તેમણે લંડન, કોલકાતા, બેંગલુરુ તથા મુંબઈને સારી રીતે કેપ્ચર કર્યું છે. મોટાભાગના સીન ઈનડોર છે પણ ફિલ્મ વિઝ્યુઅલી ઘણી જ સારી બની છે.

ડિરેક્ટર અનુ મેનને ઘણી જ સારી રીતે વાર્તા લખી છે. ફિલ્મમાં એકબીજાની કદર કરવી, કૅર કરવી, સમજવાનું કહે છે. મા-દીકરી, પતિ-પત્નીના સંબંધોને અસરકારક રીતે બતાવવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
film review of shakuntala devi


from Divya Bhaskar https://ift.tt/2CVxEVl
https://ift.tt/30ZkNt4

બિહાર પોલીસને કારણે મુંબઈ પોલીસે તપાસ અટકાવી, હાલ કોઈ નવા સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં નહીં આવે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે હાલ તપાસ અટકાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય બિહાર પોલીસના મુંબઈમાં ચાલી રહેલ ઇન્વેસ્ટિગેશનને ધ્યાનમાં રાખીને લેવાયો છે. મુંબઈ પોલીસ હવે મોનિટર કરી રહી છે કે બિહાર પોલીસ કઈ દિશામાં અને શું તપાસ કરી રહી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, અત્યારસુધી 38 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી ચૂકેલ મુંબઈ પોલીસ હાલ કોઈપણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે નહીં.

કરણ જોહરની પૂછપરછ અટકી
પોલીસ આ અઠવાડિયામાં જ ધર્મા પ્રોડક્શનના હેડ અને ફિલ્મમેકર કરણ જોહરને પોલીસ સ્ટેશન બોલાવવાની તૈયારીમાં હતી, પરંતુ હવે તેનું સ્ટેટમેન્ટ ક્યારે લેવામાં આવશે તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી. આ કેસમાં છેલ્લે મુંબઈ પોલીસે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું. તેના જણાવ્યા મુજબ કરણ જોહર અને સુશાંત વચ્ચે કોઈ પ્રકારનો કોઈ વિવાદ ન હતો.

બિહાર પોલીસ મુંબઈ પોલીસ પાસેથી ઇલેક્ટ્રિક એવિડન્સ માગશે
ઝડપથી તપાસ કરી રહેલ બિહાર પોલીસ મુંબઈ પોલીસ પાસેથી ઇલેક્ટ્રિક એવિડન્સ જેવા કે CCTV, CDR, ડેડબોડી અને ડેથ સ્પોટની વીડિયોગ્રાફી માગી શકે છે. આ સાથે જ નવેમ્બર 2019થી મૃત્યુ સુધી સુશાંતનું કાઉન્સેલિંગ કરી ચૂકેલ 6 ડોક્ટર્સની પૂછપરછ કરવાની તૈયારી છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે બિહાર પોલીસ રિયા ચક્રવર્તી સહિત 10 લોકોને IPC ધારા 161 અંતર્ગત નોટિસ ફટકારશે.

મિતુએ મુંબઈ પોલીસને શું સ્ટેટમેન્ટ આપ્યું?
સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે બિહાર પોલીસને તેનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. ત્યારબાદ સવાલ ઊઠી રહ્યા છે કે મુંબઈ પોલીસને તેણે સ્ટેટમેન્ટ કેમ આપ્યું ન હતું. આ બાબતે બે થિયરી ચાલી રહી છે. એક તરફ મુંબઈ પોલીસ એમ કહી રહી છે કે મિતુ વ્યસ્ત હોવાને કારણે તેનું સ્ટેટમેન્ટ આપવા ન આવી. જ્યારે સૂત્રોનું કહેવું છે કે મિતુએ બિહાર પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે તેને મુંબઈ પોલીસ પર ભરોસો ન હતો, માટે તે ત્યાં ન ગઈ.

સ્ટેટમેન્ટમાં FIRની વાતો જ ફરી કરી
મિતુએ બિહાર પોલીસને એ જ વાતો કરી જે તેના પિતા કેકે સિંહે પટનામાં ફાઈલ કરાવેલ FIRમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિતુએ બિહાર પોલીસને એવું પણ જણાવ્યું રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો અને ભૂત-પ્રેતની સ્ટોરી કહીને તેને ડરાવીને ઘર પણ બદલાવ્યું. તેની મંજૂરી મળ્યા બાદ જ સુશાંત તેના ઘરના લોકો સાથે વાત કરી શકતો હતો.

રિયા બહેનોને સુશાંતને મળવા દેતી ન હતી
મિતુના જણાવ્યા મુજબ, જ્યારે તે અને તેની બહેનો સુશાંતને મળવા જતી ત્યારે તેમને બિલ્ડિંગ નીચે જ ઘણા કલાક સુધી રાહ જોવડાવવામાં આવતી. તેમને કહેવામાં આવતું કે સુશાંત ઘરે નથી. રિયા ઘરે આવે ત્યાં સુધી તેમને રાહ જોવી પડતી અને રિયા ખુદ તેમને નીચે લેવા આવતી ન હતી. મિતુના જણાવ્યા મુજબ રિયાને સુશાંતની બહેનો ત્યાં રહેતી એ જરાપણ ગમતું ન હતું. આ બાબતે તેના સુશાંત સાથે ઝઘડા પણ થતા રહેતા.

રિયાની માતા સંધ્યા ચક્રવર્તી આખો દિવસ તેના ઘરે જ રહેતા. આ સુશાંતને ગમતું ન હતું પરંતુ તે ઘર છોડી શકતા ન હતા કારણકે રિયા તેને ધમકાવતી હતી કે જો તે આવું કરશે તો તે તેને બદનામ કરી દેશે. રિયાનો પરિવાર સુશાંતના ઘરમાં ઘર કરીને બેસી ગયો હતો અને તે તેમની સાથે સંબંધ પણ કટ કરી શકતા ન હતા. તેને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મુંબઈ પોલીસ આ અઠવાડિયે ધર્મા પ્રોડક્શનના હેડ અને ફિલ્મમેકર કરણ જોહરને પોલીસ સ્ટેશન બોલાવવાની તૈયારીમાં હતી.


from Divya Bhaskar https://ift.tt/3hWDtkb
https://ift.tt/338osYh

પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ સુશાંતના અવસાનના 46 દિવસ બાદ કહ્યું, તે કહેતો કે બધું જ પૂરું થઈ ગયું તો પણ મારું સામ્રાજ્ય ઊભું કરી લઈશ

સુશાંત સિંહ રાજપૂત સાથે અંકિતા લોખંડેના સાત વર્ષ સુધી સંબંધો રહ્યાં હતાં. સુશાંતના અવસાન બાદ અંકિતાએ પહેલી જ વાર આ મુદ્દે વાત કરી હતી. અવસાનના 46 દિવસ બાદ અંકિતાએ કહ્યું હતું કે તે પણ જાણવા માગે છે કે તેની સાથે આખરે એવું તો શું થયું હતું? અંકિતાએ કહ્યું હતું કે તેને ખ્યાલ છે ત્યાં સુધી સુશાંત ક્યારેય ડિપ્રેશનથી પીડાય નહીં.

અંકિતાએ ગુરુવાર (30 જુલાઈ)ના રોજ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સુશાંત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સુશાંત એવો વ્યક્તિ હતો જે પોતાના સપના ડાયરીમાં લખતો અને તેણે જીવનમાં ક્યારેય આવા વ્યક્તિ જોયા નથી. તેની પાસે પાંચ વર્ષનો પ્લાન હતો અને તેણે પાંચ વર્ષમાં એ બધું જ મેળવ્યું પણ હતું.

સુશાંત ડિપ્રેશનમાં હતો, તે વાત દુઃખ પહોંચાડે છે
અંકિતાએ કહ્યું હતું કે સુશાંત આત્મહત્યા કરે તેવો વ્યક્તિ નથી. તેમણે અનેક ખરાબ પરિસ્થિતિનો સાથે સામનો કર્યો હતો. તે એકદમ ખુશમિજાજમાં રહેતો વ્યક્તિ હતો. મેં તેના જેવો વ્યક્તિ ક્યારેય જોયો નથી. તેની પાસે હંમેશાં એક ડાયરી રહેતી હતી. આ ડાયરીમાં પાંચ વર્ષના સપના હતા અને તેણે આ સપના પૂરા કર્યાં હતાં. તે ડિપ્રેશનમાં હતો, આ વાત સાંભળીને દુઃખ થાય છે.

દાવા સાથે કહું છું કે તે ડિપ્રેશનમાં રહે તેવો નથી
સુશાંતને યાદ કરીને અંકિતાએ કહ્યું હતું કે તે દુઃખી હોઈ શકે છે, ઉદાસ હોઈ શકે છે પરંતુ ડિપ્રેશનમાં હોવાની વાત બહુ જ મોટી છે. કોઈને બાઈપોલર નામની બીમારી હતી તે વાત કહેવી મોટી છે. સુશાંતને તે ઓળખે છે. દાવા સાથે તે કહી શકે છે કે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. તે નાના શહેરમાંથી આવ્યો હતો. તેણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી હતી. તેની પાસેથી અનેક બાબતો શીખી હતી. તેણે એક્ટિંગ શીખવી હતી. કોઈને ખ્યાલ છે કે સુશાંત કોણ અને શું હતો?

તે સાત વર્ષનો સમય ઘણો જ સારો હતો
વધુમાં અંકિતાએ કહ્યું હતું કે તેને નાની-નાની બાબતોમાં ખુશી મળતી હતી. તે ખેતી કરવા માગતો હતો. તેણે કહ્યું હતું કે જો કંઈ ના થયું તો તે શોર્ટ ફિલ્મ બનાવશે. તે તણાવમાં નહોતો. તેને ખ્યાલ નથી કે પરિસ્થિતિ શું હતી. તે ક્યારેય ઈચ્છતી નથી કે લોકો તેને ડિપ્રેસ્ડ વ્યક્તિ તરીકે યાદ કરે. તે એક હીરો હતો, પ્રેરણા હતો, ટેલેન્ટેડ હતો. તે પોતાના ચાહકોને પ્રેમ કરતો હતો. તેની સાથે સાત વર્ષ પસાર કર્યાં હતાં અને તે સમય ઘણો જ સારો રહ્યો હતો.

બ્રેક માટે ત્રણ વર્ષ રાહ જોઈ, આટલી ધીરજ કોઈની પાસે હોતી નથી
અંકિતાએ આગળ કહ્યું હતું તેણે જોયું હતું કે સુશાંત કેટલી મહેનત કરે છે. તેણે થિયેટરમાં કામ કર્યું, સિરિયલમાં કામ કર્યું. તેણે જ્યારે ટીવી છોડ્યું ત્યારે તે ટીવીનો ટોચનો એક્ટર હતો. જોકે, તે કંઈક મોટું કરવા માગતો હતો. તેણે ફિલ્મમાં કામ કર્યું હતું. તે એક ક્રિએટિવ વ્યક્તિ હતો. તેણે એક બ્રેક માટે ત્રણ વર્ષ રાહ જોઈ હતી. તે ઘરે બેસી રહ્યો. દરેક વ્યક્તિ પાસે આટલી ધીરજ હોતી નથી પરંતુ તેની પાસે હતી.

તે હંમેશાં કહેતો કે બધું ખતમ થઈ જશે તો પણ સામ્રાજ્ય ઊભું કરી લઈશ
સુશાંતના જુનૂન અંગે અંકિતાએ કહ્યું હતું કે તેનામાં ગજબનો ઉત્સાહ તથા જુનૂન હતું. તે હંમેશાં કહેતો કે જો બધું જ પૂરું થઈ ગયું તો પણ તે પોતાનું સામ્રાજ્ય ઊભું કરી લેશે. જો તેને કંઈ જ નહીં મળે તો પણ તે કંઈકને કંઈક કરી જ લેશે. પૈસા તેના માટે ક્યારેય મહત્ત્વના રહ્યા નહોતા. તેના માટે ક્રિએટિવિટી, ફિલ્મ માટે જુનૂન તથા જીવનનો દૃષ્ટિકોણ જ મહત્ત્વનું હતું. તેણે જે પણ કર્યું તે મનથી કર્યું હતું.

બેકગ્રાઉન્ડ ડાન્સરથી સફર શરૂ કરી હતી
અંકિતાએ સુશાંતની જર્ની અંગે કહ્યું હતું કે તે શ્યામક દાવરના ગ્રુપમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. ત્યાંથી શરૂ થયેલી તેની સફર ‘દિલ બેચારા’ પર પૂરી થઈ હતી. તે હંમેશાં કહેતો કે સફળતા તથા નિષ્ફળતા વચ્ચે એક લાઈન છે. ધોની આવી જ લાઈનને ફોલો કરતો હોય છે. ધોની પર સારા તથા ખરાબ સમયની અસર થતી નથી. સુશાંત બસ આવો જ વ્યક્તિ બનવા માગતો હતો. તેના પર પરિસ્થિતિની બહુ અસર થતી નહોતી.

નાની ખુશીઓ મનાવતો અને બાળકોને તારાની વાત કરતો
લાઈફના ફંડા અંગે અંકિતાએ કહ્યું હતું કે તેને ફૅમ કે ડાઉનફૉલ ક્યારેય અસર કરતા નહોતા. તેને નાની-નાની બાબતોમાં ખુશીઓ મળતી હતી. તે બાળકોને તારાની વાત કરતો હતો અને તેના માટે આ જ અસલી ખુશી હતી. તે પૈસા માટે ક્યારેય મરી શકે નહીં. તે આ વાત ક્યારેય માની શકે તેમ નથી.

ગુલાબજાબું તથા ચોકલેટથી ખુશ થતાં બાળકો જેવો હતો
સુશાંતને યાદ કરતાં અંકિતા એક સમયે ઇમોશનલ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે આ દુઃખની વાત છે કે સુશાંત પર લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. આ લોકોને ખબર પણ છે કે સુશાંત કોણ હતો? લોકો તો બસ પોતાની રીતે વાતો કરી રહ્યા છે. આ વાતોથી તેમને તથા તેના પરિવારને દુઃખ થાય છે. તે બસ એમ જ કહેવા ઈચ્છે છે કે જેમ નાનું બાળક ગુલાબજાબું તથા ચોકલેટ જોઈને ખુશ થઈ જાય તે જ રીતે સુશાંત ખુશ થઈ જતો હતો. તેને ખ્યાલ નથી કે પરિસ્થિતિ શું હતી પરંતુ તે એટલું જ કહેવા માગશે કે તે ડિપ્રેસ્ડ નહોતો.

અંકિતાએ આ વાતો પણ કહી હતી

  • ચાર વર્ષથી અંકિતા તથા સુશાંત વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. બંને પાસે એકબીજાનો નંબર નહોતો, ચેટના સ્ક્રીન શોટવાળી વાત ખોટી છે
  • માર્ચ 2016માં ‘રાબ્તા’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ સુશાંતે પોતાનો નંબર બદલી નાખ્યો હતો. અંકિતા પાસે નવો નંબર નહોતો

સુશાંતના ટ્રેનરનો દાવો, સુશાંત અલગ-અલગ દવાઓ લેતો હતો
આ દરમિયાન સુશાંતના ટ્રેનર સમી અહમદનો પણ ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. અહમદે દાવો કર્યો હતો કે સુશાંત 2019 ડિસેમ્બરથી કંઈક વિચિત્ર દવાઓ લઈ રહ્યો હતો. સમીનો દાવો છે કે આ જ કારણે સુશાંતની તબિયત ખરાબ થઈ હતી અને તેના પગ ધ્રૂજવા લાગ્યા હતા. સુશાંતે જ્યારે રિયાએ ડેટ કરવાનું શરૂ કર્યું પછી જ તેનો વ્યવહાર બદલાઈ ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput ex girl friend Ankita Lokhande breaks silence on Sushant Singh Rajput’s death


from Divya Bhaskar https://ift.tt/2Xb7Z1u
https://ift.tt/313Eekv

Before swinging the axe on jobs, retire the retired first: Air India staff

Say they must be the 'first targets' for LWP scheme

from Today's Paper https://ift.tt/3giKvPQ
via

Govt favours diverting MEIS funds to PLI schemes in select sectors

The revenue department argued against continuing the MEIS, calling it inefficient and wasteful

from Today's Paper https://ift.tt/2D78XFf
via

Tony Fernandes trims AirAsia India exit price to $50 million amid Covid-19

Tatas in advanced talks to buy 49 per cent stake in Indian joint venture

from Today's Paper https://ift.tt/2P9HQfp
via

Low-value focus a loose fit for India's textiles and clothing sector

The fourth in a five-part series analyses factors derailing the country's apparel industry

from Today's Paper https://ift.tt/3hT1V5T
via

Maruti, Honda, BMW hone the phygital experience for customer affinity

From promoting amateur talent to contact-less sales experiences, auto brands go all out to create customer affinity with a band of invisible salesmen

from Today's Paper https://ift.tt/3hWPRAn
via

25 years of telecom: Boon for India's business tycoons, bane for MNCs

Big business houses such as the Tatas, Anil Ambani, multinationals like Malaysian tycoon T Ananda Krishna of Maxis failed to create viable businesses

from Today's Paper https://ift.tt/33epGRI
via

BPCL divestment process may face resistance from Kerala govt, employees

A few employee unions have already approached the Bombay High Court with two writ petitions

from Today's Paper https://ift.tt/30fnKqe
via

Dettol rides hygiene wave to expand business amid Covid-19 pandemic

The recent declaration from RB suggests Dettol now holds some 14% of the local soap market

from Today's Paper https://ift.tt/312AAaH
via

Unlock 3.0: Restaurants expect revival but retailers still unhappy

While restaurateurs and gym owners are enthusiastic, retailers expect little respite

from Today's Paper https://ift.tt/3gh2ZQu
via

Moratorium burden easing as Indian economy limps back to normalcy

Agents are now able to pay visits for recovery, and also the economic situation has not turned as dire as feared

from Today's Paper https://ift.tt/2XcuwLw
via

China's positive GDP growth rate may take a bite out of India's FPI flows

China's economy grew 3.2% in the second quarter, following a slump of 6.8% in the first, according to its National Bureau of Statistics

from Today's Paper https://ift.tt/3fgIfaa
via

Best of BS Opinion: Solving GST dues crisis, educating India, and more

Here's a selection of Business Standard Opinion pieces for the day

from Today's Paper https://ift.tt/30f2ErX
via

Thursday, July 30, 2020

EDએ બિહાર પોલીસ પાસેથી FIRની કૉપી માગી, મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરે તેવી શક્યતા, બિહાર પોલીસ પણ સુશાંતના બેંક અકાઉન્ટની તપાસ કરશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં 46 દિવસ બાદ હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે. હવે આ કેસમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)નું નામ પણ જોડાઈ ગયું છે. મુંબઈ તથા પટના પોલીસ બાદ હવે આ ત્રીજી એજન્સી સુશાંતના કેસની તપાસ કરી શકે છે. EDએ સુશાંતના પિતાએ કરેલી FIRની માહિતી માગી છે. સુશાંતના પિતા કે કે સિંહે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે રિયાએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા કાઢ્યા હતા.

ન્યૂઝ એજન્સી PTIના મતે ED તપાસ માટે FIR કૉપીની પૂરી તપાસ કરશે. બિહાર પોલીસને લખેલા પત્રમાં EDએ સુશાંત સિંહ રાજપૂતના તમામ બેંક ખાતાની માહિતી પણ માગી છે.

સ્ટાર્ટ અપ તથા મની ટ્રાન્સફરને કારણે તપાસ
પટના પોલીસે સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતાની માહિતી લેવા માટે બાંદ્રાની કોટક મહિન્દ્રા બેંકનો સંપર્ક કર્યો હતો. સુશાંતના પિતાનો આક્ષેપ છે કે સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ત્રણ અનનોન બેંક અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કથિત રીતે આ અકાઉન્ટ્સ રિયા, તેના ભાઈ શોવિક તથા તેની માતાના છે. સુશાંત તથા રિયા બંને રિલેશનશિપમાં હતા અને સુશાંતે ત્રણ સ્ટાર્ટ-અપમાં રોકાણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ED seeks copy of FIR from Bihar police, likely to file money laundering case, Bihar police to probe Sushant's bank account


from Divya Bhaskar https://ift.tt/39MFY5B
https://ift.tt/2Ew30SF

રિયા સુશાંતને પોતાના વશમાં રાખતી હતી, ભૂત-પ્રેતની વાતોથી ડરાવીને ઘર બદલાવી નાખ્યું હતું

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને ભૂત-પ્રેતનો ડર બતાવીને ઘર બદલાવ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, આ ખુલાસો સુશાંતની બહેન મિતુ સિંહે પટના પોલીસની પૂછપરછમાં કર્યો હતો. માનવામાં આવે છે કે પટના પોલીસે મિતુ, સુશાંતના કુક તથા તેના નિકટના મિત્ર મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી.

રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલ કરી લીધો હતો
મિતુએ પટના પોલીસને કહ્યું હતું કે રિયાએ સુશાંતને પૂરી રીતે પોતાના વશમાં કરી લીધો હતો. મિતુએ એમ પણ કહ્યું હતું કે રિયાએ સુશાંતને ભૂત-પ્રેતની વાતો સંભળાવી અને તેને ડરાવી દીધો હતો અને પછી સુશાંતને બીજી જગ્યાએ ઘર લેવાનું કહ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, મિતુએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયાએ સુશાંતનો સ્ટાફ પણ બદલાવી નાખ્યો હતો. સુશાંતે 2015માં મુંબઈમાં 20 કરોડ રૂપિયામાં પેન્ટ હાઉસ ખરીદ્યું હતું. જોકે, પછી સુશાંત બાંદ્રામાં ભાડેથી રહેતો હતો. અહીંયા જ સુશાંતે આત્મહત્યા કરી હતી.

મહેશ શેટ્ટી તથા કુકની પણ પૂછપરછ કરી
પટના પોલીસે સુશાંતના કુકની બે કલાક પૂછપરછ કરી હતી. જ્યારે સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરમાં કુક હાજર હતો. કુકે જ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડને ડુપ્લીકેટ ચાવી બનાવનારને બોલવાનું કહ્યું હતું. સુશાંતના મિત્ર મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આત્મહત્યા કરતા પહેલા સુશાંતે મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ કર્યો નહોતો.

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ થઈ
સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની પણ પટના પોલીસે પૂછપરછ કરી હતી. અંકિતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયા એક્ટર સુશાંતને હેરાન કરતી હતી. અંકિતાનાં જણાવ્યાં પ્રમાણે, ફિલ્મ ‘મણિકર્ણિકા’ના સુશાંતે શુભેચ્છા મેસેજ મોકલ્યો હતો. આ સમયે બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. વાતચીતમાં સુશાંતે કહ્યું હતું કે તે રિયા સાથેના સંબંધોથી ત્રાસી ગયો છે અને તેમાંથી બહાર આવવા માગે છે. અંકિતાએ સુશાંત સાથેની વાતચીતના સ્ક્રીનશોટ પોલીસને આપી દીધા છે.

આ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી
પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341 તથા 342 (ખોટી રીતે રોકવો અથવા બંધક બનાવવો), 380 (ચોરી), 406 (વિશ્વાસઘાત કરવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી) હેઠળ ફરિયાદ નોંધી છે. રિયા તથા તેના પરિવાર સહિત છ લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસ સુશાંતના પરિવારનું નિવેદન લેશે
રિપોર્ટ્સ પ્રમાણે, મુંબઈ પોલીસ હવે સુશાંતના પિતા કે કે સિંહ, બહેન મિતુ તથા પ્રિયંકા સહિત પરિવારના સભ્યોના ફુલ સ્ટેટમેન્ટ લેવાની તૈયારીમાં છે. માનવામાં આવે છે કે પહેલાં કેટલાંક કારણોસર નિવેદન લેવામાં આવ્યા નહોતા. જોકે, હવે સુશાંતના પિતાએ પટનામાં પોલીસ ફરિયાદ કરતા મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant sister said, rhea had changed Sushant's house by scaring him with ghost stories, keeping him under her control.


from Divya Bhaskar https://ift.tt/30dyfdS
https://ift.tt/39CZTE4

પિતરાઈ ભાઈ નીરજે કહ્યું- રિયાએ ડિપ્રેશન તથા સારવારની કોઈ વાત પરિવારને કરી નહોતી, તેને ફોસલાવીને રાખ્યો હશે

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. બિહારથી ચાર પોલીસ અધિકારી મુંબઈ આવીને શક્ય તેટલા એન્ગલથી તપાસ કરી રહી છે. હવે સુશાંતના કઝિન તથા MLA નીરજ કુમાર સિંહે કહ્યું હતું કે એક્ટરના પરિવારને તેના ડિપ્રેશન અથવા સારવાર અંગેની કોઈ માહિતી નહોતી અને સુશાંતે ક્યારેય નેપોટિઝ્મને લઈ ચર્ચા કરી નહોતી. છેલ્લી મુલાકાતમાં સુશાંતે પોતાના સપનાઓ અંગે વાત કરી હતી.

નીરજ કુમારે શું કહ્યું?
બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સુશાંતના કાકાના દીકરા નીરજ કુમાર સિંહે કહ્યું હતું કે સુશાંતની ટ્રીટમેન્ટ શરૂ કરાવતા પહેલાં રિયાએ ક્યારેય પરિવારને કોઈ માહિતી આપી નહોતી. પરિવારને સુશાંતના ડિપ્રેશન અંગે કોઈ માહિતી નહોતી. વધુમાં નીરજ કુમારે કહ્યું હતું કે તેમને ડિપ્રેશનની કોઈ જાણ નહોતી અને ના કોઈએ એવી માહિતી આપી હતી કે તે ડિપ્રેશનમાં હતો. જો તે ડિપ્રેશનમાં ગયો હશે તો તેને ફોસલાવીને રાખવામાં આવ્યો હશે. પરિવારના બહુ જ ઓછા લોકો સુશાંતના સંપર્કમાં હતા. તે જ્યારે પણ પિતા સાથે વાત કરતો ત્યારે સામાન્ય રીતે જ વાત કરતો હતો. તેણે ક્યારેય આ બધી વાતોનો ઉલ્લેખ કર્યો નથી.

સુશાંતની સારવાર પર નીરજે કહ્યું હતું કે રિયાએ સુશાંતની કોઈ પણ સારવાર કરાવતા પહેલા તેના પિતાની પરવાનગી લેવાની જરૂર હતી પણ આવું કંઈ જ ના થયું. સુશાંતે ક્યારેય નેપોટિઝ્મની વાત કરી નથી.

સુશાંત થોડા મહિના પહેલા પટના આવ્યો હતો અને ત્યારે નીરજ સાથેની તેની છેલ્લી મુલાકાત થઈ હતી. આ મુલાકાત અંગે નીરજે કહ્યું હતું કે તે સુશાંતને પટનામાં મળ્યા હતા. તે ઘણો જ સારો અને ખુશ દેખાતો હતો. તેણે પોતાના સપના શૅર કર્યા હતા અને કહ્યું હતું કે તે 100 ગરીબ બાળકોને નાસા મોકલવા ઈચ્છે છે. ઓર્ગેનિક ફાર્મિંગ કરવા ઈચ્છે છે. તેના સપનાઓ મોટા મોટા હતાં અને તે બહુ બધું કરવા માગતો હતો.

રિયા ચક્રવર્તી પર અનેક સવાલ
કે કે સિંહે પોલીસ ફરિયાદ કર્યા બાદ રિયા પર અનેક સવાલો ઊઠાવવામાં આવ્યા છે. સુશાંતની બહેન મીતુએ કહ્યું હતું કે રિયા આઠ જૂનના રોજ સુશાંતનું ક્રેડિટ કાર્ડ તથા જરૂરી સામાન લઈને જતી રહી હતી. બિહાર પોલીસે રિયાની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા પોલીસ ના હોવાથી રિયાએ પૂછપરછ માટે ના પાડી દીધી હતી. હવે બિહારથી મહિલા પોલીસ આવશે અને તે રિયાની પૂછપરછ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput cousin on actor's alleged depression & ongoing nepotism debate: Never told us directly


from Divya Bhaskar https://ift.tt/3gegTTt
https://ift.tt/3faRkBC

સુપ્રીમ કોર્ટે CBI તપાસની અરજી ફગાવતા કહ્યું- પોલીસને તેમનું કામ કરવા દો, સુશાંતના પરિવારના વકીલે કહ્યું- મુંબઈ પોલીસ રિયાની મદદ કરે છે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પરિવારના વકીલ તથા સીનિયર એડવોકેટ વિકાસ સિંહે મુંબઈ પોલીસ રિયા ચક્રવર્તીને મદદ કરતી હોવાનો આક્ષેપ મૂક્યો છે. વિકાસ સિંહે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીએ થોડા દિવસ પહેલાં જ CBI તપાસની માગણી કરી હતી અને હવે એ જ રિયા તપાસ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ. આ જ વાત એ તરફ ઈશારો કરે છે કે મુંબઈ પોલીસ રિયાની મદદ કરી રહી છે. તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટે CBI તપાસની માગણી કરતી અરજી ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ CBI કરે તેવી જનહિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પોલીસે તેમનું કામ કરવા દો. વધુમાં કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તા અલખ પ્રિયાનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. કોર્ટે અરજીકર્તાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું છે.

વકીલે શું કહ્યું?
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં વિકાસ સિંહે કહ્યું હતું, જો રિયા સુપ્રીમ કોર્ટ ગઈ તો તેણે આ કેસની તપાસ CBI કરે તેવી અરજી કરવાની જરૂર હતી. પટનામાં FIR કરવામાં આવી છે. હવે તેણે સુપ્રીમ કોર્ટમાં તપાસ અટકાવવાની તથા કેસને પટનાથી મુંબઈ શિફ્ટ કરાવવાની અરજી કરી છે. આનાથી વધુ પુરાવા શું જોઈએ કે મુંબઈ પોલીસ તેને મદદ કરતી હતી.

મુંબઈ પોલીસ પર વકીલે શું કહ્યું?
સુશાંતના પિતાના વકીલે ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસે અત્યાર સુધી સુશાંત સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી નથી. તે બસ ઈન્ડસ્ટ્રીના મોટા મોટા લોકોને બોલાવીને પૂછપરછ કરી રહી છે. સૌથી દુઃખની વાત એ છે કે 40-45 દિવસ થઈ ગયા બાદ પણ મોટા લોકોની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવે છે. ખબર નથી પડતી કે તેઓ શું પૂછે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝઅમ હતું તો તે કોઈ અપરાધની કલમમાં આવતું નથી.

જો નેપોટિઝ્મને કારણે કોઈએ જીવ ગુમાવ્યો તો મુંબઈ પોલીસે કલમ 306 હેઠળ અજ્ઞાત વ્યક્તિ પર કેસ દાખલ કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંકને ક્યાંક આ કેસને નબળો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તપાસ તો હવે પટના પોલીસે શરૂ કરી છે. મુંબઈ પોલીસે માત્ર પૂછપરછ કરી હતી. બોલિવૂડ એન્ગલ સુશાંતના સુસાઈડમાં મુખ્ય એન્ગલ હોઈ શકે નહીં. મુંબઈ પોલીસે આ કેસમાં બ્લન્ડર કર્યું છે.

સુશાંતના પિતાના વકીલ કેવિએટ દાખલ કરશે
સુશાંત કેસમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. તો સુશાંતના પિતાના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે કેવિએટ દાખલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે રિયાની અરજીમાં કરવામાં આવેલા દરેક સવાલનો જવાબ તેઓ કોર્ટમાં આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh suicide case Supreme Court rejects CBI probe


from Divya Bhaskar https://ift.tt/2XagGZX
https://ift.tt/2BIF4dL

બહેન મિતુએ બિહાર પોલીસને કહ્યું, ‘હવે ક્યારેય પાછી નહિ આવું’ એમ કહીને રિયા 8 જૂને સુશાંત સાથે ઝઘડો કરી સામાન લઈને જતી રહી હતી

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુના દોઢ મહિના પછી તેના સુસાઈડ કેસમાં રોજ કઈક નવો વળાંક આવી રહ્યો છે. મુંબઈ પોલીસ સુસાઈડનું કારણ જાણવા માટે અત્યાર સુધી 40થી વધારે લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

આ દરમિયાન સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ અશોક ચક્રવર્તી અને બે મેનેજર વિરુદ્ધ FIR નોંધી બધા પર છેતરપિંડી અને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ લગાવ્યો છે. હાલ બિહારની પોલીસ ટીમ મુંબઈમાં તપાસ માટે લાગી ગઈ છે. બિહાર પોલીસે મુંબઈમાં રહેતી સુશાંતની બહેન મિતુનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે. મિતુએ 8 જૂનથી લઈને 12 જૂનની દરેક માહિતી પોલીસને આપી છે.

રિયા અને સુશાંતનો ઝઘડો થયો હતો
મિતુએ પોલીસને જણાવ્યું કે, 8 જૂને રિયાએ મને કોલ કરીને કહ્યું કે તેનો સુશાંત સાથે ઝઘડો થયો છે. ત્યારબાદ હું સુશાંતને મળવા તેના બાંદ્રા સ્થિત ઘરે ગઈ હતી અને થોડા દિવસ ભાઈ સાથે રહી. આ દરમિયાન સુશાંતે મને રિયા સાથેના ઝઘડો અને ઘર છોડવાની વાત કહી. રિયા તેની સાથે પોતાનો અને સુશાંતનો સામાન પણ લઇ ગઈ હતી. રિયાએ જતી વખતે એમ પણ કહ્યું હતું કે, ‘હવે તે ક્યારેય પાછી નહિ આવે.’

મિતુએ કહ્યું કે, ‘આ વાતને લઇને સુશાંત ઘણો અપસેટ થઇ ગયો હતો. મેં તેને શાંત કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા. તેની સાથે 4 દિવસ રહી પણ મારે બાળકો નાના હોવાથી 12 જૂને ઘરે પરત જવું પડ્યું, હું ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચારી શકું કે મારો ભાઈ આવું કોઈ પગલું ભરી લેશે.’

મિતુએ વધુમાં જણાવ્યું કે, ‘14 જૂને મને સિદ્ધાર્થ પીઠાનીનો કોલ આવ્યો હતો કે સુશાંત તેના રૂમનો દરવાજો ખોલી રહ્યો નથી અને ઘણા સમયથી બેડરૂમમાં જ છે. હું તરત જ તેના ઘરે ગઈ તેને ફોન કરતી રહી પણ કોઈ જવાબ ન મળ્યો. ઘરે પહોંચ્યા પછી મેં રૂમની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી અને દરવાજો ખોલતો તો જોયું સુશાંતની બોડી પંખા સાથે લટકેલી હતી. હું સ્તબ્ધ થઇ ગઈ મને ખબર ન રહી કે શું કરું. થોડા સમય પછી મુંબઈ પોલીસ આવી અને તપાસ શરુ કરી.’

સુશાંત અને રિયા આશરે દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા. તેઓ મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં ભાડે ફ્લેટમાં લિવ ઇનમાં રહેતા હતા. લોકડાઉનમાં પણ રિયા સુશાંત સાથે જ રહેતી હતી પરંતુ 8 જૂને તે ઘર છોડીને તેના માતા-પિતાના ઘરે જતી રહી અને 14 જૂને સુશાંતે આત્મહત્યા કરી લીધી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sister Mitu Tells Bihar Police Rhea Chakraborty Left Sushant Singh Rajput's House With His Belongings After A Fight


from Divya Bhaskar https://ift.tt/30dxe5a
https://ift.tt/335o1Ot

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવાર પર પત્નીએ ગંભીર આરોપો મૂકીને વર્સોવા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી

મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમના ભાઈ તથા પરિવારના અમુક મેમ્બર સામે કેસ ફાઈલ થયો છે. આ FIR તેમની પત્ની અંજના આનંદ કિશોર પાંડે ઉર્ફ આલિયા સિદ્દીકીએ કરી છે. 27 જુલાઈએ FIR ફાઈલ થઇ છે, પરંતુ હજુ આ કેસમાં ધરપકડ થઇ નથી. આની પહેલાં આલિયા છૂટાછેડા અને ભરણપોષણ માટે કાનૂની નોટિસ મોકલી ચૂકી છે.

વર્સોવા પોલીસ તરફથી મળેલી જાણકારી પ્રમાણે, એક્ટર વિરુદ્ધ IPC કલમ 354, 323, 504, 506 અને 34 હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

પત્ની આલિયા સિદ્દીકીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, મારી ભત્રીજીએ મને કહ્યું કે, જ્યારે તમે મને છોટે ચાચા એટલે કે નવાઝના નાના ભાઈ સાથે મોકલો છો ત્યારે તે ખરાબ વર્તન કરે છે, મને તે સારા લાગતા નથી. આ સાંભળીને મને પહેલીવાર શંકા ગઈ હતી.

આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ મિનાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે FIRમાં લખાવ્યું કે, મારા દિયર મિનાઝુદ્દીન સિદ્દીકીએ મારી ભત્રીજીનું જાતીય શોષણ કર્યું છે. આ બાબતે મેં મિનાઝુદ્દીન સામે રોષ વ્યક્ત કર્યો તો તેણે મારપીટ કરી. મેં મારા પતિને આ વિશે ફરિયાદ કરી તો તેણે મને ખરાબ અપશબ્દો કહ્યા.

આ ઉપરાંત આલિયાએ તેના સસરા ફૈયાઝુદ્દીન, અયાઝુદ્દીન અને તેની સાસુ મેહરુનિસા પર અપશબ્દો બોલીને ઘમકાવાનો આરોપ મૂક્યો છે. આલિયાએ કહ્યું કે, મારા પતિ નવાઝુદ્દીન સિદ્દીકીએ મને ફરિયાદ કરવાની ના પાડી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawazuddin Siddiqui News: Case Filed Against Actor Nawazuddin Siddiqui And His Family Members In Maharashtra Mumbai


from Divya Bhaskar https://ift.tt/3ggg38P
https://ift.tt/2P8A4SS

રિયાએ ટીમમાં મહિલા ના હોવાથી પોલીસને પૂછપરછ કરવાની ના પાડી, હવે બિહારથી મહિલા પોલીસની ટીમ આવશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રિયા ચક્રવર્તીની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રિયા પોતાને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. પટનામાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસની ચાર લોકોની એક ટીમ મુંબઈ આવી હતી. જોકે, આ ટીમમાં એક પણ મહિલા ના હોવાથી રિયાની ટીમે એમ કહ્યું હતું કે મહિલા પોલીસ વગર કોઈ પણ મહિલાની પૂછપરછ થઈ શકે નહીં. આથી જ હવે બિહારથી મહિલા પોલીસ આવશે અને તે રિયા સાથે સવાલ-જવાબ કરશે.

ટીમે મહિલા પોલીસની ડિમાન્ડ કરી
ન્યૂઝ પેપર પ્રભાત ખબર પ્રમાણે, મુંબઈ આવેલી પટનાની ટીમે રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે વાત કરી હતી. SSP ઉપેન્દ્ર કુમાર શર્મા સાથે મુંબઈ આવેલા પોલીસ અધિકારીએ વાત કરી હતી. તેમણે મહિલા પોલીસને મુંબઈ મોકલવાની માગણી કરી હતી. આ દરમિયાન પટના પોલીસની ટીમે સુશાંતના નોકર દિપેશ મરિન્ડા તથા ગાર્ડની પૂછપરછ કરી હતી. મહિલા પોલીસની ટીમ આવ્યા બાદ રિયાની પૂછપરછ કરવામાં આવશે. રિયાને એ સવાલ પણ કરવામાં આવશે કે સુશાંત જે સિમ કાર્ડનો ઉપયોગ કરતો તે બદલીને નવું સિમ આપવામાં આવ્યું તે કોના નામે લેવામાં આવ્યું હતું.

સુશાંતના પિતાના વકીલ કેવિએટ દાખલ કરશે
સુશાંત કેસમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. તો સુશાંતના પિતાના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે કેવિએટ દાખલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે રિયાની અરજીમાં કરવામાં આવેલા દરેક સવાલનો જવાબ તેઓ કોર્ટમાં આપશે.

માયાવતીએ પણ CBIની માગણી કરી
BSP સુપ્રીમો માયાવતીએ પણ સુશાંત સુસાઈડ કેસની તપાસ CBI કરે તેવી માગણી કરી છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું હતું, બિહારના યુવા બોલિવૂડ એક્ટર સુશાંતના મોતનું રહસ્ય ઘેરું બનતું જાય છે. હવે તપાસ મહારાષ્ટ્ર કે બિહાર પોલીસને બદલે CBI તપાસ કરે તે સારું છે. મહારાષ્ટ્ર સરકાર આ અંગે ગંભીર થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
rhea chakraborty refused to question the police as there were no women in the team, now a team of women police will come from Bihar


from Divya Bhaskar https://ift.tt/3fgcDl4
https://ift.tt/2BLEcVU

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી જોવા નહીં મળે? ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહની એન્ટ્રી થશે?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢી બનતા ગુરુચરણ સિંહે આ શો છોડી દીધો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, ડિરેક્ટરે આ વાતનો ઈનકાર કર્યો હતો. સૂત્રોના મતે ગુરુચરણ સિંહ લૉકડાઉન બાદ સેટ પર પરત ફર્યો નથી. નોંધનીય છે કે નેહા મહેતા એટલે કે અંજલીભાભી પણ લૉકડાઉન બાદ શોમાં પરત ફરી નથી. માનવામાં આવે છે કે નેહા મહેતાએ શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને કહી દીધું હતું કે તે આ શોમાં હવે કામ કરશે નહીં.

ગુરુચરણના બદલે નવો એક્ટર લીધો હોવાની ચર્ચા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, લૉકડાઉન બાદ ફરી શૂટિંગ કરવામાં આવ્યું ત્યારથી જ ગુરુચરણ સિંહ સેટ પર આવ્યો નથી. માનવામાં આવે છે કે ગુરુચરણને બદલે ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ એક્ટર બલવિંદર સિંહને સિરિયલમાં લેવામાં આવ્યો છે. ‘દિલ તો પાગલ હૈં’માં બલવિંદરે શાહરુખ ખાનના ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

ગુરુચરણે આ પહેલા પણ શો છોડી દીધો હતો
વર્ષ 2008થી 2013 સુધી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો હતો. જોકે, પછી ક્રિએટિવ ડિફરન્સને કારણે ગુરુચરણે આ શો છોડી દીધો હતો. તે સમયે તેના સ્થાને ટીવી એક્ટર લાડ સિંહ માન જોવા મળતો હતો. એક વર્ષ બાદ ફરી ગુરુચરણ આ શોમાં જોડાઈ ગયો હતો.

ડિરેક્ટરે અલગ જ વાત કરી
દિવ્ય ભાસ્કરે સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે આ અંગે વાત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં માલવ રાજડાએ કહ્યું હતું કે લૉકડાઉન બાદના એપિસોડમાં ગુરુચરણ તથા નેહા મહેતાના કોઈ સીન નથી અને તે જ કારણે તેઓ સેટ પર આવ્યા નથી. આ ઉપરાંત જો કોઈ એક્ટર કે એક્ટ્રેસ સ્વેચ્છાએ કોરોનાવાઈરસને કારણે સેટ પર આવવા ના માગતા હોય તો તેમની રાહ જોવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ આ શોએ 12 વર્ષ પૂરા કર્યા હતા.

દિશા વાકાણી છેલ્લાં અઢી વર્ષથી શોમાં જોવા મળતી નથી
સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gurucharan Singh aka Mr Sodhi quits Taarak Mehta Ka Ooltah Chashmah?


from Divya Bhaskar https://ift.tt/2P4OB1Q
https://ift.tt/30bHYBj

બિગ બીએ હેલ્થ વર્કર્સના વખાણ કર્યા, ભગવાનના દૂત સાથે તુલના કરી

અમિતાભ બચ્ચન છેલ્લાં 20 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર કરાવી રહ્યા છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયામાં મેડિકલ પ્રોફેશનલના વખાણ કર્યા હતા. અમિતાભે તેમને PPE કિટ્સ પહેરેલા ભગવાનના દૂત કહ્યા હતા. બિગ બીના મતે આ ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ માત્ર દવાથી જ દર્દીઓની સારવાર કરતા નથી પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરે છે. અમિતાભના મતે હેલ્થ વર્કર્સે આ પ્રાર્થના તેમની સાથે શૅર કરી હતી.

અમિતાભે ટ્વીટ કરીને કહ્યું હતું, આપણે સલામત રહી શકીએ તે માટે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરે છે. સફેદ PPE કિટ પહેરેલા ડોક્ટર્સ, નર્સ, સપોર્ટ સ્ટાફ ભગવાનના દૂત છે. વ્યસ્ત હોવા છતાંય પોતાના દર્દી માટે પ્રાર્થના કરે છે.

બિગ બીએ બ્લોગમાં કહ્યું હતું, ‘આ વોરિયર્સ તરીકે કોવિડ 19 સામે લડાઈ લડતા લોકોને આ જોખમી વાઈરસ સામે રાહત તથા સાજા કરવા માટે નિઃસ્વાર્થ રીતે પોતાનો સમય તથા એનર્જી આપે છે. તેઓ હાથ જોડીને સર્વશક્તિમાન પાસે આ દર્દીઓ માટે પ્રાર્થના પણ કરે છે. હું નાણાવટી હોસ્પિટલમાં તેમની દેખરેખ હેઠળ સારવાર કરાવી રહ્યો છું. તેમણે આ પ્રાર્થના મારી સાથે શૅર કરી હતી. આ પ્રાર્થના તેઓ રોજ કરે છે. ’

પ્રાર્થનાનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો
‘હે ભગવાન, જીવનની ભેટ તથા આ સુંદર દિવસ માટે આભાર. અમે અમારા દર્દીને તમારી દેખરેખમાં સમર્પિત કરીએ છીએ. મને આશીર્વાદ આપો કે હું મારા દર્દીની જરૂરિયાત સમજી શકું અને તેમના માટે સારું કરી શકું.

મને એટલી પ્રામાણિક તથા સચ્ચાઈ આપો કે જ્યારે મારા કામને કોઈ જોતું ના હોય તો પણ હું તમારી ઈચ્છા પ્રમાણે યોગ્ય રીતે કામ કરું. તમામને આશીર્વાદ આપો કે બધા એકબીજાના લાભ માટે કામ કરે અને આપણે એક પરિવારની જેમ એકબીજાની કાળજી લઈ શકીએ.

મહિનાઓથી પરિવારજનોને મળ્યા નથી
અમિતાભે બ્લોગમાં કહ્યું હતું કે મેડિકલ પ્રોફેશનલ્સ મહિનાઓથી પોતાના પરિવારને મળ્યા નથી.

11 જુલાઈથી અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં
અમિતાભ બચ્ચનનો 11 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભિષેકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને એ જ દિવસે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 17 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યા નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. આ બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 27 જુલાઈના રોજ રજા આપી દેવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Big B praised the health workers, comparing them to angels of God


from Divya Bhaskar https://ift.tt/2Dj4OOt
https://ift.tt/3hHKi94

પૂર્વ RAW ઓફિસરનો આરોપ, દીપિકા પીએમ ઈમરાન ખાનના નજીકનાં વ્યક્તિના કહેવા પર JNU પ્રોટેસ્ટમાં સામેલ થઈ અને 5 કરોડ રૂપિયા લીધાં હતાં

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી નેપોટિઝ્મ પછી હવે બોલીવૂડમાં દીપિકા પાદુકોણને લઈને અન્ય એક વિવાદ શરુ થઇ ગયો છે. પૂર્વ RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ઓફિસર એન. કે સૂદે દીપિકા પર આરોપ લગાવ્યો છે કે, તે JNU પ્રોટેસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના વ્યક્તિના કહેવા પર ગઈ હતી અને તેણે 5 કરોડ રૂપિયા લીધા હતા.

રિપોર્ટ પ્રમાણે, સૂદે પોતાની યુટ્યુબ ચેનલ પર આ વર્ષની શરૂઆતમાં આ વીડિયો અપલોડ કર્યો હતો. તેમણે વીડિયોમાં કહ્યું કે, દીપિકાનું કનેક્શન પાકિસ્તાની નાગરિક અનિલ મુસર્રત સાથે છે. 51 વર્ષીય અનિલ માન્ચેસ્ટરમાં રહે છે અને તે રિયલ એસ્ટેટનો બિઝનેસમેન છે. JNUમાં CAA વિરુદ્ધ પ્રદર્શનમાં જવા બદલ તેણે 5 કરોડ રૂપિયા લીધાં હતાં.

વધુમાં ઓફિસરે કહ્યું કે, અનિલ સાથે ઇમરાન ખાનના પણ નજીકના સંબંધ છે. અનિલે ઈમરાનના ઈલેક્શન કેમ્પેનમાં પણ રોકાણ કર્યું હતું. આ ઉપરાંત ઇમરાનના હાઉસિંગ પ્રોજેક્ટમાં પણ તેનો ભાગ છે. આ પ્રોજેક્ટમાં ઇમરાન 50 લાખ ઘર બનાવવા માગે છે. JNUમાં જતા પહેલાં દીપિકાને બે કોલ આવ્યા હતા, તેમાંથી એક કરાચી અને બીજો કોલ દુબઈથી આવ્યો હતો. અનિલ કે તેની સાથે જોડાયેલી વ્યક્તિએ દીપિકાને JNUમાં જવા માટે વિનંતી કરી હતી.

દીપિકા આ વર્ષની શરુઆતમાં રિલીઝ થયેલી છપાક ફિલ્મનાં પ્રમોશન માટે JNU ગઈ હતી. ત્યાં તે એક પણ શબ્દ બોલ્યા વગર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં હાજર રહી હતી. અહિ તેને JNUના વિદ્યાર્થી રહી ચૂકેલા કન્હૈયા કુમારનું સમર્થન મળ્યું હતું. કન્હૈયા કુમારે વર્ષ 2016માં JNU કેમ્પસમાં સંસદ વિસ્ફોટના આરોપી અફઝલ ગુરુના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

સૂદે કહ્યું કે, અનિલની દીકરીના લગ્ન વર્ષ 2017માં થયા હતા. તેમાં રણબીર સિંહ, હૃતિક રોશન, સોનમ કપૂર, અનિલ કપૂર, સુનીલ શેટ્ટી અને કરણ જોહર સિવાય અન્ય સેલેબ્સ સામેલ હતા. અનિલ કપૂર પાકિસ્તાની નાગરિક અનિલ મુસર્રતને 25 વર્ષથી ઓળખે છે. અનિલ લંડનમાં એન્ટિ CAA પ્રોટેસ્ટને પણ ફંડિંગ કર્યું હતું.

આ વાત પર સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને આ વાતને મિસઇન્ફોર્મેશન અને વલ્ગર ગણાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Allegations Of Former RAW Officer NK SOOD Deepika Padukone Joined JNU's Protest At The Behest Of Aneel Mussarat


from Divya Bhaskar https://ift.tt/3hVcuWd
https://ift.tt/2DeGhdg

સોનુ સૂદે જન્મદિવસ પર શ્રમિકોને ગિફ્ટ આપી, ત્રણ લાખ નોકરીઓ માટે કરાર કર્યો

બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો 30 જુલાઈના રોજ 47મો જન્મદિવસ છે. સોનુ સૂદે પોતાનો જન્મદિવસ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. સોનુ સૂદે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તે હવે પર-પ્રાંતીય શ્રમિકોને રોજગારી પૂરી પાડશે. આ સાથે જ તેણે આસામ તથા બિહારમાં પૂરગ્રસ્ત લોકોની મદદ પણ કરશે.

શું ટ્વીટ કરી?
સોનુ સૂદે ટ્વીટ કરી હતી, મારા જન્મદિવસ પર મારા પ્રવાસી ભાઈઓ માટે https://ift.tt/2Eyzjk0 પર ત્રણ લાખ નોકરીઓ માટે મારો કરાર. આ તમામને સારો પગાર, PF, ESI તથા અન્ય લાભ મળશે. AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea તથા અન્ય તમામનો આભાર. આ જ ટ્વીટ સાથે સોનુ સૂદે આસામ તથા બિહારના પૂરગ્રસ્ત વિસ્તારો માટે ખાસ સેવા શરૂ કરી છે.

મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે
સોનુ સૂદે મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ નોકરીની તકો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરને કારણે બિહાર તથા આસામના અનેક લોકો પ્રભાવિત થયા છે. સોનુ સૂદ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યો છે.

હાલમાં વિવિધ રીતે મદદ કરી હતી
લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મિત્ર નીતિ ગોયલની મદદથી હજારો પર-પ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડ્યા હતા. આ ઉપરાંત સોનુ સૂદે હાલમાં જ ખેડૂતને ટ્રેક્ટર આપ્યું હતું અને એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીને નોકરી અપાવી હતી.

કપિલના શોમાં જોવા મળશે
લૉકડાઉન બાદના ‘ધ કપિલ શર્મા શો’ના પહેલા એપિસોડમાં સોનુ સૂદ પહેલો સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળશે.

ઈઝરાયલના ચાહકે ‘સોનુ સૂદ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું
સોનુ સૂદના ઈઝરાયલના એક ચાહકે ‘સોનુ સૂદ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું છે, જેમાં ઈઝરાયલની એક જાણીતી ચેનલ પર આખો દિવસ સોનુ સૂદની હિટ ફિલ્મ બતાવવામાં આવશે.

સોનુ સૂદે 60થી વધુ ફિલ્મમાં કામ કર્યું
સોનુ સૂદે 6 ભાષાની 60થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સોનુ સૂદને જ્યારે ફિલ્મ ફેસ્ટિવલ અંગે ખબર પડી તો તેણે કહ્યું હતું, ‘મને આ જાણીને ઘણો જ આનંદ થયો. મારા જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે ઈઝરાયલના મારા ચાહકો આ આયોજન કરી રહ્યાં છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ મને ઘણો જ પ્રેમ મળ્યો.’ સોનુ સૂદના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ‘સિમ્બા’, ‘હેપી ન્યૂ યર’, ‘દબંગ’, ‘કુંગ ફૂ યોગા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood gave gifts to workers on his birthday, signed contracts for three lakh jobs


from Divya Bhaskar https://ift.tt/311Ea4B
https://ift.tt/3jRTDwX

સુશાંત સિંહ રાજપૂત બાદ હવે 32 વર્ષીય મરાઠી એક્ટર આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરી, ડિપ્રેશનમાં હોવાની શક્યતા

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હવે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા 32 વર્ષીય એક્ટર આશુતોષ ભાકરેએ મહારાષ્ટ્રના નાંદેડમાં આવેલા પોતાના ઘરમાં 29 જુલાઈના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આશુતોષ છેલ્લાં કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતો.

2016માં લગ્ન કર્યા હતા
આશુતોષ ભાકરેએ મરાઠી એક્ટ્રેસ મયુરી દેશમુખ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં. પોલીસ સૂત્રોના મતે આશુતોષના માતા-પિતા બુધવાર, 29 જુલાઈના બપોરના સમયે નાંદેડના ગણેશ નગર સ્થિત ઘરમાં આવ્યા હતા. તેમણે દીકરાને લટકતી હાલતમાં જોયો હતો.

ડિપ્રેશનમાં હોવાની ચર્ચા
પોલીસ સૂત્રોના મતે, આશુતોષ છેલ્લાં કેટલાંક દિવસથી ડિપ્રેશનમાં હતો. જોકે, પોલીસ હાલમાં સુસાઈડ કેસની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આશુતોષે ‘ભાકર’, ‘ઈચાર ઠરલા પક્કા’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. આશુતોષ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Sushant Singh Rajput, now 32-year-old Marathi actor Ashutosh Bhakre has committed suicide


from Divya Bhaskar https://ift.tt/39FqT5K
https://ift.tt/338lHX1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...