Sunday, July 26, 2020

ઋતિક રોશને કોરોનાને લીધે આર્થિક તંગીનો સામનો કરી રહેલા 100 બોલિવૂડ ડાન્સર્સના બેંક અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા

કોરોના મહામારીને લીધે ફિલ્મનાં શૂટિંગ બંધ થવાને લીધે બોલિવૂડ ડાન્સર્સને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે. તેમની મદદ માટે ઋતિક રોશન આગળ આવ્યો છે. તેણે 100 બોલિવૂડ ડાન્સર્સની આર્થિક મદદ કરી છે. આ બધા સાથે તેણે પોતાના કરિયરમાં કામ કરેલું છે.

આ વાતની જાણકારી આપતા બોલિવૂડ સોન્ગ માટે ડાન્સરના ઓર્ડીનેટરનું કામ કરતા રાજ સુરાનીએ કહ્યું કે, મુશ્કેલ સમયમાં ઋતિકે 100 ડાન્સર્સની મદદ કરી છે. તેમાંથી ઘણા પોતાના ગામ જતા રહ્યા છે, ઘણા પાસે ઘરનું ભાડું ભરવાના રૂપિયા નથી. એક ડાન્સરની ફેમિલી કોરોના સંક્રમિત થઇ છે. આ બધા માટે ઋતિકે ઘણી મદદ કરી. બેકગ્રાઉન્ડ ડાન્સર્સને જ્યારે ફોનમાં આવેલા SMSમાં ખબર પડી કે તેમના અકાઉન્ટમાં ઋતિકે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે ત્યારે તે બધા ખુશખુશાલ થઇ ગયા હતા. બધા ડાન્સર્સ ઋતિકના આભારી છે.

ફોટોગ્રાફર્સની પણ મદદ કરી ચુક્યો છે
આની પહેલાં ઋતિકે બોલિવૂડ ફોટોગ્રાફર્સની મદદ કરી હતી. સેલેબ ફોટોગ્રાફર વિરલ ભયાનીએ આ વાતનો ઉલ્લેખ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કર્યો હતો. વિરલે કહ્યું કે, કપરા સમયમાં ઋતિકે લોઅર મિડલ ક્લાસ પરિવારથી આવતા ફોટોગ્રાફર્સની મદદ કરી છે. ઘણા એક્ટર્સ એસોસિયેશન કે યુનિયનની મદદથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે પરંતુ અમે કોઈ એસોસિયેશન કે ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા નથી આથી અમને મદદ મળી નહોતી. તે પછી ઋતિકે અમારી મદદ કરી છે.

4000 શ્રમિકોને 25 લાખ રૂપિયા આપ્યા હતા
ઋતિકે CINTAA(સિને એન્ડ ટીવી આર્ટીસ્ટ એસોસિયેશન)ને પણ 25 લાખ રૂપિયાની મદદ કરી હતી,જેનાથી રોજની કમાણી પર કામ કરતા 4000 શ્રમિકોને મદદ મળી હતી. આ ઉપરાંત તેણે BMC વર્કર્સને N95 અને FFP3 માસ્ક આપ્યા હતા. સાથે જ અક્ષય પાત્ર નામના ફાઉન્ડેશનની મદદથી લોકડાઉનમાં ગરીબ લોકોના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hrithik Roshan Deposits Money In Bank Accounts Of 100 Bollywood Dancers Put Out Of Work Due To Covid 19


from Divya Bhaskar https://ift.tt/302Jw0t
https://ift.tt/39tAtZh

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...