Tuesday, July 7, 2020

12 લુક રિજેક્ટ કર્યાં બાદ એકતાએ કરણ પટેલનો લુક ફાઈનલ કર્યો, પહેલી તસવીર સામે આવી

સિરિયલ ‘કસૌટી જિંદગી કે’ના નવા એપિસોડ ટૂંક સમયમાં જ શરૂ થશે. આટલું જ નહીં એકતાએ મિસ્ટર બજાજનો લુક પણ ફાઈનલ કર્યો છે. કરન સિંહ ગ્રોવરના સ્થાને હવે કરણ પટેલ મિસ્ટર બજાજના રોલમાં જોવા મળશે. સૂત્રોના મતે, એકતાએ મિસ્ટર બજાજના લુક માટે અંગત રીતે રસ લીધો હતો.

પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોના મતે, શોના મેકર્સ કરણ પટેલની એન્ટ્રી ભવ્ય રીતે બતાવવાના પ્લાનિંગમાં છે. લૉકડાઉન પછી શોની TRP જાળવી રાખવી એ એક પડકાર છે. એકતા આ મુદ્દે કોઈ ચાન્સ લેવા માગતી નથી. એકતાને આશા છે કે કરણ પટેલની એન્ટ્રી દર્શકોની વચ્ચે ઉત્સુકતા જગાવશે અને તેથી જ તે આ પાત્રમાં અંગત રીતે રસ લઈ રહી છે. શોની ક્રિએટિવ ટીમ પણ કરણની એન્ટ્રીથી લઈને લુક સહિતની તમામ વાતો એકતા કપૂરની સાથે ચર્ચા કરે છે.

12 લુક રિજેક્ટ થયા બાદ મિસ્ટર બજાજનો લુક ફાઈનલ થયો
સૂત્રોના મતે, લગભગ 12 લુક રિજેક્ટ કર્યાં બાદ એકતા કપૂરે મિસ્ટર બજાજનો લુક ફાઈનલ કર્યો હતો. બીજી બાજુ કરણે પણ પોતાના લુકને પર્ફેક્ટ બનાવવા માટે ઘણી જ મહેનત કરી છે. ક્લીન શેવ કરીને કરણે ‘ખતરો કે ખિલાડી’ના લુકને ગુડબાય કહી દીધું છે. આ સાથે જ તેણે પોતાની હેરસ્ટાઈલ પણ ચેન્જ કરી છે.

કરણ પટેલે કહ્યું, આશા છે કે લોકોની અપેક્ષા પર ખરો ઊતરીશ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કરણે કહ્યું હતું, ‘મિસ્ટર બજાજનો રોલ મારા માટે પડકારરૂપ છે. આ રોલને પ્લે કરવો મારા માટે આનંદની વાત છે. રિષભ બજાજના લુકને ફાઈનલ કરવામાં થોડો સમય લાગ્યો હતો, કારણ કે હું અને ક્રિએટિવ ટીમ ઈચ્છતી હતી કે જ્યારે મિસ્ટર બજાજ ઓડિયન્સની સામે આવે ત્યારે એક અલગ જ ઓળખ બને. આશા છે કે હું લોકોની અપેક્ષા પર ખરો ઊતરીશ. વ્યક્તિગત રીતે હું આ લુકથી સંતુષ્ટ છું. ઓડિયન્સ પાસેથી પોઝિટિવ રિસ્પોન્સની આશા છે.’

કરણ પટેલ ‘ખતરો કે ખિલાડી 10’માં સ્પર્ધક તરીકે જોવા મળે છે
આ પહેલાં કરણ પટેલ ટીવી શો ‘યે હૈં મોહબ્બતેં’માં રમન ભલ્લાના રોલમાં જોવા મળ્યો હતો. રિયાલિટી શોની વાત કરીએ તો કરણ હાલમાં ‘ખતરો કે ખિલાડી 10’માં સ્પર્ધક તરીકે જોવા મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After rejecting 12 looks, Ekta kapoor finalized Karan Patel's look in Kasautii Zindagi Kay first picture came


from Divya Bhaskar https://ift.tt/3iBPU62
https://ift.tt/3gzcZEs

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...