Thursday, July 9, 2020

‘ચક દે ઈન્ડિયા’ના 13 વર્ષ બાદ શિમિત અમીન સાથે શાહરુખ ખાન કમબેક કરશે, અપકમિંગ પ્રોજેક્ટનું ટાઈટલ ‘જહાજી’ હોઈ શકે

આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ પછી શાહરુખ ખાને એક પણ ફિલ્મ સાઈન કરી નથી. શાહરુખની અપકમિંગ ફિલ્મને લઈ સતત અટકળો કરવામાં આવી રહી છે. આ દરમિયાન દિવ્ય ભાસ્કરે કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા સ્થળાંતર પર શાહરુખ ખાન ફિલ્મ બનાવવાનો છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

કેવી હશે ‘જહાજી’ની વાર્તા?
ગુલામ ભારતમાં અંગ્રેજો મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને વેસ્ટઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા જેવી જગ્યાઓએ લઈ ગયા હતાં. તેમની સાથે કરાર કરવામાં આવ્યા હતાં અને તેને કારણે તેઓ ભારત પરત ફરી શકે નહીં. આ લોકોએ વિદેશને જ પોતાનું વતન માન્યું અને અહીંયા એક અલગ ઓળખ ઊભી કરી. શાહરુખ પોતાની આગામી ફિલ્મમાં આવું જ પાત્ર ભજવવાનો છે.

સ્ક્રીનપ્લે-સંવાદોનું કામ પૂરું
શાહરુખના નિકટના સૂત્રોના મતે, ફિલ્મના સ્ક્રીનપ્લે તથા ડાયલોગનું કામ પૂરું થઈ ગયું છે. ફિલ્મને ડિરેક્ટ કરવા માટે શિમિત અમીન સાથે વાતચીત ચાલી રહી છે. શિમિતે શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ ડિરેક્ટ કરી હતી. શાહરુખ પોતાની ઈમેજ બદલવા ઈચ્છે છે. તે ‘ચક દે ઈન્ડિયા’ તથા ‘સ્વદેશ’ જેવા રોલ પ્લે કરવા માગે છે. આથી જ તેણે આ પ્રકારની સ્ક્રિપ્ટ પસંદ કરી છે.

નવાઈની વાત એ છે કે શાહરુખ ખાન સ્થળાંતર પરની અન્ય એક ફિલ્મ પણ કરી રહ્યો છે. આ ફિલ્મને કનિકા ધિલ્લોને લખી છે. આ ફિલ્મ પંજાબથી કેનેડા જતાં લોકોના જીવન પર આધારિત છે. આ ફિલ્મને રાજકુમાર હિરાની ડિરેક્ટ કરવાના છે. શાહરુખ ખાનના નિકટના સૂત્રોના મતે આ બંને સ્ક્રિપ્ટમાં થોડી સમાનતા છે. થીમ એક જેવી છે પરંતુ બંનેની પૃષ્ઠભૂમિ અલગ છે. રાજુકમાર હિરાની સાથે શાહરુખ ખાન ફિલ્મ બનાવશે. જ્યારે શિમિત અમીનની સાથે ‘જહાજી’ વેબ સીરિઝ તરીકે રિલીઝ કરી શકે છે. નેટફ્લિક્સ પર શાહરુખ ખાનની ‘બેતાલ’ તથા ‘બાર્ડ ઓફ બ્લડ’ સ્ટ્રીમ થઈ હતી.

હાલમાં ‘જહાજી’નું કામ થોડો સમય અટકાવી દેવામાં આવ્યું છે. રેડ ચિલીઝની ટીમ શિમિત અમીન સાથે વાતચીત કરી રહી છે. શિમિત આ પ્રોજેક્ટ સાઈન કરે પછી આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે.

શાહરુખ ખાનને અનેક ફિલ્મી ઓફર મળી
શાહરુખ ખાનને વેસ્ટઈન્ડિઝ ક્રિકેટર એલ્વિન કાલીચરણ પર આધારિત એક ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. શાહરુખ આ ફિલ્મ પર વિચાર કરી રહ્યો છે. એલ્વિન કાલીચરણ પણ ગિરમિટિયા મજૂરની પેઢીમાંથી આવે છે. તેણે 1975માં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમને વર્લ્ડકપ અપાવ્યો હતો. આ ફિલ્મ તેના પર આધારિત હશે. આ ફિલ્મને શાહરુખના ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ તરીકે માનવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shah Rukh Khan will make a comeback with Shimit Amin after 13 years of 'Chak De India', the title of the upcoming project may be 'Jahaji'


from Divya Bhaskar https://ift.tt/3gEARXo
https://ift.tt/2Z9Omse

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...