Saturday, July 11, 2020

મનોજ બાજપેયી ગેંગસ્ટરનો રોલ પ્લે કરી શકે છે, અંદાજે 15 કરોડના બજેટમાં ફિલ્મ બનાવવાની પ્રોડ્યુસર સંદીપ કપૂરની તૈયારી

કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવાર સવારે એસટીએફ સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો. નાટકીય રીતે થયેલ દુબેની ધરપકડ અને પછી એન્કાઉન્ટર બાદ બોલિવૂડને ફિલ્મની નવી સ્ક્રિપ્ટ મળી ગઈ છે. પ્રોડ્યુસર સંદીપ કપૂરે તો ફિલ્મ પણ અનાઉન્સ કરી દીધી છે. તેમણે ટાઇટલ તો નથી જણાવ્યું પણ એટલું જરૂર કહ્યું કે લીડ રોલ માટે મનોજ બાજપેયીને અપ્રોચ કરવામાં આવ્યા છે અને આ ફિલ્મનું બજેટ 10-15 કરોડ રૂપિયા સુધીનું હશે.

જુગાડ અને અનારકલી ઓફ સારા જેવી ફિલ્મ્સ બનાવી ચૂકેલ સંદીપે દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીતમાં ફિલ્મના પ્લાનિંગ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી ફિલ્મને લઈને મનોજ બાજપેયી સાથે તેમની વાત થઇ હતી. હજુ તેમણે ફિલ્મ સાઈન કરી નથી પરંતુ વાતચીત ચાલું છે.

ડર છે કે કોઈ ફિલ્મ અનાઉન્સ ન કરી દે
સંદીપે કહ્યું, તેને બીક છે કે કોઈ બીજું આ ટોપિક પર ફિલ્મની જાહેરાત ન કરી દે. તે કહે છે, હવે ડિરેક્ટર શોધીશું. આશા છે કે કોઈ મોટો પ્રોડ્યુસર જાહેરાત ન કરી દે. હું તો નાનો પ્રોડ્યુસર છું. મનોજજી પણ કહી રહ્યા છે કે પ્રાયોરિટી પર આ ફિલ્મ કરવી જોઈએ. હજુ સ્ટોરી માટે બેસવાનું થશે. આ દરમ્યાન કોઈ મોટા બેનરે જાહેરાત કરી દીધી તો પછી બધું ઉપરવાળાના હાથમાં હશે.

ટાઇટલ પર વાત કરવી ઉતાવળ ગણાશે
જ્યારે સંદીપને ફીલ્મના ટાઇટલ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, અત્યારે તેના પર વાત કરવી ઉતાવળ ગણાશે. ત્રણ-ચાર ટાઇટલ મગજમાં છે, જેને આજ અથવા કાલે રજિસ્ટર કરાવી લઈશ.

ડિરેક્ટર પર વિચારણા ચાલું છે
સંદીપે કહ્યું, હજુ કોઈ ડિરેક્ટરને ફાઇનલ કર્યા નથી. અમે બધા વિકલ્પ પર વિચાર કરશું. ત્રણ-ચાર ડિરેક્ટર્સને અપ્રોચ કરશું. સંદીપ મુજબ આ લિસ્ટમાં તિગ્માંશુ ધુલીયા અને શાદ અલી સામેલ છે. જોકે, હજુ આખરી નિર્ણય બાકી છે.

બે-ત્રણ મહિના સ્ટોરી પર રિસર્ચ થશે
સંદીપ કહે છે કે પહેલા તો સ્ટોરી પર બે-ત્રણ મહિના રિસર્ચ થશે. પ્રોડ્યુસર તરીકે તે જલ્દી કામ પર લાગી જશે. આ કોઈ વેબ સિરીઝ નહીં હોય. હાર્ડકોર ફિલ્મ હશે. તેમના મુજબ, મનોજ આ રોલને ન્યાય આપશે. તેનું મોટું કારણ તેમનું યુપી અને બિહારનું બેકગ્રાઉન્ડ છે.

સંદીપ મુજબ મનોજ તેમના જૂના મિત્ર છે અને તે તેને આ ફિલ્મ માટે જબરદસ્તી પણ હા પડાવી શકે છે. તે કહે છે, મનોજે જ કહ્યું હતું કે આ સિનેમેટોગ્રાફિકલી ઘણો સારો વિષય છે.

મનોજ બાજપેયીનો ઓડિયો વોટ્સએપ પર સર્ક્યુલેટ
આ વચ્ચે મનોજે ટ્વિટર પર સમાચારને ખોટા જણાવ્યા, જ્યારે શુક્રવારે આખો દિવસ વોટ્સએપ પર તેમનો ઓડિયો સર્ક્યુલેટ થતો રહ્યો, જેમાં તે કહી રહ્યા હતા, જો કેરેક્ટર અને સ્ક્રિપ્ટ યોગ્ય રીતે લખવામાં આવે તો કોઈપણ રીયલ લાઈફ કેરેક્ટર કરવામાં મજા આવે છે. જે માણસની વાત થઇ રહી છે તેની જિંદગી પણ ઘણી નાટકીય રહી છે. તેને પડદા પર લાવવું ઘણું રસપ્રદ હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Manoj Bajpayee can play the role of a gangster, producer Sandeep Kapoor is all set to make a film with an estimated budget of Rs 15 crore


from Divya Bhaskar https://ift.tt/3fmivdt
https://ift.tt/2W7DCZv

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...