Sunday, July 19, 2020

હ્રિતિક સાથે વિવાદ થયા બાદ 18 બ્રાન્ડ્સે કંગનાને કાઢી મૂકી હતી, કહ્યું- ટકો કરાવીને ક્યાંક ગાયબ થવા ઇચ્છતી હતી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગના રનૌત બોલિવૂડ માફિયા અને ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત મોટા ખુલાસા કરી રહી છે. એક્ટ્રેસે ઘણા સેલેબ્સને આડે હાથ લઈને તેમને સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા છે. કંગનાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેના ખરાબ અનુભવ શેર કર્યા છે. તેણે કહ્યું કે, કઈ રીતે તેની ઇમેજ ઇન્ડસ્ટ્રીમાં ખરાબ કરવામાં આવી હતી અને તેના મગજમાં ખરાબ વિચાર આવતા હતા.

હાલમાં જ સુશાંત કેસ બાબતે રિપબ્લિક ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, હ્રિતિકે કેસ કર્યા બાદ મને માત્ર 2 મહિનામાં જ 18 બ્રાન્ડ્સે કાઢી મૂકી હતી. મને ચુડેલ અને નિમ્ફોમેનિયાક (કન્ટ્રોલથી વધારે સેક્સ્યુઅલ ડિઝાયર રાખનાર મહિલા), માણસ ખાનારી બનાવી દેવામાં આવી હતી. મારાં લગ્ન કરવાના અને પરિવાર બનાવવાના વિકલ્પ જ પૂરા થઇ ગયા હતા.

એક્ટ્રેસે આગળ કહ્યું કે, કરણ જોહરે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિસ્ટની ઇવેન્ટમાં ત્યાં સુધી કહ્યું હતું કે મારા જેવી છોકરીને ઇન્ડસ્ટ્રી છોડી દેવી જોઈએ. મેં ક્યારેય આત્મહત્યાનું નથી વિચાર્યું પણ હું ટકો કરાવીને ગાયબ થવા ઇચ્છતી હતી. આટલું બધું થયા બાદ તેના સંબંધીઓ તેમના બાળકોને કંગનાને મળવાની ના પાડતા કારણકે ગામડામાં ઈજ્જત જ બધું હોય છે.

જાવેદ અખ્તરે હ્રિતિકને સોરી કહેવા માટે પ્રેશર આપ્યું હતું
કંગનાએ એવું પણ જણાવ્યું કે, હ્રિતિક સાથે થયેલ વિવાદ બાદ જાવેદ અખ્તરે તેને તેના ઘરે બોલાવી. જાવેદે કહ્યું કે તું હ્રિતિકને સોરી કહે નહીં તો તારે આત્મહત્યા કરવી પડશે. એક્ટ્રેસે કરણ જોહર, જાવેદ અખ્તર અને મહેશ ભટ્ટ જેવા મોટા સેલેબ્સને બોલિવૂડની સુસાઇડ ગેંગ ગણાવી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangna Ranaut Was Removed From 18 Brands After A Dispute With Hrithik, Said 'I Wanted To Disappear Somewhere With My Head Shaved'


from Divya Bhaskar https://ift.tt/30pIBGi
https://ift.tt/2OG1O0M

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...