જર્મન ફિલ્મ રન લોલા રનની હિન્દી રીમેક લૂપ લપેટા કોરોના વાઇરસ સંક્રમણ માટે બનાવવામાં આવેલ કોવિડ-19 વીમાથી ઇન્શ્યોર્ડ થનારી પહેલી ભારતીય ફિલ્મ છે. ફિલ્મમાં તાપસી પન્નુ, તાહિર રાજ ભસીન લીડ રોલમાં છે. આ ફિલ્મની રિલીઝ ડેટ 29 જાન્યુઆરી 2021 છે. ફિલ્મનો વીમો હોવાથી તેનો ફાયદો પ્રોડ્યુસર્સને મળશે.
લીગલ ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યું છે
પ્રોડ્યુસર અતુલ કસ્બેકરે કહ્યું કે, તે લીગલ એક્સપર્ટ આનંદ દેસાઈ સાથે વાત કરી રહ્યા છે. અતુલ કહે છે, કોવિડ -19 વીમોં દુર્ઘટના વીમાની જેમ જ હશે. જો કોઈ ક્રૂના સભ્યને કોરોના થાય છે તો બાકી બધા ક્વોરન્ટીન રહેશે. વીમો હશે તો પ્રોડ્યુસર આ સમય દરમ્યાન થયેલ નુકસાનને રિકવર કરી શકશે. અતુલ અને તનુજ ગર્ગ હાલ વીમાના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે અને આશા છે કે બધું ટૂંક સમયમાં પૂરું થઇ જશે.
View this post on InstagramA post shared by Taapsee Pannu (@taapsee) on Feb 17, 2020 at 7:28pm PST
મે મહિનામાં શૂટિંગ થવાનું હતું
અતુલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમની ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને ગોઆમાં એપ્રિલ અને મે મહિનામાં થવાનું હતું. લોકડાઉન અને મહામારીને કારણે ફિલ્મના આઉટડોર શૂટિંગની નવી તારીખની તૈયારી કરવાની રહેશે. અતુલ મુજબ તેમની ફિલ્મનું શૂટિંગ વરસાદ પછી ઓક્ટોબરમાં જ શરૂ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ob4NOz
https://ift.tt/2ZfWffD
No comments:
Post a Comment
If you have any doubts please let me know!