Saturday, July 25, 2020

‘છોટી સરદારની’ ફૅમ અમલ સહરાવતના પિતાનું કોવિડ 19ને કારણે અવસાન, માતાને પણ ચેપ લાગ્યો હતો

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ તથા ‘છોટી સરદારની’ જેવી સિરિયલમાં કામ કરનાર ટીવી એક્ટર અમલ સહરાવતના જીવનમાં કોરોનાએ મુશ્કેલી સર્જી છે. ગયા મહિને અમલના પિતાનું કોરોનાને કારણે અવસાન થયું હતું. તેની માતાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. અમલે કહ્યું હતું કે આ સમય તેના તથા તેના પરિવાર માટે પરીક્ષાની ઘડી છે.

પરિવાર માટે મુશ્કેલ સમય
અમલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ડિયર ઈન્સ્ટાગ્રામ ફેમિલી, છેલ્લાં થોડાં દિવસથી હું એક્ટિવ નહોતો અને તેથી જ તમારા મેસેજના જવાબ ના આપી શકવા બદલ માફી માગું છું. ગયા મહિને મારા પિતા રાજ સિંહનું કોવિડ 19ને કારણે અવસાન થયું હતું. મારી માતાનો બેવાર કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.’

View this post on Instagram

Dear Instagram Family I apologise for not being active and responding to your messages since few days . I lost my Father Mr Raj Bail Singh to Covid 19 last month and my mother also tested positive twice . It has been a testing time for me and my family , but thanks to good memories left by my father that's helping us to sail through . I express my heartfelt gratitude to all my friends , relatives , entire #chotisarrdaarni team for standing by me and my family throughout . My special thanks to entire media for being so sensitive and co operative about it . I request everyone not to panic rather understand Covid 19 and follow all the instructions to prevent it .If any symptoms surface please contact doctor immediately . Loads of love to everyone , see you soon https://m.timesofindia.com/tv/news/hindi/amal-sehrawat-saw-dad-once-before-he-succumbed-to-covid-19/amp_articleshow/77146373.cms

A post shared by Amal (@amal_036) on Jul 24, 2020 at 8:33pm PDT

વધુમાં અમલે કહ્યું હતું, ‘આ સમય મારા પરિવાર માટે પરીક્ષાનો છે. મારા પિતા તેમની પાછળ સુંદર યાદો છોડીને ગયા છે અને આ યાદોની મદદથી અમે આગળ વધી રહ્યાં છીએ. હું તમામ મિત્રો, સંબંધીઓ, ‘છોટી સરદારની’ની ટીમનો આભાર માનું છું. આ તમામે મુશ્કેલ સમયમાં મને તથા પરિવારને સાથ આપ્યો હતો.’

અમલે છેલ્લે લખ્યું હતું, ‘મીડિયાના સહયોગ તથા સંવેદનશીલતા માટે આભારી છું. હું તમામને અપીલ કરું છું કે કોવિડ 19ને સમજો અને પેનિક ના કરો. તમામ નીતિ-નિયમોનું પાલન કરો અને કોઈ પણ લક્ષણ સામે આવે એટલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.’

પિતાને ના મળી શકવાનું દુઃખ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અમલે કહ્યું હતું કે તેના પિતામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. તેમને અન્ય બીમારીને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને અહીંયા તેમનો કોરોના ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેણે માત્ર એક જ વાર થોડીક ક્ષણો માટે પિતાને જોયા હતાં. આ સમયે તેઓ ICUમાં હતાં અને ગયા મહિને તેમને હાર્ટ અટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું. તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.

વધુમાં અમલે કહ્યું હતું, આ વાઈરસને કોઈ સમજી શકતું નથી. મારા પિતા સર્વાઈવ ના કરી શક્યા પરંતુ ડાયાબિટીસ હોવા છતાંય મારી માતાએ કોરોનાને માત આપી અને તે હવે બિલકુલ ઠીક છે. મારા પિતા તેમને ઘરની આયર્ન લેડી કહેતાં હતાં અને આ વાત સાચી સાબિત થઈ. અમલ હાલમાં માતા સાથે દિલ્હીમાં છે અને તેની પત્ની મુંબઈમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Chhoti Sardarni' fame Amal Sehrawat's father dies due to covid 19, mother also infected


from Divya Bhaskar https://ift.tt/2ZZoCzh
https://ift.tt/2OXsf2o

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...