કોરોનાવાઈરસની ઝપેટમાં દુનિયાના લાખો લોકો આવી ગયા છે. ઘણા સેલેબ્સ પણ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હોલિવૂડ એક્ટર નિક કોર્ડેરો 3 મહિના સુધી કોરોના સામે જંગ હારી ગયો છે. 41 વર્ષીય એક્ટરનું સોમવારે સવારે મૃત્યુ થયું છે. તેની પત્ની અમાન્ડાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. નિક અને અમાન્ડાને 1 વર્ષનો દીકરો એલ્વિસ છે.
View this post on InstagramA post shared by AK! ⭐️ (@amandakloots) on Jul 5, 2020 at 6:05pm PDT
અમાન્ડાએ લખ્યું કે-‘ભગવાન પાસે સ્વર્ગમાં એક વધારે એન્જલ પહોંચી ગયો છે. મારા પતિનું આજે સવારે મૃત્યુ થયું છે. તે ફેમિલીને ઘણો પ્રેમ કરતો હતો, સોન્ગ ગાતો હતો, પ્રાર્થના કરતો હતો અને એક દિવસ આ ધરતી છોડી દીધી. મને હજુ વિશ્વાસ આવતો નથી અને દરેક જગ્યાએ મને દુઃખ થઇ રહ્યું છે. મારું દિલ તૂટી ગયું છે કારણકે તેના વગર હું જીવનની કલ્પના કરી શકું તેમ
નથી. તે સ્ટાર હતો. દરેકનો મિત્ર હતો. દરેકની વાત સાંભળતો અને મદદ કરતો હતો.
તે સારો એક્ટર અને મ્યુઝિશિયન હતો. તે એક સારો પિતા હતો અને તેના પરિવારને ઘણો પ્રેમ કરતો હતો. મારો દીકરો એલિવ્સ અને હું તેને દરેક વસ્તુઓમાં રોજ યાદ કરીએ છીએ. હું છેલ્લા 95 દિવસથી મળેલા પ્રેમ, સપોર્ટ અને મદદ માટે તમારા બધાની આભારી છું. હું હસી કારણકે તે ચોક્કસથી લડાઈ જીતી ગયો છે. હું હંમેશાં તને પ્રેમ કરતી રહીશ.’
90 દિવસથી કોરોના સામે લડતા સમયે નિકના શરીરમાં અન્ય તકલીફો પણ થઇ ગઈ હતી. તેનો પગ કાપી દેવામાં આવ્યો હતો અને સાથે જ ફેફસાંમાં વધારે સંક્રમણને લીધે તે ટેમ્પરરી પેસમેકરથી જીવિત હતો. લોસ એન્જલસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2D6VBZg
https://ift.tt/2ZGNUR9
No comments:
Post a Comment
If you have any doubts please let me know!