Friday, July 10, 2020

‘સિંઘમ’, ‘રઈસ’થી લઈને ‘અબ તક 56’ સુધી, આ 10 ફિલ્મમાં વિકાસ દુબે જેવી એન્કાઉન્ટર ઘટના બતાવવામાં આવી

આઠ પોલીસનો હત્યારો તથા ગેંગસ્ટર વિકાસ દુબેનું પોલીસ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. આ ન્યૂઝ સામે આવતા જ રોહિત શેટ્ટી ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. રોહિત આ પ્રકારની સ્ટોરી પોતાની ફિલ્મ ‘સિંઘમ’માં બતાવી ચૂક્યો છે. માત્ર ‘સિંઘમ’માં જ નહીં પરંતુ બોલિવૂડની એવી ઘણી ફિલ્મ એન્કાઉન્ટર પર આધારિત જોવા મળી છે.

બાટલા હાઉસઃ વર્ષ 2018માં રિલીઝ થયેલી આ ફિલ્મ દિલ્હીના જામિયા નગરના બાટલા હાઉસ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટર પર આધારિત હતી. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ તથા મૃણાલ ઠાકુર લીડ રોલમાં હતાં. ફિલ્મમાં બે શંકાસ્પદ આતંકવાદીઓના એન્કાઉન્ટરની વાત બતાવવામાં આવી હતી. વર્ષ 2008માં 19 સપ્ટેમ્બરમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું હતું.

શૂટઆઉટ એટ વડાલાઃ આ ફિલ્મ ગેંગસ્ટર માન્યા સુર્વે પર આધારિત હતી. આ પાત્ર જ્હોન અબ્રાહમે પ્લે કર્યું હતું. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે મુંબઈ પોલીસે કેવી રીતે માન્યા સુર્વેનું એન્કાઉન્ટર કર્યું હતું. ફિલ્મમાં અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, તુષાર કપૂર, મનોજ વાજપેઈ તથા સોનુ સૂદ મહત્ત્વના રોલમાં હતાં. રિયલમાં આ એન્કાઉન્ટર ડો. આમ્બેડકર કોલેજ, વડાલામાં વર્ષ 1982માં 11 જાન્યુઆરીએ થયું હતું.

શૂટઆઉટ એટ લોખંડવાલાઃ આ ફિલ્મ મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટર પર આધારિત હતી. આ એન્કાઉન્ટર 16 નવેમ્બર, 1991માં થયું હતું. લોખંડવાલા કોમ્પ્લેક્સમાં સાત ગેંગસ્ટર્સ છૂપાયા હતાં. લગભગ 400 પોલીસે આ તમામ ગેંગસ્ટર્સનું એન્કાઉન્ટર કર્યું હતું. વર્ષ 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં વિવેક ઓબેરોય, સંજય દત્ત, સુનીલ દત્ત, અભિષેક બચ્ચન, તુષાર કપૂર, રોહિત રોય જેવા કલાકારો હતાં.

અબ તક 56: આ ફિલ્મ પોલીસ ઈન્સ્પેક્ટર દયા નાયકના જીવન પર આધારિત હતી. દયા નાયકે 56 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું હતું. ફિલ્મમાં નાના પાટેકરે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સાધુ અગાશેનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં એક પણ ગીત નહોતું.

આનઃ મેન એટ વર્કઃ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, શત્રુધ્ન સિંહા, ઈરફાન ખાન, રવીના ટંડન, અમિતાભ બચ્ચન તથા લારા દત્તાની આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીએ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અપ્પા કદમ નાયકનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થઈ હતી.

સિંઘમઃ વર્ષ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં DCP બાજીરાવ સિંઘમની વાત કહેવામાં આવી છે. ફિલ્મમાં કરપ્ટ આરોપીને પકડીને પોલીસ ફોર્સ કેવી રીતે એન્કાઉન્ટર કરે છે, તે બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં લીડ રોલ અજય દેવગને કર્યો હતો.

સિંઘમ રિટર્નઃ રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં પોલીસ તથા ગુનેગારોની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં બાબાજીના એન્કાઉન્ટરની વાત કરવામાં આવી છે. બાબાજીની લોકપ્રિયતા હોવાને કારણે લોકોમાં તેમની ધરપકડને લઈ આક્રોશ હોય છે. પોલીસ આ એન્કાઉન્ટરને અકસ્માતની જેમ રજૂ કરે છે. આ ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અજય દેવગન તથા કરીના કપૂર હતાં.

સિમ્બાઃ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આ ત્રીજી ફિલ્મમાં રણવીર સિંહ પહેલાં ભ્રષ્ટ પોલીસ ઓફિસર સિમ્બાના રોલમાં છે. ફિલ્મમાં સિમ્બાની માનેલી બહેનની દુષ્કર્મ બાદ હત્યા થઈ જાય છે. ત્યારબાદ સિમ્બા સુધરે છે અને ચાલાકીથી એન્કાઉન્ટર કરે છે. ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી.

જોલી LLB 2: ફિલ્મ વકીલ અક્ષય કુમાર પર આધારિત છે. તે એક મહિનાનો કેસ કોર્ટમાં લડે છે. લગ્ન બાદ મહિલાના પતિની તરત જ પોલીસ ધરપકડ કરે છે અને તેને આતંકવાદી જાહેર કરે છે. જોકે, થોડીવાર બાદ જ તેનું એન્કાઉન્ટર થયું હોવાનું સામે આવે છે. કોર્ટમાં અક્ષય કુમાર સાબિત કરે છે કે પોલીસે અસલી આતંકવાદીને બચાવવા માટે એક નિર્દોષ વ્યક્તિને આતંકવાદી બતાવીને તેનું એન્કાઉન્ટર કર્યું હતું. ફિલ્મમાં અક્ષય ઉપરાંત હુમા કુરૈશી, અન્નૂ કપૂર, સયાની ગુપ્તા, સૌરભ શુક્લા જેવા કલાકારો હતો. આ ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી.

રઈસઃ વર્ષ 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મ ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા દારૂના વેપાર પર આધારિત હતી. આ ફિલ્મમાં લીડ રોલ શાહરુખ ખાને પ્લે કર્યો હતો. ફિલ્મમાં શાહરુખનું એન્કાઉન્ટર થઈ જાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
vikas dubey encounter, bollywood made a film based on encounter


from Divya Bhaskar https://ift.tt/3eg5LUr
https://ift.tt/3iPW9Dq

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...