Wednesday, July 8, 2020

નીતુ સિંહે રિદ્ધિમા-રણબીર સાથે 63મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, દીકરીએ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી

નીતુ કપૂરનો આજે એટલે કે આઠ જુલાઈના રોજ 63મો જન્મદિવસ છે. નીતુ કપૂરની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં માતા તથા ભાઈ સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી હતી. આ ઉપરાંત રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં પણ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી.

View this post on Instagram

Happiest bday my Iron Lady I love you so much Ma ❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jul 7, 2020 at 11:36am PDT

View this post on Instagram

Mom’s bday eve dinner ❤️ #dinnerready

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jul 7, 2020 at 7:10am PDT

રિદ્ધિમાએ માતાને આયર્ન લેડી કહી
તસવીરમાં રિદ્ધિમા, રણબીર તથા નીતુ કપૂર એકદમ ખુશ જોવા મળ્યાં હતાં. નીતુ સિંહ બ્લેક આઉટફિટમાં, રિદ્ધિમા વ્હાઈટ તથા રણબીર ગ્રીન શર્ટમાં જોવા મળ્યો હતો. રિદ્ધિમાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, આયર્નલેડીને જન્મદિવસની શુભેચ્છા. બહુ બધો પ્રેમ.

ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરિયરની શરૂઆત કરી
આઠ જુલાઈ, 1958માં નીતુનો જન્મ દિલ્હીમાં પંતનગરમાં થયો હતો. ત્યારબાદ તેમનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. 1966માં ફિલ્મ ‘સૂરજ’માં નીતુ સિંહે ચાઈલ્ડ આર્ટિસ્ટથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં વૈજયંતીમાલા તથા રાજેન્દ્ર કુમાર લીડ રોલમાં હતાં. ત્યારબાદ નીતુ સિંહે ‘દસ લાખ’, ‘વારિસ’, ‘દો કાલિયાં’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. નીતુએ 1973માં લીડ એક્ટ્રેસ તરીકે ‘રીક્ષાવાલા’થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, નીતુ સિંહને ખરી ઓળખ ‘યાદો કી બારાત’ ફિલ્મથી મળી હતી.

નીતુ-રિશીએ 12 ફિલ્મમાં સાથે કામ કર્યું
નીતુ તથા રિશીએ 12 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. નીતુએ 50થી વધુ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. 1980માં નીતુએ રિશી કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પતિ તથા બે બાળકો રિદ્ધિમા તથા રણબીરના ઉછેરમાં વ્યસ્ત બન્યા બાદ નીતુએ ફિલ્મી કરિયરને અલવિદા કહી દીધું હતું. વર્ષ 2009માં ‘લવ આજ કલ’માં સ્પેશિયલ રોલ કર્યો હતો. ત્યારબાદ ‘દો દૂની ચાર’તથા ‘બેશરમ’માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં નીતુ સિંહ ઉપરાંત રણબીર કપૂર તથા રિશી કપૂર હતાં.

પતિની બીમારીમાં સતત સાથ આપ્યો
રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું. રિશીએ કેન્સરની સારવાર વર્ષ 2018માં ન્યૂ યોર્કમાં કરાવી હતી અને તેઓ વર્ષ 2019માં ભારત પરત ફર્યાં હતાં. ન્યૂ યોર્કમાં નીતુ સતત પતિની સાથે રહ્યાં હતાં. રિશી કપૂરને કેન્સર થયું હોવાની જાણ થઈ ત્યારે નીતુ સિંહેકહ્યું હતું કે તેમની પહેલી પ્રતિક્રિયા ઘણી જ ખરાબ હતી. તેઓ ભાંગી પડ્યાં હતાં. તેમના બંને બાળકો પણ ભાંગી પડ્યાં હતાં. તેમને ખ્યાલ જ નહોતો કે શું કરવું. જોકે, પછી તેમને વિચાર્યું કે આનો સામનો કરવો પડશે. રિશીએ શરૂઆતના ચાર-પાંચ મહિના બીમારી હોવાનો સ્વીકાર જ ના કર્યો. બીમારીના પાંચ-છ મહિના બાદ રિશીએ પોતાને કેન્સર છે, તે વાતનો સ્વીકાર કર્યો હતો અને મક્કતાથી આ લડાઈ લડ્યાં હતાં.

હાલમાં દીકરી સાથે મુંબઈમાં રહે છે
30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું પરંતુ દીકરી રિદ્ધિમા દિલ્હી રહેતી હોવાથી તે બે દિવસ બાદ મુંબઈ આવી હતી. ત્યારબાદથી તે માતા સાથે રહે છે. રિદ્ધિમા અવારનવાર સોશિયલ મીડિયામાં માતા તથા પિતાની તસવીરો શૅર કરતી રહે છે તો નીતુ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Neetu Singh celebrates 63rd birthday with Riddhima-Ranbir, daughter shares photos of the celebration


from Divya Bhaskar https://ift.tt/31YPxwn
https://ift.tt/38A2LRw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...