Friday, July 10, 2020

અભિષેક બચ્ચનની ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’માં પરિવાર, ભૂતકાળ તથા પાપ-પુણ્યની વાત કરવામાં આવી છે

વેબ સીરિઝ ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’થી અભિષેક બચ્ચને ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. સીરિઝમાં અભિષેક બચ્ચન મનોચિકિત્સકના અવિનાશ સબ્રવાલના રોલમાં છે. તેની છ વર્ષની દીકરી સિયાનું અપહરણ થઈ જાય છે. અપહરણના નવ મહિના બાદ અચાનક જ કિડનેપર માગણી કરે છે કે દીકરી જોઈએ તો એક વ્યક્તિનું ખૂન કરવું પડશે. કિડનેપરે એમ પણ કહ્યું હતું કે તે વ્યક્તિનું ખૂન થયું છે, તેવું સહેજ પણ લાગવું જોઈએ નહીં પરંતુ તે પોતાના ગુસ્સા તથા વાસનાનો શિકાર બન્યો છે, તેવું લાગવું જોઈએ. અવિનાશ પોતાની દીકરી માટે કિડનેપરની વાત માનવા તૈયાર થઈ જાય છે. અવિનાશ પોલીસ માટે મનોચિકિત્સકનું કામ કરતો હોય છે.

‘બ્રીધ’ની પહેલી સિઝન મુંબઈમાં સેટ હતી, જ્યારે બીજી સિઝન દિલ્હીમાં છે. ગઈ સિઝન પણ સંતાન તથા પરિવાર માટે વ્યક્તિ શું કરી શકે છે, તેની પર આધારિત હતી. આ વખતે પણ આ જ થીમ છે. ડિરેક્ટર મયંક શર્મા એ જસ્ટીફાય કરવાનો પ્રયાસ કરે છે કે જો પરિવાર બચાવવા માટે વ્યક્તિ કોઈનું ખૂન પણ કરે તો તે ખોટું નથી. મયંક શર્માએ પાત્રોમાં સસ્પેન્સ ક્રિએટ કરવા માટે સ્પ્લિટ પર્સનાલિટીનો પણ ઉપયોગ કર્યો છે.

માયથોલોજિકલ વાર્તાઓનો ઉપયોગ અવિનાશ, કબીસ સાવંત, શિયા સબ્રવાલ, આભા સબ્રવાલ, શેરિલ સહિતના પાત્રોના કામને યોગ્ય ઠરાવવા માટે કરવામાં આવ્યો છે. જોકે, આ પ્રકારની ફિલૉસફી ઈમ્પ્રેસ કરી શકતી નથી.

અભિષેક બચ્ચન જ્યારે ગ્રે શૅડમાં જોવા મળ્યો ત્યારે તેણે અફર્ટ ઓછો કર્યો હોય તેમ લાગ્યું. નિત્યા મેનને આભા સબ્રવાલ તરીકે એવરેજ એક્ટિંગ કરી છે. તે ‘મિશન મંગલ’માં વધારે સારી લાગતી હતી. અમિત સાધ પહેલી સિઝન તથા બીજી સિઝનમાં કબીર સાંવતના રોલમાં જોવા મળ્યો હતો. શેરિલનું પાત્ર સૈય્યમી ખૈરે ભજવ્યું છે. જોકે, તેની પાસે ખાસ કામ કરવા લાયક નહોતું.

શોના વિલને ડેવિડ ફિંચરની ‘સેવન’ તથા ટોમ હેંક્સની ‘ઈનફર્નો’ જોઈ હોય તેમ લાગે છે. વિલન સીરિઝમાં એ રીતે ખૂન કરાવે છે, જાણે એમ લાગે કે વ્યક્તિ પોતાના ક્રોધ, વાસના તથા જૂઠ્ઠાપણાનો ભોગ બન્યો છે. હોલિવૂડની આ બંને ફિલ્મમાં વિલન હત્યા નથી કરતો પરંતુ કરાવતો હોય છે. મયંક શર્માની આ ક્રાઈમ સીરિઝ ક્યાંક-ક્યાંક ફેમિલી ડ્રામા હોય તેમ લાગે છે. સ્પ્લિટ પર્સનાલિટીનો મયંક શર્માએ યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી. થ્રિલરનો દરેક સીન નક્કર તર્કની માગણી કરે છે. અહીંયા સ્પ્લિટ પર્સનાલિટીનો પ્લોટ આવે ત્યારે તર્ક ગાયબ થઈ જાય છે. પાત્રોની સાથે આકસ્મિક ઘટનાઓ સતત બને છે અને તે જોવામાં કંટાળો આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Abhishek Bachchan 'Breathe into the Shadows' talks about family, past


from Divya Bhaskar https://ift.tt/2Og2bPm
https://ift.tt/38GRC1t

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...