સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેમ્પ તથા નેપોટિઝ્મ પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કંગનાએ સુશાંતની આત્મહત્યા માટે નેપોટિઝ્મ તથા કેમ્પને જવાબદાર ગણાવ્યા છે. હાલમાં કંગનાએ રિપબ્લિકને આપેલા ઈન્ટરવ્યૂમાં આદિત્ય ચોપરા, કરન જોહર તથા મહેશ ભટ્ટ પર આક્ષેપો કર્યાં હતાં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાંક લોકો કંગનાને સમર્થન આપી રહ્યાં છે. હવે, સિમી ગરેવાલે પણ કંગનાનો સપોર્ટ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં એક્ટ્રેસના ભરપૂર વખાણ કર્યાં હતાં.
કંગના મારા કરતાં વધુ બહાદુર
સિમીએ ટ્વીટ કરીને કહ્યું હતું, હું કંગનાનાં વખાણ કરું છું. તે મારા કરતાં વધુ બોલ્ડ તથા બહાદુર છે. માત્ર મને ખબર છે કે એક ‘તાકતવર’ વ્યક્તિએ કેવી રીતે મારી કરિયર બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ચૂપ રહી, કારણ કે હું એટલી બહાદુર નહોતી. નિરાશ છું પરંતુ કંગનાને જોઈને રાહત મળે છે.
I applaud #KanganaRanaut who is braver & bolder than I am. 👏👏Only I know how a 'powerful' person has viciously tried to destroy my career. I stayed silent. Because I am not so brave... 😥@KanganaOffical
— Simi Garewal (@Simi_Garewal) July 18, 2020
સુશાંત પર પણ વાત કરી
સિમીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, મને ખબર નથી કે કંગનાનો ઈન્ટરવ્યૂ જોઈને તમને કેવું લાગ્યું પરંતુ હું ઘણી જ નિરાશ થઈ છું. મને એ વાતથી તકલીફ થઈ કે સુશાંત સિંહ રાજપૂતે શું શું સહન કર્યું હતું અને બોલિવૂડમાં ઘણાં આઉટસાઈડર્સ આ સહન કરતા હોય છે. આમાં પરિવર્તન આવવું જોઈએ. બીજી ટ્વીટમાં સિમીએ કહ્યું હતું, જ્યારે અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડની હત્યા થઈ ત્યારે ત્યાં જાગૃતિ આવી, એ જ રીતે અહીંયા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં પરિવર્તન આવે.
When George Floyd was killed in America it set forth an awakening. In the same way #SushantSingRajput 's death maybe the harbinger of an awakening in Bollywood..
— Simi Garewal (@Simi_Garewal) July 19, 2020
કંગનાએ શું કહ્યું હતું?
કંગનાએ અર્નબ ગોસ્વામીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તે સુશાંતની આત્મહત્યાને લઈ કરેલાં દાવા સાચા સાબિત નહીં કરી શકે તો તે પદ્મશ્રી અવોર્ડ સરકારને પરત કરશે. વધુમાં કંગનાએ કહ્યું હતું કે કરન જોહરે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં તેને બોલિવૂડમાંથી જતા રહેવાની વાત કરી હતી. કંગનાના મતે તેણે ક્યારેય આત્મહત્યા કરવા અંગે વિચાર્યું નથી પરંતુ તે આ બધાથી દૂર ક્યાંક ગુમ થવા ઈચ્છતી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jkYI0k
https://ift.tt/2WvSMrC
No comments:
Post a Comment
If you have any doubts please let me know!